SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ७२ 'પણ' નામના ઉલ્લેખ કરે. મળી હોય કે ન મળી હોય એવી ઋનેક વ્યક્તિઓનાં નામ યાદ રાખવાની એમની પાસે ગજબની શક્તિ હતી. એમની સ્મૃતિ એવી હતી કે એમને લગભગ સાડ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ હતી. પૂ. મૃગાવતીજીના પવિત્ર જીવનને ઍવા પ્રભાવ હતા કે ઉપાધિવાળા કેટલાક લેા એમના સાન્નિધ્યમાં શાંતિ અનુભવતા. ષ્ટક આપત્તિ આવી પડી હોય, કંઇક વ્યકિતગત કે કૌટુમ્બિક સના હોય અને એમની પાસે જઈને માણુસ વાસક્ષેપ નંખાવે અને માંગલિક સાંભળી આવે તે પોતાના પ્રશ્નને ઉકલી જાય એવા અનુભવની વાતા બા પાસેથી સાંભળવા મળી છે. પૂ. મૃગાવતીજીએ એક ચાતુર્માસ હિમાલયમાં કાંગડા તીથ માં સુરત. કાંગામાં આદીશ્વર ભગવાનનાં પ્રાચીન પ્રતિમાજી છે. પ્રાચીન અવશેષ તરીકે સરકારના કબજામાં એ પ્રતિમાજી હતાં; અપૂજ રહેતાં હતાં. મૃગાવતીશ્રીજીએ કાંગડામાં ચાતુર્માંસ કરી એવી એક સરસ હવા જમાવી કે જેથી અનેક લેકા કાંગડા આવવા લાગ્યા. પરિણામે લોકલાગણીને આન આપી સરકારે એ પ્રતિમાજીના પૂજન માટેની છૂટ આપી. મૃગાવતીએ કાંગડામાં ચાતુર્માસ ન કર્યું હોત તા કદાચ આ આય' સિદ્ધ થયું હોત કે કેમ તે સવાલ છે. એમના ચાતુર્માસના કારણે કાંગડા તીથ'માં ધ'શાળા વગેરેની સગવડ ચાલુ થઈ પરિણામે અનેક લોકોનો પ્રવાહ હિમાલયના એ કાંગડા તીથ'ની માત્રા માટે હવે ચાલુ થઇ ગયા. પોતે જે એક ધર્મ કાર્યો કરવા ધાયુ" હોય તે તેઓ ઘણા બધા લોકોના સહકાર મેળવી સિદ્ધ કરી શકતા. એ જ રીતે ગુજરાનવાલા (પાકિસ્તાનમાં ) કે જ્યાં પૂ. -આત્મારામજી મહારાજ કાળધમ પામ્યાં હતા અને જ્યાં સૌંદર ન્સમાધિ મદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં હિન્દુસ્તાન-પાકિરસ્તાનના વિભાજન પછી જૈના જઈ શકતા ન હતા. શીખાને ' પાકિસ્તાનમાં આવેલા પાતાનિ ગુરુદ્વારામાં જવા માટે પાકિસ્તાનની સરકાર સમાંતર ધેારણે જેમ છૂટ આપતી હતી તે જ રીતે જૈના માટે પણુ ગુજરાનવાલાની છૂટ ઉચ્ચ કક્ષાની સરકારી વ્યક્તિ સુધી પેાતાની વાત પહોંચાડીને મૃગાવતીજીએ મેળવી આપવાનુ` કા` કર્યુ” હતું. પાકિસ્તાનના ગુજનવાલામાં અને અન્યત્ર જૈન જ્ઞાનભડારોમાં કેટલીય હસ્તપ્રતો રહી ગઇ હતી. પાકિસ્તાનની સરકાર પાસેથી એમની છ હજાર શ્રી જૈન હસ્તપ્રતો મૃગવતીજીએ પાછી મેળવી લાવવા માટેનું પેાતાના આચાય' ભગવાની પ્રેા અને સહકારથી ભગીરથ કાય' કર્યુ. જૈન-જૈનેતર શ્રેષ્ઠીઓ, અમલદારો, ધારાસભ્યા, સ'સદસભ્યો, પ્રધાના તેમનું કાય' કરવા તત્પર રહેતા. સ્વગસ્થ પૂ. ગુરુવય' શ્રી વિજયવલ્લભસૂરિજી માટે યોગ્ય સ્મારક કરવાની યોજના વિચારાતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં સાકાર થતી નહોતી. વડાદરામાં પૂ. વિજયસમુદ્ર– સુરિજીએ આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂ. મૃગાવતીશ્રીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં મૃગાવતીજી ઉમ્ર વિહાર શ્કરી દિલ્હી પહોંચ્યાં. દિલ્હી, અંબાલા, લુધિયાણુા, જલ ધર, ડેશિયારપુર વગેરે સ્થળાના શ્રેષ્ઠિ સાથે વિચાર વિનિમય ર્યાં અને તે માટે જરૂરી વિહાર કર્યાં. તે અબાલાથી દિલ્હી વિહાર કરતાં હતાં ત્યારે વિસામે લેવા રરતા પરના એક ખેતરમાં એક વૃક્ષ નીચે ખેઠાં હતાં એ વખતે એ સ્થળ અને ખેતુ" વાતાવરણુ એમને એટલાં બધાં ગમી ગયાં અને જાણે કાઇ દિવ્ય પ્રેરણા મળતી હોય તેમ મનમાં ભાવના થઈ કે 'આ જ તા.૧૮-૨ સ્થળે વલ્લભ સ્મારક કરવામાં આવે તો કેવું સારું બનશે? વલ્લભ સ્મારકને ત્યાં સાકાર થતું. મનામન તે નિહાળી રહ્યાં. દિલ્હી આવી સંધના આગેવાનને વાત કરી. દિલ્હીથી ૧૮-૨૦ કિલોમિટર દૂર એ નિજન સ્થળે કાણું જાય અને ત્યાં કેવી રીતે કામ થાય? વળી તેની ઉપયેાગિતા. કેટલી ?” તેવા પ્રશ્નો કદાચ કેટલાકને ત્યારે થયા હશે. પરંતુ સમગ્ર રીતે જોતાં સધના આગેવાનાને લાગ્યું કે આજે મલે એ સ્થળ દૂર હોય, પરંતુ હાઇવે પર આવેલી એ. વિશાળ, રમણીય જગ્યા ભવ્યૂ સ્માર* માટે બધી જ રીતે અનુકૂળ છે. સમય જતાં દિલ્હી શહેરના વિસ્તાર થશે ત્યારે એ સ્થળ દૂર નહી લાગે. એ પ્રમાણે નિષ્ણુ'ય લેવાયે અને એ જ સ્થળે ભવ્ય સ્મારક માટેની ચેાજના થઇ. હજારોની જનમેદની વચ્ચે મહેોત્સવપૂર્ણાંક લાલા ખાતીલાલ જૈનના હાથે શિલાન્યાસને કાયક્રમ થયું. ત્યારથી દાના પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યા. આજ દિવસ સુધીમાં બે કરોડથી વધુ રૂપિયા ત્યાં ખર્ચાઇ ચૂકયા છે અને હજુ પણ દાનના પ્રવાહ તે એ વિશાળ યોજના માટે વહેતા જ રહ્યો છે. તબિયત અસ્વસ્થ છતાં પૂ. મૃગાવતીશ્રીજીની ઉપસ્થિ તિમાં, વિશેષતઃ સત્ક્રાન્તિ દિનની ઊજવણી વખતે છેલ્લા થાડાક મહિનામાં જ મોતેર લાખ જેટલા રૂપિયાનાં વચના મળ ચૂર્યા છે. પૂ. મૃગાવતજીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂ. મૃગવતીશ્રીજીને હંમેશાં ખાદી પહેરવાને નિયમ હતા. આ નિયમને તેઓ ચુસ્તપણે પાળતાં હતાં. એમની બધી શિષ્યા પણુ ખાદી જ ધારણ કરે. વળી એમને એવા પણ પશુ નિયમ હતા કે જે વ્યક્તિ જાતે ખાદી પહેરતી હાય તેની પાસેથી જ ખાદીનું કાપડ વહેારવુ. એમની ત્યાગ અને સાદાઇની ભાવના કેટલી ઊંચી હતી તે આ નિયમ પી જોઇ શકાય છે. કેટલાક સમય પહેલાં માંદગી આવી ત્યારે પૂ. મૃગાવતીશ્રીજીને લોહી ચડાવવાના પ્રશ્નો આવ્યા. લાહી લેવાથી તબિયત જલદી સુધરે એમ હતી, પરંતુ એમણે દાક્તરને કહ્યું કે શરીરનું જે થવાનુ હરો તે થશે, પણુ મારા શરીરમાં અન્ય પુરુષ કે સ્ત્રીનુ લેહી ન જ જવું જોઇએ. સયમ અને ચારિત્ર્યપાલનની કેટલી નિશ્ચલ અને ઉદ્દાત્ત ભાવના! રવિવાર, તા. ૧૫મી જૂન, ૧૯૮૬ના રાજ દિલ્હીમાં સંક્રાંતિના દિવસ નિમિત્તે તેમજ સ્વ. પૂ. આત્માણમ∞ મહારાજની પુણ્યતિથિ નિમિત્તો એક કાર્યક્રમ યોજવામાં આાવ્યો હતા. તે પ્રસંગે મારા મિત્ર શ્રી ચૌલેશ કાઠારી સાથે ત્યાં મારે ઉપસ્થિત રહેવાનું થયું હતું. એ પ્રસ ંગે બે દિવસ પૂ. મૃગાવતીશ્રીછ પાસે બેસવાનું સદ્ભાગ્ય સાંપડયું. પોતાને કેન્સરના વ્યાધિ થયો છે અને ધ્રુવસે દિવસે આયુષ્ય ક્ષીણુ થતુ જાય છે એ વિષે પાતે સ્વસ્થતાપૂર્વક, સમતાપૂર્વ`ક સભાન હતાં એ એમની વાતચીત પથી સ્પષ્ટ થતું હતું. કેન્સરની વ્યાધિના કારણે શારીરિક પીડા અસલ રહેતી. થાવુક ખાલાં હાં ચડી જતા. પંદર-પચીસ મિનિટથી વધારે ખેસી શકાતું નહિ. તરત સૂઈ જવું પડતું. વળી પાછી સ્વસ્થતા આવે એટલે ખેડાં થાય. વાતચીત કરે. કાને ઓછુ સભળાતું એટલે ખીજાઓને મોટેથી ખેાલવા કહેતાં એ પણ બરાબર ન સમજાય એટલે એમની શિષ્યા એમના કાન પાસે મેટેથી ફરીથી તે તે વાકયેા ખેલે અને મૃગાર્વતીજી તે ' પ્રમાણે પ્રસન્ન વદને ઉત્તર પશુ આપે. એમની શારીરિક અસ્ત્ર cb 8
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy