________________
પ્રમુખ્ય વન
૯૪.
આલાચના કર્યાની ‘પ્રવારા' નામની ક્રિયા પણ છે. પખવાડિયામાં આછામાં ઓછી એકવાર કરાતી આ ક્રિયાને ‘પ્રવારા' કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધમ'માં કન્ફેશન્સ (Confessions) અને રિટ્રિટ (Retreat) ની ધર્મ ક્રિયાનું વિધાન છે. રિટ્રિય શબ્દ પ્રતિક્રમણ શબ્દના પર્યાય જેવા જ છે. ધણા વિસ સુધી ચાલતી એની ક્રિયામાં મૌન, ધ્યાન, આત્માવલોકન, પ્રાથના ઇત્યાદિ દ્વારા આત્માને નિર્દેળ કરવાની ભાવના છે. ઇસ્લામ ધમ'માં તાબાહ' ની ધમ'ક્રિયા છે. આમ દુનિયાના જુદા જુદા ધર્મમાં પાપની આલોચના અને વિશુદ્ધિકરણ માટે પ્રઇકને કોઇક ધર્મક્રિયા ફરમાવવામાં આવેલી છે. '
- કાઇપણ માણસ પોતાના પૂવ જીવનનુ અવલોકન કરે તે તેને પોતાની કાષ્ટકને કાઇક ભૂલ જણાયા વગર ન રહે. ઊઠતાં, મેસતાં, ખાતાંપીતાં, ખેાલતાં ચાલતાં, હરતાં ફરતાં, વિચાર કરતાં, ચિંતન-મનન કરતાં માણુસથી સ્થૂલ કે સૂક્ષ્મ પ્રકારની ટ્રાકિને કોઈક ભૂલ જાણતાં અજાણતાં થઈ જાય છે.' જ્યાં સુધી સવવજ્ઞતા ન આવે ત્યાં સુધી ભૂલ થવા સ ંભવ છે. જીવન સપૂણ' કે પરિપૂર્ણ સભવી ન શકે. સર્વવ્રતાના અભાવમાં એક જીવતા ખીજાં છો સાથેના વ્યવહાર પણ સપૂર્ણ અને સવ પક્ષે સર્વથા સતાષકારક ન હોઈ શકે.
કેટલીક ભૂલા માણસને તરત સમજાય છે, તે કેટલીક ભૂલો સમજાતી નથી. તા કેટલીક સમજાય છે, તો સ્વીકારી નથી. પોતે ભૂલ કરી છે. એવુ માનવાને પણ માણસ કયારેક તૈયાર થતા નથી. એકને જે સાચું લાગે છે તેમાં ખીજાને ભૂલ જણાય. પોતાની ભૂલ થઈ હોય અને તેને માટે માસને જો પશ્ચાત્તાપ થાય તે તેવી ભૂલ કરી ન થાય તે માટે તે જાગૃત રહેવા પ્રયત્ન કરે છે. જે ભૂલથી પોતાના જીવન વ્યવડારમાં માણસને પૈસા, કૌટુમ્બિક કે વ્યાવહારિક સબંધોની બાબતમાં નુકસાન થાય છે, તેવી બાબતમાં ભૂલ ફરી ન થાય તે માટે માણસ વિશેષ સજાગ રહે છે.
કેટલીક ભૂલો એવી હોય છે કે જેથી માણસને વ્યવહારમાં તુર્કસ ન થતુ નથી, અ કયારેક લાભ પણ થાય છે; પરંતુ તેવા દાથી આત્માને ઘણું નુકસાન થાય છે. કઇ માગુંસ દ્રવ્યની ચેારી પકડાયા વગર કરે તે એને દ્રવ્યાંના લાભ થાય છે, પરંતુ તેના આત્માને ચેરીના મલિન સ'સ્કારો પડે છે. ઈ માણસ અસત્ય ખાલી લાભ ઉડ્ડાવી જાય છે, પરંતુ તેને આત્મા એટલે નીચે પડે છે, જે માણસો હિંસા, અસત્ય, ચેરી વગેરે દ્વારા કેટલાક લાભા ઉડાવી જાય છે તેઓને કયારેક તે તેનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડે છે. એમ થાય છે. ત્યારે માણસને પોતાની ભૂલ માટે અફસોસ થાય છે. - કાઇપણ વ્યકિત મન, વચન અને કાષાના યોગેની બાબતમાં સતત દોષ રહિત કે નિરતિચાર રહી શકતી નથી. કેટલીકવાર અજાણતાં દોષ થઇ જાય છે. તો કેટલીકવાર શુભાશયથી કરેલી ક્રિયા અન્યને હાનિકર્તા નીવડવાથી દોષરૂપ સિદ્ધ થાય છે. પોતાના દોષોનું સતત અવલેખન કરી કરી તેવા દોષોથી બચવા માણુસ જેમ વધુ ઉદ્યમશીલ અને તેમ તેવા દેશો થવાના સંભવ આછે રહે, પરંતુ તેની બાબતમાં માણસ જેમ વધુ પ્રમા કરે તેમ દાષા રૂપી કચરા ઉત્તરાત્તર એવા વધતા જાય કે તેને સક્ કરવા માટે વધુ પ્રબળ પરિશ્રમ યુકત પુરુષાથ કરવા પડે. સવાર સાજ જો માણસ પોતાની જાતનુ અવલોકન કરી આવી
2
તા. ૧૬-૯-૮૫ વિશુદ્ધિની ક્રિયા કરે તે તેનુ જીવન અને તેને આત્મા વધુ નિર્મળ રહે.
પોતાના દોષા કે અતિચારો માટે પશ્ચાતાપ થાય તો ત્યાંથી પ્રતિક્રમણની ભાવના અને ક્રિયા શરૂ થઇ ગણાય. પોતાના દોષોને માટે પ્રાયશ્ચિત કરવું તથા તેને માટે ગુરુ કે વડીલ દ્વારા અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવુ અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈચ્છિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવુ તેને પણ પ્રતિક્રમણ કહી શકાય.
પ્રાયશ્ચિત દસ પ્રકારનાં બતાવ્યા છે, અને તેમાં પ્રતિક્રમણને પણ પ્રાયશ્ચિતના એક પ્રકાર તરીકે ગણવામાં આવ્યું છે. કહ્યું છે
आलोयण पडिक्कमणे मी विवेगे तदा वि उगे । तव च्छे मूल अणवद्वयाय पारंचिए चेव ॥
(૧) આલાચના (૨) પ્રતિક્રમણ (૩) મિત્ર (૪) વિવેક (પ) કાસગ† (૬) તપ (૭) છેદ (૮) મૂલ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત.
જે માણસ સાચા દિલથી, નિમળ ભાવથી પ્રાયશ્ચિત કરે છે. તે માણુસ એ જ પ્રકારનુ` પાપ સામાન્ય રીતે કરીથી કરવા પ્રવૃત્ત થતો નથી. અપવાદરૂપ એવા જીવા અલબત્ત હોય છે કે. જે વારંવાર પ્રાયશ્ચિત કરવા છતાં અજ્ઞાન, પ્રમા” કે મહદશાના કારણે એવા દોષોનું આચરણ ફરીથી કરે છે. પ્રાયશ્ચિત એ. વિશુદ્ધિના માગ છે. આત્માને લાગેલી મલિનતાનું એના વડે પ્રક્ષાલન થાય છે. એટલા માટે પ્રતિક્રમણ એ પ્રાયશ્રિતને એક વિશિષ્ટ પ્રકાર છે.
ધર્મના માર્ગે આરાધના કરનારને માટે જૈન ધમમાં છ આવશ્યક કર્બી ખતાવવામાં આવ્યાં છે. (૧) સામાયિક (ર) ચવિસથ્થા (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫)' કાઉસગ્ગ અને (૬) પચ્ચકખાણ. સાચા જૈન આરાધ આ છે એ. ક્રિયાઓ રાજેરોજ અવશ્ય કરવી જોઇએ. એટલા માટે અને આવશ્યક ક્રિયા તરીકે ઓળખવામાં આવી છે. જૈન આગમ ગ્રંથામાં આ છ ચે ક્રિયા ઉપર પુષ્કળ ભાર મૂકવામાં આવ્યો છે. ‘આવશ્યક સૂત્ર' ગણુધરરચિત છે અને તેના ઉપર નિયુકિત વગેરે પ્રકારની રચનાઓ દ્વારા ઘણા પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રતિક્રમણ એ છે. ક્રિયાઓમાંની ખરાખર વચ્ચે આવતી એક મહત્ત્વની ક્રિયા છે. વળી તેની મહત્તા એટલી બધી છે કે એક પ્રતિક્રમણની ક્રિયાની અંદર છ મેં છે આવશ્યક ક્રિયાઓ આવી જાય છે. સામાયિક લઈને પ્રતિક્રમણની વિધિ કરવામાં આવે છે. અતે તેમાં ચતુવિ શસ્તવ ગુરુવ ંદન, કાઉસગ્ગ અને પચખ્ખાણની વિધિ કરવામાં આવે છે અને તે પુરી થતાં સામયિક પારવામાં આવે છે. એટલા માટે પ્રતિક્રમણ ઓછામાં ઓછુ એ ઘડીનુ (૪૮ મિનિટનુ) હોવુ જરૂરી છે. પંચ મહાવ્રતધારી સાધુઓએ મહાવ્રતાને ઉદ્દેશીને અને ગૃહસ્થાએ પાંચ અણુવ્રત સહિત ખાર ત્રતાને ઉદ્દેશીને પ્રતિક્રમણની વિધ કરવાની હાય છે, ગ્રહરથ અને સાધુની વિધિમાં એટલા માટે એ દૃષ્ટિએ થોડા ફરક પણ હોય છે.
સાધુઓએ યાવત્ જીવન સાવંદ્ય યોગનાં પચ્ચકખાણ લીધાં હોય છે. એટલે સૈદ્ધાન્તિક દષ્ટિએ તે નિર ંતર સામાયિકના ભાવમાં હોય છે. હોવા જોઇએ. એટલા માટે તેને સામાયિકની (અનુસધાન પૃષ્ઠ ૧૦૦ ઉપર)