SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પર થાય એ પશ્ચિમની પ્રજાને માટે ઘણી મેાટી ચિંતાના વિષય છે. એઇડ્રેસ એ ચેપીરોગ છે એમ સાખિત થયું એટલે પશ્ચિમની પ્રજા, ખાસ કરીને અમેરિકાની પ્રજા શ્રેણી ખળભળી ઊઠી છે. ચેપનું જ્યાં નામ ન સાંભળ્યુ હોય ત્યાં અચાનક કાઇ ચેપી રાગ થાય તે ત્યાંના લેકાને માટે એ ચિંતાના વિષય અની જાય એ સ્વાભાવિક છે. પરંતુ કમળે, કાલેરા, મેલેરિયા (અથવા જૂના ગેામાં ચેપ જેટલા વ્યાપક પ્રમાણમાં હવા અને પાણી દ્વારા ફેલાઇ જાય છે તેવા ફેલાવાવાળા આ એઇસના રોગ નથી. ઘરમાં એક વ્યક્તિને એઇડ્સના રોગ થયે હાય અને તેની સાથે જાતીય સબધમાં ખીજી કઈ વ્યક્તિ ન આવે ત્યાં સુધી ધરના ખીજા કોઇ સભ્યોને આ ચેપ લાગવાનો સંભવ પ્રમાણમાં આપ્યા છે. એઇડ્સ એ મુખ્યત્વે વ્યભિચારીઓના રાગ છે, અને જે દેશમાં કુદરતી કે કુદરતી વ્યભિચારનું પ્રમાણ વધારે ત્યાં આ રાગને ચેપ ફેલાવાનુ જોખમ વધારે. પ્રબુદ્ધ જીવન આપણા ભારતમાં (અને આપણા જેવા અન્ય દેશમાં પણ) દર વર્ષે હજારા માણસે આછા પોષક ખારાકને કારણે, ગરીબી અને ભૂખમરાને કારણે મૃત્યુ પાસે છે. ક્ષય, કમળા, ટાઇફોઇડ, કાલેરા, ગેસ્ટ્રા, મેલેરિયા વગેરે ચેપી રાગના ઉપદ્રવ વારવાર જીા જુદા વિસ્તારામાં કેટલીયે વાર થયા કરે છે. અને સેકડા હુજારા માણસા પ્રતિ વર્ષાં અકાળ મૃત્યુ પામે છે. ઓછી તખીખી સુવિધા હોવાને કારણે બાળ મરણુનુ પ્રમાણ પણ હજુ ઘણું મેટું છે. પેષણુના અભાવે બાળકમાં મધત્વનું પ્રમાણ ઠીક ઠીક રહ્યુ છે. શહેરા અને ગામડાંઓમાં અતિશય ગંદકીને લીધે ચેપી રોગો ઝડપથી પ્રસરી ાય છે. આ ગંદકીનુ પ્રમાણ જેટલુ ઘટવુ' જોઇએ તેટલુ· ધટયુ' નથી. કેટલીયે સરકારી અને મીનસરકારી હરિપટલેમાં પણ ઠીક ઠીક ગકી હોય છે. કેટલાક ચેપી રોગ હાસ્પિટલામાંથી ફેલાય છે. મોટાં શહેરામાં તા દિવસે દિવસે ગંદકીનુ પ્રમાણ વધતું જાય છે. સરકાર અને જુદી જુદી કક્ષાના સત્તાવાળાઓએ એ તરા જેટલું લક્ષ આપવુ જોઇએ તેટલુ ́ અપાતુ નથી. વળી, અકાળ મૃત્યુની વાત કરીએ તે સાપ કરડવાના *કારણે પણ ભારતમાં દર વર્ષે કેટલા બધા માણુસે જાન ગુમાવે છે ! વાસી કે જીવજંતુવાળા ખારાકને કારણે (ફુડ પોઇઝ નિંગના કારણે) તથા ખેાટી ભેળસેળવાળી દવાઓના કારણે પશુ ભારતમાં કેટલાં ખાં માણસાના ભાગ લેવાય છે. અને અકાળ મૃત્યુની વાત કરીએ તો ભારતમાં રસ્તા પરના ટ્રક મેટરના અકસ્માતના કારણે, તથા રેલવેના અકસ્માતને કારણે દર વર્ષે' સેકડા માણસો મૃત્યુ પામે છે. મકાને પડવાના કારણે, સરખી સાવચેતી ન લેવાઈ હાવાથી આગ લાગવાને કારણે, હાડી ઊંધી વળવાને કારણે, કે પૂલે તૂટી પડવાના કારણે પ્રતિ વષ' કેટલા બધા માણુસે શાકસ્મિક અકાળ મૃત્યુ પામે છે. પ્રતિ વર્ષ' અકાળ મૃત્યુના આંક ઘટતા જાય એ માટે આપણાં સરકારી તત્રાએ સાવચેતીનાં કેટલાં પગલાં લીલાં છે? એ માટે લોકપ્રચાર કેટલે કરવામાં આવે છે? જે ખાબતમાં સરકારને વધુ જાગૃત બનવાની જરૂર છે તે બાબતમાં સરકાર હજુ પણુ એટલી જ શિથિલ અને ઉંાસીન રહી છે. નિર્દેષ માણુમાં અચાનક મૃત્યુ પામે એ સરકારી તંત્ર માટે સાભના વિષય રહ્યો નથી. અઢાળ મૃત્યુની નવાઇ ભારતને જરા પણ નથી. અકાળ મૃત્યુ અને તે પણુ ચેપી રાગ દ્વારા થાય તે તેના ઉહાપોહ તા. ૧૬-૭-૮૬ પાશ્ચાત્ય દેશમાં ધણા થાય એ સ્વાભાવિક છે. આપણા દેશમાં ચેપી રોગો ઢગલાબંધ છે. એ આપણુને કાડૅ પડી ગયા છે. એટલે એની આપણુને બીક લાગતી નથી. આપણી એંશી કરોડની વસતીમાં એડ્રેસના આઠ – દસ રિસા થાય તેમાં સરકાર આટલી બધી સજાગ અની ગઇ છે તે. આશ્ચય ઉપજાવે છે. પશ્ચિમના દેશો જેટલા જ આપણે સજાગ અને અદ્યતન છીએ એવુ* ગૌરવ જરૂર લઇ શકાય, એઇડ્સના પ્રતિકાર ન થવે . જોએ એવું નથી, ગદી કુટેવાવાળા વ્યભિચારીઓની જિદંગી ન બચાવવી જોઇએ એવુ નથી. સરકારની જાગૃતિની કદર ન કરવી જોએ એવુય નથી. પણ અકાળ મૃત્યુને અટકાવવું એ જ જો સરકારનું લક્ષ્ય હોય તે તેને માટે એટલું બધુ* મેટુ' ક્ષેત્ર આપણે ત્યાં પડ્યું છે તે તક્ વધુ લક્ષ્ય આપવાની જરૂર છે એમ લાગે છે. 2. એઇડ્સની શોધ એ તબીબીવિજ્ઞાનની નવી સિદ્ધિ છે, હવે એના ઉપર વિજય મેળવીને તખીખીવિજ્ઞાન વધુ સિદ્ધિ મેળવશે. અત્યારે તે એના હાઉ છે તે કરતાં વધુ ખાટ બતાવવામાં આવે છે. આંકડાશાસ્ત્રી ૧૯૯૦ સુધીમાં અને ઈ. સ. ૨૦૦૧ સુધીમાં કેટલા લાખ માણસે મૃત્યુ પામ તેનો અંદાજ આપવા લાગ્યા છે. એક દૃષ્ટિએ આ ભયથી લાભ જ થયો છે. અને નૈતિક યૌન સંબંધનું, વ્યભિચારનું, વેશ્યાવ્યવસાયનું પ્રમાણ એથી બટશે. પશ્ચિમના વિલાસી અને છૂટછાટવાળા દેશમાં એનું જેટલું પ્રમાણ છે તેટલુક પ્રમાણે ભારતમાં, એની સાંસ્કારિક પર’પરાને કારણે, સયમના મહિમાને કારણે રહ્યુ નથી. અમેરિા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રે લિયામાં એઇડ્સના ઘણા કિસ્સા નોંધાયા છે, પરંતુ રશિયામાં સેવિયેત યુનિયનમાં હજુ એક કિસ્સા નોંધાયા નથી કારણ કે ત્યાં વેશ્યાવ્યવસાય નથી અને સજાતીય સબંધના ગુના માટે ઘણી ભારે શિક્ષા છે. Prevention is better than eure' એ સૂર્ય અપનાવવામાં જ માનવજાતનું વધુ કલ્યાણ રહ્યુ છે. -મણલાલ ચી. શાહૂ સત્ર સમાચાર ગુજરાતના દુષ્કાળ રાહત માટે મળેલી સહાય ૨૫૦૦-૦૦ શ્રી રામજી તેજશી ગાલા તથા લાખાણીખે. ચેરીટેખલ ટ્રસ્ટ હું શ્રી ડુંગરશી રામજી ગાલા ૧૦૦૦-૦૦ શ્રી ચીમનલાલ જે. શાહ ૧૦૬૦ ૦૦ રસિકલાલ લહેરચંદ શાહ ૧૦૦૦-૦૦ , શૈલેષભાઇ કાઠારી ૧૦૦૯-૭૦, પ્રવીણચંદ્ર ટી. શાહુ ૫૦૦-૦૦ 1} રમણલાલ સી. શાહ ,, કે. પી. શાહુ ૫૦૦-૦૦ ૫૦૦-૦૦ ક પ્રવીણચંદ્ર કે. શાહ ૫૦૦૦ ,, નિમ ળાખેન ગણપતભાઇ ઝવેરી دو ૮૫૦૦-૦૦ આ રીતે મળેલી રકમ સુરેન્દ્રનગર જિલ્લા સંકટ નિવાર સમિતિને મેકલી આપી છે. પ્રેમળ જયાતિને ભેટ ૧૦,૦૦૦-૦૦ શ્રી તારાચંદ મહેતા ચેરીટી ટ્રસ્ટ હ : શ્રી તારાચંદ : ધનજી મહેતા તરફથી ‘પ્રેમળ જ્યાંતિ’ને ભેટ મળેલ છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy