SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મન ધીમે ધીમે ત્યાગ અને વૈરાગ્ય તરફ વળતુ. જતુ હતુ. ધમનું શરણુ સાંત્વન આપવા લાગ્યું હતું. શત્રુ.... જયની યાત્રાએ મા-દીકરી ગયું ત્યારે દીક્ષા લેવાના અનેરા ભાવ જાગ્યા અને વિ. સ. ૧૯૯૫માં પાલિતાણામાં સિદ્ધગિરિની પવિત્ર છાયામાં ૫. પૂ. વલ્લભસૂરિ મહારાજના હસ્તે દીક્ષા લીધી. શિવકુંવરબહેનનું નામ રાખવામાં આગ્યું સાધ્વીશ્રી શીલવતીશ્રીજી અને ભાનુમતીનુ નામ રાખવામાં આવ્યુ મૃગાવતીશ્રીજી. પૂ. મૃગાવતીશ્રીજી શીલવતીશ્રીજીનાં શિષ્યા અન્ય[. માતા-પુત્રી હવે સંયમના માગે' ગુરુણી-શિષ્યા થયાં. પૂ. શીલવતીશ્રીજી વિનમ્રતા, અને વાત્સલ્યનાં મૂતિ સાં હતાં. પોતાની પુત્રી સાધ્વી-શિષ્યા મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજ્જ કરીને આત્મસાધનાના ઉજ્જવળ પંથ તરફ દારી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ પ્યુ, પેાતાની માતા પૂ. શીલવતીશ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂ. મૃગાવતીશ્રીએ સવાયા સમૃદ્ધ કરીને દીપાવ્યો. પૂ. મૃગાવતીશ્રીજીની વિચક્ષણતા, વિદગ્ધતા તે સ્વિતા અને બુદ્ધિગ્રાહ્યતા જોઇને એમના જેવી સાધ્વીને માટે જ્ઞાન સંપન્ન કરવાની વ્યવસ્થા કરવાનું પૂ. વલ્લભસૂરિજી, પૂ. સમુદ્રસૂરિજી, પૂ. શીલવતીશ્રીજી અને સધના શ્રેષિઓએ વિચાયુ. એ માટે અનુકૂળ સ્થળ અમદાવાદ જણાયુ. પૂ. મૃગાવતીએ અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂ. પુણ્યવિજયજી મહારાજ, ૫. સુખલાલજી, ૫. ખેચરદાસજી, પ. છેટેલાલ શાસ્ત્રી, ૫. દલસુખભાઇ માલવિયા વગેરે પાસે ભાષા વ્યાકરણુ, કોષ, આગમ ગ્રન્થા અને પૂર્વાચાર્યાંના અન્ય મહાન ગ્રન્થાના રિશીલન ઉપરાંત અન્ય ધર્મના મહત્ત્વના ગ્રન્થાનું પણ અધ્યયન કર્યું'. આ અધ્યયનને પરિણામે મૃગાવતીજીની વિદ્યા પ્રતિભા ધણી ખીલી ઉી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તામાં ચાતુર્માસ દરમિયાન પૂ. વલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. એથી પૂ. મૃગાવતીજીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષત : પંજાખમાં વિચરવાનુ થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિંદી એમ બંને ભાષા ઉપર તેમણે પ્રભુત્વ મેળવી લીધુ, તેમાં વ્યાખ્યાનાની શ્રેતા ઉપર ઊંડી અસર થતી કારણ કે એમની શાસ્રસ ંગત વાણી હૃદયના ઊંડાણુમથી પ્રગટ થતી. તા ૧૮-૨ પૂ. મૃગાવતીજીએ પોતાનાં ગુરુગ્ણી-માતા શીલવતીશ્રીજી સાથે વિ. સ. ૨૦૨૪ સુધી એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન પંજાબમાં વિહાર કર્યાં ત્યાર પછી છેલ્લાં અઢાર વર્ષમાં તેમને પોતાની શિષ્યા સાથે ગુજરાત, મહારાષ્ટ્ર કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે સ્થળાએ લગભગ સાઠ હજાર માઈલ જેટલે પાદવિહાર કરીને સ્થળે સ્થળે ધમ'ની પ્રભાવના કરી હતી. તેમણે સ. ૨૦૦૯ માં કલકત્તામાં—શાંતિનિકેતનમાં સર્વ ધર્માં પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધા હતા. સ. ૨૦૧૦માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં તેમણે ભાગ લીધે હતા. સ', ૨૦૧૬ માં લુધિ. યાણામાં જૈન શ્વેતામ્બરાન્સનું ૨૧ મું અધિવેશન પૂ. વિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં યોજાયું ત્યારે પૂ. મૃગાવતીશ્રીજીનાં પ્રવચનોથી પ્રેરાને વિજયવલ્લભ હાઇસ્કૂલ' માટે અનેક બહેનેએ પાતાના ધાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૯૭૦૦ વિદ્યાથી ઓ ધરાવતી લુધિયાણાની આ હાઇસ્કુલ તે મૃગાવતીશ્રીની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સ. ૨૦૧૦માં અખાલમાં વલ્લભવિહાર' નામના સમાધિ મદિરનું નિર્માણ થયું હતું. એમના ઉપદેશથી જરિયા, લહેરમાં નંગેરે વિવિધ સ્થળે જિનાલય, ઉપાશ્રય, ગુરુ મંદિર, કીિ સ્થંભ, હોસ્પિટલ, હાઇસ્કુલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલ્લભસ્મારકનું નિર્માણુ થયુ. વળી એ સ્મારકમાં ભોગીલાલ લહેરચંદ જૈન એકડેમીક ઇન્ડોલેજિકલ સ્ટડીઝ'ની સ્થાપના કરવામાં આવી છે. લગભગ બે દાયકા પહેલાં પૂ. શીલવતીશ્રીજી અને પૂ. મૃગાવતીશ્રીજી જ્યારે મુંબઇમાં હતાં ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેકટર મુ, શ્રી કાંતિલાલ કારએ મને તેમને પરિચય કરાવ્યા હતા. ત્યાર પછી મુંબઇમાં કટલીકવાર એમને મળવાનું થયું હતું. પૂ શીલવતીશ્રીજી અપાર વાત્સલ્યથી સભર હતાં એવું" એમને મળતાં જ પ્રતીત થતુ. એક વખત હું એમને વન કરવા ગયા ત્યારે પાછા ફરતા હતા ત્યારે તેઓ એટલુ ખાલ્યાં, ભા, દાદરમાં અંધારું છે. જરા સાચવીને જજો.' એ વાયાં વાત્સલ્યના એવા અભૂતપૂ' રણુકા મતે સંભળાય કે આ જ દિવસસુધી એ વાકય હજુ કાનમાં ગૂંજ્યા કરે છે. પૂ. શીલવતીશ્રીજી સ. ૨૦૨૪ માં મુંબઈમાં કાળધમ પામ્યાં. એમણે પૂ. મૃગા વતીજીને એવાં તૈયાર કર્યાં હતાં કે એમનામાં એમની માતા ગુરુી પૂ. શીલવતીજીનાં દર્શન થતાં. પૂજ્ય મૃગાવતીશ્રીજી સ્વ.પૂ. આત્મારામજી મહારાજ અને સ્વ. પૂ. વિજયવલ્લભસૂરિ મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા નહોતી. ઉાર દૃષ્ટિથી જીવતમાં અનેકાન્તને ચિરતાથ` કરનારાં તેએ હતાં. દક્ષિણ ભાર તના વિહાર દરમિયાન દિગમ્બર તીથ' મૂળબિદ્રીની યાત્રાએ તે ગયાં હતાં અને એ તીંના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકોને ઉપદેશ આપ્યા હતા. મૂર્તિપૂજક ફીરકાના હોવા છતાં, સ્થાનક વાસી કે તેરાપથી સ્થાનામાં, કાયક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં અને તે તે સમુદાયના સાધુ સાધ્વીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચદીગઢમાં હતાં ત્યારે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માંસ કર્યુ હતું. અને કંગારેશને પણ એમની વિધિ અનુસાર એમના પર્યુષણ પર્વની – દસલક્ષણી કરાવી પવની આરાધના હતી. પેાતે તપગચ્છનાં હતાં છતાં ખરતર ગચ્છ, અચલ ગચ્છના ધાર્મિક પ્રસંગો, શિબિરામાં હાજરી આપતાં. આવા તે અનેક પ્રસગે એમના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાય હિન્દુ પણ છે. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાખી હિન્દુઓએ રહેણીકરણીમાં માંસ-મદીરાખેડી જૈન ધર્મના આચાર અપનાવ્યા છે. પંજાખમાં દહેજ વગેરેના કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમને અને લેાકાને ઉપદેશ આપ્યા હતા. પૂ. મૃગાવતીજી પોતે ગુજરાત-સૌરાષ્ટ્રનાં વતની, પરંતુ ભારતીય પરંપરામાં સાધુ-સાધ્વીઓના હૃશ્યમાં પ્રદેશ-ભેદ હત નથી. પ્રદેશ, ભાષા, જાતિ પ્રત્યાદિના ભેદને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પુ. આત્મારામજી મહારાજ પંજાબના વતની (અનુસ ́ધાન પૃષ્ઠ ૭૧) 2
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy