________________
:
તા.૧૬-૮-૮૬
ખાલ વેશ અને મુંડન દ્વારા બાહ્ય દેખાવ સાધુજીવનને અવશ્ય પકારક થાય છે. આંતર અને બાહ્ય દેખાવની એટલે કે સમગ્ર જીવનની એકરૂપતા હોવી તે ઘણી અધરી વાત છે. છતાં એ એ સિદ્ધિ મેળવે છે તેમાના પતન માટે ભયસ્થાના “ખે રહે છે. બાહ્ય વેશ અંતરના તેત્રા ભાવેાને પોષણ માપે છે. અને ન હોય તો તેવા ભાવેા જગાડે છે. અનેક મક્તાના, સૈકા સુધીના અનુભવ પરથી પરપરા સર્જાય છે. ક્ષારતીય સંસ્કૃતિમાં મસ્તક મુંડનની પરંપરા સાધુઓ માટે એટલે જ ઈષ્ટ ગણવામાં આવી છે. જૈન સાધુઓના કેશલોચનુ મહત્ત્વ તો એથી પણ વિશેષ છે. સયમ પાલન અને અહિંસા ધમતી દષ્ટિ લક્ષમાં લેતાં એ મહત્ત્વ સમજાય એવું છે.
લાચ ત્રણ પ્રકારના બતાવવામાં આવ્યા છે. (૧) ઉત્તમ (૨) સક્ષમ અને (૩) નિષ્ઠ,
(૧) દર બે મહિને એટલે કે વ'માં કુલ છ વખત લેચ કરવામાં આવે તો તેને ઉત્તમ લેચ કહેવામાં આવે છે. કારણ કે બે મહિના જેટલા સમયમાં માણુસના મસ્તકના વાળ લામ જેટલા, ગાયની રૂવાટી જેટલા (એક બે ઈંચ જેટલા) વધી જાય છે.
(૨) દર ત્રણ મહિને લેાચ કરવામાં આવે તેને મધ્યમ ક્યાય કહેવામાં આવે છે.
(૩) દર ચાર મહિને લેચ કરવામાં આવે તેને કનિષ્ઠ લાય કહેવામાં આવે છે,
દિગમ્બર સાધુઓમાં દર ખે, ત્રણ કે ચાર મહિને લેચ કરવાની પર ́પરા ચુસ્તપણે ચાલી આવે છે. શ્વેતામ્બરામાં દર ચાતુર્માસે અથવા દર બાર મહિને, પર્યુષણુ વ પહેલાં લાગ્ય કરવાની પરપરા ચાલી આવે છે.
સામાન્ય રીતે કેશ-લાચ કરવાના દિવસે સાધુએ ઉપવાસ કરવાના રહે છે. દશ લેાચની ક્રિયા દિવસ દરમિયાન કરવાની હોય છે. કાઇના વાળ [ગળીમાં તરત ન આવે કે છટકી જાય એવા હાય તા તે માટે ભરમ અથવા રાખતા ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. વાળ ખેંચતી વખતે મસ્તકની વચામાંથી લોહીની ટસર ફૂટે તો તે અટકાવવા તે મટાડવા માટે પણ ક્ષમ ઉપયોગી બને છે.
કેશલેચ મન ફાવે તેમ જમણી કે ડાખી બાજુ, આગળ કે પાછળ, ગમે ત્યાંથી કરાતા નથી. નિયમ પ્રમાણે કપાળની ઉપરના મધ્ય ભાગથી શરૂ કરી જમણી ખાજુથી ડાબી બાજુ એમ નજીક નજીકના વાળના લોચ આવત પ્રમાણે કરાય છે. જે જ્ગ્યાએ વાળને લાય થઇ ગયે હાય તેની આજુબાજુમાં મસ્તકની ત્વચામાં એવી સ ંવેદના રહે છે કે જેથી ત્યાંથી લાય કરવાનું સરળ પડે છે. વારંવાર લેચ કરવાથી મસ્તકની સામડી એવી થઇ જાય છે કે જેથી સમય જતાં લેાચની વેદના આછી રહે છે.
શ્વેતામ્બર પર પરા પ્રમાણે જૈનેના સાધુના નીચે પ્રમાણે -૨૭ ગુણ બતાવવામાં આવે છે :
પાંચ ત્રતાને – પાળનાર ૫, રાત્રિ ભેજનના ત્યાગ- ૧, કાય જીવની રક્ષા−, પાંચ ઇન્દ્રિયા ઉપર સંયમ-પ, ત્રણ ગુપ્તિનું પાલન-૩, લેભ રાખે નહિ−૧, ક્ષમા ધારણ કરે-૧, ચિત્તને નિમળ રાખે-૧, પડિલેહણ કરે-૧, સંયમમાં રહે-૧. પરીષહા સહન કરે-૧, ઉપસ' સહે-૧
પ્રબુદ્ધ જીવન
(
શ્વેતામ્બર પરંપરામાં કેશ-લાયને સાધુના મૂળ ગુણમાં ગણવામાં આવ્યો નથી. દિગમ્બર પર પરા પ્રમાણે સાધુના અડ્ડાવીસ ગુન્નુ ગણવામાં આવે છે, અને કેશ-લાચા સમાવેશ સાધુના મૂલગુણમાં કરવામાં આવેલ છે. સાધુના અઠ્ઠાવીસ મૂલ ગુણુ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયાને નિરોધ, છ આવશ્યક, કેશ-લેચ, અચેલકત્વ, અસ્નાન, ભૂમિશયન, અદંતધાવન, ઊભા ઊભા આહાર અને ૨૪ કલાકમાં એક વખત આહાર.
આમ શ્વેતામ્બર પરંપરા કરતાં દિગમ્બર સાધુઓમાં કેશોચનુ' મહત્ત્વ ઘણું વધારે છે. તે જાહેરમાં અને કેટલીક વાર ઉત્સવપૂર્વક કરે છે.
પર પરાગના કેશ-લેય
કા/પણ વ્યક્તિ દીક્ષિત થઇ જૈન સાધુ અને છે ત્યારે એનુ મસ્તક મુડવામાં આવે છે. અને ત્યાર પછી એને સાધુના વસ્ત્ર પહેરાવવામાં આવે છે. એ વખતે મસ્તક મુડન હાથથી લોચ દ્વારા કરાય તે તે ઉત્તમ છે. કેટલેક ઠેકાણે તે પ્રમાણે જ કરાય છે, પરં'તુ સમય અને સ ંજોગેનુસાર વજ્રાર્ દૃષ્ટિએ કાતર કે અસ્ત્રાથી પશુ મુંડન કરાય છે. દીક્ષા લેતી વખતે વ્યકિતનું જો ધૈય' ઓછુ હોય તા લેચના કષ્ટથી પહેલા દિવસે જ દીક્ષા પ્રતિ અભાવ થઇ જવાને સભવ રહે છે.
લેચની વેદના જેવી તેવી નથી. મસ્તક કરતાં મૂછ દાઢીના વાળ ખેંચવા.વધુ વેદના થાય છે એથી મેાઢા ઉપર સેજો આવી જાય કે ગુમડાં થાય છે. સ્વેચ્છાએ એ વેદના સહન કરવાની છે, વેદના જે પ્રમાણે સહન થાય તે ગતિએ લેચ કરાય છે. કયારેક પેાતાને હાથે ન ફાવે તે સાધુએ એક બીજા પાસે પણ લાચ કરાવી લે છે. કયારેક લેચની વેના અતિશય વધી જાય તે સાધુ કે સાધ્વીને તમ્મર પશુ આવી જાય છે. કેટલાક દૃઢ મનના અને સહિષ્ણુ ચિતવાળા સાધુ-સાધ્વીએ તમ્મર આવી ગયા પછી પાછા જેવા સ્વસ્થ થાય કે તરત પોતાના લેાચની ક્રિયા ચાલુ રખાવે છે. એટલા માટે જ કેશ-લેચની ક્રિયા એ જૈન ધમ'ની મહિમાવંતી અદ્વિતીય ક્રિયા ગણાય છે.
લાચ કરવાને બદલે વાળ જેમ વધતા જાય તેમ તેમ કાતર ૐ અસ્માથી હજામ દ્વારા અથવા જાતે કાપી નાખવામાં આવે તે તેમાં શા વિધા છે? એવા પ્રશ્નન ક્દાચ કાઇકને થાય. અને ઉત્તર એ છે કે જૈન સાધુ અપરિગ્રહી, ક ંચન હોય છે. હજામ દ્વારા મુડનમાં પૈસાના વ્યવહાર આવે છે. જે સ્વીકાય' નથી. સાધુએ અહપતમ એવા અનિવાય ઉપકરા પેાતાની પાસે રાખે છે. કાતર કે અસ્ત્રાની એવી અનિવા'તા નથી. પોતાની પાસે કાતર-અસ્ત્રો ન રાખે પણ જરૂર પડે ત્યારે કાઇક જ પાસે મંગાવીને વાપરે તેમાં શે! વિધા ? એને ઉત્તર એ છે કે ધરબાર અને અધુ" જ ત્યાગ કરનાર–સવ* વિરતિવાળા સાધુઓને તેમ કરવા જતાં આ બાબતમાં પરાધીન રહેવું પડે. માગવાનેા અને પાછા આપવાના વ્યવહાર વખતવખત કરવા પડે. સાચા જૈન સાધુએ તો અયાચક વૃત્તિવાળા હોય છે, એટલે લાચ કરવાથી સ્વાધીનપણાની ભાવનાને અને અયાચકવૃત્તિને પેષણ મળે છે. વળી કાતર- અત્રે વાપરવાથી વાળ સરખા કાપવાના અને સારા દેખાવાના ભાવ જાગવાના સંભવ છે. સાધુને જ્યાં અરીસામાં મેઢું જોવાનુ વજય છે ત્યાં કાતર-અસ્ત્રા વાપરવા કરતાં લાચની ક્રિયા જ એમને માટે ઉત્તમ, સયમાષક છે.