SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ જીવન કલ્યાણ કરી શકતા નથી અને બીજા કોઇનું કલ્યાણ કરવાને સમર્થ નથી હોતા. મિથ્યા દૃષ્ટિ સામાન્ય છે આ પ્રકારના ધમને પ્રભાવ વધારે. એવાં કાર્યો કરવા કે જેથી અન્ય લેવા પણ ધમની પ્રશંસા, અનુમોદન કરે કે ધમ સ્વીકારવા પ્રેરાય. ધર્મની પ્રભાવના સર્વોત્તમ રીતે તે તીર્થંકર પરમાત્મા જ કરતા હોય છે. એમની અનુપસ્થિતિમાં પ્રભાવક આચાર્ય ભગવંતે, પ્રભાવક ઉપાધ્યાય ભગવંતે, પ્રભાવક સાધુ ભગવંતો વગેરે ધમ ધણ સારે પ્રભાવ કરે છે. પ્રભાવનાને સમ્યકત્વ સાથે સંબંધ છે. સમકિતના સડસઠ બોલમાં પ્રભાવનાને નિર્દેશ બે વખત કરવામાં આવ્યું છે. સમકિતના પાંચ ભૂષણમાંનું એક ભૂષણ તે પ્રભાવના છે. આ દર્શાવે છે કે સ્વ-પર ઉપકારક એવી પ્રભાવનાનું મહત્વ કેટલું બધું છે. પ્રભાવના એટલા માટે તીર્થક. નામકમના કારણરૂપ મનાય છે. “જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કર શાસનરસી.” -એવી ભાવયા દ્વારા તથંકર નામકર્મની નિકાચના થાય છે, જે ધમપ્રભાવનાના મૂળમાં રહેલી છે. પત પિતાના ધર્મને પ્રચાર કરવાનું સૌ પ્રઇને ગમે. પિતાનો ધર્મમાં અન્ય લોકોને રસ લેતા જોઈને અથવા પિતાને ધમં રવીકારતા અચરતા જોઈને સૌ કોઈને આનદ થાય એ સ્વાભાવિક છે. દુનિયામાં બધા જ ધર્મો સમાન, એકસરખા છે એમ કહેવું તત્વની દષ્ટિએ વાજબી નથી. દરેક ધર્મને પોતાની કંઈક વિશેષતા હશે. તે પણ માત્ર વ્યાવહારિક સદાચારની ભૂમિકા ઉપરથી ઊંડે આત્મતત્ત્વની વિચારણા સુધી જનારા ધર્મો ઘણા ઓછા છે. તેમાં પણ સમગ્ર જીવસૃષ્ટિને આવરી લેનાર, સંસારની સમગ્ર ઘટનાઓને સકારણ પ્રતીતિકર ખુલાસે આપનાર, આત્મતત્વની ગહન વિચારણા કરનાર ધમ વિરલ છે. ધમને પ્રચાર થાય એ ગમતી વાત છે, પરંતુ પ્રચાર” શબ્દ બીજા વિશ્વયુદ્ધ પછી વર્તમાન સમયમાં કંઈક વગોવાયેલે . છે. અસત્યનું વારંવાર પુનરુચ્ચારણ કરવાથી તે સત્ય જેવું, ભાસે છે એવી યુદ્ધનીતિ જાણીતી છે. જગતમાં કેટલાક ધમેને ફેલા તલવારના જોરે કે બંદુકની અણીએ થયું છે. બળજબરીથી ધમની વટાળ પ્રવૃત્તિ ઇતિહાસે જોઈ છે. અન્ય ધમીઓની જ્યારે સામુદાયિક કતલ કરવામાં , આવી છે ત્યારે પોતાના પ્રાણ બચાવવાને માટે માણસે ધર્માતર કર્યું છે. કયારેક રાજાને ધમ પ્રજાએ રવી છે અને રાજા ધર્માન્તર કરે ત્યારે પ્રજા પણ ધર્માન્તર કરે એવી ઘટનાઓ પણ બની છે. ગરીબ, અજ્ઞાન ને પૈસા અને ચીજ વસ્તુઓ દ્વારા લલચાવીને તેમની પાસે ધર્માન્તર કરાવવામાં આવ્યું ધર્મ પ્રચારમાં અસત્યને, અનીતિને લાલચને, છેતરપિંડીને, ત્રાસવાદને આશ્રય પણ કેટલીકવાર લેવાય છે. આવી રીતે થતે ધર્મપ્રચાર વ્યાપક ભલે ગમે તેટલેટ થાય પરંતુ તેમાં ઉંડાણ નથી હોતું એ આચરનારા કે પણ સપાટી પરનું ધર્માચરણ કરતા હોય છે.. પિતાના ધર્મને પ્રચાર પ્રામાણિકતાથી કરવામાં આવે એને માટે પ્રચાર’ શબ્દ કરતાં “પ્રસાર” શબ્દ વધુ યોગ્ય છે. પરંતુ, કયારેક એમાં સંખ્યા વધારવાની લાલચમાં ધર્મના મૂળભૂત સિદ્ધતિને ભાગ અપાય છે. અનેક લે પ્રેમથી ધમ. સ્વીકારે છે, પરંતુ એના હાર્દ સુધી ઓછા લો પહેરો. છે. રાજ્યસત્તાના આશ્રયે અથવા પુષ્કળ નાણું ખચીને, ભાડૂતી ધર્મ પ્રચારકે રોકીને ધર્મને પ્રચાર કરાવાય છે. એવા .. (અનુસંધાન પૃષ્ઠ ૧૦૫, ઉપરું ? ** * જે છ રવકલ્યાણ સાધવા સાથે અનેક જીવને ધર્મના પંથે વાળી શકે છે તેઓ ધર્મની પ્રભાવના વિષપણે કરી શકે ? છે. જે વ્યકિતને ધમંતવમાં રૂચિ અને શ્રદ્ધા હોય અને તેની સહજ સાચી પ્રતીતિ અનુભવી હોય તે જ વ્યકિત પોતાની વિશિષ્ટ શક્તિ વડે બીજાની પાસે ધર્મની વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શકે. જેને પિતાને જ ધર્મમાં શ્રદ્ધા ન હોય તેવી વ્યકિત બીજાની પાસે ધર્મની વાત અસરકારક રીતે મૂકી ન શકે; પિતાની વાચાળ શકિતથી કદાચ મૂકે તે પણ એની અસર ઝાઝો સમય ટકે નહિ. આમ ધર્મની પ્રભાવના કરવા માટે ધર્મમાં સાચી સમજણપૂર્વકની ઊંડી શ્રદ્ધાની પ્રથમ આવશ્યકતા છે. સમ્યગ દષ્ટિ વ્યકિતં જ ધમની સારી પ્રભાવના કરી શકે. એટલા માટે પ્રભાવનાને સમ્યગ દર્શન સાથે ગાઢ સંબંધ છે. એટલા માટે પ્રભાવના એ દશનાચારનો વિષય છે. જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. દરેકે દરેક વિષયમાં શું શું કરવા યોગ્ય છે અને શું શું ન કરવા જેવું છે તેની વિગતે છણાવટ જૈનધર્મમાં કરવામાં આવી છે. મેક્ષમાર્ગમાં સહાયરૂપ ત્રણ મુખ્ય તત્ત્વ છે: સમ્યગદર્શન. સમ્યગ જ્ઞાન અને સમ્યગચારિત્ર, એ ત્રણેને પુષ્ટિ આપવા માટે તપ અને વીર્ય ઉપર પણ એટલે જ ભાર મૂકવામાં આવ્યું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપચાર અને વીચાર એ પંચાચારની નિરતિચાર શુદ્ધિ વૃદ્ધિ માટે કેટલાક આચાર દર્શાવવામાં આવ્યા છે. (૧) વિધિપૂર્વક દોષરહિત થઈને જ્ઞાન ગ્રહણ કરવું તે જ્ઞાનાચાર છે. (૨) શંકા વગેરે દેને ત્યાગ કરીને શુદ્ધ સમ્યકત્વની સાચી આરાધના કરવી તે દશનાચાર છે. (૩) પચિ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિનું શુદ્ધ પાલન કરવું તે ચારિત્રાચાર છે. () આત્મકલ્યાણને માટે બાર પ્રકારનું તપ યથાશકિત કરતા રહીને કર્મની નિજા કરવી તે તપાચાર છે. (૫) ધર્મકરણીમાં શક્ય તેટલી શકિત છૂરાવવી તે વીર્યાચાર છે. દર્શનાચારના આઠ પ્રકાર શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે બતાવ્યા છે: નિસ્યકિઅ નિકકખિએ, નિશ્વતિગિછા અમૂઢ છિદિ; ઉવવુડ થિરીકરણે, વચઠ્ઠલ પભાવણે અછું.” (૧) નિઃશકિત – જિનવચનમાં સંશય ન રાખવો (૨) નિઃકાંક્ષિત-અન્ય મિથ્યા દર્શનની આકાંક્ષા ન કરવી (૩) નિર્વિચિકિત્સા-સાધુઓનાં મલિન વસ્ત્ર જોઈ દુર્ગછા ન કરવી, જગુસા ન કરવી અથવા ધર્મના ફળ વિશે સંશય ન કરે. (૪) અમૂઢતા-વિદ્યાવંત કુતીર્થિકની બદ્ધિ કે ઠાઠમાઠ દેખીને ચલિત ન થઈ જવું (૫) ઉપગૃહણ-સાધર્મિક જીવના દાનશીલાદિ સગુણાની પ્રશંસા, અનુમોદના કરવી અને તેના સદુથણની વૃદ્ધિ થાય તેમ કરવું (૬) સ્થિરી કરણુ-ધર્મમાંથી ચલિત થવા , જતા જીવોને ધર્મ માર્ગમાં પુન: સ્થિર કરવા (૭) વાત્સલ્યસાધમિકેની ભજન-વસ્ત્રાદિ દ્વારા બહુમાનપૂર્વક ભકિત કરવી અને તેમનું વત્સલતાથી હિત ચિંતવવું (૮) પ્રભાવના --પ્રવચન, ધર્મકથા, વાદી વિજય, દુષ્કર તપ, વગેરે કરવા દ્વારા ૧ની ગહન સકાણ કરીને આવી
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy