SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૮૨ સ્વર્ગ વિ.ની કલ્પના કરે છે. પણ જ્ઞાનથી તમે મૃત્યુને પામી નહીં - શકો. જ્ઞાનને, જ્ઞાનના તત્યનો અંત તે મૃત્યુ છે. કદાચ મૃત્યુ જેવું કશું છે જ નહીં. એવું શું છે જે મૃગુ પામશે. દેહ પંચમહાભૂતમાં મળી જશે એટલું જે બાળે તે તેની રાખ ભૂમિને ફળદ્રુપ કરશે. દાટો તો ઈયળકીડા એને ખારો. ડૂબાડશે તો માછલીઓને ખોરાક થશે એક જીવ બીજે જીવ ઉપર નભે છે ને એ રીતે જીવન ચાલુ રહેશે. એ અર્થમાં જીવન રામર (ઈમ્પોર્ટલ) છે. પણ લોકોને માટે મા ભયથી વિશેષ કશું નથી, જય-આ હું ને મરણ પામવું નથી. એક જ વાકયમાં તમારો ઉપદેશ શું એમ કુ. અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હું તમને કોઈ રીતે હાયરૂપ થઈ શકું એમ નથી.” 5. જી, આમ તે સ્વીટઝરલેંડમાં રહે છે ને ત્યાંની ઠંડીથી બચવા આપણા દેશમાં આવે છે. પ્રવચન કરતા નથી ને વાતચીતનું માધ્યમ ઈગ્લીશ હોવાથી આ દેશના સામાન્ય જનથી ચાપુ ને અણજાણ જ રહ્યા છે. આપણી માન્યતાઓના ચોકઠામાં છે. જી. રહેલાઈથી ગોઠવાઈ ન શકે એવા નથી. સમજવા સરળ નથી. આધ્યાત્મિક ખોજમાં અનેક પુસ્તકો, અનેક ગુરુસંત આપને મળે છે. જે. કૃષ્ણમૂતિરો આવી શાસ્ત્રોને, ગુરને, સંસ્થાને છેદ ઉડાવ્ય. યુ. જી. આવી હવે કૃષ્ણમૂર્તિને પણ છેદ ઉડાવી દે છે. રજનીશજી કૃષ્ણમૂર્તિથી શરૂઆત કરી પછીથી એની ઠેકડી પણ ઉડાવી શકે ! જીજ્ઞાસુઓને આખરે તો પોતે જ ર” શેધી કાઢવાનું રહે છે. ત્યારે પણ યુ. જી. તે કહેશે, “પરમ સત્ય જેવી કોઈ વતુ જ નથી.” દૂર અને નજીકના ઈતિહાસના બે પાનાં * p કાન્તિ ભટ્ટ ટિન અને અમેરિકામાં વસવા ગયેલા ભરતી આપણા દેશ સ માટે ભારતના લેખકો કરતાં વિદેશના લેખકો પાસેથી ભારતની ભવ્યતા વિશે વધુ જાણી લે છે. “ઇન્ડિયા ડિસકવર્ડ: ધી એચીવમેન્ટ એક ધી રાજ” નામનું પુસ્તક લંડન ખાતેના ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયાના આયોજન પહેલાં લખાયું હતું. તેમાં ૨૧૭ વર્ષ પહેલાંના ભારતની કેટલીક લખવામાં આવી છે અને ખાસ કરીને કેટલાક બ્રિટિશ વિદ્વાનોએ ભારત વિશે કેવી ઉટપટાંગ વાતે બ્રિટિશ પ્રજા મગજમાં ભરાવી હતી તે “ઇન્ડિયા ડિસકવર્ડ” નામનાં પુસ્તકમાં લખવું છે. આ પુસ્તકની કેટલીક વાતો આ દૂરના ઇતિહાસમાંથી આપણે જાણીશું. ઉપરાંત તાજેતરમાં પ્રમુખ સાદતના ખૂન પછી ઈજિપ્તનાં હિંમતવાન પત્રકાર અને મંત્રી હેયાલને પ્રમુખ મુબારકે જેલમાંથી છોડયા પછી તેણે થોડાક તાજ ઈતિહાસની વાત કરી છે તે આ લેખમાં હું આપવા માગું છું. ઇન્ડિયા સિકવર્ડ:- આ પુસ્તકમાં લેખક જોન કી એ ભારતના કેટલાક જૂના બ્રિટિશ ઈતિહાસકારોએ લખેલી જૂઠી વાતોને ભાંડો ફોડે છે: ૧૭૬૫ માં મેગલ સલતનતના છેલ્લા પાદશાહે બંગાળને વહીવટ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપી દીધો હતો. ૧૭૭૪ માં વોરન હેસ્ટીંગ્ઝને ભારતને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યું હતુંજો કે અત્યારના વિશાળ ભારતના તમામ ભાગ વોરન હેસ્ટઝના વહીવટ નીચે નહોતા છતાં તેને ‘ગવર્નર જનરલ ઓફ ઈન્ડિયા' કહેવામાં આવતા હોરન હેસ્ટીંઝ અમુક દષ્ટિએ ઘણા ખુલ્લા મનવાળે અને ભારતની સંસ્કૃતિને ચાહક હતો. તે ભારતની ભાષાઓ અને ભવ્ય સંસ્કૃતિથી પ્રભાવિત થ હતો અને બ્રિટનથી આવતા દરેક શિખાઉ અંગ્રેજ ઓફિસરને તે ભરતની ભાષાઓ અને રીતરિવાજે શીખી લેવાની ફરજ પાડતો હતો. પણ તે નિષ્ફળ ગયો. કારણ કે જો તે પછીના ૧૨૫ વર્ષ સુધી ભારત વિશે ઘણી અપમાનજનક વાત ઈતિહાસરૂપે અમુક અંગ્રેજ ઈતિહાસકારો લખવા માંડયા હતા. આ ઈતિહાસકારો પૈકીના ‘બદમાશ' ગણી શકાય તેવા ઇતિહાસકાર હતા જેમ્સ મીલ. આ જેમ્સ મીલે ભારતની ધરતી જોઈ નહોતી અને તેને ભરતની કોઈ ભાષાનું જ્ઞાન પણ નહોતું. તે માણસે લંડનમાં બેઠાં બેઠાં “હીસ્ટરી ઓફ ઈન્ડિયા” નામને ગ્રંથ લખ્યો હતો. એ ઈતિહાસ દરેક બ્રિટિશ ઓફિસરોએ ભારત આવતાં પહેલાં વાંચો પડતો હતો. જાણે જેસ મીલ કોઈ ઇતિહાસ નહીં પણ તહોમતનામું લખતો હોય તેમ તેમણે આ ઇતિહાસ લખ્યો હતો: સાથે મેકોલે જેવા માણસે પણ ત્યારે લખેલું કે: “હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જે મુર્ખતાથી ભરેલે છે, નફરત પેદા થાય તેવી વાતે હિન્દુ ધર્મમાં છે અને જગતમાં અધમમાં અધમ કહી શકાય તે આ હિન્દુ ધર્મ છે.” મેકોલેસે વધુમાં લખ્યું હતું કે “સંસકૃત ભાષા સાવ મૂલ્ય વગરની છે અને ઈગ્લાડમાં જે બાળકો માટેની પાઠમાળા છે તેના કરતાં પણ કુલ્લક વાતે સંસ્કૃત ભાષામાં લખાયેલ છે.” આ પ્રકારે હિન્દુ ધર્મ અને સંસ્કૃતનું અવમૂલ્યન કરીને મેકોલે જયારે બ્રિટિશ પાર્લામેન્ટમાં બેલ ત્યારે તે પુરવાર કરવા માગતો હતો કે ભારતની શાળાઓમાં સંસ્કૃત, પર્શીયન અને અરબી ભાષા શીખવવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભાષામાં કંઈ દમ નથી. આ પ્રકારે મેકોલે અને જે મીલના બકવાસને કારણે જે પણ બ્રિટિશ ઓફિસરો ભારત આવતા તેને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉપેક્ષા સેવતા અને ભારતના લોકોને પણ દીન-હીન સમજતા હતા. ઈતિહાસકાર કોઈ દેશને અને તેની પ્રજાને કેવો ન્યાય કરી શકે છે તેના દાખલા આપીને “ઈથી ડીકવ”માં જેમ્સ કી તે સમયના ઈતિહાસકારોના કમાંડને અલ્લું કર્યું છે. બ્રિટનની કે ભારતની લાયબ્રેરી રોમાં જે મીલના પુસ્તક હોય તે હટાવી દેવા જોઈએ. બ્રિટિશ એફિરો ખેટો ઈતિહાસ વાંચીને આવતા હતા એટલે તેનો ભારતમાં પગલું ભરીને સૌ પ્રથમ તો ભવ્ય ઈમારતોને ઉડાડી દેવાની પેરવી કરતા હતા. રેલવે લાઈન નાખતી વખતે બ્રિટિશરોફિટ સરોગે જાણી જોઈને ઉચ્ચ કલાકૃતિવાળ, ચૌતિહાસિષ્ઠ મહેલે રમને ઈમારતોને કોન્ટ્રાકટરો દ્વારા પડાવી નાખી હતી. બ્રિટિશ શાફિરે. કોઈ દેશી રાજ્યની જૂની ઈમારતો રહેવા માટે ભાડે રાખતા ત્યારે ભીંત ઉપર ચીતરેલા ઉત્તમ પિત્રો ઉપર અને લગાવી દેતા હતા. આવા ઘણા ઉત્તમ પેઈટિગ નષ્ટ થઈ ગયા હતા. દાણા હિન્દુ મંદિરોને બ્રિટિશ લશ્કર માટેના કેફીશોપમાં ફેરવી દેવામાં આવ્યા હતા અને એક વખત તો તાજમહાલની એક અટારી ઉપર એક તોછડા બ્રિટિશ ઓક્સિરે બેલડાન્સ ગોઠવવાની ધૃષ્ટતા પણ કરી હતી. ' આ પ્રકારે ભારતની સંસ્કૃતિને ભાંડનારી ઈતિહાસકારોની ટોળી ઉભી થઈ તેવા વાતાવરણમાં ભારતમાં જોન્સ, પ્રીન્સેપ, કનીંગહામ, ફરગ્યુસન, હોજસન અને હેવેલ જેવા ઘણા તટસ્થ વિદ્રાને આવ્યા. તે લોકોએ પોતાની આંખે ઘણી ઉઘાડી રાખી છતાં ઉપરના ઈતિહાસકારોએ તેમના મનમાં ઘણો પૂર્વગ્રહ બેસાડો હતો. એટલે આ વિદ્વાને પણ ભારતની ભવ્યતાના લખાણ પછી લખતા કે ભારતમાં આ પુરાણી સંસ્કૃતિ ભવ્ય તે છે જ પણ ભારતના લોકો આવી મૂલ્યવાન સંસ્કૃતિ રચવા માટે બિલકુલ શકિત ધરાવતા નહોતા અને જે કાંઈ સર્જન થયું તે બધું ભારતીય લોકોએ પરદેશની સંસ્કૃતિમાંથી ઉછીનું લીધું છે કે તફડંચી કરી છે.” એટલી હદ સુધી આ વિદ્વાનો કહેતા કે બુદ્ધ કાંઇ ભારતના નહોતા. બુદ્ધના જન્મ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy