________________
તા. ૧૬-૫-૮૨
પ્રબુદ્ધ જીવન
મૈત્રીકરારને નમૂને આ કરાર તા. . -૧૯૮૨ના રોજ એક બાજુએ
ના પુત્ર ‘અ', ઉં. વ. ' જે હાલ સ્થળે વસે છે. (જેને હવે પછી પહેલા પક્ષકાર તરીકે વર્ણવાશે, અને બીજી તરફ ના પુત્રી કુ. 'બ', ઉ. વ. જે હાલ
સ્થળે વસે છે જેને હવે પછી બીજા પક્ષકાર તરીકે ઉલ્લેખ કરાશે) તેઓની વરો કરવામાં આવ્યા છે.
વળી પ્રથમ પાકાર અને બીજા પક્ષકાર છેલ્લાં વર્ષોથી એકબીજાને ઓળખે છે અને ભૂતકાળના તેમના જીવનની હકીકત જાણે છે તથા વધુમાં તેમણે એકબીજાને તેનાથી પૂરાં માહિતગાર કર્યા છે.
અને વળી, પ્રથમ પક્ષકાર અને બીજા પક્ષકાર એક બીજાં પ્રત્યે ઊંડો સ્નેહ અને ચાહના ધરાવે છે તેમ જ તેમને . અલગ જીવન અને અસ્તિત્વ શક્ય જણાયું છે.
અને વળી, પ્રથમ પક્ષકારે આથી પોતાના શેષ જીવન માટે બીજા પક્ષકાર સાથે બિરાદરી અને મૈત્રીના એક સહયોગી જીવનમાં સંલગ્ન થવાનું પોતાની સ્વતંત્ર ઈચ્છા અને સમજણથી હરાવ્યું છે.
અને વળી, બજા પક્ષકારે આથી તેની સાથે તેના શેપ જીવન માટે સાથીદારી અને મૈત્રીના એક સગી જીવનમાં જોડાવાનું પોતાની મુકત સ્વેચ્છા અને સમજદારીથી નક્કી કર્યું છે.
અને વળી, ઉપર્યુકત ઉભય પક્ષકારોએ વિશ્વારા અને પરસ્પર સંમતિની ભૂમિકા પર, બે પૈકી કોઈ ઈચ્છે ત્યારે અંત લાવી શકાય તેવા, તેમની વચ્ચેની એક મૈત્રીકરારમાં જોડાવાનું તેમની સ્વતંત્ર બુદ્ધિ અને સમજપૂર્વક ઠરાવ્યું છે.
હવે આ કરાર એ હકીકત નિરૂપે છે કે ઉપર્યુકત ઉભય પક્ષકારો આથી નીચે મુજબ શરતો અને નિયમો અનુસાર એક મૈત્રીસંબંધ સ્થાપવા સંમત થાય છે:
૧. આ કારની હસ્તી દરમિયાન પ્રથમ પાર નાગદીય અને બીજી બધી રીતે બીજા પક્ષકારને પૂરી રીતે નિ રાવ કરશે અને તેની સંખળ રાખશે અને તેમના મૈત્રીસંબંધમાંથી જન્મનારાં સંતાનોને પણ નાણાકીય અને બીજી બધી રીતે સંપૂર્ણપણે નિભાવ કરશે અને તેમની સંભાળ લેશે.
૨. આ કરારના અમલ દરમિયાન બીજી પાકાર પ્રથમ પક્ષકાર પ્રત્યે સંપૂર્ણ અને સુવાંગ રીતે વફાદારી દાખવશે અને પ્રથમ પાકોરની સંમનિ વિના બીજી કોઈ વ્યકિત સાથે પરણશે નહિ કે બીજા કોઈ પુરુષ સાથે બીજા કોઈ પ્રક્ષરનો સંબંધ રાખશે નહિ.
3. પ્રથમ પક્ષકાર આથી એ વિશે સંમત થાય છે, સ્વીકારે છે અને બીજા પક્ષકારને ખાતરી આપે છે કે તેમના મૈત્રીસંબંધથી જન્મનારાં સંતાનોને તેની પત્નીથી થયેલાં તેનાં બીજાં બાળકોના જેવા જ વારસાના અધિકારો સાંપડશે.
૪, આ કરારને બે પૈકી કોઈ પક્ષકાર ઈચ્છે ત્યારે ગમે તે સમયે અંત લાવી શકાશે.
કરારમાં ઊતરવાની કબૂલાતરૂપે ઉપર્યુકત બને પક્ષકારોએ નીચે દર્શાવેલા સાક્ષીઓની ઉપસ્થિતિમાં પાનાના હસ્તાક્ષર આપ્યા છે અને નીચે ઉલ્લેખ કર્યા મુજબના સ્થળે અને દિવસે આ કાર પર દસ્તખત કર્યા છે. તા. • -૧૯૮૨.
સ્થળ : અમદાવાદ
જૈન ધર્મની વિશિષ્ટતા ] ડે. મહેન્દ્ર સાગર પ્રચંડિયા [] અનુ. : ગુલાબ દેઢિયા - વિશ્વમાં અનેક ધર્મ પ્રચલિત છે જેમાં વૈદિક, બૌદ્ધ, જૈન, ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે અધિક ઉલ્લેખનીય છે. આ બધા ધર્મોમાં વ્યકિતવિશેષની સત્તાને સ્વીકાર કરવામાં આવ્યું છે. ઈશ્વર, બુદ્ધ, ઈશુ તથા અલ્લાહ વગેરે કોઈ પણ સંજ્ઞામાં એને વ્યકત કરવામાં આવે છે. સંસારના નિર્માણ અને સંચાલનમાં એની ભૂમિકા સર્વોપરિ માનવામાં આવે છે. વિશ્વના બધા જીવાત્મા એ શકિતને આધીન છે, પરંતુ જૈન ધર્મ આ માન્યતાને સ્વીકાર નથી કરતા. જૈન ધર્મ કોઈ વ્યકિત-શકિતની દેન નથી અને સંસારી જીવાત્મા એને અધીન : પણ નથી. જૈન ધર્મ સ્વાધીનતાપ્રધાને ધર્મ છે.
જૈન ધર્મમાં ગુણોની ઉપાસના કરવામાં આવી છે. ગુણોને જ સ્પષ્ટ રીતે ઈષ્ટ માનવામાં આવે છે. પાંચ પ્રકારના ઈષ્ટ પ્રચલિત છે– અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને અધુ. પ્રત્યેક ઈષ્ટ વિશિષ્ટ ગુણોનું સમીકરણ છે. પંચપરમેષ્ઠિ એ માટે જ વંદનીય છે. આઘ મંત્ર નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને જ વંદના કરવામાં આવી છે.
જૈન ધર્મની માન્યતા છે કે પ્રત્યેક જીવાત્મામાં બધા ગુણો હમેશાં અંતર્ગત રહેલા હોય છે. વિવિધ કર્મોને કામ કરી જીવ પિતાનામાં રહેલા એ ગુણો પ્રગટ કરી શકે છે. તે સ્વયં ઈષ્ટ અને પરમ ઈષ્ટ બની શકે છે. પ્રાણી રવયં પ્રભુ બની શકે છે. આ પ્રકારની વ્યવસ્થા કદાચ જૈન ધર્મમાં જ છે. આ રીતે દરેક જીવ પિતાના પતન અને વિકાસને રવાં કર્તા અને ભોકતા છે. - કર્મ સિદ્ધાંતને બીજા ધર્મોએ પણ માન્યતા આપી છે. તેમાં જીત્મા દરેક કર્મ પ્રભુની કૃપાથી કરી શકે છે, કર્મ ફળ પણ એની કૃપાથી ભેગવે છે. જૈન ધર્મમાં જીવ પોતે જ કર્મ કરે છે, કર્મ અનુસાર નિમિત્ત બંધાય છે અને જીવ પોતે તે કર્મનું પરિણામ ભગવે છે. એમાં કોઈની કૃપાની રાત નથી કરવામાં આવી.
મન, વચન અને કાયા રે કર્મના ત્રણ દ્વાર છે. સંસારી આત્મા આ ત્રણે દ્વારા પ્રતિક્ષા કર્મ કર રહે છે. અનાદિ કાળથી જીવને કર્મ સાથે સંબંધ ચાલ્યો આવે છે.
કર્મના બે ભેદ કરવામાં આવ્યા છે. દિવ્યકર્મ અને ભાવકર્મ,
પુગલના કર્મકુલ દ્રચકર્મ કહેવાય છે. દ્રવ્યકર્મના નિમિત્તથી જે આત્માના રાગ-દ્રષ, અશાન વગેરે ભાવ હોય છે તે જ વર્મ કહેવાય છે. દ્રવ્ય અને ભાવ ભેદથી આત્માને જે દુ:ખ થાય છે તથા સંસારચક્રમાં ફેરવે છે તે કર્મ કહેવાય છે.
કર્મોનું એક કલ હોય છે. કર્મ અનંતકાળથી અનંત છે. અનંત કર્મોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઘાતી કર્મ અને અતી કર્મ. જે કમેં જીવતા ગુણોને ઘાત કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ૧, જ્ઞાનાવરણ, ૨. દર્શનાવરણ, ૩. મેહનીય અને ૪. એતરાય- આ ચાર ઘાતી કર્મ છે.
જે કર્મો ગુણોને ઘાત ન કરી શકે તે અઘાતી કર્મ કહેવાય છે. ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ અને ૪. ગે ત્ર- આ અલતી
સંસારના અનંત કર્મો નીચે પ્રમાણે મુખ્ય આઠ કર્મોમાં સમાવેશ પામે છે:
શતી કર્મ: ૧. જ્ઞાનાવરણ કર્મ- જે આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે તે જ્ઞાનાવરણ કર્મ કહેવાય છે.
૨. દર્શનાવરણ કર્મ-- જે આત્માના દર્શન ગુણને ઢાંકે છે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે.
' ' ?