SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન * કાળાં નાણાંને કકળાટ (પૃષ્ઠ ૩૪થી ચાલુ) જણાય અને લેકને રૂશ્વત આપવાનું કે કચેરી કરવાને વખત ન આવે. શિક્ષણશાસ્ત્રીઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની કક્ષાથી જ પ્રામાણિકતાના સંસ્કારના સિંચન માટે વધુ પ્રયત્નશીલ થવાની જરૂર છે. સમાજ સેવકોએ સામાજિક પ્રતિષ્ઠાને ચે. નેતિક આદર્શ સમાજ સમક્ષ ધરવો જોઈએ ધમાચાર્યોએ કુટિલ શ્રીમતની ખુશામત ન કરવી જોઇએ કે જાહેરમાં પ્રશંસા ન કરવી જેઉએ, ન્યાયનીનિને પ્રચાર એ એમનું પમ કર્તવ્ય છે એ ભૂલવું ન જોઈએ. અને સૌથી વધુ જરૂર છે સુધરવાની રાજધારી પુરુષએ. જ્યાં સુધી તેઓ નહિ સુધરે ત્યાં સુધી અન્ય વર્ગ સુધરેલા હશે તે પણ બગડવાને વધુ સંભવ છે, જ્યાં સુધી દેશમાં મેટા ભાગની પ્રજા ગરીબ છે ત્યાં સુધી તે રાજદ્વારી સત્તાધીશા તરફ વધુ મીટ માંડશે કારણ કે તેમનું આર્થિક ભાવિ સત્તાધીશેના હાથમાં છે. ભ્રષ્ટ સત્તાધીશે પિતાના અંગત સ્વાર્થ ખાતર દીર્ધકાળ સુધી દેશને સુધરવા નહિ દે. ભારતની પ્રજાનું નાણાંની બાબતમાં નૌતિક અધઃપતન ઘણું થઈ ગયું છે. વ્યકતિએ, સમાજે કે રાષ્ટ્ર આજે નહિં તે ભવિષ્યમાં તેનાં ખરાબ પરિણામ ભોગવવાં પડશે. દેશ આ બાબતમાં એટલે વહેલે શુદ્ધ થશે તેટલો વહેલો સુખી અને ગૌરવશાળી બનશે. જે સાચી ત્યાગી. સંયમી મહાત્માઓ છે તેઓ પિતાના અનુયાયી વર્ગને વખતે વખત નાણુના વ્યવહારમાં શુદ્ધ રહેવા તેઓ બેધ આપે છે. પરંતુ આવો પ્રચાર મેટા પ્રમાણમાં ઠેર ઠેર થવાની જરૂર છે. ઊગતી પેઢીમાં કમાણીની બાબતમાં ન્યાય નીતિના ભૂસાતા જતા સંસ્કાર પુનજીવિત કરવાની ખૂબ જ જરૂર છે. જૈન શાસ્ત્રકારોએ ગૃહસ્થને માટે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ બતાવ્યા છે. એમાં સૌથી પહેલો ગુણ છે ‘વાયુસંપન્ન વિભવ,” અર્થાત્ ન્યાયથી મેળવેલી ધનસંપત્તિ. સાચા જૈન બનવા માટે આ પ્રથમ ગુણને જીવનમાં ઉતારવાની સૌથી વધુ જરૂર છે. આ કેઈ સાંપ્રદાયિક ગુણ નથી એટલે માત્ર જેને. ના જ નહિ પ્રત્યેક નાગરિકને મહત્વનો ગુણ હવે જોઈએ ન્યાયસંપન વિભવ.’ એને આ ગુણ એનું ભૂથણ બની રહે જોઈએ. -રમણલાલ ચી. શાહ આસામને ઉત્પાત (પૃષ્ઠ ૪૨ થી ચાલુ) હિંદુ-મુસલમાન-બંગાળીઓ, બિહારીઓ પણ મોટી સંખ્યામાં છે અને આદિવાસીઓની સંખ્યા પણ ઓછી નથી. ઘૂસણુખેરી સામે ઉગ્ર આંદોલન ચલાવનાર આશામ ગણ પરિષદ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી છે, પણ માત્ર બેની જ બહુમતી છે. (૬૪ બે કે) અને ચૂંટણી જીત્યા પછી આશમ ગણુ પરિષદના કાર્યકરોએ ઘણો ઉત્પાત મચાવ્યો હતો અને વિરોધી પક્ષે, ખાસ કરીને ગ્રેિસનાં કાર્યકરોને ઘાતકી મારહાણ કરી હતી. મુસલમાનોની આગેવાનીમાં સ્થપાયેલા સંયુકત લઘુમતી પક્ષે આસામમાં કઈ ઘૂસણખાર હોવાની વાત નકારી કાઢી છે અને એક પણ માણસની હકાલપટ્ટી થાય તે આંદોલન ઉઠાવવાની ધમકી આપી છે. આ મુલક અમારો છે અને બલિ દેશીઓની મા ભારતીય હિંદુએ પણ ધૂસણખોરો છે તે નાદ જગાવનાર આદિવાસી કાઉન્સીલે તમામ ભારતવાસીઓને પણ હાંકી કાઢવાની માગણી કરી છે. આદિવાસીઓને ઉશ્કેરાટ ઘણો ઉગ્ર હોય છે અદાલન ચાલતું હતું ત્યારે બિન આદિવાસીઓ પર હલ્લે કરીને નેલ્લી નામના એક ગામડામાં એક રાતમાં બે હજાર જેટલાં સ્ત્રીઓ-બાળકેપુરુને રસી નાખવામાં આવ્યા હતા. નેલ્સી જે હત્યાકાંડ ભારતમાં બીજે થયે નથી આશેમ ગણુ પરિષદે આ બળતામાં ઘી હયું છે. આસામનાં તમામ રહેવાસીઓ માટે આસામી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે એટલું જ નહી પણ લઘુમતી એની ભાષાને સ્વીકૃતિ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યું છે, આસામી સરકારના આ નિર્ણય સામે બાંગ્લાદેશ, બંગાળીઓ, મુસલને, બિહારીએ, નેપાળ, આદિવાસીઓ ઉકળા ઉઠયા છે. પાકીવ ઝનુન કેટલું ઉગ્ર દેવ છે અને તેનાં પરિ. ણામે કેવાં આવી શકે છે તે મુંબઈગરા ગુજરાતીઓને કહેવાસમજાવવાની જરૂર હોય નહીં. એટલે અત્યારે તે આસામમાં જે નો ઉત્પાત આકાર ધારણ કરી રહ્યો છે તે ધું લખે નહીં પણ આ રિક ઝઘડાખરીને છે અને તેમાં આનુવાંશિક કે આંતરરાષ્ટ્રીય નહીં પણ ભાષાકીય ઝનૂનના છ ધણુ હોમાઈ રહ્યાં છે, આસામની અદી કરેડની વસતિમ પાંત્રીસ ભાષાઓ બેલા છે તે ધ્યાનમાં રાખીએ તે આ ઝધડાની ગુ ચવણ ખ્યાલ આવશે. પ્રગટ થઈ ચકર્યું છે– જાણીતા તત્વચિંતક અને પ્રબુદ્ધ જીવન’ના તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહે મુખ્યત્વે ઈ. સ. ૧૯૩૯ થી ૧૯૭૧ સુધીના સમયગાળામાં લખેલા લેખેનું પુસ્તકતત્ત્વવિચાર અને અભિવંદના” સંપાદકે: ડે, રમણલાલ ચી. શાહ પન્નાલાલ ર. શાહ અને પ્રા. ગુલાબ દેઢિયા 3મી સાઈઝ, પાકું બાઇનિંગ, પૃષ્ઠ સંખ્યા ૧૭૬+૮ કિંમત રૂ. ૩૫/૦૦ (ટપાલ ખર્ચ અલગ). - “સંધના પને અને આજીવન સભ્યોને આ પુસ્તક દસ ટકા કમિશનથી આપવામાં આવશે. આ માટે સંઘના કાર્યાલયમાં સંપર્ક સાધો. લિ. મંત્રીઓ ડો. પદ્મનાભ જેની સાથે વાર્તાલાપ ‘સંધ’ સંચાલિત “જ્ઞાનગેઠિ'ના ઉપક્રમે ગુરુવાર, તા. ૨૬મી જૂન, ૧૯૮૬ના સાંજના ૬-૧૫ કલાકે જૈનશાસ્ત્રોના પ્રખર અભ્યાસી કેબિનિંયા યુનિવર્સિટી, અમેરિકામાં જૈનીઝમ અને બુદ્ધિઝમના પ્રોફેસર તરીકે કામ કરતાં છે. પદ્મનાભ જૈનીને એક વાર્તાલાપ પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કે. એપ, સેસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, મુંબ–૪૦૦૦૦ મયે યોજવામાં આવ્યા છે. રસ ધરાવતાં ભાઈ-બહેનને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે સુબોધભાઈ એમ. શાહ કે, પી. શાહ સંજક પન્નાલાલ ૨, શાહ મંત્રીઓ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy