________________
હ
અને માતાનું નામ રૂપાદેવી. એમને પરંપરાથી પ્રાપ્ત થયેલ કુલધર્મ તે શીખથમ હતા. નાનમેટ રોજની સત્તા માટેની ઉથલપાથલને એ જમાને હતે. અંગ્રેજી સલતનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી. ત્યાર પછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંધ શીખ ધર્મગુરુ હતા. ગણેશચંદ્રના, જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઈચ્છતા હતા. પરંતુ પિતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇરછા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંધને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યા તે પણ ગણેશચંદ્ર દિત્તાને સોંપવાનું કબૂલ કયું નહિ. એક દિવસ જેલમાંથી ભાગી જઈ અત્તરસિંધ સામે તેઓ બહારવટે ચડયા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ સંઘર્ષમાં આવ્યા; પકડાયા; દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચન્દ્રના જીવનને આમ કરુણ અંત આવ્યું. - એક બ્રહ્મક્ષત્રિય બંડખેર યોદ્ધાને પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણુ આત્મારામજી, મિહારાજ. પિતા કેદમાં જતાં પિતાના મિત્ર જોબમલ એસવાલને ત્યાં દિવાને ઉછેર થયો. જેધમલના એક બાઈનું નામ દિત્તોમલ હતું એટલે નામમાં ગોટાળે ન થાય માટે દિત્તાનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપકને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રે કંઠસ્થ કરવા ઈત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડયા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છા૫ દિતાના મન ઉપર ઘણી મેટી પડી. એણે એની પાસે દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. પિતાના પુત્રની જેમ ઉછેરનાર ધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ. સં. ૧૯૧૦ માં અઢાર વર્ષની વયે માલેરકેટલામાં દીક્ષા લીધી. અને જીવણરામજી મહારાજના એ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું.
આત્મારામજી મહારાજને જોતાં જ કઈ કહી શકે કે આ તેજવી નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશકિત અને સ્મરણશકિત અજોડ હતી. રોજની ત્રણ ગાથાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પિતાના ગુરુ મહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોંશિયારપુર, જીરા, લુધીના, દિલહી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતે. અર્ધ માગધી ઉપરાંત સંસ્કૃત ભાષા શીખવા માટેની તેમને ઘણી લગની હતી. જેમ જેમ સંસ્કૃત ભાષા અને વ્યાકરણને અભ્યાસ થતો ગમે તેમ તેમ આગમનના કેટલાક પાના ખોટા અર્થ વિશે તેમના મનમાં સંશય થવા લાગે, એમને પિતાના સમ્પ્રદાયની જે થિીઓ વાંચવા મળતી તેમાં કેટલીક જગ્યાએ હરતાલ (પીળા રંગનુ દ્રવ્ય) લગાડી શબ્દો ભૂસી નાખવામાં આવ્યા હતા. આથી એમની શંકા ઊલટી વધતી હતી.
જીવન
તા. ૧-૭-૮૬ આત્મારામજી મહારાજની અધ્યયન ભૂખ ઘણું મોટી હતી. તીવ્ર ગ્રહણશકિત અને સ્મરણશકિતને લીધે કઇ પણ ગ્રન્થ તેઓ ઝડપથી વાંચી લેતા. ત્યારે પેલા પ્રત્યે ભાગ્યે જ મળતા. હસ્તપ્રત – પોથીઓ રૂપે ગ્રંથે મળતા. તે વાંચતાં તેમની બધી વિગત એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ગ્રન્થ ઉપરાંત વેદ, ઉપનિષદ, પુરાણ, ભગવદ્દગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, શકરભાષ્ય, ઇત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણુ બધા ગ્રન્થ વાંચી લીધા હતા. કુરાન અને બાઈબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધે હતે. જૈન ધર્મનાં આગમ અને તેની ચૂર્ણિભાષ્ય, ટીકા વગેરે ગ્રન્થ ઉપરાંત બીજા ઘણુ ગ્રન્થનું એમણે પરિશીલનકર્યું હતું. એથી પ્રતિમા પૂજન તથા અન્ય બાબતે વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્ન ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યક્તિ દેખાતી ન હતી.
ઈ. સ. ૧૯૨૦માં આગ્રામાં એમણે ચાતુર્માસ કયું તે વખતે થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષ્ણાત રત્નચંદ્રજી મહારાજને તેમને મેળાપ થયો. પિતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમયે વ્યકિતને આ મેળાપ હતે. આત્મારામજી મહારાજનાં પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પણ થયું કે પોતે ખેટા અર્થે કરી પેટે માર્ગે આત્મારામજીને ઘેરવા ન જોઈએ. એટલે એમણે મૂર્તિપૂજા અને મુહપતિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સામાધન કરાવ્યું. અને કહ્યું, ભાઈ આપણે થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજાની તું કયારેય નિંદા કરતે નહિ.' આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમને ઘણે ઉપકાર માને.
શાસ્ત્રોનું અધ્યયન-મનન આ સંદર્ભમાં ફરી એકવાર તેઓ ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્ય વિરચિત “શ્રી આચારાંગ સૂત્ર વૃત્તિ' નામની એક પિથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય સાધુઓ સાથે તેઓ આ વિષે નિખાલસ ચર્ચા કરતા ગયા તેમ તેમ તે તે સાધુઓ એમની સાથે સહમત થતા ગયા. પરંતુ તે સમયના પંજાબના મુખ્ય સ્થાનકવાસી સાધુ અમરસિંધજીને ભય પેઠે કે રખેને આત્મા રામજી જેવા તેજસ્વી મહારાજ બુટેરાયજીની જેમ સંપ્રદાય છોડીને ચાલ્યા જાય. ખળભળાટ તે ચારે બાજ ચાલતું હતું અને ઉત્તરોત્તર આત્મારામજી સાથે સહમત થાય એવા સાધુની સંખ્યા વધતી જતી હતી.
પિતાને જે સત્યનું દર્શન થયું તે અનુસાર પિતે ધર્મ-જીવન: જીવવું જોઈએ એમ સમજી આત્મારામજી મહારાજ બીજા સત્તર સાધુઓ સાથે પંજાબથી વિહાર કરી ગુજરાતમાં અમદાવાદમાં પધાર્યા. ત્યાં બુટેરાયજી મહારાજને મળ્યા અને પિતાની સંવેગ, પક્ષની દીક્ષા ધારણ કરવાની ઇચ્છા વ્યકત કરી. સ્થાનક્વાસી સમ્પ્રદાયના બાવીસ વર્ષના દીક્ષા પર્યાય પછી એમણે ફરીથી સંવેગ પક્ષની દીક્ષા બુટેરાયજી મહારાજ પાસે લીધી. એમનું નામ આનંદવિજય રાખવામાં આવ્યું. એમની સાથે આવેલા બીજા ૧૭ સાધુઓએ પણ નવેસરથી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક મહાન તિહાસિક ઘટના બની.
(અનુસંધાન પૃષ્ઠ ૪૯ ઉપર)