________________
૬૯૮૪
प्रजुद्ध भुवन પ્રભુન જીવન
મુંબઈ જૈન યુવક અથનુ મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂા. ૧-૦૦
પરદેશ માટે શલિંગ ૬૦
Magd. No. MH, By/South 54 Moence No. 1 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ : ૪૫ કઃ ૧૭
જૂનું થઇ તા. ૧-૧--૮૪ ષિક લવાજમ રૂા.૨૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
નાતાલની એક વિશિષ્ટ ઊજવણી
૯. રમણલાલ ચી. શાહુ
નાતાલની ઊજવણી મુંબઇના ખ્રિસ્તી કથા લિક સ`પ્રદાયના ૠચ'બિશપે એક નાનકડા વિશિષ્ટ કાર્યક્રમથી કરી. એમણે નમું બઈના જુદા જુદા ધર્મના ધર્મગુરુઓ કે ગૃહસ્થ પ્રતિનિધિઓને પોતાને ત્યાં ખાલાવ્યા હતા. જૈન સાધુ-સાધ્વી રાત્રે બહાર જાય નહીં, એટલે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મને નિમ...ત્રણ આપવામાં આવ્યું હતું. લગભગ પચર્ચીસેક વ્યકિતને નાના સમુદાય એકત્ર થયા હતા.
જગતમાં હમણાં હમણાં ચારે બાજુ અશાંતિ વધતી જાય છે. હિંસાના બનાવા અચાનક ફાટી નીકળે છે. સામાન્ય માનવ ગૢ અને ઉપાધિમય જીવન જીવે છે. માણસ જાણે કે અશ્વરને ભૂલી ગયા છે. દુનિયામાં અન્યત્ર જેવી સ્થિતિ છે તેવી જ અશાંત સ્થિતિ ભારતમાં પ્રવર્તે છે. દુનિયામાં “સાચી શાંતિ સ્થપાય, પરસ્પર ભાતૃભાવ ખીલે, પ્રેમનુ વાતાવરણ સર્જાય અને મનુષ્ય ધ ́મય, સહકારભર્યુ, “જ્માન દમય જીવન જીવે એ માટે માત્ર પ્રાથનાના જ આ કાયમ હતા.
આય ખિશપે આ કાયક્રમની ભૂમિકા સમજાવી. કાર્યક્રમ આ પ્રમાણે હતા ઃ દરેક ધર્મની વારાફરતી - પ્રાથના થાય. તે સૌ એકચિ-તે નતમસ્તકે સાંભળે. પ્રત્યેક “પ્રાથના પછી મે મિનિટનું મૌન રહે. પ્રાથના ઉચ્ચારનાર તે પછી અંગ્રેજીમાં એકાદ-બે મિનિટમાં પોતાની પ્રાથનાના “સાર સમજાવે. આ કાર્યક્રમ માટે હિન્દુ, મુાલમ, ખ્રિસ્તી, યહુદી, શીખ, જૈન, પારસી વગેરે ધર્મના સન્યાસી, મૌલવી, પાદરી, દસ્તુર ઇત્યાદિ કાટિના મહાનુભાવા કે ગૃહરથ પ્રતિનિધિએ પધાર્યાં હતા (બૌદ્ધ ભિખ્ખુ આવી “શકયા નહોતા). ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મની જુદી જુદી શાખાના પ્રતિનિધિઓ હતા. આ'બિશપના રહેઠાણના વિશાળ ખંડમાં કાર્યક્રમ હતા એટલે શ્વેત ઝભ્ભામાં સજ્જ એવા, જુદી જુદી વ્યવસ્થામાં શકાયેલા પાદરીઓની સંખ્યા પણ ઠીક ઠીક હતી. ગૃહસ્થ પ્રતિનિધિ
તરીકે હું તથા યહુદી ધર્મના એક સજ્જન હતા. ભીન્ન કેટલાક ગૃહસ્થો પણ પધાર્યાં હતા. દરેકને એક્બીજા સાથે પરિચય કરાવવામાં આવ્યા. આર્ભમાં ધાર્મિક સ ંગીતની કૅસેટ વગાડવામાં આવી. ત્યાર પછી પ્રાથના થઈ. માત્ર પ્રાથનાઓ હતી; ખીજી કોઈ ઉપદેશાત્મક કે પ્રચારાત્મક “જ્ઞાષણબાજી નહેતી.
પ્રાથનાના આ કાર્યક્રમ લગભગ કલાક ચાલ્યેા. અંતે સંત ફ્રાન્સિસ એક્ એસિસીની વિશ્વકલ્યાણની ભાવનાની પ્રાથનાના સમૂહગાન સાથે કાર્યક્રમ પૂરા થયા. પ્રાથનાને અ ંતે સૌ મહેમાનોને માટે ચા-પાણી રાખવામાં આવ્યાં હતાં. ખુદ આચ બિશપ પોતે અને બીજા પાદરીએ તથા ખ્રિસ્તી સાધ્વીએ ધાંને ચા-પાણી આપવામાં રાકાયાં. એક શાંત, પ્રેરક, ધ ́મય વાતાવરણ આ પવિત્ર સ્થળમાં અનુભવવા મળ્યું.
દુનિયામાં ધર્મ ઘણા છે અને કાષ્ટ ધમ' એવે નથી કે જેના એકથી વધુ ફંટા ન હોય. જેમ ભાષા, ભૌગોલિક પ્રદેશો, વણુ` કે જાતિ માણસને જુદા પાડે છે તેમ ધમ'ની અધૂરી સમજણ પણ માણસને જુદા પાડે છે. બીજા કારણેાની જેમ ધમ તે કારણે પશુ વિસંવાદ, સંધા, યુદ્ધ ઇત્યાદિ થાય છે. વસ્તુત : ધ'નું ધ્યેય મનુષ્યને ઉન્નત બતાવવાનુ છે, પરંતુ કેટલાક ધર્માંધ ધર્માંચાર્યોનાં અભિનિવેશભર્યાં વચન અને અન્ય ધર્માં કે સંપ્રદાયેા માટે અસહિષ્ણુતાભર્યાં ઉચ્ચારણા અજ્ઞાન કે અ ́દગ્ધ, ઝનૂની અનુયાયીઓને બીજા સાથે સઘર્ષ' તરફ દોરી જાય છે. ધર્મને નામે માણસ કયારેક વધુ હિંસક અને છે. ધમ ખતરે મેં હું એવુ ઉચ્ચાસને ખેડેલા ધર્માચાર્યાં પાસેથી સાંભળતાં જ અનુયાયી જૂથ શસ્ત્ર હાથમાં લે છે. અનેક નિર્દોષ માણસાના પ્રાણ હરી લેવાય છે. આપણે ત્યાં પંજાબમાં ક મહારાષ્ટ્રમાં (ભોજગિરિના બાહુબલિ પાસે), ગુજરાતમાં, પાકિસ્તાનમાં, ઇરાનમાં, લખેનાનના ખૈરુતમાં, ઇઝરાયલની સરહદ ઉપર કે આયરલેન્ડમાં-એમ કયાંક ને કયાંક વખતેવખત ધાર્મિક વિવાદને કારણે હિંસક મકલાં થતાં રહે છે. કયારેક એને રાજદ્વારી સ્વરૂપ અપાય છે. એથી હિંસા વધે છે.
આ બિશપતી પ્રાથનાસભામાં બધા ધર્માં વચ્ચે પ્રેમ, સહિષ્ણુતા, ઉદારતાની ભાવનાનું દિવ્યદશ ન થયું. આ સભામાં અધા જ ધર્મના સર્વોચ્ચ કૅાટિના ધર્મગુરુઓ કે સત’મહાત્મા હતા એમ નહિ કહી શકાય. ગમે તે કાટિના હોય તા પણ અધા પ્રતિનિધ માનવતા, મતાંતરક્ષમા, માનવસેવા પરસ્પર વિશ્વવા:સભ્યની દ્રષ્ટિએ કેટલા નિકટ આવી શકે છે તે અહીં અનુભવવા મળ્યું. એમ કહેવાય છે કે જગતના જુદા જુદા સાચા ધમ'પુરુષો વચ્ચે જે સમજદારીપૂવ કની, સહાનુભૂતિભરી એકતા અને નિકટતા હાય
તથા