________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૨
(
ગાલિબની ફૂલપાંખડી
[] હરીન્દ્ર દવે
મજે - સરાબે - દતે વફીકી ને પૂછે હાલ
હર જર્ચ : મિશ્લે- જોહરે તેગ આબદાર ધા.
આ પંકિતને વાગ્યાઈ તો બહુ સરળ છે: “વફાદારીના રણના મૃગજળના તરંગની હકીકત મને ન પૂછો. પ્રત્યેક રજકણ તલવારના જોહરની માફક પાણીદાર હતું.'
પણ એને અર્થ હૃદયને વલોવી નાખે એવે છે.
જીવનમાં સાચે પ્રેમ કે સાચી મૈત્રી વિરલ જ છે. જેને આપણે સાચો પ્રેમ કે સાચી મૈત્રી માની બેઠા હોઈએ એ સમય આવતા, કસોટીએ ચડતા મૃગજળ બની જતા હોય છે. મૃગજળને અર્થ માત્ર આભાસ એવો તો શહેરના લોકો જ કરી શકે. જળ માનીને દોડેલા મૃગ માટે તો જળના સ્થળે વાગેલી રણની રેતીને વીંધી નાખે એવો જે અનુભવ થયો હોય છે, તે શબ્દ કૉલમાં સ્થળ કયાંથી પામી
તો કાંઈ નહીં, શોકના મરશિયા ગવાશે તો પણ ચાલશે.
બહુ સરળ રીતે કવિએ વેદનાને વાચા આપી દીધી છે. કંઈક બનવું જોઈએ. કશું નથી બનતું એને થાક છે. કાં આ પાર, કાં એ પાર, એવું કંઈક બનવું જોઈએ. પ્રતીક્ષા આમ તો સુખની જ હોય છે. પણ એક તબક્કો એવો આવે છે કે જ્યારે આ પ્રતીક્ષાની #ાણ લાંબાય છે એ કરતા કંઈક અણગમતું પણ બની જાય તો સારુ
એવું માનવાનું મન થઈ જાય છે. - ઘરની શોભા, ઘરની રોકન જેના પર નિર્ભર છે એવી એક ઘટના કયારેક લગ્નનાં ગીત લાગતી હતી; હવે વરની પાલખીને બદલે જનાજે નીકળે તે પણ ચાલશે. સુખની ક્ષણ કે દુ:ખની કાણ - એ બંને આખરી સંદર્ભમાં એક સરખી નિરર્થક છે. એ બંનેથી આગળ માણસે જવાનું છે.
ઈને આબલોસે પાંવ કે ઘબરા ગયા છે મેં,
જી ખુશ હુઆ હૈ રાહકો પુરખાર દેખ કર. વેદનાના માર્ગ પરનું પ્રથમ પગલું દુ:ખદ હોય છે. પણ વેદના ઘેરી બને છે, એમ વ્યકિતનું ખમીર પણ પખાનું આવે છે. પગમાં ફરફલા પડી જશે એટલું બધું ચાલવું પડયું. એ પણ તાપથી દઝાડતા સંસારમાં અડવાળા પાયે, પગયાંમાં ફોલ્લા ઊઠી ગયા, એ જોઈ, કવિ કહે છે, હુ ગભરાઈ ગયો હતો.
પણ પછી કવિ આગળ જુએ છે, તો રસ્તો કંટકથી ભરપૂર છે. કંટકો ફલ્લાને વાગશે અને ફોલ્લા ફટી જશે. દર્દ મળ્યું, અને દર્દનાક ઈલાજ પણ ભગવાને આપ્યો. આ જોઈને મને રોજી થઈ ગયું છે.
ફોહલાઓ જોઈને તો ગભરાઈ જવાયું હતું કારણ કે વેદનાને પશે ઉઠાવાયેલું એ પ્રથમ ચરણ જ હતું. માત્ર હવે કંટકો પણ આવી મળ્યા.આ જે કવિએ કહ્યાં છે ને કે ‘દર્દ કા હદસે ગુઝરના હૈ દવા હો જાના':દર્દ હદથી વધી જાય એટલે દવા બની જાય.
- કવિ બીજી પંકિતમાં એ મૃગજળ કેવાં છે એ કહે છે: એ કહેવા એક ધારદાર ઉપમાનો આશ્રય લે છે. એ કહે છે કે આ મૃગ જળના પ્રત્યેક ૨જકણમાં તલવારના જોહર જેવું પાણી છે. આબદાર તલવારની માફક આ સ્મરણ ૨જકણ પણ જનોઈવઢ ઘા કરી શકે, એવા હોય છે!
અહીં ‘આબદાર’ શબ્દ ઘણો સૂચક છે. પાણી પાણી ઝંખતા રણના પ્રવાસીને માટે મૃગજળના તરંગોમાં રહેલું હરેક રજકણ પાળીદાર તે મળે છે. પણ એ પાણી જીવનને પોષતું નથી. એ તો તલવારનું પાણી છે. તલવારની ધાર જેવું સંહારક છે.
એક હંગામેં પે મોકૂફ હૈ ઘરકી રોનક ને હા- એ - ગમ હી સહી નગ્ન-એ- શાદી ન સહી.
આ ઘરની રોનકના આધાર એક ઘટના પર છે. આ રોનકને ટકાવી રાખવા માટે કંઈક બનવું જોઈએ. લગ્નના ગીત ન ગવાય
પશ્ચિમનું સંસાર દર્શન.. | લુહારે, જંતુનાશક દવા છાંટનારા, ટેલિવિઝન રિપેર કરનારા અને મૃત માણસનો નિકાલ કરનારાની સેવાને સમાવેશ થાય છે. લંડનમાં એક પુસ્તક વિક્રેતા આઉટ ઓફ પ્રિન્ટ થયેલા પુસ્તકોની નકલો વેચવા ૨૪ કલાક દુકાન ખુલ્લી રાખે છે.” - છેલ્લા ૨૦ વર્ષથી આ રાતના રાજઓની ઉજાણી અને ઉત્પાદન ચાલે છે. પહેલાં ઘુવડને જ રાતે જુગનારું પ્રાણી કહેતા હતા. કદાચ ઘુવડે રાત્રે સૂતા હશે, પણ વિશાળ માનવ સમુદાય રાત્રે સૂતી નથી. શરૂઆતમાં તો ઔદ્યોગિક ઉત્પાદન માટે રાત્રિ જગરણ થનું. | હતું, પણ હવે મનોરંજન માટે રેસ્ટોરાં, હોટલ, નાઈટકલબ અને જગોરખનાં ખેલ રહે છે. ઘણા લોકો સવારે ફરવાને બદલે હવે મોડી રાત્રે ફરવા નીકળે છે. રાત્રીમાં જેટલી શાંતિ મળે છે તે વહેલી સવારે પણ મળતી નથી. જુવાનને રાત્રે લાગે છે કે શરીરમાં તે રાતના રાજ છે. ઘર વગરના લોકોને પણ રાતને સમય રાહતને અમય લાગે છે. ઘણા શરમાળ લાકે પણ રાત્રે જ બહાર નીકળે છે. કે રાતપાળીનું કામ પસંદ કરે છે.”
.. પરંતુ દિવસે જ કામ કરનારા માણસને રાતપાળીમાં કામ કરનારા વિશે બહુ વિચાર ૨ાવતા નથી. એવું બને છે કે નીરાલા સતરના લોકોને જાગવું પડે છે. અને ઉપલા દરજજના લોકો રાઈ જાય છે. ત્રીરને ૧૧ વાગ્યા સુધી છાપાની કચેરીમાં બેસે છે. ઉપનેત્રી કે રિપોર્ટરો રાતને ૧ વાગ્યા સુધી બેસે છે. હેકટરે ઉંધી જાય છે, પણ નરને રાત્રે ગવું પડે છે. જે નાનકડી ફરિયાદ માટે
.. •• . નવમાં પાનાથી ચાલુ ડોકટરને જગાડીને દર્દી પાસે જવાનું કહેવાય તે હેકટર ગુજસે થાય છે.”
“રાત્રિમાં કામ કરનારાનું માનસ પણ થોડું જ હોય છે. રાત્રે કામ કરનારા રાતપાળીના મજૂરો વધુ સહનશીલ હોય છે. એ લોકો વધુ મુકિતને ભાવ અનુભવે છે. બીજી રીતે રાત્રિના સમય વધુ હિંસક રસને ભયજનક હોય છે. શેરીઓમાં વધુ હિંસા થઈ શકે છે. પહેલા જ્યારે લંડન કે પેરિસની શેરીઓમાં ગેસની બત્તીમાં નહોતી ત્યારે ફાનસ લઈને નીકળવું પડતું. આવાં ફાનસ લઈને ચાલનારા ભાડેથી મળતા હતા. તેને “લીંકાય” કહેવામાં આવતા હતા. કેસમાં ફાનસ પકડનારાને ફેલોટ” તરીકે ઓળખવામાં આવતા હતા. અત્યારે ફાનસને બદલે કંઈક હથિયાર લઈને નીકળવું પડે છે. રાત્રિના ૨Iધારામાં જે ગુનેગાર ન હોય. તે અજાણ્યા સાથી સાથે વધુ મૈત્રીભાવ રાખે છે.”
“યુરોપમાં કે અમેરિકામાં રાતપાળીનું કામ કરવું તે કેટલાક માટે હલકું કામ છે. એશિયાથી કે બીજા દેશથી આવેલા લોકો માટે ભાગે રાતપાળીનું કામ કરે છે. અમુ આયોજન કરવું, નિર્ણય કરવા, મેનેજમેન્ટ કરવું વગેરે કાર્યો દિવસના થાય છે, પણ ખરેખર મજૂરીનું કામ રાત્રે થાય છે. રાતપાળી કામ કરનારા તેમના શરીરની અતિરિક વ્યવસ્થામાં ગરબડ પેદા કરે છે. હૃદયના ધબકારા, શરીરનું તાપમાન અને હોર્મોનનું નિર્માણ વગેરે ગરબડમાં આવી જાય છે. પછી રાતપાળીઓ બદલાતી હોઈને તે ગરબડ વધે છે.”
માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
| મુંબઈ - ૦૮૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.