________________
તા. ૧-૧-૮૩
. પ્રબુદ્ધ જીવન
૧૭
મોટે ભાગે પિતા વતી વિચાર કરવાનું તેઓ પર છોડી દે છે. તેઓ વિચાર કરનાર વ્યક્તિથી કરે છે અને તેઓને પિતાના માર્ગમાંથી દૂર કરે છે. તેમણે આ વિધાનનું હિટલરને દાખલો ટાંકી સમર્થન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીમનભાઈ ઘણું ઘણું મહત્ત્વના વિષયોમાં અવગાહન કરી શકતા. જીવનનાં અંતિમ મૂલ્ય, પ્રેમ અને કરુણા તથા માનવ અનુકંપા છે. આ અંતિમ મૂલ્યોને ચીમનભાઈએ પુરસ્કાર કર્યો હતો અને તેને જીવનમાં આચાર કર્યા હતા. પ્રેમ અને કરુણા એ વિચારના માર્ગમાં આવતાં બે શિખરો છે. ચીમનભાઇ એ શિખરોને અભિમુખ રહ્યા હતા. તેમનું પ્રિય પાત્ર સેક્રેટિસ હતું. સેક્રેટિસે વિદાયની ક્ષણે પિતાના અંતેવાસીઓને કહ્યું હતું : “હુ મૃત્યુને માગે છે. તમે જીવનના માગે છે. બેમાંથી કયે . સારે છે તે હું નથી જાણતા. પણ ચીમનભાઇ જે રીતે આધ્યાત્મિક શીખર ઉપર રહીને મૃત્યુ પામ્યા તે જોતાં કોઇને પણ એમના મૃત્યુની ઈર્ષ્યા આવે.
- ર - દુઃખ સહેવાની શકિત .
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા છે. રમણલાલ ચી. શાહે કહ્યું: ‘ચીમખંભાઈના અવસાનથી અંગત રીતે મને મારા પિતાતુલવ વડીલ ગુમાવ્યાનું દુઃખ થાય છે. તેઓ તે કહેતા ગયા હતા કે “મારા મૃત્યુને કાઇએ શોક ન કરો.” ચીમનભાઈમાં દુઃખ સહેવાની કેટલી બધી શક્તિ હતી તેને દાખલ એક પ્રસંગ ટકીને આપતાં કહ્યું હતું કે એક વેળા પેટમાં સખત દુઃખાવો થતો હોવા છતાં ચીમનભાઈએ એક કલાક સુધી વ્યાખ્યાન આપી પિતાનું વચન પાળ્યું હતું. હરિપટલમાં તેઓ માંદગીને બિછાને હતા તે દિવસેના સાક્ષી એવા છે.” રમણલાલે કહ્યું હતું કે મૃત્યુની આગલી રાત્રે ચીમનભાઈ ભગવાન વિશે વિચારતા હતા. તેમની આંખનું તેજ ચાલ્યું ગયું હતું પણ કાન સરવા હતા. તેઓ નવકાર મંત્રને સ્પષ્ટ ઉચ્ચાર કરતા હતા. તેમને સંથારો લેવડાવ્યા ત્યારે તેમના ચહેરા ઉપર અચાનક સ્મિત છવાયું, અને તેજ પ્રગટયું હતું, તેમને મૃત્યને ભય ન હતું. તેઓ મૃત્યુને મહત્સવ માણીને મૃત્યુને ભેટયા. ' ચીમનભાઈ શીલવંત અને બહુશ્રુત વિદ્વાન હતા. એમનું જીવન
અનેક પ્રવૃત્તિઓને સમન્વય હતું. એક જિંદગીમાં તેમણે ત્રણ 'જિંદગીનું કામ કર્યું. અને આ બધું છતાં અંદરથી તેઓ
અલિપ્ત રહ્યા હતા. અનેક પ્રવૃતિઓ કરતા રહેવા છતાં તેઓ ભીતરથી અનાસકત હતા. ચીમનભાઈ સદૈવ એક જાગ્રત આત્મા હતા. પ્રમત્ત ભાવ એમના જીવનમાં ભાગ્યે જ જોવા મળ્યા હતા, એમનું હૃદય ' કરુણાસભર હતું.
એમનું અવસાન આ૫ણુ બધાની જ નહીં પુરાય એવી ખોટ * રૂપ છે.
સમાજ સેવક શ્રી ગીજુભાઈ મહેતાએ શ્રી ચીમનભાઈને પિતાના ગુરુ, પિતા અને મોટાભાઈ તુલ્ય ઓળખાવીને કહ્યું: ‘ચીમનભાઈ સામાજિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે માણસને માણસ બનાવે એવી સંસ્થાઓના આદ્યપ્રણેતા હતા. તેમણે કરોડ રૂપિયા એકઠા કરી સંસ્થાઓ માટે નવા નવાં દાનવીરે બનાવ્યા. જે જે સંસ્થા સાથે તેઓ સંકળાયેલા હતા તે દરેકને એગ્ય માર્ગદર્શન પૂરું પાડતા. એમની પ્રતિભા એવી હતી કે સમાજને એમને એકે એક
શબ્દ ઝીલવાની વૃત્તિ થાય. તેઓ પોતે વિચારક હતા અને સમાજને વિચાર કરતો કર્યો...એકે એક સંસ્થાને દોરવણી આપી તેને તેઓ ઊંચે લઈ ગયા, તેમણે અનેક કાર્યકરો ઊભા કર્યા : નાનામાં નાની સંસ્થાની પણ એકે એક સભામાં એમની હાજરી હોય જ, વકતાએ | સદ્ગતના પ્રકૃતિ વિશેષ લેખે કરણને સદૃષ્ટાન્ત મહિમા કર્યો હતે. ચીમનભાઈને માટે એક મેમોરિયલ નિર્માણ કરવા માટે લાવવામાં આવનાર સભામાં હાજર રહેનાર સહુને યોગ્ય સૂચને સાથે આવવાનું તેમણે સૂચવ્યું હતું.
અમૂલ્ય મૂડીરૂપ જીવન * શ્રી ચીમનભાઈની સારવારમાં રહેલા . સાંધાણીએ કહ્યું હતું : ચીમનભાઇની સાથે ૩૩ વર્ષ સુધી મેં કામ કર્યું છે. એમની તબિયત નાનપણથી જ નાજુક હતી. તેમને પેટને સખત દુઃખા રહે. છતાં દઢ મનોબળથી તેઓ પ્રવૃત્તિમય જીવન જીવતા. જીવલેણ નીવડેલી ગંભીર માંદંગી વચ્ચે પણ ચીમનભાઈએ “પ્રબુદ્ધ જીવન’ માટે ત્રણ લેખો લખાવ્યા હતા, એ ત્રણ લેખમાં એમના જીવનભરના વિચાર અને મનનને નીચેડ છે. એમનું જીવન આપણું સહુ માટે અમૂલ્ય મૂડીરૂપ હતું. એમણે સ્થાપેલી પ્રણાલીઓને આપણે અનુસરીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ રૂપ લેખાશે
શ્રી રમણીકભાઈ કોઠારીએ કહ્યું હતું?” શ્રી ચીમનભાઈ હકીકતમાં એવા દીપક હતા, જેમણે હજારો દીવડાઓ પ્રગટાવ્યા છે. એમની જીવનદૃષ્ટિ અને જીવનસાધના માનવતાલક્ષી હતી. “જગતમાં કોઈના પણ દુઃખ દદ" . ઓછાં કરી શકું તે સારું” એવી એમની ભાવના હતી.
- વિરલ વ્યકિત શ્રી દુર્લભજી ખેતાણીએ કહ્યું હતું : “શ્રી ચીમનભાઈ એક વિરલ વ્યકિત હતા. મેટા માણસે શહેરમાંથી નહિ પણ ગામડામાંથી પેદા થાય છે. શ્રી ચીમનભાઈ એક ગામડામાં જન્મ્યા હતા. અત્યંત કઠણ સ્થિતિમાં એમણે અભ્યાસ કર્યો. કાલબાદેવીમાં બદામવાડીમાં એક કાતરિયા જેવી જગ્યામાં રહેતા હતા. સાંકેટિસ, હસ્તેય, રવાઈલ્ઝર તથા ગાંધીજી વગેરે વિભૂતિઓના જીવન અને કાર્યના અભ્યાસથી એમણે પિતાના માનસનું ઘડતર કર્યું*. ચિંતનને મહાવરો પાડશે. જે કંઈનું દુઃખ તેમના જેવા - જાણવામાં આવતું તેનું દુઃખ એછું કરવાની તેમની: ભાવના
હતી. તેમણે સંસ્કારી સમાજ નિર્માણ કરવા માટે પ્રયાસ કર્યો. અને સમાજ માટે સુંદર કાર્યોને દાખલે બેસાડો.
શ્રી કંચનલાલ તલસાણી એ કહ્યું હતું. શ્રી ચીમનભાઈ ? મારા ગુરુ હતા, તેમણે મારું ધડતર અને ચણતર કયુ.
૧૯૪૪માં મેં એમની ' સાથે આર્ટિકલ સાઈન કર્યા. હું તેમને નમ્ર શિષ્ય હતું. તેમણે કાયદે, સાહિત્ય, ધમ', તત્ત્વજ્ઞાન, સમાજ સુધારણુ, આદર્શ અને વ્યવહાર આ સર્વક્ષેત્રે નવા અને જૂનાને' સંગમ સાથે તથા અનેક સંસ્થાઓને વિકસાવી. “કમ ખાના ઔર ગમ ખાના” એ વસ્તુ તેમણે અપનાવી. વિચાર અને વાણીમાં સંયમ પાળે. તેમણે પરોપકારી કાર્યો અનાસકિત ભાવે કર્યા. પાઘડીને વળ છેડે એ ઉકિત પ્રમાણે દરેક વષકિતની કસોટી મૃત્યુ સમયે થતી હોય છે. માણસનું મૃત્યુ એના જીવનને સરવાળે છે. રાષ્ટ્રપિતા, ગોડસેની ગોળાથી વધાયા ત્યારે “હે રામના
ત્રણ
મીતરથી અને અનેક પ્રવૃતિઓ છતાં અા