________________
તા. ૧૬-૧૧-૮૬
ઉપયાગ કર્યું છે. એમની સૌય લક્ષી દૃષ્ટિ જીવનના વિવિધ અને વિશાળ અનુભવેામાંથી, વકતવ્યને ચમત્કારિક રીતે રજૂ કરી આપે એવ!, અનેક અલકારા પકડી લાવે છે. 'કાકાસાહેબની કવિતા' એ શબ્દ વડે કાકાસાહેબના નિબંધો અને ગદ્યને નવાજનાર્ શ્રી ઉમાશ કરને કદાચ કાકાસાહેબની ઉપમા અલકા 'સવિશેષ આકર્ષ્યા હશે. તેમણે યોજેલા કેટલાક 'લકાશ જોઇએ, નિરભ્ર અને પ્રશાંત આકાશ નિહાળતા કાકાસાહેબને તેમાં બૌદ્ધોનું નિર્વાણુ પ્રસરી ગયેલું જણાય છે! (ઉપ્રેક્ષા) સ્વચ્છ, હૃદયહારી આકાશ જોતાં ઉપમાના આધાર લઈ તે તેની સરખામણી શુભ્ર, શુચિ સીતાની કીતિ સાથે કરે છે. કાદવમાં પડેલાં પ્રાણીઓનાં પગલામાં તેમણે મહિકાના ભારતીય યુદ્ધતા ઇતિહાસ નજરે પડે છે. (ઉત્પ્રેક્ષા) એતરાતી દીલામાં પુરાયેલા કાકાસાહેબને પશુ વિહીન શુષ્ક લીમડાનાં વૃક્ષો *ક્ષપણુક જેવાં નગ્ન ભાસે છે ! (ઉપમા) મધ્યાહનના ચંદ્રને તે વાસી રોટલાની ઉપમા આપે છે. કવિ રવીન્દ્રબામુ સાથે વાતચીત કરતાં પ્રખર તડકાને અને સ્વીન્દ્રને પણ ઉદ્દેશીને ‘વિતે પોતાનાં તડકા ન ગમે તે તે કયા જાય ? એમ રમૂજભરી રીતે તેઓ 'રવિ' શબ્દ ઉપર દ્વેષ કરી લે છે અનેક યુગાની તડકી-છાંયડીનું સાક્ષી બનેલ દિલ્હી તેમની પાસે ઉપ્રે ક્ષાને આશ્રય લેવડાવી ‘જાણે ખખડધજ ડેાસીમાતાઓના ખેાળામાં ખેલતુ બાળક’ ટાય એમ કહેવા પ્રેરે છે. કાકાસાહેબના આ બધા અલકારોની પડછે તેમનું વિશાળ અનુભવી માનસ અને સૂક્ષ્મ નિરીક્ષણ દૃષ્ટિ તેા પ્રતીત થાય છે પણુ તે સાથે તેમનામાં રહેલ કવિ ચિંતક અને ધમ' પુરુષનાં પણ દશ'ન થાય છે. સજનની આંતરિક જરૂરિયાતમાંથી સ્ફુરેલા તેમના અવકારી સાચા અથ'માં તેમના નિબંધ માટે અલંકાર-ધરેણાં બન્યા છે.
ગાંધીજીના નિમાની જેમ કાકાસાહેબના નિધામાં પણ ટૂંકાં, સૂત્રાત્મક અને અર્થાન્તરન્યાસી વાયા જોવા મળે છે. જીવન ઘ્ધ' છે, મરણ પેાલું છે, સ્મરણુ શૂન્ય છે.' ‘ મરણુ કરતાં પણ સ્મરણુ વધારે બળવાન છે' જેવાં આકષ ક સૂત્રાત્મક વાકયામાં ચૂંટાયેલુ ચિ’તન અભિવ્યકિતની એક વિશેષ છટા સાથે પ્રકટ છે.
મૃદ્ધ જીવન
પ્રાકૃતિક સૌદયની સફર કરાવતા નિહેતુક નથી ઉભરાતા, રસિક, મધુર અને પ્રસન્ન શૈલીમાં લખાયેલા કાકાસાહેબના આ રમણીય નિબધા ગુજરાતી નિબંધ સાહિત્યમાં ઉત્તમસ્થાને વિરાજે છે. ધણું ખરું તેમની કૃતિએ સર્વાંગ સુભગ રહી છે. છતાં કયારેક તેમના પૂતરાનો અનુરાગ અને તેમનામાં રહેલ કેળવણીકાર જેવાં તત્ત્વ તેમને ખેાધક કે પક્ષપાતી બનાવતાં હોય તેવું લાગે છે. ‘તેમનન રહ્યુકે સરેવર', *અનસૂયા પ્રાચી', સંધ્યાત્રાચી', ‘ક્રિયા કે કૃતિ' જેવા શ્રેષ્ઠ નિબંધમાં પણ આમ ખનવા પામ્યું છે. પણ કાઢ્ઢાસાહેબના નિબંધમાં આવુ તે જવલ્લે જ બનતું હોય છે. બાકી તા ‘આનંદમાં પ્રચાજના છૂટ આનદ છે જાતે વૈશ્ય છે ?' એમ કહેનાર–માનનાર આ સૌંદય'દશી' નિબંધકારની મેટા ભાગની નિબંધકૃતિ આનંદ પયવસાયી બની છે.
આમ કાકાસાહેબના નિબંધે આપણા નિબંધ-સાહિત્યના આભૂષણુરૂપ બન્યા છે. આપણે ત્યાં વિચારપ્રધાન નિબંધ મઢળક લખાયા છે અને લખાય છે. પશુ નિબંધને સજનની ક્રેટિમાં મૂકી આપે એવી નમૂનેકાર અને રસાવહ રચનાઓ તા અગળ જોયુ તેમ સૌ પ્રથમ આપણને કાકાસાહેબ પાસેથી જ મળે છે. નિખને એના લલિત સ્વરૂપે પ્રકટાવવામાં અને વિકસાવામાં કાકાસાહેબના ફાળા આમ મેટા રહ્યો છે. આલેર્લી વિલિયમ્સે નિબંધકાર પાસે અપેક્ષા રાખત તે ઋષિની માટીના હાવા જોઈએ – Someting of a Sage એવું હ્યુ છે. કામાસાહેબ આપણાં એક ઋષિની માટીના નિધાર છે, એમ કહીએ તે ખેાટુ' નહિં.
૧૩૫
ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનું પ્રવચન સંકલન : ચીમનલાલ કલાધર' સધ' દ્વારા ‘જ્ઞાનગોષ્ઠિ'ના ઉપક્રમે જાણીતા રાજકીય અગ્રણી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનું રાજકારણુંના પ્રવાહે એ વિષય પર એક જાહેર વ્યાખ્યાન સોમવાર, તા. ૨૦-૧૦-'૮૬ ના સંજના ૬/૧૫ કલાકે પાન કાપડિયા સભાગૃહમાં ડા. મણુલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમના પ્રારંભ ‘સધ’ના સહમંત્રી શ્રીમતી નિરુબહેન શાહની પ્રા'નાથી થયા હતા. કાર્યક્રમના સંયેાજક શ્રી સુખાય લાખ એમ. શાહે ડા. સ્વામીને આવકાર આપ્યા હતા જ્યારે શ્રી હરિલાલ ગુન્નાબચંદ શાહે ડા. સ્વામીને પરિચય કરાવ્યેા હતા.
‘રાજકાજીના પ્રવાહો' વિષય પર ખેલતા ડા. સ્વામીએ જણાવ્યુ હતુ કે ‘આજે દેશ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આજે પંજાળ, કાશ્મિર, આસામ, નાગલેન્ડ, વગે૨ે રાજ્યામાં આંધાધૂંધી પ્રવર્તે છે. ગારખાલેન્ડના પ્રશ્નો કેન્દ્ર સરકારનું વલણુ મુત્સદ્દીભયુ નથી. પંજાબમાં ત્રાસવાદીઓ ભારે આંતક ફેલાવી રહ્યા છે. આ અધા પ્રશ્નો પાછળ જે કુનેહ,. મુત્સદ્દી જોઇએ. તેના રાજીવ સરકારમાં સર્વથા અભાવ હોઇ આ રાજ્યમાં આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. તદ્યપિ કાઇ એમ ધારે કે આનાથી દેશની અખ ંડિતતાને અચ આવશે તો તેવુ બનશે નહિ. ભારત કદી તૂટવાના નથી. આપણે સ્વતંત્ર થયા પછી અંગ્રેજો કહેતા કે આ લાકા ખે કે ત્રણ વર્ષમાં અંદર દર લડી મરશે પણ આજે ૪૦ વર્ષ થઈ ગયા. ભારતને કશું જ થયું નથી. ઊલટુ ભારતે ઔદ્યોગિક ક્ષેત્ર હરણુકાળ ભરી છે. અન્ન ઉત્પાદન ક્ષેત્રે તે વિક્રમ જ નેાિળ્યો છે અને વિદેશથી અનમાત કરવાની હવે વાત જ નથી રહી. ઊલટું આપણે વિદેશમાં અનાજ મેકલીએ છીએ.
આપણે. આપણી વિદેશનીતિ બલવાની જરૂર છે. આપણે ઇઝરાયેલની ઉપેક્ષા કરીએ છીએ અને આખોને ટેકા આપીએ છીએ. આ એ જ આખા છે કે જેઆ બધા ખાંગલાદેશની લાઈ વખતે પાકિસ્તાનની પડખે ઊભા રહ્યા હતા. આપણે આજે ઇઝરાયેલ સાથે સારા સંબંધો સ્થાપીએ તે પાકિસ્તાન જરૂર સીધું થાય જ. આજે પાકિસ્તાન અને ચીન સાથે પણ આપણે સારા સબધા સ્થાપવાની દિશામાં પહેલ કરવાની જરૂર છે.
આજે શ્રીસ કાની પરિસ્થિતિ એવી છે કે ત્યાંના તમિળ વંશનુ સિલાન સરકાર દ્વારા નિકંદન થઈ રહ્યું છે. ભારત સરકાર ચૂપચાપ ખેસી રહી છે. બાંગલાદેશ વખતે આપણે જે લશ્કરી કદ્દમ ઉઠાવ્યું હતું તેવું જ પગલુ આજે ભારત સરકારે ભરીને શ્રીલ’કાની સાન ડેકાણે લાવવાની જરૂર છે. પણ કેન્દ્ર સરકારમાં એવી હિં`મત જ કર્યા છે?
સંધના પ્રમુખ ડૉ. રમણભાઇ ચી શાહે 'દનાહારથી ૉ. સુબ્રમણ્યમ સ્વામીનુ સ્વાગત કરતાં જણાવ્યુ હતું કે વર્તમાન રાજકીય સમસ્યાઓ ઉપર ા. વામીએ સારા એવા પ્રકાશ પાડયા. છે. આપણે અખબારી । રાજ વાંચીએ છીએ પરંતુ ડૉ. સ્વામી જેવા રાજકીય અગ્રણી સાથેના વાર્તાલાપથી દેશના વત માન પ્રશ્નો અને તેને હલ કરવાની દિશા તરફ આપણુ" ધ્યાન ખેંચાય છે. અંતમાં તેમણે ડે. સ્વામીને સબ'ના મચ પર પધારી પ્રવચન આપવા બદલ આખર માન્યા હતા.