________________
,
K.;
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧
છે તથા સહજ સભાવ અને ઔદાય રહેલાં હોય છે, તેટલાં એ ધિર્મના નિમ્ન રતરના. સમજદારી સહિત સામાન્ય અનુયાયીઓ વચ્ચે હોતાં નથી. એટલે નીચેની કક્ષાએ જેટલો સંઘર્ષ હોય છે તેટલે સંધષ ઉપરની કક્ષાએ સાચા ધર્મપુરૂષ વચ્ચે હોતા નથી. કોઈક. વખત ઉચ્ચાને ચડી બેઠેલા ધમાંચા પિતાની પ્રતિષ્ઠાન પ્રશ્ન બનાવી પરસ્પર વિસંવાદ કે કલહ ઊભા કરે છે ત્યારે તેઓ નીચેની કક્ષાના અનુયાયીઓની દુવૃત્તિઓને ગેરલાભ ઉઠાવવા માટે ઉશ્કેરણીભર્યો, અસહિષ્ણુ પ્રચાર કરતા હોય છે. પરંતુ તેથી સરવાળે તે પિતાના ધર્મને જ હાનિ પહોંચે છે. દુનિયામાં બધા જ ધર્મો સરખા છે, એમ વ્યવહારદષ્ટિએ કહેવાય છે, નિશ્રયદષ્ટિએ નહિ. સાચું બોલવું, ચેરી ન કરવી, કેઈને વધ ન કરે, કોઈનું પડાવી ન લેવું, વ્યભિચાર ન કરે ઈત્યાદિ વિવિધ પ્રકારના નીતિ-ધર્મની આચારસંહિતા બધા જ ધર્મોમાં લગભગ સમાન છે. અલબત્ત તાત્ત્વિક વિષમાં–કમ અને પુનર્જન્મ. આત્મા અને પરમાત્મા, સ્વર્ગ અને નરક, વિશ્વની ઉત્પત્તિ અને નાશ ઈત્યાદિ વિષયોમાં મતમતાંતર રહેવાનાં. કોઈકમાં એક વાત ઉપર તે કોઈકમાં બીજી વાત ઉપર વધુ ભાર મુકાયો હોય છે. એ દષ્ટિએ દરેક ધર્મની પોતાની આગવી વિશિષ્ટતા હોવાથી બધા ધર્મોને સમાન કક્ષામાં મૂકવાની વિચારણા જ અપ્રસ્તુત ગણાવી જોઈએ. એટલું જ નહિ તે સમગ્ર ચર્ચા-વિચારણા વિશ્વના કલ્યાણની ભાવનાની આડેન આવવી જોઈએ. માટે પ્રથમ જે જરૂર છે તે અન્ય ધમીઓ પ્રત્યે કે પિતાના ધર્મના અન્ય સંપ્રદાયના લોકો પ્રત્યે પ્રેમ, ઉદારતા અને ક્ષમાની ભાવનાની. એની સાધના વિના ધમની સાચી આરાધના થઈ શકતી નથી. ', સમાજ ઉપર કેળવણીકારે. સાહિત્યકારો રાજકારણના પુછે કે વૈજ્ઞાનિકને જેટલો પ્રભાવ પડે છે તેથી વધુ પ્રભાવ ધર્માચાર્યોને પડે છે, કારણ કે સાચા ધમાંચા નિઃસ્વાર્થ, ત્યાગી, અને શીલસંપન્ન હોય છે. વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણની ભાવના પ્રસરાવવામાં તેઓનું યોગદાન મેટું રહે છે. એ માટે આવશ્યક છે કે વિભિન્ન ધર્મના મહાપુરુષે વારંવાર મળતા રહે અને સમાજનાં દુખસંકટના ઉપાયે વિચારતા રહે. એ માટે પ્રાર્થનાના આવા કાર્યક્રમોના આ જનની જરૂર છે. - આચંબિશપે જે પ્રેમ અને ઉદારતાથી પ્રાર્થનાને જે પ્રેરક કાર્યક્રમ ચે તે માટે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
કાર્યક્રમ ના હતા, પરંતુ તેનો પ્રભાવ ઘણે મોટો રહેશે.
(પાના ૧૭૬ થી ચાલુ) પરમાણુઓ આત્માની આસપાસ વીંટળાતાં એ મલિન થયેલે , આત્મા સત્કર્મ દ્વારા, પુરુષાર્થ દ્વારા મુકત થાય એ પ્રક્રિયાને આધ્યાત્મિક કહેવાય. તુમડાને માટીને ખૂબ લેપ, લગાવો અને જળમાં મૂકે તે એ જળને તળિયે બેસે. માટી ધીમે ધીમે પૂરેપૂરી દૂર થાય ત્યારે એ પાછું જળ ઉપર તરતું થાય, એમ મલિન આત્મા જ્ઞાનરૂપી વારિ મળતાં શહ થાય ત્યારે જીવ અને શિવની એકતા સધાય.
ઊઠ જાગ મુસાફિર ભેર ભયો કવિ કહે છે જ્ઞાનને સૂર્યોદય થયે, હવે આધ્યાત્મિક જાગરણ શરૂ થાય છે. આધ્યાત્મિક જાગૃતિ થતા જીવનની ક્ષણભંગુરતા સમજાય છે. અને જીવનની ક્ષણુ ભંગુરતાનું ભાન થતાં માણસ પ્રભુ પાસે યાચે છે:
આવો આવો જીવણ નામના અમે રે ઊધઇ ખાધેલ ઈધણું તમે ધગધગ ધુણીના અંગાર
આપ અમને અગનના શણગાર શ્રી મકરન્દ દવેના કાવ્યની આ પંકિતઓને મમ: સમજાવી છે. તારાબહેને કહ્યું: જેમ જેમ પશ્ચાત્તાપ, થાય તેમ તેમ આત્મા પવિત્ર બને છે. અને પશ્ચાત્તાપથી અધિકાધિક ઊજળો થતો જ તે આત્મા પ્રભુ સાથે એકાકાર થઈ શકે છે. પાપ કર્મ કપાય એટલે જૂનું દેવું ઓછું થતું જાય.
પ્ર. તારાબહેને સંયમને મહિમા ગાયે, મીરાંને યાદ કરી. “મેરે પિયા તે અમર સુહાગી, તુમ પાયે મેં બહુ બડભાગી મેં તે પલપલ ખ્યા રહી એ કવિ સુરદમની અદભુત સુંદર, પંકિતઓને ગૂઢાર્થ તારવી આપે. આત્માની શુદ્ધિને સુંદર પ્રસંગ પ્રેમાનન્દ સુદામા આખ્યાનમાં મૂક્યો છે. જેમાં સુદામા. પત્નીએ બાંધી આપેલા પૈઆની પિટલી જે ચીંથરાની હતી તેની ગાંઠ જેમ જેમ કૃષ્ણ છોડતા ગયા તેમ તેમ સુદામાના આત્માનાં વળગણ છૂટતાં ગયાં અને એમ જીવની શિવ સાથેની એકતા સધાઈ ગેપી વસ્ત્રહરણની ઘટનાને પણ પ્રો. તારાબહેને એ રીતે ઘટાવીને કહ્યું ગોપી એ આત્મા છે. તે જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરે છે. અને ભગવાન આત્માને નિમંa. કરવા સહાય કરે છે. તેમણે “દાસ કબીર જતન કરી એહી,
કી ત્યોં ધર દીની ચદરિયા એ કબીરની ૫કિતને મમં પ્રગટ કરી પિતાનું વકતવ્ય સમાપ્ત કરતાં બીજી બેઠક પૂરી થઈ.
જ્ઞાનસત્રની ત્રીજી અને ચોથી બેઠકનાં વૃત્તાન્ત હવે, પછીના અંકમાં પ્રસિદ્ધ થશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત - વિદ્યાસત્ર (વર્ષ ૮ મુ). વકતા: ડો. સુરેશ દલાલ વિષય: આસ્વાદ: કેટલાંક કાવ્યો
પ્રથમ દિવસ: ગુજરાતી કાવ્યો બીજે દિવસઃ ભારતીય ભાષાઓનાં કાવ્ય
ત્રીજે દિવસ: વિદેશનાં કાવ્ય સ્થળ: ઇન્ડિયન મરચ- ચેર સભાગૃહ:
- ચચગેટ સ્ટેશનની પાછળ, દિવસ: બુધ-ગુરૂ-શુક, તા. ૪-૫-૬ જાન્યુ. '૮૪ સમય જ સાંજના છ વાગે.. સભાના પ્રમુખ: ડા, રમણલાલ વી. શાહ
રસને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભયુ. નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ-મંત્રીએ
- એક્યુપ્રેશરના વર્ગો
એકયુપ્રેશરના વર્ગો ૯ મી જન્યથારી - સેમવારથી શરૂ કરવામાં આવશે. તેને સમય બપોરના ૨-૩૦ થી ૫-૦૦ સુધીનો રહેશે.
તેમાં જોડાવા ઇછતાં ભાઈ-બહેનેને નોંધ લેવા વિનત. સ્થળઃ પરમાનંદ કાપડિયા સભાગૃહ,
૩૮૫, સરદાર વી. પી. રે, પ્રાથનાસમાજ, મુંબઇ-૪૦–૦૦૪