SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણ૯ જીવન ૧-૬-૮૬ કરવા રવાની રજા મગાવી. હું પરીક્ષામાં પાસ થયે અને ચેથા ધારણુમાં બે. મારું એક વર્ષ બચ્યું અને મને એક વર્ષ નિશાળે મોડે બેસાથે હવે તે ખેટ પુરાઈ ગઈ. એ પ્રસંગે પણ પિતાએ કંઇ ઉજવણી નહતી કરી અને કંઇ વિશેષ આનંદની વાત બની હોય એમ ઘરમાં કે મિત્રમાં દેખાવા નહોતું દીધું. કદાચ એમના કોઈ મિત્રોએ એ વાત જાણી પણ નહિ હોય. ' જની પેઢીમાં આવી નમ્રતા શિષ્ટ ગણાતી અને પિતામાં તે સ્વભાવસહજ હતી. એમના પિતાની વિદ્યાથી" તરીકેની કારકિદી એમના સંગમાં તેજસ્વી ગણાય એવી હતી. મેટ્રિકની પરીક્ષામાં તેઓ અમદાવાદ કેન્દ્રમાં ચોથા આવ્યા હતા. તેમની આગળના ત્રણ નંબરોમાં પાછળથી સરકારી વકીલ અને ખાનબહાદુર બનેલા ચહેવાલા, ગુજરાત કોલેજના વિવાથી પ્રિય અંગ્રેજીના પ્રોફેસર ફિરોઝ દાવર અને ગુજરાત કોલેજના ગણિતના પ્રોફેસર અને વર્ષો સુધી અમદાવાદ એજ્યુકેશન સાયટીના મંત્રી રહેલા સાંકળચંદ શાહ હતા. પણ પિતા કયારેય પિતાની સફળતાની આ વાત કરતા નહિ. મને પણ તેમણે મેટી ઉમરે એક જ વાર એને નિર્દેશ કરેલે. મારામાં પિતાના જેવી નમ્રતા નહોતી અને હજ કેળવાઈ નથી. પણુ મારામાં બૌદ્ધિક ગર્વનાં બીજ હશે તેને પિતાની નમ્રતાએ સંયમમાં રાખ્યાં. બી.એ.ની પરીક્ષાના અપવાદ સિવાય બધી પરીક્ષાઓમાં મારી સફળતા તેજસ્વી હતી (બી એ ના અભ્યાસમાં બહેનની માંદગીને કારણે વિક્ષેપ પડયો હતો, પણ મેં કયારેય તેને અણછાજતે ગર્વ કર્યો નથી. મારી એ સફળતાએ મારામાં મારી બુદ્ધિશકિત વિશે આત્મવિશ્વાસ છે અને હું દરેક વિષય ઉપર સ્વતંત્ર વિચાર કરતે થે. પણું હું હમેશાં મારી બૌદ્ધિક શકિતની અને મારા જ્ઞાનની મર્યાદાઓ સમજે છું અને તે રવીકારતાં મને કયારેય સંકોચ નથી થયે કે તે. આમ પિતાની નમ્રતાના સંસ્કારે હું મારી છે. બીજા કોઈની કિંમત બુદ્ધિશક્તિની તેજસ્વિતા ઉપરથી ન કરવાનું શીખે. આ જૂની નમ્રતા આજે ઘસાતી જતી જણાય છે. મને લાગે છે કે આપણી આજની સંસ્કારિતાની એ મેટી ઊણપ છે. કદાચ આજના હરીફાઈના વાતાવરણમાં આ પરિણામ અનિવાર્ય હશે. મારાં પોતાનાં પુત્ર-પુત્રીને મેં તેમના અભ્યાસમાં પૂર રસ ન લીધે એ અસંતોષ થયો હતો. પુત્રીમાં તે હજ થોડો રહી ગયું છે અને કયારેક નમ્રતાથી ને કયારેક અકળાઈને તે મને મારી ભૂલ સમજાવવા પ્રયત્ન કરે છે. તેની દૃષ્ટિએ હું મારી ભૂલ સમજ છું, પણ હવે તેને ઉપાય નથી. પિતાને મન બુદ્ધિશક્તિ કરતાં ચારિત્રગુણાની વિશેષ કિંમત હતી. પણ મારામાં તે કેળવવા તેઓ કડક શબ્દોમાં ઉપદેશ આપતા નહિ. બાળપણમાં મારાં બધાં વર્ષોમાં તેમણે એક જ વાર મને શિક્ષા કરી હતી. એક દિવસ શ્રાવણ માસમાં દાદી સાથે સવારે નદીએ જવા તૈયાર થયો ત્યારે પિતાએ મને ક્તાં પહેલાં શૈડું ખાઈ લેવાનું કહ્યું. મેં કહ્યું, મારે નથી ખાવું. પિતામાં જના સંસ્કારને વહેમ હતું કે જ્યાંય બહાર જતી વેળા કઈ ખાવાનું કે પાણી પીવાનું પૂછે તે ના કહેવાથી અપશુકન થાય, એટલે તેમણે મને આગ્રહ કર્યો. પણ હું હરે ચઢયે. છેવટે પિતાએ મને માત્ર ત્રણ મળિયા ખાવાનું કહ્યું. મેં એક પણુ નહિ ખાવાની હઠ કરી. રોષે ભરાઈ પિતાએ મને ત્રણચાર તમાચા માર્યા. વાત આગળ ચાલત, પણ તેવામાં પિતાના સરકારી નોકરીમાં એક જૂના મિત્ર, કોચરબના દલાલભાઈ પટેલ આવ્યા. તેમણે મને છોડાવ્યું. તે પહેલાં પિતાએ પરાણે મારા મેમાં એક કોળિયે મૂક હતે. તમાચા ખાતાં હું ખૂબ ર હતું, પણ બધું પતી ગયા પછી દાદીની સાથે નદીએ ચાલ્યો ત્યારે મારા મનમાં તેનું કશું દુઃખ નહોતું. તે પછી પણ એ પ્રસંગના સ્મરણે મને અંતરમાં લેશમાત્ર દુઃખ કે રોષને ભાવ નથી થયો. ઊલટું મારી હઠ માટે મને જરા શરમ આવે છે. પિતાની શિક્ષા હું આમ સહજભાવે સહન કરી શકો. કારણ કે મારું બાળકહદય તેમને મારા ઉપર પ્રેમ સમજવું. એ પ્રેમ કે તે તેનું મને એક બહુ મીઠું સ્મરણ છે. સતપાળી કરતા સુતાર મિસ્ત્રીઓ માટે હું ચા બનાવતે તે દિવસે માં. એક વાર પિતાએ મિત્ર સાથે આ બાજી જવાનું ગોઠવ્યું. રાત્રે નવેક વાગ્યે તેને નીકળવા તૈયાર થયા. મેં સાથે જવાની હઠ કરી, તેમણે મને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મેં ન માન્યું. એમ લગભગ અર્ધો કલાક ચાલ્યું. સ્ટેશને પહોંચવાને સમય નજીક આવતું હતું એટલે પિતા મિત્રોને આગળ જવાનું કહી આવ્યા અને વળી પાછા મને શાંત કરવા. પ્રેમ ને ધીરજથી સમજાવવા લાગ્યા. એમ એક કલાકે મને રડતો બંધ રાખી શાંત કરીને જ તેઓ ગયા, એ બધા સમયમાં, તેમણે મને એક છણકે સરખેય નહોતો કર્યો, એ પ્રસંગ યાદ આવે છે ત્યારે મારી સાથે એટલી ધીરજથી કામ લેવા બદલ પિતા માટે મારું હય કૃતજ્ઞતાના ઉમળકાથી ઊભરાય છે. પિતાની ધીરજમાં એક બીજો પ્રસંગ હળવે છે, પણ તે દુઃખદ બની શકયે હેત. એક વર્ષે તેમણે ઉત્તરાયણ માટે પાયેલી દેરીની ફીરકી ભરીને કબાટમાં મૂકી રાખી હતી. એક દિવસ તેઓ એસિ ગયા હતા ત્યારે મેં કબાટમાંથી ફીરકી કાઢી અને તેની સાથે કંઈક રમત કરવા માંડી. દેરી ગૂંચવાઈ ગઈ. ગૂંચ ઉકેલવા મેં એક કલાક મહેનત કરી, પણ ઉકલવાને બદલે તે * વધતી ગઈ. પિતાને ઘેર આવવાને સમય નજીક આવતે જ હતું અને હું બેચેની અનુભવવા લાગ્યો. પિતાએ આવીને મારું પરાક્રમ જોયું. પણ મને ઠપકાને એક શબ્દ કહ્યા વિના તેમણે ગૂંચ ઉકેલી ફીરકી ટેકાણે મૂકી દીધી. વાત નજીવી છે. પણ સંતાન ઉપર બહુ પ્રેમ રાખનાર માતાપિતા પણ આવા પ્રસંગોએ જરા અકળાઈ જાય છે અને બાળકને રોષથી ઠપ આપી કે શિક્ષા કરી શરમિંદે બનાવે છે. બાળકના સંવેદનશીલ ચિત્તતંત્ર ઉપર વડીલેનાં એવાં વાણીવર્તનની માઠી અસર થાય છે અને તેનું ચારિત્ર્ય ઘડવામાં અવળી અસર કરે છે. પિતાની પ્રેમભરી રવસ્થતાએ મને એવો કશે ભાવ ન થવા દીધા. હું પિતાને એ ગુણ નથી કેળવી શકે, પણ કદાચ તેથી જ મને એની સવિશેષ કિંમત છે. આવા પ્રેમથી સિંચાઈને પિતાના સત્યનું બીજ મારી રાજસિક અંતરભૂમિમાં પડ્યું ત્યાં તે લીંબુડી જેવા કાંટાળા છાડપે ઊગ્યું અને તેની ઉપર લીંબુ જેવાં ખાણ પણ પરિણામે ગુર્થકારી ફળ આવ્યાં તેની વાત હવે પછી. સાભાર સ્વીકાર શ્રી મહાવીર જૈન વિદ્યાલય: સિત્તેરમો વાર્ષિક રિપ. પ્રકાશક: શ્રી મહાવીર જન વિદ્યાલય, ઓગસ્ટ મતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy