SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૮૨ પ્રબુદ્ધ જીવન ૧૭ + જાણે સંમિશ્રણ થાય છે! ઈદ્રિ ખુબ સતેજ ને સંવેદનશીલ બની એમના ૪માં વરસ પહેલાં અનેક સિદ્ધિને અનુભૂતિ પામ્યા. પણ તે સિદ્ધિને કશું મહત્ત્વ આપ્યું નહિ. માણસને જોતાં વાર જ તેના સમગ્ર ભૂત, ભવિષ્ય, વર્તમાન નજર સમક્ષ જોઈ શકતા, વાસિદ્ધિ પણ આવી. બોલે ને તેવું જ થાય! કુટુંબ સાથે અમેરિકા ગયા. '૬૧ સુધીમાં તિજોરીનું તળિયું સાફ થઈ ગયું. તે સાલમાં જ પિતાની ભીતર એક ભયંકર, દુર્દમ્ય ઉલ્કાપાત અનુભવ્યું. તે પછી ત્રણ વરસ સુધી કશું કરવાનું સૂઝે નહીં એવી મૂંઝવણભરી સ્થિતિમાં રખડયા. મને બળને નકરો અભાવ! અને પછી એકાએક સહેજ અવસ્થા, સ્વાભાવિક અવસ્થાને (નેચરલ સ્ટેટ) પામ્યા. યુ. જી. એ અવસ્થાને એક "કેલેમીટી’ ગણાવે છે. ગુલાબી ખ્યાલમાં કપેલી હોય તેથી તદ્દન વિપરીત આ સ્થિતિ છે. એકાએક જાગે શરીરના કોકોષમાં, જ્ઞાનતંતુઓમાં વિસ્ફોટ થાય છે. આખા દેહના જાણે ભૂભૂક્કા થઈ જાય છે. માથું-મગજ ખીચખીચ ભરાઈ તંગ હોય એવું લાગ્યું. વિચારોને જોડનારી કડી તૂટી ગઈ. દરેક વિચાર (ૉટ) જન્મ ને તરત વિસ્ફોટ પછી વિચારોનું કોઈ સાતત્ય નહીં. વિચાર એક કુદરતી લયમાં વિરમે છે. દેહની રાસાયણિક પ્રક્રિયા બદલાઈ જાય છે. વ્યવહારિક પ્રશ્ન સિવાયના બધા પ્રશ્ન શમી ગયા. યુ.જી. કહે, “મને કયારેય વિચાર નથી આવતું કે હું તમારાથી કે બીજા કોઈથી જરા પણ જુદો, ભિન્ન છું. કારણ અહીં કોઈ બિંદુ કે કેન્દ્ર નથી. પછી ઈન્દ્રિયો (સેન્સીસ) રહે છે પણ તેને સુત્રધાર રહેતો નથી.” તે પછી સાત દિવસ દેહની ઈન્દ્રિયમાં ફેરફાર જણાયો. કેટલાક વખત સ્મૃતિ જતી રહી. ત્વચા એકદમ સુંવાળી થઈ. એટલી સુંવાળી કે ઘઢી કરતા લેડ પણ લસરી જાય! દેહને એક સોનેરી આભા આવી, સ્વાદેન્દ્રિય ને પ્રાણેનિ,યમાં પણ પરિવર્તન થયું. દષ્ટિમાં પણ વિચિત્ર અનુભવ થશે. આંખ સામે ‘ વિવિઝન” જે વિશાળ દશ્યપટ દેખાતે. તેમાંથી વસ્તુઓ તેમના તરફ આવતી દેખાતી ને પિતાનામાંથી બહાર જતી દેખાતી. પાંપણ જાણે ફરકવાનું ભૂલી ગઈ. બહારને અવાજ, કૂતરા ભસવું કે ટ્રેનની વહીસલ સાંભળતા ને એ અવાજ પોતાનામાં નીકળને હોય એવું લાગતું. એક દિવસ એવું લાગ્યું કે પિતાને દેહ જ રહ્યો નથી. પૂછતા, “આ મારા હાથ છે? સેફા પર મારું શરીર દેખાય છે? મારી ભીતરથી કશું એમ નથી કહેતું કે એ મારું શરીર છે.” એક દિવસ ૪૯ મિનિટ સુધી મૃત્યુની પ્રક્રિયામાંથી પસાર થયા. હાથ-પગ ઠંડા પડી ગયા. શરીર જ થઈ ગયું. હૃદયના, શ્વાસના ધબકારા ધીમા પડયા અને એકાએક બધું થંભી ગયું. મૃત્યુને અનુભવ કરનાર પણ ત્યાં ન રહ્યો. પાછા કયારે અને કેવી રીતે ફર્યા તેની સભાનતા નહોતી. આઠમે દિવસે શકિતનો એક પ્રચંડ, રોકી ન શકાય એવો આવેગ અનુભવ્યું. આખું શરીર ફીટ આવતી હોય તેમ ધ્રુજવું. રૂમ, સોફા, આખું વિશ્વ જાગે ધ્રુજી ઊઠયું. દિવસો સુધી આ સ્થિતિ રહી. તે પછી બધું જ બદલાઈ ગયું. શરીરના કોષેકોષ, રાસાયણિક પ્રક્રિયા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, હલનચલન બધું જ. ત્રણ વરસ સુધી આ ચાલવું. ત્યાર પછી એક સહજ અવસ્થામાં હંમેશ માટે રહ્યા. ચેતનાની આ મૂળ, આદિમ, પ્રાકૃત સ્થિતિ છે. “આ સારું, આ ખરાબ” એવું તેલનારું કહેનારું, કેદ્ર જ વિલુપ્ત થઈ ગયું. આખે જુએ, પણ જો નાર કોઈ નહીં. વસ્તુ ઉપર નજર મંડાય પણ તેનું નામકરણ ન થાય. ગાય, ઘેડ ગધેડા નામથી શું ફરક? ઈદ્રિયો પિતાના સ્વાભાવિક લયમાં કામ કરે છે. ઈન્દ્રિયોના સંદેશને અનુવાદ કરનાર, અર્થઘટન કરનાર ત્યાં કોઈ રહેતું નથી. ચેતના પિતાની શુદ્ધ પ્રાકૃત સ્થિતિમાં રહે છે. આ સ્થિતિમાં પાગલ અને શિશુ યુ. જી. કહે, “અહીં સુધી મારી કથા છે. પછી તેમાં કશું ઉમેરાતું નથી. મારી પાસે આવી લોક પ્રશ્ન પૂછે તે ઉત્તર આપું છું. ન આવે તો મારે મન કશે ફરક નથી પડતો. ભાષણો આપતા નથી. લોકોને મેક્ષ આપવાના પવિત્ર બંધામાં હું નથી પડયો. માનવજાત માટે મારી પાસે કોઈ સંદેશ નથી. મારી જાતને હું કોઈ સાથે સરખાવતે નથી. પ્રબુદ્ધ થવા માટેની બધી તરકીબે બકવાસ છે. સજગતા કેળવવાથી માનસિક પરિવર્તન (મ્યુટેશન) સંભવે તે વાત નકામી છે. માત્ર દૈહિક પરિવર્તન જ શકય છે. આ દૈહિક પરિવર્તન કર્યા તે આનુવાંશિક કારણોને લઈને કે કોઈ આકસ્મિક કારણે પરિણમી શકે.” ના સહજ અવસ્થાનો તમે આદર્શ ન બનાવી શકો. એ અચાનક, અકારણ ઘટે છે. તમારી સહજ અવસ્થા બીજાની અવસ્થા કરતા તદ્દન ભિન્ન હશે. કારણ તમે પાને વિશિષ્ટ (યુનિક) છો. એ સ્થિતિ માટે કોઈ અધના, કોઈ મંત્ર, નેત્ર, જપ નથી; બલ્ક એ સી, અને તમારી મુકત થવાનો પ્રયત્ન પણ, એ અવસ્થાને અવરોધે છે. તમારી ચેતનાને પ્રદૂષિત કરે છે. બીજાની સાથે જાતને સરખાવવાનું છોડી તમે જ્યારે તમે જ રહી છે અને સમસ્ત માનવજાતિના બધા સંસ્કારો ને ભૂતકાળ તમે ખંખેરી નાખે ત્યારે એ અવસ્થા સંભવી શકે. તમે જે નથી તે થવાને પ્રયત્ન, જાનનું પરિવર્તન કરવાની બધી મથામણ એ માટે બાધક બને છે. આ અવસ્થા નિર્વિચારની અવસ્થા નથી. નિર્વિચારની ચાવાના નૂતથી નિ:સહાય હિંદુઓને સદીઓથી છેતરવામાં આવ્યા છે. દેહ મડદું ન થાય ત્યાં સુધી વિચારવિહીન દશા સંભવી શકે નહીં. જીવવા માટે વિચારની આવશ્યકતા છે પણ આ અવસ્થામાં વિચારે તમારું ગળું દહૂંટતા નથી. તમે જયારે બધા જ પ્રયત્નોથી થાકીને, હારીને નિ:સહાય થાઓ ત્યારે એ સ્થિતિ સંભવી શકે.” ૫. જી. પૂછે છે, “તમારી ખોજ શાની છે? શું જોઈએ છે તમને? કશું જોઈતું હોય તે પહેલી શરત એ છે કે જે કશાને તમે વળગી રહ્યા છો તે સૌને બેગ બિસ્તરા સાથે ફગાવી . બીજું એ પામવા માટે તમે જે કંઈ કરો છો તે બધું જ બોધક બને છે. તમે હર હંમેશ એ આશામાં જીવે છે કે આજે અહીં તો કાલે, વધુ ને વધુ પ્રયત્નથી એક યા બીજા ગુરુ પાસેથી તમને એ સ્થિતિ પ્રાપ્ત થશે. કોઈ પણ માર્ગ પર તમે (તે માર્ગ ગમે તે હોય) ચાલી રહ્યા હો તો આટલું જાણો કે દરેક માર્ગ તમને ગેરરસતે દોરી જશે. મારી વાતોમાંથી પણ કશું શોધવા જશો તો ભૂલા પડદો. તમને મુકિત આપનાર હું કોણ? શેનાથી ? મોક્ષ જેવી કોઈ વસ્તુ નથી એ જ્ઞાન એ જ મુકિત છે.” એક બીજી જગ્યાએ કહે, “સીગરેટના ખોખા પર મૂકવામાં આવતી જાહેર ખબરની જેમ તમને ચેતવણી આપું છું. ‘કોઈની પણ પાસેથી તમે કશું મેળવી નહીં શકે, કારણ મેળવવા જેવું કશું જ નથી.” આ બધા ગુરુસતો જાણે પોતપોતાના બ્રાન્ડની સિગારેટ વેચી રહ્યા છે. દરેક કહે છે કે પિતાની બ્રાન્ડ શ્રેષ્ઠ છે. ને કૃષ્ણમૂર્તિ આવી કહે છે તેમની સિગારેટ નીકોટીનથી મુકત છે. આ ગુરુઓ જેવા પ્રખર અહંવાદ (ઈસ્ટ) બીજા કોઈ નથી. ધીખનો ધમધકાર ધ છે.” મૃત્યુ વિશે યુ. જી. કહે, “તમે તમારું મૃત્યુ અનુભવી ન શકો. તમારા જન્મ વખતે તમે હતા? જીવન અને મૃત્યુને તમે જુદા ન કરી શકો. સંચિત શાનની ભૂમિકા પરથી અનુ લાવ કરતું તમારું માળખું પિતાના મૃત્યુની કે મૃત્યુ પછીની સ્થિતિને (તેમ જ જન્મ પહેલાંની) ચીનુભવ નહીં કરી શકે. એટલે તે માળનું પુનર્જન્મ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy