________________
Regd. No. MH, By / South 54 Licence No. : 37
‘પ્રભુદ્ધ જૈન’નું નવસ’કરણ વર્ષ:૪૮ અક: ૬
પ્રબુદ્ધ
મુંબઇ તા. ૧૬-૭-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦ યાષિક લવાજમ રૂા. ૩૦/
તંત્રી : રમણલાલ ચી. શાહ
એ ઇ ડ સ ના
પાશ્ચાત્ય દેશોના નવા જ્વલેગ્ ચેપી રેગ એઇડસના આ બ્રુસ કિસ્સા ભારતમાં પણ નોંધાયા છે. એમાંના કેટલાક શકાસ્પદ છે.
છાપાંઓએ આવા કિસ્સાઓને ઘણી પ્રસિદ્ધિ આપી છે. આ ચેપી રોગને અટકાવવા માટે સાવચેતીનાં કેવાં કેવાં પગલાં લેવાં જોઇએ તેની સૂચનાઓ ડિયા અને ટી. વી. ઉપર સરકાર દ્વારા વારંવાર અપાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનાં આરોગ્ય ખાતાંઓએ આ ચેપી રોગની ઘણી ગંભીર મધિ લીધી છે, અને સાવચેતી રૂપે કડક પગલાં લેવા માટે પોતે પોતાનાં ખાને સૂયનાએ આપી છે. કેટલીક સરકારી અને અન્ય હોસ્પિટલેએ એઇડ્સ વિષેના સશાધન માટે પોતાને ત્યાં જુદા વિભાગની સ્થાપના કરવાની અને તે માટે જુદાં નાણાં ફાળવવાની “જાહેરાત કરી છે. સરકારને પક્ષે આ વિષયમાં જે જાગૃતિ દાખવવામાં આવી છે તે ધન્યવાદને પાત્ર છે.
જીવન
મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રદેશમાં એર મેઇલ $ ૨૦૬ ૧૨ સી મેઇલ $ ૧૫ દ ૯
એડ્રેસ એ પાશ્ચાત્ય દેશોને આધુનિક ચેપી ગ છે. લાહીના કેન્સર કે ક્ષય રેવે આ રાગ કૅન્સર પશુ નથી અને ક્ષય પણ નથી, પ્રતિકારની શક્તિના અભાવે જન્મતા આ રાગ છે અને જીવાણુઓ દ્વારા ફેલાતા તે રાગ ચેપી છે એવુ' તખીબી વિજ્ઞાને શોધી કાઢયુ` છે. અલબત્ત એ ચેપી રોગ ખીજાતે ન થાય એવી પૂર્વ' સાવચેતી માટે કાઇ વા, રસી ૪ ઇન્ફેકશનની શાધ હજુ થઈ નથી. તેમ જ રાગની જાગુ થયા પછી તરત તેને કાબૂમાં લાવવા માટે અસરકારક દવાઓની શોધ પણ હજુ પૂરી થઇ નથી, પ્રતિકાર શકિતના અભાવે જન્મતા આ રાગ છે. એ રોગનુ નામ પણ એ રીતે જ આપવામાં આવ્યું છે. Aids એટલે Acquired Immune Deficiency Syndrome.
પાશ્ચાત્ય દેશમાં, ખાસ કરીને અમેરિકામાં આ રાગના કિસ્સા ઘણા નોંધાયા છે. જેને આ રાગ થાય તે વ્યક્તિનું અચાનક જ વજન ઘટવા લાગે, ઉધરસ સતત ચાલુ રહે, શરીરમાં ઝીણા તાવ રહે, લેાહી ફ્રિક પડી જાય, આખાની નીચે મોટાં કાળાં ચકરડાં ચઇ જાય, વાળ અચાનક વેળા થવા માંડે; ચહેરા નિસ્તેજ ખની જાય. જરાક શ્રમ કરતાં બંધ ચડવા માંડે અને થાડાક "મહિનામાં માણસનું અકાળ મૃત્યુ થાય. લોહીના કેન્સર જેવા આ જીવલેણ રોગ ચેપી છે. માટે એનાથી વધુ ચેતવાની જરૂર છે. આ રાગ કેવી રીતે થાય છે? અનેક કિસ્સાઓનાં અવલાકન
હા
અને અભ્યાસ પરથી નિષ્ણાતોએ મત આપ્યા છે કે આ કિસ્સાઓ પુરુષોમાં વિશેષ જોવા મળે છે. જાતીય સબંધને કારણે આવા કિસ્સા થાય છે. તેમાં પણ સજાતીય (Homo sexual) સંબંધવાળી વ્યકિતમાં આવા કિસ્સા વધુ જોવા મળે છે. એઇડસના દી'માં પચેહેર ટકા દદી એ આવી ટેવવાળા છે જેને રાગ થયે હાય એવી વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધનાર સ્ત્રી કે પુરુષને આ રાગના ચેપ લાગવાના સાવ વધુ રહે છે. તેવી જ રીતે જેને રાગ થયા હાય એવી વ્યકિતનુ લાહી બ્લડ બેન્કમાં લેવામાં આવ્યુ` હોય અને પછી તે લોહી કાઈ દી'ને આપવામાં આવ્યું હોય તે તેને પશુ ચેપ લાગવાને સંભવ છે. એવા લેહીનાં ઇન્જેકશનની સિરિજ પરૢ જે બરાબર સાફ્ન કરવામાં આવી હોય અને તે સિરિજ ખીજા કાઈ દી' માટે વપરાય તે પણ આ ચેપ લાગવાનું જોખમ રહે છે. અલબત્ત, એવા કિસ્સાનુ પ્રમાણુ હજુ ઓછુ છે.
એ ચેપી રાગનાં કારણે જોતાં સ્પષ્ટ થાય છે કે મુખ્યત્વે તે ઉગ્ર જાતીયવૃત્તિ ધરાવનાર અને અનેક વ્યક્તિ સાથે તેવા સંસગ રાખનાર વ્યકિતઓને તે વધુ થવાના સભવ છે. પાશ્ચાત્ય દેશામાં બીજા વિશ્વયુદ્ધ પછી સજાતીય સબંધનું પ્રમાણ વધ્યું છે. અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી તા એક ફેશન તરીકે પણ ગણાય છે.
પાશ્ચાત્ય દેશોમાં આ રાગની શોધની નેધ બહુ ગંભીર રીતે લેવાઇ છે. કારણ કે ત્યાં અકાળ મૃત્યુના કિસ્સા પ્રમાણમાં ઓછા છે. સારા પોષક ખારાક, સારી આખેહવા, સ્વચ્છ પાણી, સરસ રહેણીકરણી, આધુનિક તખીખી સગવડા અને સરકાર દ્વારા તબીબી કારણોને માટે લોકાને અપાતી આર્થિક મદદ વગેરે કારણાને લીધે પશ્ચાત્ય દેશમાં એક દરે લેકાવુ જીવન સગવડભયુ તથા શરીર ત ંદુરસ્ત અને નિરોગી હાય છે. લાકાનું સરેરાશ આયુષ્ય પણુ ૭૦-૭૫ વર્ષથી વધુ છે.
ઘણા ખરા પાશ્ચાત્ય દેશમાં સામાન્ય રીતે ક્ષય રોગના ચે પથી હવે માણુસા મરતા નથી. અપવાદરૂપ કાષ્ટ કિસ્સા હોય તેા. તે જુદી વાત છે. તેવી જ રીતે કમળા, કાલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા વગેરે ચેપી રાગાનું પ્રમાણ લગભગ નહિ જેવું જ છે. કૅન્સર અને હયરાગ.. માટે પણ શ્રેણી બધી શોષ થઇ રહી છે. એટલે ચેપી રોગથી અકાળ મૃત્યુ