________________
૧૪
પ્રબુદ્ધ જીવન
૩. માહનીય કર્મ જેના ઉદયથી જીવ પેાતાના સ્વરૂપને ભૂલી બીજાને પોતાનું સમજી લે છે, તેને મેહનીય કર્મ કહેવાય છે. ૪. અંતરાય કર્મ- જે દાન, લામ વગેરેમાં વિઘ્ન નાખે છે તેને અંતરાય કર્મ કહેવાય છે.
અઘાતી કર્મ: ૧. વેદનીય કર્મ–જે આત્માને સુખ-દુ:ખનો અનુભવ કરાવે છે, તેને વેદનીય કર્મી કહેવાય છે.
૨. આયુ કર્યુ -- જે જીવને નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આમાંથી કોઈ એક ગતિમાં લઈ જાય છે, તેને આયુ કર્મ કહેવાય છે. ૩. નામ કર્મ જેનાથી શરીર અને અંગ અવયવ વગેરેની રચના થાય છે તેને નામ કર્મ કહેવાય છે.
૪. ગાત્ર કર્મ- જેનાથી જીવ ઉચ્ચ કે નીચ કુળમાં પેદા થાય છે અને તેને ગૅત્ર કર્મ કહેવાય છે.
અહિંસાનો વિશ્વના બધા ધર્મોએ સ્વીકાર કર્યો છે. જૈન
ધર્માનું પ્રાણભૂત તત્ત્વ અહિંસા છે. જૈન ધર્મમાં અહિંસાનો સૂક્ષ્મતા અને વિદ્યાથી વિચાર થયો છે. અહિંસામાં, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા વ્રત સમાઈ જાય છે.
હિંસાના બે ભેદ પાડવામાં આવ્યા છે. ૧. ભાવ હિંસા અને ૨. દ્રવ્ય હિસા.
પોતાના મનમાં બીજા કોઈ પ્રાણીને કોઈપણ રીતે કષ્ટ દેવાના વિચાર આવે તે ભાવ હિંસા છે. વાણી અને શરીર દ્રારા બીજા કોઈને કષ્ટ આપવામાં આવે તે દ્રવ્ય હિંસા છે. જૈન ધર્મમાં દ્રવ્ય હિંસાના ચાર ભેદ કરવામાં આવ્યા છે. ૧. સંકલ્પી હિંસા, ૨. વિરોધી હિંસા, ૩. આરંભી હિંસા અને ૪. ઉદ્યોગી હિંસા.
જાણીબુઝીને સંકલ્પપૂર્વક કરવામાં આવે તે સંકલ્પી હિંસા છે. મન, વચન તથા શરીરથી કરવામાં આવે, બીજા દ્વારા કરાવવામાં આવે, કરનારને અનુમોદન આપવામાં આવે તે સંકલ્પી હિંસા છે. જ્યારે કોઈ આ જાણકારી સામે, પેાતાની, પરિવારની, ધન, ધર્મ અને દેશની રક્ષાના હેતુથી હિંસા કરવામાં આવે તે વિરોધી હિંસા છે. સંકલ્પી હિંસા કરવામાં આવે છે. વિરોધી હિંસા થઈ જાય છે. બે વચ્ચેનો ભેદ છે.
પ્રત્યેક વ્યકિતથી ઘરનાં અનેક કામ કરતાં હિંસા થાય છે. ઘરની વ્યવસ્થા, ભાજન, કપડાં ધોવાં, અનાજ દળાવવું, વગેરે કાર્યામાં થતી હિંસા આરંમી હિંસા છે. અહિંસક વ્યકિત એવી રીતે કાર્ય કરે છે કે જેથી એમાં ઓછામાં ઓછી હિંસા થાય. દરેક વ્યકિત પોતાના અને કુટુંબના ભરણપોષણ માટે ધંધા-વ્યવસાયમાં જે હિંસા કરે છે તેને ઉદ્યોગી હિંસા કહે છે. અહિંસક વ્યકિત એવા ધંધા કરે છે જેમાં ઓછામાં ઓછી હિંસા થાય.
આ ચાર પ્રકારની હિંસા ગૃહસ્થ સમુદાય દ્વારા થાય છે. આ બધા સામે સાવધાની રાખનાર વ્યકિત અણુવ્રત ધારણ કરે છે.
હિંસા પર વિજય મેળવવા જે કંઈ સહન કરવું પડે તે માટે તૈયાર રહેવું. આ સિદ્ધાંત પરથી તપસ્યાનો વિકાસ થયો છે. ઈન્દ્રિયો અને મનને જીત્યા વગર અહિંસા જીવનમાં નથી આવતી. એ મેળવવા માટે બાહ્ય વસ્તુઓ અને વિષયોના ત્યાગની જરૂર છે.
જૈન ધર્મમાં આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અપરિગ્રહનો સિદ્ધાંત સ્વીકારાયો છે. અહિંસક દરેક વસ્તુને મમતા નહીં પણ સમતા ભાવે જુએ છે. અહિંસક અપરિગ્રહી હોય છે. આવશ્યકતાથી વધુ સંગ્રહ તે નથી કરતા.
બીજા ધર્મોમાં અહિંસાપાલનનો નિર્દેશ છે, પરંતુ એમાં મનુષ્યને સર્વોપરિ સમજી એના હિત માટે અન્ય જીવાની હિંસા માટે સ્વીકૃતિ આપવામાં આવી છે. જૈન ધર્મમાં એવું નથી. કોઈપણ ગતિના જીવને સુખની આકાંક્ષા છે. કોઈને દુ:ખી નથી થવું. જીવાત કર્યા વગર મનુષ્ય ગતિને સુખ-સુવિધા આપવાનો વિચાર જ જૈનધર્મમાં કરવામાં આવ્યો છે. જેમાં ‘જીવા અને જીવવા દાની ભાવના સ્પષ્ટ છે.
આ રીતે જૈન ધર્મમાં કોઈ એક વ્યકિત કે કોઈ એક વર્ગ નહીં પણ પ્રાણીમાત્રના સુખનો વિચાર વ્યાપક અને ઉદાન રીતે કરવામાં આવ્યો છે.
અનેકાન્ત”માંથી ટૂંકાવીને)
તા. ૧૬–૧–૪૨
માનવજીવન અને સખ [] ગુણવંત ભટ્ટ
“જયારે તારા હ્રદયમાંથી મારા સંબંધોનું ગીત ભૂલાઈ જાય ત્યારે તું મને કહે જે, હું મારા હ્રદયમાં સંઘરી રાખેલા તારા સંબંધના મધુર મધુર ગીતો તને સાંભળાવીશ.”
મારા હૃદયમાં જન્મેલા આ સંબંધના ગદ્ય ગીતે, મને એંબંધ વિશે લખવા પ્રેરણા આપી ને મારા હૃદયમાં ત્યારેઅનેક પ્રશ્નો ઉઠ્યા :
“કયા સંબંધ ચા? સંબંધ કોના સાચો? કોના સંબંધની
લાગણીના બળે આ શરીર, આ મન અને આત્મા જીવે છે?”
–સંબંધ વગર માઙ્ગસ જીવી શકતા નથી- આ સનાતન સત્ય છે! એટલે જ માનવજીવનમાં સંબંધનું મૂલ્ય શું છે એ વિશે થોડું મનોમંથન કરું છું!
પ્રત્યેક માણસમાં બિંધ! સત્યનો, લાગણીનો અને પ્રેમનો આવિર્ભાવ આવતા હોય છે! આ આવિર્ભાવ કયારેક જીવનના છેલ્લા શ્વાસ સુધીના હોય છે, કયારેક તાત્પૂરતો, સ્વાર્થી હોય છે તેા કયારેક થાડા કાળ સુધીના-માહસભર એટલે કે મેહિત આવિર્ભાવ હોય છે!
ઘણાં સંબંધના તો મૂલ્ય અંકાતા હોય છે, પરંતુ સંબંધાના મૂલ્ય અંકાતા હોય એ સંબંધ સાચા હોતા નથી!
જે સંબંધ નિર્વ્યાજ હાય છે, એ જ સંબંધમાં સત્યનો આવિર્ભાવ આવે છે અને એ સંબંધ જ સાચા હોય છે.
ઘણા સંબંધા લાગણીના બંધનથી બાંધેલા હોય છે, પણ સાંસારિક હોય છે! એમાં કોઈકના નિર્વ્યાજ હોય છે, તો કોઈકના લાગણીવાળા હોય છે પણ સ્વાર્થપરાયણ પણ હોય છે. પરંતુ આ સંબંધ લાગણીપ્રેરિત હાવાથી એમાં નર્યો સ્વાર્થ પણ નથી હોતા!
આજે અહીં ‘પ્રેમ સંબંધ'ની પણ વાત કરીએ. પ્રેમની વ્યાખ્યા માણસે માણસે જુદી હોય છે: પણ પ્રેમ-સંબંધમાં સ્વાર્થનું પરિબળ મેટ્' છે!
અહીં એક સત્ય કહેવાનું મન થાય છે: જ્યારે સંબંધને દંભ આદરવા હોય છે, ત્યારે 'પ્રેમ' શબ્દનો પ્રયોગ થાય છે. અને ‘પ્રેમ’ શબ્દ જ એવા છે જેનાથી માણસને છેતરાવાનો અવકાશ વધારે રહેતા હોય છે!
માનવમિ સંબંધોના આવિર્ભાવ આવવાના ચાર તબક્કા છે:
પ્રથમ : બાળવયમાં માણસ જેને પ્રેમ કરે છે, એને સાચે જ પ્રેમ કરે છે—એ સંબંધમાં ત્યના સાચા આવિર્ભાવ હોય છે! લાગણીનું પ્રેરક બળ હોય છે, સંબંધનું બળ સહજ સ્વરૂપ અન્યને પણ નિર્દોષ ભાવે રાચા સંબંધથી ખેચે છૈ!
માનવજીવનમાં પ્રેમ’ના સાચા આવિર્ભાવ હોય છે તો આ અવસ્થામાં હોય છે—આ સંબંધ જ નિર્વ્યાજ હોય છે!
બીજો તબક્કો હાય છે બાળ સુલભ લાગણીઓમાં પસાર થઈને યૌવનકાળમાં પ્રવેશેલા માણસના સત્ય વાત એછે કે માનવ જ્યારે યૌવનકાળમાં આવે છે ત્યારે એનામાં ઘણાં પ્રકારના સંબંધનો આવિર્ભાવ આવતા હોય છે! એનામાં આવતા પ્રેમ, લાગણી અને સંબંધાનું સ્વરૂપ ખોટું નથી હાર્યું પરંતુ એમાં એક તરવરાટ હોય છે, એમાં પરિસ્થિતિ, વિચાર અને સભ્યને વિસારે પાડી છે એવું એક પરિબળ હોય છે. પરંતુ આ કાળમાં એ પરિબળ સ્વાભાવિક આવી જતું હોય છે : જેમ બાળસહજ લાગણીનું પ્રેરક બળ હોવ છે તેવી જ રીતે યૌવનકાળમાં પણ તરવરાટવાળું-યૌવન સહજ