________________
તા. ૧૬-૫-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૯
થળ માટેના પુરાવા મળ્યા અને બુદ્ધના લખાણ પ્રાપ્ત થયા ત્યાં સુધી ના વિદ્ધાનું ગપ આવ્યું અને બુદ્ધને ભરતના નહિ પણ કોઇ બીજા દેશના જ માનવ માનવામાં આવતા હતા. સાંચીની એક ધડ વગરની મૂર્તિ જે અત્યારે વિકટેરીયા-નાલ્બર્ટ મ્યુઝિમમાં રાખવામાં આવી છે અને જે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આપણા ક્રિકેટર જેશે તે ભારતના કોઈ કારીંગરે બનાવી નથી પણ તે કોઇ ગ્રીક કારીગરની છે તેમ પુરવાર કરવા પ્રયાસ થયો હતો. ઇન્દિરા ગાંધીએ પણ આ અત્યંત કામય મૂર્તિ આલ્બર્ટ મ્યુઝિયમમાં જોઇ. એ મૂર્તિ તે ખરેખર ભારતે બ્રિટન પાસેથી પાછી માગવી જોઇએ કારણ કે તે મૂર્તિ ભોપાળ ખાતેના બ્રિટિશ એજન્ટ જનરલ કનચેડ પોતાના અંગત સામાન તરીકે લંડનમાં લઇ ગયા હતા. આ મૂર્તિ આલ્બર્ટ મ્યુથિમે તે સમયે ૮૦ પડમાં કોટલા માટે ખરીદી હતી કે તે મૂર્તિ “ગ્રીક કારીગરની બનાવેલી છે” સાંચીની ટેકરીમાંથી પછી જ્યારે બોધિસત્વની મૂર્તિ તેના મૂળ સ્વરૂપે મળી આવી ત્યારે જ કેટલાક વિદ્વાનોને પ્રતીતિ થઈ કે ૯૦ની સાલમાં ચાયેલી આ મૂર્તિને ગ્રીક કળા સાથે કોઈ લેવા દેવા નથી. તે મૂર્તિ ભારોભાર ભારતીય કલાના દર્શન કરાવે છે.
સૌથી વધુ ગપગેળા તાજમહાલ વિશે ચરાવવમાં આવ્યા હતા. તાજમહાલને આરસપહાણ છે તે બધા ઉપરનું કામ ઈટાલીથી આયાત કરેલા કારીગરોએ કર્યું હતું તેમ પણ આ ઈતિહાસકારોએ લખ્યું હતું. ૧૫મી સદીથી જ ભારતમાં આવું કલાકામ કરનારા કારીગરો કરતા હતા અને ઈટાલીમાં તો છેક સોળમી સદીમાં આવું કામ થતું હતું તે જાણવાની ફુરસદ આ જૂદા ઈતિહાસકારોને નોતી. જશરે હિન્દુ શીલ્પી ને લખેરા પુરાણા શીલ્પશાસ્ત્રના ગ્રંથે મળી આવ્યા ત્યારે જ તાજમહાલ ઉપરની કારીગરી પૂર્ણપણે ભારતીય કારીગરોની છે તે વાત કરીકારાઈ હતી. ઉપરાંત તાજમહાલ બંધનારા હિન્દુ શીલ્પી લો જ હતા તે વાત પુરવાર થઈ. આ બધું પુરવાર થયું છતાં ભારતીય સંસ્કૃતિ. અધર બની ગઈ છે અને તે ધીરે ધીરે નષ્ટપ્રાય: થઈ રહી છે તેમ પણ આ કહેવાતા વિશે લખ્યું હતું. બ્રિટિશ લશ્કરે શાહજહાબાદ (જૂનું દિલ્હી) નષ્ટ કર્યું અને પછી નવી દિલ્હીમાં બ્રિટિશ પાર્કિટેકટ ભુટને નવી ઈમારત બાંધી (મહારનું રાષ્ટ્રપતિ ભવન) ત્યાં સુધી ભારતની સંસ્કૃતિને વખેડવામાં આવતી હતી. વેલ નામના વિદ્વાને પછીથી ભારતીય સંસ્કૃતિની ભવ્યતા સ્વીકારીને કહેલું કે લ્યુને બાંધેલી ઈમારત પૂર્ણપણે ભારતીય શીલ્પી ને રોપાઈ હોત તો વધુ લ:વ્ય ઇનત!
૧૮મી સદીની આખર સુધી યુરોપમાં ભારત વિશે લોકોને ખાસ કંઈ જાણ નહોતી.સંસકૃતિ વગરના એક જંગલી દેશ તરીકે યુરોપના લોકે ભારતના ઓળખાતા હતા. પંજાબ ઉપર ઇસ્વીસન પૂર્વે ૩૨૬માં સિકંદરે હુમલો કર્યો અને તે પછી હારીને તે પાછો આવ્યો ત્યારે જ ભારતની ભવ્યતાની યુરોપના લોકોને જોડી જાણ થઈ. બ્રિટિશ સલ્તનતે ભારતની આ સંસ્કૃતિને દબાવવા ઘણી કોશિશ કરી છતાંય બ્રિટનના ડઝનેક જેટલા વિદ્વાનોએ આખરે ભારત વિરોની સાચી વાત જગત સમક્ષ મૂકી અને તેના પરિણામ સ્વરૂપે અત્યારે લંડન-લાયબ્રેરીમાં ભારત વિશેના પુસ્તકો માટે જે જગ્યા ફાળવાઈ છે તે ચીનના ઇતિહાસના પુસ્તકો કરતાં પાંચ ગણી છે. . ‘ઇન્ડિયા ડીસ્કવર્ડ નામના પુસ્તકમાં જોન કી એ ઉપરની બધી વાતનો સ્ફોટ કરીને ભારતને કલા, સંસ્કૃતિ અને ભારતીય લો વિ. ની સાચી વાત લખી છે, મેકોલેએ ઘણા ધમપછાડા કર્યા છતાં મારતીય શીલ્પકામની મૌલિડતા અંગે તે કાંઇ ખોટો પ્રચાર કરી શક્યા નહિ, આખાને આખા પથ્થરની સળંગ કમાનો અને ધુમ્મટવાળી હવે મીએ સૌ પ્રથમ ભારતના જ શીલ્પ બાંધી શકયા
હતા તે વાત મેકોલેએ સ્વીકારવી પડી હતી. જગતના બે મહાન ધર્મોનું જન્મસ્થાન (જૈન અને બૌદ્ધધર્મ) ભારતમાં હતું તે વાત તેણે સ્વીકારવી પડી. ભારતમાં જ એલજીબ્રાની શોધ થઇ હતી અને ભારતમાં ખગોળશાસ્ત્રનું ઊંડું જ્ઞાન લોકેને હતું તે વાત પણ છેવટે સ્વીકારવી પડી.
ખરેખર આવું સુંદર પુસ્તક લખવા માટે લોન કીના આપણે ગ્ણી બન્યા છીએ.
તાજેતરનો બીજે ઇતિહાસ ભારતને લગતા નથી પણ ઈજિપ્તમાં પ્રમુખ સાદતના ખૂન પહેલાંની અને પછીની વાતો મુસ્લિમ જગતમાં સૌથી વધુ પકાયેલા પત્રકાર અને તંત્રી મેહમ્મદ હકાલે લખી છે. ઇજિપ્તના પ્રમુખ નાસરના નિષ્ણના મિત્ર ગણાતા મહમ્મદ હયકાલ જ્યારે પછીથી પ્રમુખ સાદતના ટીકાકાર બન્યા ત્યારે હયકાલને બીજા પંદરેક લેખકો સાથે જેલમાં નાખ્યા હતા. “અલ અહરામ” નામનું એહમ્મદ 'હયકાલનું દૈનિક આરબ જગતમાં ખૂબ પ્રતિષ્ઠિત હતું. ૩જી સપ્ટેમ્બર, ૧૯૮૧ના રોજ હકાલને જેલમાં નખાયા પછી ૩૪મે દિવસે સાદતનું ખૂન થયું હતું. આ ખૂનની આગાહી હકાલે 'કરેલ, તેમણે કહેલું “જ્યારે પણ પ્રમુખ સાદત ઇજિપ્તના વગદાર વિદ્વાન ઉપર હાથ મૂકીને તેને જેલમાં નાખશે ત્યારે તેના જીવનનો અંત આવશે.” હવે જેલમાંથી છૂટયા પછી હયકાલે બીજી આગાહી કરી છે કે આવતા ૨૦ વર્ષમાં ઇઝરાયલ તેના અણુબોંબનો ઉપયોગ આરબ દેશ સામે કરશે.
મહમ્મદ હાલ તેની ડાયરીમાં લખે છે કે “સાદતના ખૂન માટે ઇજિપ્તના લોકો નહિં પણ અમેરિકાના પત્રકાર અને ટેલિવિઝનવાળા જવાબદાર છે. વોલ્ટર કોંકરી, બાબેરા વોલ્ટર્સ, અને ન્યુઝવીક અને ‘ટાઇમ' મેગેઝિનના તંત્રીઓએ ઇજિપ્તના લોકોની લાગણી જાણ્યા વગર નાહકના સાદતને ભવ્ય બતાવવા માંડયા હતા. આ 'અમેરિકન પત્રકારો સાદતની ખુલ્લેઆમ ખુશામત કરતા હતા. સાદના અહમ ને પપતા હતા કારણ કે અમેરિકન સરકાર અને અમેરિકન વેપારીઓને સાદત પાસેથી લાભ ખાટવા હતા. આ અમેરિકન પત્રકારો સાદતની નબળાઇને જાણતા હતા. સાદતને કીતિ અને ખુશામતને લોખ હો.... આ ખુશ મત કેટલી હદે થતી હતી તેનો એક દાખલો જુઓ... એક વખત પ્રમુખ વેગને સાદતને કહેલું – “સારું છે કે મારે તમારી સામે ચૂંટણી લડવાની નથી. નહિતર તમારી જેવા ભવ્ય પુરુષની સામે હું હારી જ જાઉં.' એક અમેરિકન રાજપુરુષે ખુશામત કરતાં સાદતને કહેલું: ‘અમારે તમારા ડહાપણમાંથી ઘણું શીખવાનું છે!” આવું કહી કહીને અમેરિકનો સાદતને ઉપયોગ કરતા હતા... મને થાય છે કે એક વખત સાદરે મારી સાથે સારા સંબંધો હતા ત્યારે કહેલું કે - “ટાઇમના કવરપેજ ઉપર નાસરનો ફેટે ચાર વખત છપાયો છે ત્યારે મારો ફોટો છ વખત છપાયો છે.” રાદિત પિતાને એક પવિત્ર રાજા તરીકે ખપાવવા માંડ્યા હતા.”
મેહમ્મદ હયાતે લખેલી તેની ડાયરી ઉપરથી જગતના ઘણા રાજપુરુષોએ ચેતવા જેવું છે. અમેરિકન કે બ્રિટિશ વર્તમાનપત્રો કોઇપણ રાજપુરુષનાં ભારોભાર વખાણ લખે ત્યારે તેમનાં મગજમાં રાઇ ચઢાવતાં પહેલાં જાણી લેવું જોઇએ કે આ બ્રિટિશ કે અમેરિકન 'અખબારે કંઇક મોટો લાભ ખાટવા માટે કે પોતાને જામમાં પાડવા માટે આ બધું કરી રહ્યા નથી ને? પાકિસ્તાનના પ્રમુખ યા દાંખાનની આવી હાલત અમેરિકા અને બ્રિટનના અખબારે કરી હતી.
ભૂલ સુધારે ગતાંક્યાં “પ્રેમળ જ્યોતિ” ની પ્રવૃત્તિને સ્ટોલ માટે દાને મળ્યા છે. તે નામમાં એક નામ શ્રી મનમોહનદાસ ડી. ગાંધી નહિ પરંતુ શ્રી મનમેહનદાસ ડી. સંઘવી વાંચવું.