________________
તા. ૧-૬-૮૬
.
પ્રબુદ્ધ જીવન
આધારભૂત છેતે પછી એ
અવિનાશક છે તે આધાર
“હું બહારિમ' એ વિકલ્પ છે જે કહેવા શરીર અને જીવ જોઈએ. સિદ્ધ પરમાત્માને આત્મા દ્રવ્યથી પણ નિત્ય છે અને સિદ્ધાવસ્થાના પર્યાયથી પણ નિત્ય છે. જ્યારે વર્તમાનકાળને આપણે આત્મા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય હેવાથી તેને નિત્યાનિત્ય કહેવાય. ઉદાહરણ તરીકે ગઈ કાલે મંગળવાર ' હતું. આજે બુધવાર છે અને આવતી કાલે ગુરુવાર હશે. બુધવારે આવતી કાલે જશે અને ગુરુવાર આવશે. પરંતુ આજે બુધવાર નષ્ટ નથી થયે તે આપણે જાણીએ છીએ અને બુધવાર નષ્ટ થતાં ગુરુવારે આપણે હશું તે નિશ્ચિત છે. છતાં મંગળવારે હતાં અને મંગળવાર નષ્ટ થયાં છતાં બુધવારે છીએ. એટલે કે આત્મદ્રવ્ય નિત્ય છે. આપણી જાગ્રત–રવેખ નિદ્રાવસ્થાથી પણ આત્મદ્રવ્યની નિત્યતા સમજી શકાય એમ છે. જાગૃતદશા પછી નિદ્રાવસ્થા આવી. આપણે નિદ્રામાં રહ્યાં કે ગયાં? અને નિદ્રાવસ્થામાંથી રવાવસ્થા (જે બંધ આંખની જાગતી દુનિયા)માં સરકી ગયાં છે ત્યારે રહ્યાં કે ગયાં અને સ્વપ્નાવસ્થામાં ઉઘાડી આંખની દેખતી દુનિયામાં એટલે કે જાગ્રતાવસ્થામાં આવ્યા તે આપણે, આપણે જ છીએ કે નહિ! આપણે બધી અવસ્થામાં રહ્યાં. બાલ્યાવસ્થા, કિશોરાવ્યથા-યુવાવસ્થા પ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થા આદિ અવસ્થા-હાલત– પર્યાય બદલાય છે. વ્યક્તિ તેની તે જ રહે છે. એ આત્મદ્રવ્યની નિત્યતાની સિદ્ધિ કરે છે. અને પર્યાયની અનિત્યતાની સાબિતી કરે છે. જાતિ ગઈ અને નિદ્રા આવી. પણ જો “હું” આત્મા અર્થાત્ આધારસ્થંભ (અધિષ્ઠાન) ન હોઉં તે જાગૃતિ-નિદ્રસ્વપ્નાવસ્થા કાના આધારે? આત્મદ્રવ્ય એવા અધિષ્ઠાનના આધારે અવસ્થા-પર્યાય છે.
આમ આ ત્મ-આત્મસ્વરૂપને સમજવાં પડથાનક છેઃ (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કમને કર્તા છે (૪) આત્મા કમને ભકતા છે (૫) આત્માને મેક્ષ છે અને (૬) આત્માના મોક્ષના ઉપાય છે. એ વાસ્થાનકમાંથી આત્મા છે અને આત્મા નિત્ય છે એ જોયું. વિશ્વમાં માત્ર જડ પદાર્થ જ નથી. જડની સામે ચેતન એ આત્મા પણ છે. જે જ નથી પણ ચેતક છે-વેદક છે અને ઘાયક છે. વળી જેમ જડ એટલે કે પુદ્ગલ એના પરમાણુદ્રવ્યથી નિત્ય છે એમ આત્મા પણ દ્રવ્યથી અગાઉ જણાવ્યા મુજબ નિત્ય છે. પરંતુ અવસ્થા (હાલત–પર્યાય)થી અનિત્ય છે આત્મા ચારેય ગતિ (દેવ-મનુષ્ય-તિર્યંચ-નારક)માં ભમતે ભમતે નીતનવી અવસ્થાને પામતે રહે છે. પણ આત્મદ્રવ્ય તરીકે તે આત્મા નિત્ય જ રહે છે–અવિનાશી જ રહે છે. આમ મૂળ અધિષ્ઠાન એ આત્મા અવિનાશી છે. અને એથી જ એની માંગ અવિનાશીની છે. આપણે સહુ અમરત્વને વછીએ છીએ. અવિનાશીતાને માગીએ છીએ. પરંતુ આપણી અવળી દષ્ટિ જે મિથ્યા દષ્ટિ છે તેને કારણે વિનાશી પદાર્થોમાં અવિનાશીને શોધીએ છીએ-માગીએ છીએ. અર્થાત્ અનિત્યમાં નિત્ય બુદ્ધિ સ્થાપીને વતીએ છીએ. આ જે દૃષ્ટિ આત્માની છે તે તેની ખેતી દષ્ટિ છે. વિનાશને વિનાશી રૂપે જોઈએ અને તે પ્રતિ વૈરાગ્ય થાય ત્યારે તે દષ્ટિ સાચી દષ્ટિ-સમ્યગૂ દષ્ટિ કહેવાય. સમકિત પ્રાપ્ત થયું કહેવાય. સમકિત માત્ર બૌધિક નથી ૫ણું ભાવગત હાર્દિક અને આત્મિક છે.
સમ્યગ્રજ્ઞાન એ Connection-જોડાણ-છે અને સમ્યગ દર્શન એ Relation--સંધાણ–છે. ભાષાપ્રયોગથી અનિત્યને અનિત્ય કહેવું એ માત્ર સમ્યગુજ્ઞાન છે. જે Connection છે.
જ્યારે અનિત્યને અનિત્ય જાણી એનાથી છૂટતી જવું એ પ્રતિ વૈરાગ્યભાવના જાગવી અને જે નિત્ય છે તેને નિત્ય જાણી તેનાથી જોડાઈ જવું તે સન્ દર્શન છે, જે Relation છે...
અનિત્યમાં નિત્યબુદ્ધિ એ રાગ અને અજ્ઞાન છે. - અનિત્યની અનિત્યતા સહજ જ તેના વિનાશી સ્વરૂપે જાણી
શકાય છે. એ સહુના અનુભવની વાત છે. મુકેલી હોય તે. નિત્યની નિત્યતાને પીછાનવામાં છે, જે આપણે સહુની માંગ છે.
નિયતાને કયાં શેધવી ? નિયતા આપણામાં જ છે. આપણી અવસ્થા ફરતી છે. ફરતી એ બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા-યુવાવસ્થાપ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થાને જાણનારા આપણે છીએ. જેનાર ને જાણુના જે દશ્ય છે અને જે જણાય છે તેનાથી અલગ એટલે કે જુદો હોય છે. લુહારની એરણ એની એ જ રહે છે જેના આધારે લુહાર લેઢાને જુદા જુદા આકાર આપે છે.. એમ નિત્ય એવા આત્માના આધારે અવસ્થાનું આવાગમન: થયા કરે છે. માટે જ આત્માને રથ કહ્યો છે. ધગધગતા લેટાના ગોળામાંની આગ અને લેટું જુદાં છેઃ એમ આત્મા અને શરીર જુદાં છે. આત્મા અધાર છે. અધિષ્ઠાને - છે જેના આધારે અવસ્થા બદલાયા કરે છે. અવરથા આધેય છે. અયસ્થ છે. આત્માને જો નાશ થતા હતા તે પછી મોક્ષને પ્રશ્ન જ ન હોત. પરંતુ જે આધારભૂત છે તેને નાશ કદી યતે. નથી. દ્રવ્ય છે તે આધાર છે. જે અનાદિ અનંત, અનુ . અવિનાશી અને સ્વયંભૂ હોય છે. આમ અધિષ્ઠાન એવદ. આત્મદ્રગ્યને તે કદી નાશ થતે જ ન હોવાથી તે નિત્ય છે- અવિનાશી છે. જયારે એની ઉપર એના આધારે
એની અવસ્થા-પર્યાય બદલાયા કરે છે. એના પર્યાયને વિના. થયા કરે છે. અવિનાશીને વિનાશીપણું ગમતું નથી. માટે જેમ, અવિનાશીએ જેમ તે પોતે દ્રશ્યથી અવિનાશી છે એમ એના પર્યાયથી, અવિનાશી બની રહેવા એણે એના પર્યાયને થિર નિત્ય-અને અવિનાશી બનાવો રહ્યો. આપણી માંગ નિત્યની છે તે જ સૂચ: છે કે આપણે વર્તમાનમાં નિત્ય નથી. જેણે નિત્યાવસ્થામાં-અવિના... શીત્વની પ્રાપ્તિ કરી લીધી છે તે સિદ્ધ છે-સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા કે કેવલિભગવંતને નિત્યની માંગ હતી નથી કારણું કે નિત્યની પ્રાપ્તિ અને તૃપ્તિ પછી ઈચછા કે માંગ રહેતી. નથી. જેની માંગ હોય છે તેને માગનારને અભાવ હોય છે..
આ જ સૂચવે છે કે આપણું વર્તમાન દશા અનિય છે અને નિત્ય જેવી કઇ ચીજ છે તેની માંગ છે એટલું જ નહિ, અનિત્ય હંમેશાં નિત્યમાંથી જ નીકળે. ઉત્પન્ન હમે - અનુત્પન્નના જ આધારે ઉત્પન્ન થાય. ઉત્પાદનો વ્યય થાય તે હમેશાં અવ્યયમાં એટલે કે ધ્રુવમાં સમાય. દરિયાની ભરતી અને દરિયાની એટ દરિયાના આધારે હોય. દરિયાને આધારે ઉત્પ, થાય અને દરિયામાં પછી વિલીન થાય. ઉત્પાદ કે વ્યય હમેશા . અવ્યય અર્થાત ધ્રુવ (નિત્ય)ના આધારે જ હોય
જેને માંગ છે તેને તેની અપ્રાપ્તિ છે એ પ્રથમ સિદ્ધ થાય. ભજનની ઇચ્છા છે, એ ભૂખે છે અને તંદુરસ્તીની ઇચ્છા રાખનારા નાદુરરત છે એમ પ્રથમ સિદ્ધ થાય. ભોજન લીધા બાદ તૃપ્તિ થઈ જાય પછી ભોજનની ઈચ્છા ન રહે કેવલિભગવંતને કેવલજ્ઞાનના પ્રાગટય બાદ અવિનાશીની ઇમ કે માંગ હોય ? ન જ હેય કેમકે રવયં અવિનાશી થયેલ છે.
વર્તમાનમાં આપણું દ્રવ્ય-આત્મા નિત્ય છે અને પર્યા અથત આત્માની અવસ્થા અનિત્ય છે. તે નિત્ય અવસ્થા કઈ