________________
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ માંક:૨
બુદ્ધ જીવ
વર્ષ ૪૬:
મુંબઈ ૧૬ મે, ૧૯૮૨, રવિવાર વાર્ષિક લવાજમ ૧. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાકિ છૂટક નકલ ા. ૧-૦૦
તત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
**
Regd. No. MI. By/South 54 Licence No. : 37
મૈત્રીકરાર
ચીમનલાલ ચકુભાઇ
એ. ભાઈએ મને કહ્યું કે મૈત્રીકાર વિષે મારે કાંઈક લખવું. પહેલાં તેમ થયું કે શું લખ્યું, આમાં લખવા જેવું ય શું છે? પછી થયું કે જે બાબત આટલા ઊંધા ઉહાપોહ થયા છે અને સમાજ" જીવનને સ્પર છે તે સંબંધે મારા વિચારો દર્શાવું.
સ્ત્રી-પુરુષ સંબંધના ઘણાં પ્રકાર છે. (૧) લગ્નથી જોડાયેલ— આમાં પણ ઘણાં બધા પ્રકાર છે પણ તેની વિગતમાં નથી ઊતરતા. (૨) પરિણીત પુરુષ (પત્ની હયાત હોય) અને અપરિણીત, એટલે કે કુંવારી, વિધવા, ત્યકતા- પતિએ છેડેલ અથવા તો પિતને છેડેલ અને છૂટાછેડા લીધેલ હોય, એવી શ્રી. (૩) અપરિણીત એટલે કે કુંવારા, વિધુર અથવા છૂટાછેડા લીધા હોય એવા પુરૂષ અને પરિણીત (પતિ હયાત હોય) તેવી સ્ત્રી. (૪) સ્ત્રી-પુરૂષ બન્ને પરિણીત એટલે કે, એકના પતિ અને બીજાની પત્ની હયાત હોય. (૫) ઉપર જણાવ્યા પ્રમાણે બન્ને પરિણીત નંબર બે, ત્રણ અને ચારમાં જણાવેલ સ્ત્રી-પુરુષ વર્તમાન હિન્દુ કાયદા પ્રમાણે લગ્ન કરી શકતાં નથી છતાં પતિપત્ની તરીકે સાથે રહેલું છે. પાંચમાં જણાવેલ શ્રી અને પુરુષ લગ્ન કરી શકે છે છતાં કરવા નથી અને પતિ-પત્ની તરીકે સાથે રહે છે.
સ્ત્રી-પુરુષ સંબંધનો એક છેલ્લા પ્રકાર છે, જેમાં એક શ્ર અનેક પુરુષો સાથે સંબંધ રાખતી હોય અને એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હોય. આવા પ્રકારના સંબંધને અહીં વિચાર કરવાની જરૂર નથી,
અત્યારે અમદાવાદમાં જે મૈત્રીકરારો થાય છે તેમાં મુખ્ય મુદ્દો એ છે કે એક સ્ત્રી અને એક પુરૂષ કાયદેસર લગ્ન કર્યા. વિના પતિ પત્ની તરીકે સાથે રહે છે. ઉપર જણાવેલ નંબર બે, ત્રણ, ચાર અને પાંચમાંથી કોઈપણ પ્રકારનો આ કહેવાતા મૈત્રીકરારના હોઈ શકે. પણ મારી માહિતી મુજબ મોટેભાગે એ નંબર બેએટલે કે પરિણીત પુરૂષ અને અપરિણીત સ્ત્રીના હોય છે. પણ નંબર ત્રણ, ચાર અને પાંચના પ્રકારો શકય છે અને આપણી “પ્રગતિ” થાય તો એવા મૈત્રીકરારો પણ અસંભવ નથી,
સહતૉંત્રી : રમણલાલ ચી. શાહ
**
સામાન્ય રીતે એક સ્ત્રી અને એક પુરૂષ શરીર સંબંધ રાખવાના ઈરાદે સાથે રહેતા હોય તો લગ્ન કરે. લગ્ન,એ સ્ટ્રીપુરુષ સંબંધનો સર્વસ્વીકૃત નિયમ છે. પણ નંબર બેથી પાંચમાં જણાવેલ પ્રકારના સંબંધો સમાજમાં ઓછાવત્તા પ્રમાણમાં હોય જ છે. સમાજ, મોટે ભાગે તેની નિંદા કરે છે, કયાંક પ્રશંસા પણ કરે છે અને છેવટ સુહી પણ લે છે. સમાજ જેમ વધારે “સુધરેલા” થતો જાય છે તેમ આવા સંબંધો વધતા જાય છે અને સમાજની સહિષ્ણુતા
ઉદારતા પણ વધતી જાય છે. પશ્ચિમના દેશોમાં આવા સંબંધો ખૂબ ફૂલ્યાફાલ્યા છે. આવા 'સંબંધો માટે કોઈ “કરાર”ની જરૂર નથી. આવા કરારની કોટીની પણ કિંમત નથી. જે કાગળ ઉપર લખાય છે તે કાગળ જેટલી પણ કિંમત તેની નથી, તે પછી આ મૈત્રી કરારનું તૂત કર્યાંથી જાગ્યું અને તેના આટલા બધા વિરોધ અથવા ઉહાપોહ કેમ છે ?
આવા મૈત્રીકરારી વકીલા મારફત થાય છે. સ્ટેમ્પ પેપર ઉપર અને તેને રજીસ્ટર કરાવે છે. આવા વકીલે પણ જાણે છે કે આ કરાર એક ચિથયું છે. તેની અનૈતિકતા છેાડી દઈએ, પણ તેમાં કાંઈ કાયદેસર નથી એ જાણવા છતાં આવા કરારો ગંભીરપણે કેમ થાય છે અને વકીલા શા માટે કરી આપે છે? કરારનો અર્થ એ છે કે કોઈ પક્ષ તેનો ભંગ કરે તો કોર્ટ મારફત તેનો અમલ કરાવી શકાય. આવા કરારો કરી આપનાર વકીલા કદાચ તેની મોટી ફી લેતા હશે, નહિ તો આવે! ધંધો કોણ કરે ? કેટલાક વકીલા આવા કરારનો બચાવ પણ કરતા થઇ ગયા છે. સ્ટેમ્પ પેપર ઉપર, સારા કાગળ ઉપર, ટાઈપ કરીને, વકીલો પોતે કદાચ સાક્ષી કરતા હોય અને પછી કિંમતી દસ્તાવેજ હોય તેમ 'રજીસ્ટર કરાવી આપે એટલે આ કરારને પ્રતિષ્ઠા મળે અથવા કરાર કરવાવાળા તેમ માની લે, વકીલાની આ કાંઈ નાનીસૂની “સેવા” નથી.
ઉપર જણાવેલ નંબર બે થી પાંચના પ્રકારના સ્ત્રી-પુરુષ સંબંધા લગ્ન બહારના સંબંધા કહેવાય. Extra-Marital relationship" પ્રેમ કહીને તેની પ્રશંસા થાય, વ્યભિચાર કહીને તેની નિદા થાય, વર્તમાન સંજોગામાં અથવા તે તે સ્રીપુરુષોનાં વ્યકિતગત સંજોગેા લક્ષમાં લઈ, તેને અનિવાર્ય ગણી, તેનો બચાવ થાય.
આવા કરારની વિશેષતા એ છે કે આ લગ્નબહારના સંબંધાને મૈત્રીકરારનું સ્વરૃપ આપી ઉઘાડું દેગ તેવા સંબંધની જાહેરાત થાય છે. રજિસ્ટર કરાવવાની મતલબ પણ એ જ છે કે વ્યાપક જાહેરાત આપવી. મૂળ કરાર ગુમાઇ જાય તો પણ તેના પુરાવા રહે. એમાં રહેલી હિંમત, ધૃષ્ટતા કે નફ્ફટાઈ–આ મૈત્રીકરારની વિશેષતા છે. આવા સંબંધો તો સમાજમાં છે જ પણ તેની કાંઈક શરમ હતી. આ મૈત્રીકરારનો વિરોધ થાય છે તે પણ તેમાં રહેલી નફ્ફટાઈને કારણે, એમ લાગે છે કે હવે તો હદ થાય છે.
કેટલીક મહિલા–સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ મૈત્રીકરારનો વિરોધ કર્યો છે, એમ કહીને કે તેમાં સ્રીને બહુ જ અન્યાય થાય છે અથવા થવા સંભવ છે. આવા કરારોને રજિસ્ટર થવા ન દેવા અથવા કાયદો કરી બંધ કરવા એવી માગણી થાય છે. એવું સાંભળ્યું છે કે ગુજરાત સરકારે જાહેર દબાણને વશ થઈ, આવા કરાર રજિસ્ટર ન કરવા નોટિફિકેશન બહાર પાડયું છે. કેટલાક