SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ બત. ૧-૭-૮૬ પ્રહ છવન (પૃષ્ઠ ૪૪ થી ચાલુ) સ્વ. પૂ. આત્મારામજી મહારાજ વિ. સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક યાતુમાં એમણે ભાવનગરમાં કર્યું. ત્યાર પછી તેમણે રાજસ્થાનમાં જોધપુરમાં માસુ કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ પડતી, વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશા સમતાભાવ રાખતા. પાંચ "વર્ષ પંજાબમાં લુધિયાના, ઝડિયાલાગુરુ, ગુજરાનવાલા, હોંશિયાર પુર અને અંબાલામાં ચતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન મને કે વગાડ. પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજે ગુજરાતમાં અમદાવાદ, સુરત, પાલીતાણુ, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યા: આ વખતના એમના આગમનથી આ પ્રખર મેધાવી પંજાબી જૈનાચાર્યને નજરે નિહાળવા અને એમની ઉપદેશ - વાણી સાંભળવા ગામેગામ “હુજારે લેકે એકત્રિત થતાં. ર ર બહુ મેટા પાયા ઉપર એમનું શાનદાર સ્વાગત થતું. સંધના, મહા"જનના આગેવાને પાંચ દશ માલ સામે પગે ચાલીને એમનું -સ્વાગત કરવા જતા. પાલીતાણામાં એમને આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પ્રવાસનાં અલ્પતમ સાધના એ -જમાનામાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાંથી પાંત્રીસ હજારથી વધુ માણસે એકત્ર થયા હતા. પાંચ વર્ષ ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ શજસ્થાનમાં જોધપુરમાં ચોમાસુ કર્યું. ત્યાંથી ફરી પાછા પંજાબ પધાર્યા. અમદાવાદના શ્રેષિઓ સાથે વાત થઈ હતી તે મુજબ પૂ. મહારાજશ્રીની ભાવના અનુસાર આણંદજી કલ્યાણજીની પેઢીએ અમદાવાદથી અને પાલીતાણુથી દેઢથી વધુ જિનપ્રતિમાઓ પંજાબનાં જિન મંદિરોનું નિર્માણ માટે મોકલી આપી પંજાબનાં કેટલાંક મુખ્ય નગરોમાં એમના હતે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. પંજાબમાં આનંદોલ્લાસનું એક મોજુ ફરી વળ્યું. વિ. સ. ૧૯૪૭ થી ૧૯૫૩ સુધીનાં સાત વર્ષમાં પંજ“બમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં ઘણી જાગૃતિ આણી. આત્મારામજી ઉદાર દષ્ટિના હતા, સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનારા હતા. એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યો. એટલું જ નહિ જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચારે ધર્મના લોકો વચ્ચે પણ પ્રેમ અને "બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેરઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનેમાં માત્ર જૈને જ હતા. હિન્દુ, મુસલમાન અને શીખ કેમના કેટલાય માણસે એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા. પંજાબ અને રાજસ્થાનમાં એ દિવસે માં જૈન સાધુઓ કરતાં જૈન યતિઓનું જોર ઘણું મોટું હતું. ગ્રહસ્થાશ્રમી યતિએ જુદાં જુદાં રાજ્યોમાં આશ્રય પામવાને કારણે જ્યોતિષ, આયુવેદ, મંત્ર-તંત્ર ઈત્યાદિ વડે રાજાઓના મન જીતી લઈને એમની પાસે ધાર્યું કરાવતા, કેટલાક નગરમાં યતિઓની આજ્ઞા વગર સાધુઓથી ચાતુર્માસ થઈ શકતું નહિ. યતિઓના નિવાસસ્થાન પાસેથી પસાર થતાં સાધુઓએ યતિઓને વંદન કરવા જવું પડતું. સામેવા કે ઉજમણુના પ્રસંગ માટે પણ યતિઓની આજ્ઞા એળવવી પડતી અથવા રાજની આજ્ઞા યતિઓની સમ્મતિ મળ્યા - પછી જ મળતી. આત્મારામજી મહારાજે પોતાની પ્રકાંડ વિદ્વત્તાથી, . નીડરતાથી, લેકેના પ્રેમભર્યા સહકારથી; અને રાજાઓની સમ્મતિથી યતિઓને સામને કરી એમનું જોર ઘણું નરમ કરી નાખ્યું હતું. સાધુઓને માથે ચડી બેઠેલી યતિ–સંસ્થાના પાયા આત્મારામજીએ હચમચાવી નાખ્યા હતા. આ પણ એમની જેવી તેવી સિદ્ધિ નહોતી. આત્મારામજી મહારાજનો વિનયને ગુણ કેટલે મે હતે. તે વિષે ભાવનગરના તે સમયના સુપ્રતિષ્ઠિત ધર્માનુરાગી શ્રાવક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાએ ત્રણેક પ્રસંગે તેમ છે. બુટેરામજી મહારાજ પાસે સગી દીક્ષા લેતી વખતે બુટરાયજીના શિષ્ય મૂલચંદજી મહારાજના શિષ્ય થવાની ઇચ્છા આત્મારામજીએ વ્યકત કરી. પરંતુ મૂલચંદજી મહારાજને પણ વિનય ગુણ એટલે મોટે હતે. આત્મારામજી બુટેરાયજીના જ શિષ્ય થાય તે વધુ યોગ્ય છે એ આગ્રહ એમણે રાખ્યા હતા. આથી મૂલચંદજી મહારાજ એમના ગુરુ નહિ પણ વડીલ ગુરુબંધુ થયા. પંજાબમાં પિતાની તબિયત બગડી તે વખતે આત્મારામજીને બેશુદ્ધ અવસ્થામાં લુધિયાનાથી અંબાલા લઈ જવામાં આવ્યા ત્યારે શુદ્ધિ આવતાં તેમણે શાસ્ત્રજ્ઞાતા હોવા છતાં, મૂલચંદજી મહારાજને પત્ર લખીને એમની પાસે આલોયણું મંગાવી. બીજો પ્રસંગ ગુરુબંધુ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે છે. શારીરિક અશકિતને કારણે વૃદ્ધિચંદ્રજી ભાવનગરમાં સ્થિરવાસ કરીને રહ્યા હતા. ત્યારે તેમને મળવા, વંદન કરવા આત્મારામજી ગયા હતા. તે સમયે તેઓ પોતે પાટ ઉપર બેડા નહિ. સામે નીચે બેસી ગયા. પરંતુ વૃદ્ધિચંદ્રજીએ આજ્ઞા કરી ત્યારે જ પાટ ઉપર બેઠા અને એમની આજ્ઞા થતાં તેમણે લોકોને માંગલિક સંભળાવ્યું. આત્મારામજીને વિનય ગુણના પ્રસંગે એમના શિષ્યોપ્રશિષ્યોએ પણ નોંધ્યા છે. પિતાનાથી દીક્ષા પર્યાયમાં જે કોઈ મેટા હૈય (પછી ભલે પદવીમાં નાના હોય તે પણ આત્મારામજીએ તેમને વંદન કરતા. સામી વ્યકિત વંદન કરવાને ના પાડે તે પણ પોતે વંદન કર્યા વગર રહેતા નહિ. આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શકયા તેનું કારણ એમણે એક પળ પણ નકામી જવા દીધી નહિ. તે છે, સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયને એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંધના આગેવાનોને કહી દીધું કે હવે જો મોડું થશે તે અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.' મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું. પૂ. મહારા સાવીત્રી મૃગાવતી ત્રીજીની શિષ્યા પૂ. સાવીત્રીજી સુકતાથીજીએ આત્મારામજી મહારાજ વિષે કહેલે આ એક પ્રસંગ પણ સરસ છે. આત્મારામજી એક સરદાર દ્ધાના પુત્ર હતા. એટલે એમને દંડ કદાવર, સરાકત, ખડતલ, ચે, ભરાવદાર હતે. દેખાવે તે પહેલવાન જેવા, મહેલ જેવા લાગતા હતા. એક વખત તેઓ એક ગામwાં કોઈ એક અખાડા, પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજ કુસ્તીબાજને કહ્યું, “આજે આપણા અખાડા તરફ આ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy