SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રભુત જીવન તા. ૧૬-૧-૮૧ ' સમય માત્રને પણ પ્રમાદ ન કરીશ. સમયને સાદે અર્થ છે. કાળ. પરંતુ અહીં ‘સમય’ શબ્દ જૈન પારિભાષિક અર્થમાં વપરાય છે. સમય એટલે કાળનું નાનામાં નાનું એકમ-ચનિટ. અખિના એક પલકારામાં આઠ કરતાં પણ ઘણી વધારે “સમય” વીતી જાય છે. કોઈ માણસ કૂલતી સે કે હજાર પાંદડી સાથે સખીને સેયથી તે તમામને ક્ષણ માત્રમાં આરપાર વધે તે તેમાં એક પદડીમાંથી પસાર થઈને સેઈ બીજી પાંદડીમાં પ્રવેશ કરે એટલા સ* કાળને ‘સમય’ કહેવામાં આવે છે. અથવા કે માણસ કોઈ લાંબા જીણું અને એક ઝાટકે ક્ષણ માત્રમાં ફાડી નાખે તે એક તાંતણે તૂટયા પછી બીજે તાંતણે તૂટે તેટલા સમ કાળને માટે ‘સમય’ શબ્દ વાપરી શકાય. આપણું ચિત્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પ્રતિક્ષણ, બકે પ્રતિસમય એમાં વિચારને, ભાનો, સ્પંદનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે. પ્રતિસમય એ પ્રવાહ પ્રમાદ રહિત રહ્યા કરે એ ઘણી દુર્લભ વાત છે. મહાન સાધકે જ એ સિદ્ધ કરી શકે છે. આ પંચમકાળમાં તે એ શકય જ . નથી પરંતુ એ દિશામાં પુરુષાર્થ અશકય નથી, - ભગવાન મહાવીરસવામીએ ગૌતમ વામીને ‘મય નોમ મા પમાય'- એ જે ઉપદે અનેકવાર આપે તે મુકિતમાર્ગના પ્રવાસીઓને માટે ભાથું બની રહે - શિવપથ સંબલ બની રહે એ છે. એને અંશ માત્ર પણ આપણુ વર્તમાન જીવનમાં ઊતરે તેાયે હિક જીવનમાં પણ કૃતાર્થ થઈ શકાય. -રમણલાલ ચી. શાહ શબ્દમાં એવું અલૌકિક બળ છે. જી, ભગવાને ગૌતમસ્વામીને અને એમના દ્વારા અનેક જીવને અનેક બાબતમાં પણ મહત્ત્વને ઉપદેશ આપ્યા છે. એમાં ગૌતમસ્વામીને વારંવાર અપાયેલે ઉપદેશ તે પ્રમાદ ન કરવા વિષે છે. આમ જોઈએ તે આ નિષેધરૂપ ઉપદેશ છે. મનુષ્ય શું શું કરવું જોઈએ એવી વિધેયરૂપ અને શું શું ન કરવું જોઈએ એવી નિષેધરૂપ હજારે શિખામણ વ્યાવહારિક, સામાજિક, વૈયક્તિક કે સામુદાયિક જીવનને લક્ષીને અપાયા કરે છે. ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે પણ એવી ઘણીબધી શિખામણે અપાયેલી છે. ભગવાને ગૌતમસ્વામીને આપેલી આ શિખામણ આમ જોઈએ તે સ્પષ્ટ છે, પરંતુ આધ્યાત્મિક માર્ગની તે સક્ષ્માતિસૂક્ષ્મ શિખામણ છે. એ જે સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય તે કેવળજ્ઞાન અને ટેક્ષ ક્ષણવારમાં પ્રાપ્ત થઈ શકે. | સારી રીતે જીવવું એ જીવોનું પાર્થિવ લક્ષણ છે. પરંતુ ભેગેપભેગથી ભરેલા આ પાર્થિવ જીવનથી પર કોઈ સનાતન, નિરુપાર્ષિક અસ્તિત્વ છે એની આંતરપ્રતીતિ તે કઈક વિરલ મનુષ્યને જ થાય છે. વ્યવહારમાં જેમ અનેક કાર્યો પ્રમાદને લીધે થઈ શકતાં નથી, તેમ આધ્યાત્મિક માર્ગની કેટલીક સિદ્ધિએ ચિત્તની પ્રમત્તાવસ્થાના કારણે પ્રાપ્ત થથી નથી. મિથ્યાત, અવિરતિ, કષાય અને વેગ એ ચાર એમાં મહત્ત્વને ભાગ ભજવે છે. આ જગત જ્ઞાનીઓની દષ્ટિએ તે અજ્ઞાન અથવા 'મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલું છે. મિથ્યાત્વને અંધકાર જેમનામાંથી ચાલ્યા ગ છે, સાચી સમજણ જેમને પ્રાપ્ત થઈ શકી છે, તેઓ પણ પ્રમાદને કારણે અવિરતિમાં અટકી પડે છે. પ્રમાદ જગતના જીવને જટિલ જંજાળામાં જકડી રાખે છે. ધાદિ કપાયે અને મન-વચન તથા કાયાને વેગ જીવને સમાગે જતાં અટકાવે છે. જે છે પિતાની આત્મશકિતને ખીલવે છે તેઓ આ બધા અંતરને ભેદીને મુકિતપથ પર પ્રગતિ કરી શકે છે, પરંતુ તેમાં પણ ક્ષણ ક્ષણની સમય સમયની–અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવી ઘણી દુષ્કર છે. એવા માગે ગયેલા મનુષ્યમથિી પણુ મેટાભાગના મનુષ્યની સ્થિતિ તે 'ગીતાકારે કહેવા વચન જેવી છે: | : નાનામિ ઘર્મ ન વ ને પ્રકૃતિઃ ' ' નાનાશ્વર્ગે ન ૧ ૨ નિવૃતિઃ | - સભ્ય દર્શન અને સમ્યગૂ જ્ઞાન પ્રાપ્ત થવાં સરળ નથી, પરંતુ એ પ્રાપ્ત થયા પછી તદનુસાર સભ્યન્ ચારિત્ર ઘડવું એ પણુ ઘણી દુષ્કર વાત છે. પ્રમાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેહનીય કર્મ જીવને ભગાડે છે. સમાતિસમ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણું જીવથી સહેલાઈથી મેળવાતું નથી. અથવા મેળવ્યું છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચડ-ઊતર કર્યા કરે છે. ઉપરના ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતું નથી. વારંવાર સ્થિર થવાને મહાવરે જેઓ અનેક વખત કરતા રહે છે તે તેના ઉપર પછી સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ મહાત્માઓ પ્રથમ પ્રયાસે જ અપ્રમત્ત બની રિથર થઈ જાય છે, ઉર્ધ્વગામી બને છે. આ . ચિત્તની આ ક્રિયા અતિ સક્ષમ છે. ભગવાને એટલા માટે શબ્દ વાપર્યો છે-“સમય” ભગવાને ગૌતમરવાસીને કહ્યું છે કે શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ ના રમકડાં ઘર સંધ” દ્વારા બાળકને ઘરે રમવા માટે રમકડાં આપવા માટેની આ પ્રવૃત્તિ છેલ્લાં બે વર્ષથી નિયમિત ચાલે છે. એ માટે વખતેવખત નવાં રમકડાં ખરીદવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ રૂા ૧૦૮૨૬/-નાં નવા રમકડાં લેવામાં આવ્યાં છે. “સંધના સભ્યને નમ્રભાવે અપીલ છે કે પિતાને ત્યાં ન વપરાતાં રમકડાં સંધ ને ભેટ મોકલી આપે જેથી બાળકને વધુ રમકડાં રમવા મળે. આપનું બાળકને પણ આ રમકડાં ઘરના સભ્ય બનાવીને બાળકના વિકાસમાં આપ રસ લે એવી વિનંતી. ડે, અમુલ શાહ શ્રીમતી જયાબહેન વીશ સંજક , સંધ દ્વારા નેત્રયજ્ઞ શ્રી ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘ સંચાલિત સર્વોદય આશ્રમ (શ્રી વિશ્વ વત્સલ ઔષધાલય)-દીના ઉપક્રમે અને શ્રી મુંબઈ જૈન યુવક સંધના આર્થિક સહયોગથી વારણુ-વટામણ મુકામે સેમવાર, તા. ૧-૧૨-૧૮૮૬ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સવિગત કાર્યક્રમ આ પ્રમાણે છે. પ્રમુખ: શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ઉદ્દઘાટક : શ્રી શાંતિલાલ બાવચંદ ગાંધી અતિથિવિશેષ: શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી સંધના આ પ્રથાનમાં સૌને ભાગ લેવા વિનંતી. . , સિંઘના ઉપક્રમે , !
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy