SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રમુખ જીવન બહાદુર વકીલોએ આ નોટિફિકેશનને પડકારવાનું જાહેર કર્યું છે. સંભવ છે નોટિફિકેશન ગેરકાયદેસર ઠરે, કારણકે કોઈ દસ્તાવેજને રન્સ્ટિર થતા અટકાવી ન શકાય. સિવાય કે તેને અનૈતિક ગણીને રજિસ્ટર ન થાય તેથી શું વળવાનું છે? આવા કરાર કાયદાથી બંધ ન થાય, કારણ કે ગેરકાયદેસર જ છે તેને કાયદાથી બંધ શું કરવું? આવા કરારથી સ્રીને અન્યાય થાય છે? સ્ત્રીને ભાળવીને, ફસાવીને આવા કરાર કરાવાતા હોય તો અન્યાય છે. સ્ત્રી જાણીજોઈને, સમજપૂર્વક આવા કરાર કરે તેને શું કહેવું? અભણ સ્ત્રીઓ આવા કરાર નથી કરતી. સ્ત્રીને અન્યાય થાય છે, કારણ કે પુરુષ કરારનો ભંગ કરે તો કાંઈ ઉપાય નથી, પણ સ્ત્રીની સંમતિથી કાર થાય તે અન્યાયની ફરિયાદ કરવાનું કારણ · નથી. કદાચ કોઈ સંજોગામાં પુરૂષને પણ અન્યાય થાય. સ્ત્રી આ તકને લાભ લઈ, મિલકત મેળવી લે અથવા બીજા લાભ ઉઠાવે અને પછી પુરુષને છેાડી જાય તો પુરૂષ શું કરે? આવા કરારનો એક નમૂનો ઈન્ડિયન એકસપ્રેસમાં પ્રકટ થયો છે. તેનો અનુવાદ આ અંકમાં અન્યત્ર આપ્યો છે. નમૂનો જોવા જેવા છે. જેણે ઘડી કાઢ્યો છે તે વકીલેને ધન્યવાદ ઘટે છે. આવા કરારો અંગ્રેજીમાં જ થાય છે! અંગ્રેજીમાં કરવાથી કદાચ તેને ગૌરવ મળતું હશે! કારમાં લખ્યું છે (૧) અમે બન્ને વર્ષોથી પરસ્પરથી પરિચિત છીએ, (૨) પરસ્પરનો પ્રેમ છે, તેથી જુદા રહેવું અશકય છે. (૩) હવે પછી જીવનમર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. (૪) પરસ્પરના વિશ્વાસ અને સંમતિથી આ કરાર કરીએ છીએ તેથી (૧) આ કરાર રહે ત્યાં સુધી સ્રીનું અને બાળકો થાય તેમનું પુરૂષ ભરજીપોષણ કરશે, દેખ માળ રાખશે, (૨) કરાર દરમિયાન સ્રી, પુરૂષને વફાદાર રહેશે, અને પુરૂષની સંમતિ વિના બીજે લગ્ન નહિ કરે અથવા બીજા પુરૂષ સાથે સંબંધ નહિ રાખે, (૩) આ સંબંધથી બળકા થાય તેને પરિણીત સ્ત્રીના બાળકો જેટલા વારસાના અધિકાર રહેશે. (૪) બેમાંથી કોઈ પણ પક્ષ આ કરારને ગમે ત્યા૨ે રદ કરી શકશે. પ્રેમની, વિશ્વાસની, જુદા રહેવાની શક્યતાની વાત બાજુ પર રાખું, આ કરારની કેટલીક ઉઘાડી વિસંગતિઓ જોઈએ. જીવનમર સાથે રહેવાનો નિર્ણય કરે છે પણ ગમે ત્યારે કરાર રદ કરી શકાય. સ્ત્રી-બાળકોનું ભરણ-પોષણ કરવાની જવાબદારી કરાર હોય ત્યાં સુધી જ છે. એ વફાદાર રહેવાનું, પણ પુરૂષની સંમતિ હોય તે બીજા પુરૂષ સાથે સંબંધ રાખી શકે કેટલી ઉદારતા! પુરૂષની વફાદારીનું કાંઈ લખ્યું નથી - તેને તે પત્ની છે અને બીજે ફરવાની પણ છૂટ છે. આ છે પરસ્પરનો પ્રેમ અને વિશ્વાસ, જેથી જુદા રહેવું અશક્ય છે! સંતાનને વરસાહક આપે છે તે ગેરકાયદેસર છે. ખરેખ? વીલાની બલિહારી છે. પરિણીત સ્ત્રી અથવા ગુરૂષ, અન્ય પુરૂષ અથવા સ્ત્રી સાથે સંબંધ રાખે તો િચાર ગાય: હજી આપણા પીનલ કોડમાં પ્રિચાર ગુનો છે. પશ્ચિમના કેટલાય દેશમાં બળાત્કાર કે દગા ન હોય તો વ્યમિચાર અથવા સજાતીય સંબંધો પણ ગુનો નથી. આપણે પણ હવે સુધરેલા થયા છીએ. મિચાર હાય તો પણ સ્ત્રી અથવા પુરૂષ કોર્ટે જતા નથી Permissive Society – સ્વચ્છંદી સમાજ ઉદાર હોય છે. તા. ૧૬-૫-૮ બુદ્ધિમાન પ્રાણી છે. તેનું ઉર્મિતંત્ર અદ્ભુત છે. દરેક વારના મનુષ્યમાં અનંત સ્વરૂપ લે છે. કામ, ક્રોધ, મદ, મેહ, લોભ, તૃષ્ણા, હિંસને મનુષ્યમાં કોઈ મર્યાદા નથી. પણ મનુષ્ય પોતાની જાતનો વિચાર કરી શકે છે. તેની ચેતના પણ અનંત છે. પ્રેમ, કરૂણા, મૈત્રી, ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા – મનુષ્ય, ઉત્કૃષ્ટ કોટિના આચરી શકે છે. તેમાં જ પેતાનું શ્રેય અને કલ્યાણ માને છે. હવે આવા મૈત્રી-કરાર પાછળનું માનસ તપાસીએ. સ્ત્રીપુરૂષનું આકર્ષણ સનાતન છે. કુદરતે પેાતાનો વંશવેલે ચાલુ રાખવા આ પ્રબળ સંજ્ઞા પ્રાણીમાત્રમાં મૂકી છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, મનુષ્ય અને પ્રાણીઓને સામાન્ય છે. શરીરની આ એક ભૂખ છે. મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિમાં લગ્ન નથી. તેની ઋતુ હાય ત્યારે સંભોગ કરે છે. વાતના અંત આવે છે. મનુષ્ય સંભાગવૃત્તિ, કામ-વાસનાનું સ્વરૂપ લઈ વ્યાપક બને છે. માત્ર શારીરિક ન રહેતા, પરસ્પરની વફાદારી અને પ્રેમનું સ્વરૂપ ધારણ કરે છે. મનુષ્ય, સમાજ રચીને રહે છે. અનેક પ્રકાર" સંબંધે બાંધે છે. મિલકત મેળવે છે. વારસા આપવા છે. મનુષ્ય જાણે છે કેકામવાસના અતિ પ્રબળ છે; વિધ્વંસક બને, તેના સંયમ નહિ રાખીએ તો જીવન વેડફાઈ જશે. દરેક સ્ત્રી અને દરેક પુરૂષે હંમેશાં વિચાર કરવાના હોય કે આજે કોની સાથે ચરણું, તો જિંદગીમાં બીજું કાંઈ કરી જ ન શકે. આ જ વિચારે તેનું મન સતત ભરેલું રહે. મન અતિ ચંચળ છે. સંભોગવૃત્તિ અને કામવાસના અનંતસ્વરૂપે ફૂલેફાલે છે. તેની વિકૃતિઓનો તો કોઈ પાર નથી, સજાતીય સંબંધો અને વિશ્તીય સંબંધોના પ્રકારો ગણ્યા ગાય નહિ એટલા છે. માણસે વિચાર્યું કે આ આફતમાંથી બચવું હોય તો સ્વેચ્છાએ સ્વીકારેલ સંયમ અને મર્યાદા એક જ ઉપાય છે. તેથી તેણે લગ્નસંસ્થા ઊભી કરી. પુરૂષ અને સ્ત્રી પસંદગી કરી લે, ગ્રન્થીથી જોડાય અને પછી અન્ય સ્ત્રી અને પુરૂષને ભાઈ-બહેન માને, મનને પાળ બાંધી દીધી. લગ્નને પવિત્રતા અર્પી. લગ્નજીવન સંયમના માગે મોટું પગલું છે, તપશ્ચર્યા છે. એ સદાય સુખરૂપ નીવડે છે એવું તો નથી જ. પ્રયત્નપૂર્વક, સંબંધ કેળવવા પડે છે અને નિભાવવા પડે છે. લગ્નના અનેકપ્રકારો શેાધ્યા. તેમાંથી છૂટવાના માર્ગો શોધ્યા. પણ વિચારવંત માણસ એક વાત સમજ્યો છે કે સંયમ નહિ હોય તો જીવન વેડફાઇ જવાનું છે. કોઈ વખત તેની શકિતની બહારની વાત થાય છે. કોઈ વખત તેની નિર્બળતા તેને પાડે છે. સુખના વલખાં મારે છે. સુત્ર એમ મળતું નથી. કેટલાક કમનસીબ કિસ્સાઓ હોય છે. સહનશકિતને! અભાવ હોય છે. પાયાની વાત એ છે કે પોતાની કામવૃત્તિ ઉપર સંયમ રાખવા. મનની ચંચળતા ઓછી કરવી. એને છૂટો દોર આપશે તો કાબૂની વાત રહેવાની નથી. માણ પડતા આ ખડત રહ્યો છે. સા હવે પવન જો વાય છે. વ્યકિતસ્વાતંત્ર્યને નામે, સુખને નામે, માણસ યમ ગુમાવે છે. સંયમને દમન કહી તેને સ્વીકાર કરે છે. કવિઓ અને લેખકો એને પ્રેમનું રૂપાળ નામ આપે છે. પ્રેમ છે અને હોય તે મોટું સુખ છે, પણ તે અતિ વિરલ છે. તેને નામે ઘણા પાપ થાય છે અને થયા છે. આ મૈત્રીકરારો આપણા સમાજમાં વધતા જતા સ્વચ્છંદનું ચિહ્ન છે. આવા સંબંધો તો છે જ, પણ તેમાં અભિમાન લેવા જેવું નથી. મૈત્રીકરારની વિશેષતા તેની નફટાઈ છે. કરાર કરીને તેમાં લખ્યું છે તેમ પરસ્પરના પ્રેમ અને વિશ્વાસથી જીવનભર નિભાવે તો ઠીક છે પણ કરાર કરનાર જાણે છે કે આવું કાંઈ બનવાનું નથી. કદાચ આવા કરાર કરીને ઉઘાડે બેગ સાથે રહીએ છીએ એવું બતાવીને, સામાજિક પ્રતિષ્ઠા મેળવવાનો ઈરાદો હોય. સમાજ પ્રતિષ્ઠા આપશે તો આ રેલા ફૈલાશે. કેટલાય અસામાજિક વર્તનને આપણે પ્રતિષ્ઠા આપીએ છીએ. સમાજન અણગમો આવા અનિષ્ટને રોકે છે. આશ્ચર્ય છે કે ગાંધીના ગુજરાતમાં અને જૂનવાણી ગણાતા અમદાવાદ શહેરમાં આવી શરૂઆત થઈ. દેખાતી સભ્યતાનીચે કેવી આગ સળગે છે તેનો આપણને ખ્યાલ નથી. તા. ૯-૫-૧૯૮૨ 1
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy