________________
તા. ૧૬-૨-૮૩
પ્રબુદ્ધ જીવન
૨૩૮
વાસ્તવમાં રશિયાએ ૧૯૮૧ ના નવેમ્બર પછી અમેરિકા પાસેથી ઘઉં ખરીદ્યા જ નથી, મકાઈ ખરીદી છે, અને હવે ખરીદે તેવી વકી નથી. કારણ કે તે પણ યુદ્ધમાં વળતા પ્રહાર કરવા માગે છે. ગયે વર્ષે રશિયાએ અમેરિકા પાસેથી ઘઉં નહિ પણ મકાઈ ખરીદી હતી જે ઢેરને ખવરાવે છે. ગયે વર્ષે રશિયાએ ૭૬ લાખ ટન ઘઉં કેનેડા પાસેથી ખરીદ્યા હતા. તેણે ફ્રાન્સ અને ઇટાલી પાસેથી પણ ઘઉં ખરીદવાના સાદા કર્યા છે. પ્રમુખ રેગન એ દેશને કેમ કહી
કે કે તમારે રશિયાને અનાજ ન વેચવું ? એક અમેરિકન રાજપુરુષે કટાક્ષમાં કહ્યું હતું કે જે દુનિયામાં મૂડીવાદી દેશે ન હોય તે રશિયાને અનાજ કેણુ આપે ?' આ કટાક્ષ સરસ છે. પરંતુ તે ભૂગોળ અને હવામાનનું અજ્ઞાન દર્શાવે છે. રશિયા દુનિયામાં સૌથી મોટો દેશ છે, અમેરિકા કરતાં આશરે પણ ત્રણ ગણે છે. તેમ છતાં રશિયા કરતાં અમેરિકામાં ખેતી લાયક જમીન વધુ છે, અને વસ્તી ઓછી છે. અમેરિકાને ત્રણ દિશામાંથી વરસાદ મળે છે, ત્યારે રશિયામાં વરસાદ સુલભ નથી. તેની ઉત્તરમાં અને પૂર્વમાં બરફવાળા સમુદ્રો છે, જેમાંથી વરસાદ ન મળે. દક્ષિણે દરિયો નથી. પશ્ચિમમાં યુરોપમાં વરસાદ વરસી ગયા પછી આ પો વરસાદ રશિયાને ભાગે આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે રશિયાના અતિ વિશાળ પ્રદેશ એટલા ઠંડા છે કે ત્યાં ખેતી થઈ શકે નહિ. તેથી ખેતીની ઉપજના ક્ષેત્રે રવાશ્રયી થવું એ રશિયા માટે એક સ્વપ્ન જ છે. તેમ છતાં તેનું જીવનધોરણ આપણી સરખામણીમાં એટલું ઊંચુ છે કે આપણું દેશમાં ૧૩ કરોડ ટન અનાજ ૭૦ કરોડ લેકને પૂરું થઈ રહે છે, ત્યારે ૨૬ કરોડ રશિયનને ૩૬ કરેડ ટન અનાજ જોઈએ છે. કારણ કે તેઓ ઢોરને પણ અનાજ ખવડાવે છે.
આ વર્ષે અમેરિકામાં ઘઉને મબલખ શિયાળુ પાક થયો છે. તેથી જે રશિયા જેવા બહારના દેશોમાંથી ખરીદી ન આવે તે ઘઉંને બજારમાં મંદી આવે. બીજી બાજુ રશિયામાં ઉપરાછાપરી આ ચેથા વર્ષે અનાજને પાક ઘણો ઓછો ઊતર્યો છે. ૧૯૭૯માં તેને લક્ષ્યાંક ૨૨ કરોડ ૭૦ લાખ રનને હતા ત્યારે પાક ઊત ૧૭ કરોડ ૯૩ લાખ ટન. ૧૯૮૦માં અને ૧૯૮૧ માં લક્ષ્યાંક અનુક્રમે ૨૩ કરોડ ૫૦ લાખ અને ૨૩ કરોડ ૭ લાખ ટન હતા ત્યારે પાક ઊતર્યો અનુક્રમે ૧૮ કરોડ ૯૧ લાખ અને ૧૭ કરોડ ૫૦ લાખ ટન. લક્ષ્યાંક ઉત્તરોત્તર વધે છે. ૧૯૮૨ માં લક્ષ્યાંક ૨૩ કરોડ ૮૦ લાખ ટન હતા ત્યારે પાક ઘટીને માત્ર ૧૭ કરોડ ટને ઊતર્યો; એ અંદાજ છે. * ,
* - રશિયાએ ૧૯૭૬ માં અમેરિકા પાસેથી અનાજ ખરીદવા કરાર કર્યા હતા, જેની મુદત ગઈ તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ. આ મુદત લંબાવવા અમેરિકન ખેડૂતે અને વેપારીઓ તરફથી એવું સખત દબાણ છે કે રેગને તેને વશ થવું પડ્યું. પરંતુ રશિયન અમેરિકન ખેડૂતે અને વેપારીઓની મદદે આવવા તત્પર નથી. પશ્ચિમ યુરોપી દેશ અમેરિકન સરકારને ટોણા મારે છે કે રશિયાની ૧૦ અબજ ડોલરની કિંમતની પાઈપલાઈનમાં સહકાર આપી અમારા કામદારો કમાય તેની સામે તમે વાંધો લે છે અને તમારા ખેડૂતોને રશિયા પાસેથી કમાણી કરવા દ્યો છે.
ગઈ વસંતઋતુમાં ૫ણ રશિયામાં હવામાન એટલું ખરાબ હતું કે ૧૯૭૧ પછી ઓછામાં ઓછી જમીનમાં વાવેતર થઇ સકયું છે. ગયા જૂન સુધીના વર્ષમાં રશિયાએ ૬ અબજ ડોલરની કિંમતનું અનાજ આયાત કર્યું છે. દુનિયામાં રશિયા વધુમાં વધુ અનાજ અયાત કરનાર દેશ છે. ગેસની પાઈપલાઈન જે આવતા વર્ષે પૂરેપૂરી બંધાઈ જાય તે રશિયાને દર વર્ષે
૮ અબજ ડોલરની કમાણી થશે. પ્રમુખ રેગન આ યોજના ભાંગી નાખવા બધા પ્રયત્ન કરે છે. બ્રિટિશ વડાપ્રધાન થેચર અમેરિકાને બહુ વફાદાર હોવા છતાં તેમણે પણ કહી દીધું છે કે અમને મનાઈ કરતે તમારા કાયદે સ્વીકાર્ય નથી.
પ્રમુખ રેગને એવો ડોળ કરે છે કે અફઘાનિસ્તાન ઉપર રશિયાએ આક્રમણ કર્યું છે તેથી, અને રશિયાની પ્રેરણાથી પિલેન્ડની લશ્કરી સરકારે લશ્કરી કાયદા અમલમાં મૂક્યા છે, જે તેથી તેમને સજા કરવા માટે અમે તેમને આર્થિક બહિષ્કાર કરીએ છીએ. ખરેખર, તે પ્રમુખ રેગનને રશિયા સામે લડવાની ચળ છે. પરંતુ તેમ કરવા જતાં રશિયા સાથે અમેરિકાને અને આખી દુનિયાને પણ નાશ થાય, તેથી શસ્ત્ર સ્પર્ધા અને બળ પ્રદર્શન પૂરતી યુદ્ધની ખંજવાળ મર્યાદિત રાખીને તેઓ આર્થિક યુદ્ધ લડવા માગે છે. પરંતુ સેંકડે અબજ ડોલર શાસ્ત્રો માટે વેડફી નાખવાથી અમેરિકાના નીચલા વર્ગની ગરીબીમાં અને બેકારોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો ચતે રહ્યો છે. દુનિયામાં વિકાસ પામતાં ગરીબ દેશને ઊંચા ભાવે અનાજ વેંચીને અમેરિકા દર વર્ષે અબજો ડોલરની કમાણી કરે છે, પરંતુ વિકાસ પામતા દેશોમાં પણ ભારત જેવા કેટલાક દેશે પિતાની ખેતીનું ઉત્પાદન વધારી રહ્યા છે. કેનેડા, આજેન્ટિના, અને એરટ્રેલીયા જેવા દેશો અનાજ નિકાસ કરવામાં અમેરિકાના હરીફ છે. યુરોપી સમાન બજારના દેશે પણ અનાજનું ઉત્પાદન વધારીને નિકાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં જે રશિયા અમેરિકા પાસેથી, ખાસ કરીને ઘઉં ન ખરીદે તે અમેરિકન ખેડૂતે અને વેપારીઓ અબજો ડોલરની આવક ગુમાવે. કારણ કે અનાજ અને દૂધના ક્ષેત્રે પશ્ચિમના દેશોમાં મંદી ફેલાઈ રહી છે. પ્રમુખ રેગનનું ખેતીવાડી ખાતું એમ માને છે કે આ ક્ષેત્રે ૧૯૩૩ પછી સૌથી મોટી મંદી હશે.
અમેરિકન સરકારે [અફઘાને અને પિલેન્ડની પ્રજા માટે મગરના આંસુ સારીને રશિયન રીંછને કેસે તે માર્યો પણ પિતાને જ જખમ થયા. લબનાનમાં ઈઝરાયેલ દ્વારા અમાનુષી અત્યાચાર કરાવનાર અથવા થવા દેનાર અમેરિકાની અફઘાન નિરતાન અને પિલેન્ડ પ્રત્યેની સહાનુભૂતિ પિકળ લાગે છે. આ
પ્રમુખ રેગન રશિયન રીંછના મેમાં એટલું બધું અનાજ ઠસી દેવા માગે છે કે જેથી રીંછ ગુંગળાઈ મરે ? વાસ્તવમાં અમેરિકામાં આ વર્ષે અભૂતપૂર્વ પાક થે છે. ત્રીસ વર્ષમાં અમેરિકન ખેડૂતોએ અનાજનું ઉત્પાદન ત્રણગણું કર્યું છે. ખેડૂતોના ફાટફાટ થતાં અન્નભંડારો ઝડપથી વેચાતા ન હોવાથી તેઓ આર્થિક મુસીબતમાં સપડાઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે ૨૦,૦૦૦ ટનના બે જહાજે રોજ અનાજ ભરીને રશિયા તરફ હંકારે છે. જે ૧૯૮૩ માં પણ રશિયાને અનાજ વેંચવાની રેગને કાપેલી છૂટને અમલ થાય તે દુનિયાના ઇતિહાસમાં તે દુનિયાનું સૌથી મોટા સેદે હશે.
રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું તેની સજા તરીકે પ્રમુખ જીમી કટરે રશિયાને અનાજ વેંચવા પર પ્રતિબંધ મક હતા. રેગન તે પ્રતિબંધ દૂર કરવાનું વચન આપીને ચૂંટાઈ આવ્યા હશે જ્યારે મધ્યસત્ર ચૂંટણી માથે છે ત્યારે રશિયાને વધુ અનાજ વેંચવાની અમેરિકનને છૂટ આપીને રેગન મધ્યસત્ર ચૂંટણી જીતી જવા માગે છે. આમાં અફધાને માટેની સહાનુભૂતિ કર્યા ભૂલાઈ ગઈ? કંઈ નહિ તે અનાજના ક્ષેત્રે અમેરિકા અને રશિયા પરસ્પરાવલંબી થઈ ગયા છે. રશિયાને જોઈતું અનાજ અમેરિકા ઉગાડી દે અને અમેરિકાએ વહેચવાનું અનાજ ખરીદી લઈને રશિયા અમેરિકાના પ્રમુખને, અને અમેરિકન : ખેડૂતોને મુસીબતમાંથી બચાવી લે.