SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' ' v આવનાર છે. આ જ રાતી સુરતે પણ તે પિતાની ભવ્યતા જાળવી રહ્યું છે કે જાળવવા મથી રહ્યું છે. ચડતી-પડતીના ઘણું જુવાળ ઓટ સૂરત અનુભવ્યા છે. આજે મુંબઇની જે સ્થતિ છે તે એક વખત સુરતની હતી. સત્તરમાં સૈકામાં ત્યાં ૨૫૦ જિન મંદિર હતાં. ચાર હજાર જિન બિઓ હતાં ચંદ્રને ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ તે સૂરતને, ગેપીપુરને, ત્યાંના શ્રાવકને પરિચય આપી, સુરજ મંડણ પાર્શ્વનાથ જિન મંદિરમાંના ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા ગુરુમહારાજનું ભકિતભીનું વર્ણન કરી છેવટે વંદન સંદેશ સંભળાવે છે. અને કૃપાદૃષ્ટિ રાખવા માટેની વિનંતી કરવા સૂચવે છે, તે સાથે એ ખંડકાવ્યની પૂર્ણાહુતિ થાય છે. આમ, સૂરતની ઉત્પત્તિ, વિકાસ અને સમૃદ્ધિના જવાળએટ સાથે જ ઇતિહાસથી સંકળાયેલા હાથીવાળાં દહેરી” તરીકે ઓળખાતાં સૂરજ મંડણ પાર્શ્વનાથ જિનમંદિરને ઉલ્લેખ અચલગચ્છના ગુજર કવિ મનિ નિત્યલાભના “સદેવંત સાવબિંગા” રાસમાં તથા મુનિ ન્યાયસાગર રચિત “જૈન ગુજર કવિઓ'માં “સુરત મંડન પાર્શ્વસ્તવનમાં પણ છે કે : “સૂરતિ – મંડન મુરતિ પ્યારી, - મે મનિ અતિ હિ સહાય; નયનાં દર્શન ઉહ હે, . મિલક ચાહે કામ. આવા જ સ્તવને વિક્રમના અઢારમા શતકના અંતે પ્રસિદ્ધ ચંદરાસના કર્તા કવિ-મુનિ મેહનવિજયજી અને ઓગણીસમાં શતકના પ્રારંભે મુનિ જયસાગરે રચેલ તીર્થમાલામાં છે. આ સ્તવનમાં સૂરજમંડણ પર્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાને મહિમા ગવાય છે કે સુરત મંડણ સુંદર મુરત, મુખડું તે ઝાકમઝોલ રૂ. એક ઈતિહાસ-ધને પણ ઉલ્લેખ કરી લઈએ. મુંબઈના નિક. મુંબઈ સમાચાર” ના તા. ૨૭-૬-૧૯૭૬ના અંકમાં શ્રી ધનસિંગ હરસિંગ ઠાકોરે લખેલા એક લેખમાં તેની પૂતિ મળી રહે છે. સૂરતના ગોપીપુરામાં શ્રી દેવસુર ગુચ્છના પ્રાચીન ગ્રીધર્મનાથજીના મંદિરમાં નીચે ભોયરામાં અતિ ચમકારી પ્રતિમાજી (જેના ઉલ્લેખથી આ લેખને પ્રારંભ કર્યો છે જે સૂરત મંડન, સૂરજ મંડન અગર સૂયપુર મંડન તરીકે મશહૂર છે. આ પ્રતિમા સન્મુખ રાજસાગર મુનિએ એક શ્રી શાંતિદાસ આસકરણ શેઠને માટે ચિંતા, મણિ મંત્રની આરાધના કરી હતી. તેમના વંશજો હાલ સુરત તથા અમદાવાદમાં વસે છે. જે પ્રતિમાજી સમક્ષ આ સાધન થઈ હતી તે હજુય ત્યાં (ગામ) ભેાંયરામાં વિદ્યમાન છે અને અતિ ચમત્કારી છે. જૈન રાસમાળા'માં જણાવ્યા પ્રમાણે ચિંતામણિ મંત્રની સાધના જેમના માટે થતી હતી તે શાંતિદાસ શેઠ સૂરતના હતા. ' પણ જેના કમંગ બળવાન હોય તે બીજા માટેનું નિમિત્તપણ પતે લઈ જાય છે. તેમ આ મંત્ર સાધનાનું ફળ અમદાવાદના શાંતિદાસ શેઠ લઈ ગયા. સૂરતના શાંતિદાસ શેઠ “શાંતિદાસ મણિયા'ના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. જે કે ચિંતામણી મંત્રની સાધના પછી તે સધાવી કે તે રાસમાંથી સ્પષ્ટ થતું નથી, પરંતુ તેમાં તેમસાગર અને મુકિતસાગરનું ચોમાસું હતું તે ઉલેખ છે. સામાન્ય કથા પ્રમાણે મંત્ર સાધના રાજસાગરસૂરિએ કરાવી હતી અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાયું અને પિતાનું ઋણ છેડે અંશે પણ સારી રીતે વાળવું તેઓ નિશ્ચય શેઠે કરીને પાળે હતે. લેખકને ઋણ સ્વીકાર:- આ ઈતિહાસ સંકલન્ટ તૈયાર કરવામાં સૂરતના શ્રી નવાપુરા જૈન ઉપાશ્રયના શ્રી શાંતિનેમિ જ્ઞાન-ભંડારના લેખમાં ઉલ્લેખ કરેલા બધા જ ગ્રંથે સૂરજ-મંડણ પાર્શ્વનાથ જિનાલયના જિનબિઓના પ્રતિમ લેઓને, સૂરતના અન્ય પ્રાચીન જિન મંદિરના બિલેખાને આધાર લીધે છે તે જ રીતે જૈનાચાર્ય શ્રી વિજય ચંદ્રોદય-- સૂરીશ્વરજી મહારાજનું વત્સલ માર્ગદર્શન સાંપડયું છે. માગ માસાગર રિએક પણ થશે તો સૂરત મંડણ કલ કંડું, વળી ભાબ કૃતકલેલ ભવિયણે; જગવલ્લભ ને સહસ્ત્રફણે, જહારે નિસા પિલ ભવિયણ વળી, ૧૮૦૪માં મૂળ અમદાવાદના પણ સૂરત આવી વસેલા પ્રેમચંદ મેડી તે સંધવી પ્રેમચંદ લવજીએ શેત્રુંજ્ય તીર્થ (પાલિતાણા)થી સૂરત સુધી કાઢેલા છરિ પાળતા (પદયાત્રી) સંધને અને એ સંધના આચાર્ય વિજય જિનેન્દ્રસૂરિનું સામૈયું કરવા ગયેલા સૂરતના નવાબને પણ ઉલ્લેખ છે અને સંધ ચૈત્ય પરિપાટીમાં સૂરજ મંડળના દર્શનાથે પણ ગયા હતા તે ઉલ્લેખ છે તે પણ આ ઈતિહાસ-સંકલનની પ્રતીતિ કરાવે છે કર્નલ ટેન ટ્રાવેલ્સ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા'માં પણ આવો જ ઉલ્લેખ છે. “સૂરત જૈન પરિપાટી' ગ્રંથમાં જૈન દહેરાસરમાં તીર્થકરોની પ્રતિમાઓની પ્રતિષ્ઠાના જે ઉલ્લેખે છે તે પરથી સંવત ૧૨૧૫ (નાણાવટ, તાળાવાળાની પળ) ૧૩૩૩ (તાપી-ઓવારા કા), ૧૩૯૨ (નાણાવટ, નગરશેઠની પોળ) ૧૪૬૪ અને ૧૪૫ (નાણાવટ, હનુમાનની પળો, વગેરે સાલેમાં જિનબિંબની પ્રતિષ્ઠાના લેખો પરથી પણ તારવી શકાય કે સુરત એક હજાર વર્ષ ઉપરનું પુરાણું શહેર છે. હવે આ ઈતિહાસ અવલોકન જેને નિમિતે શકય બન્યું છે તે સૂરજ મંડણ પાર્શ્વનાથ જિનપ્રતિમાની અલૌકિકતા વિશેની સાભાર સ્વીકાર * ગુજર ગ્રન્થરત્ન કાર્યાલય, રતનપળ નામ સામે ગાંધીમાં, અમદાવાદના પ્રકાશને * માપ વિનાનું મન લે. જે. કૃષ્ણમૂતિ" અનુવાદક: શિવલાલ મોદી કિ. રૂ. ૩૫ જીવન મીમાંસા લે. જે. કૃષ્ણમૂતિ, અનુવાદક: હિરાલાલ બક્ષી કિ. રૂ. ૬e. * કરણઘેલો લે નંદશંકર તુળજાશંકર મહેતા મૂલ્ય રૂ. ૫૫/* હસે અને હુમા ભાગ ૧-૨ સંપાદક: અમૃત મહેતા કિ, રૂા. ૮ + ૮ = રૂ. ૧૬ સોટી અને પિઠી ભાગ ૧/૨/૩ લે. ધનંજ્ય શાહ દરેકની કિ. રૂ. ૭-૫૦
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy