________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૨
બીજાઓનાં દુ:ખ-તકલીફ આપણા પર લઈ લેવા માટે આપણે કલ્પના કરવી કે એ બધું કાળા ધુમાડાના રૂપે ચારે તરફથી આપણી અંદર ઊતરે છે અને અભિપ્રીતિના આપણા વલણને નાશ કરે છે અને પછી બદલામાં આપણે આપણામાં જે કોઈ સગુણા, આનંદ હોય તે તેમને આપીએ છીએ, એવી ભાવના કરવી. સાથે આની સફળતા માટે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના પણ કરવી, એ માટે આપવા શી? વિવિધ ભાગોમાંથી 6 જલ પ્રકાશ બહાર ફરી સર્વ જીવેને અજવાળે છે તેવું દશ્ય કલ્પ. વિચારને અસરકારક બનાવવા. આ પ્રમાણે વારંવાર કરવું.
કમિક ક્રિયા અત્યાર સુધી આપણું એકમાત્ર લક્ષ આપણા જ સુખ પર રહેલું હોવાથી, બીજાઓની તકલીફ પોતે લઈ લેવાની હૃદયપૂર્વક ભાવના ભાવવાનું જરા મુશ્કેલ લાગશે. આથી શરૂઆતમાં આપણને આજે, આવતી કાલે, પછીના જન્મમાં પડનારાં દુ:ખને સ્વીકાર કરવું જોઈએ. ‘આપવા અને લેવાની ક્રિયામાં બીજાં નાં દુઃખ આપણા પર લઈ લેવાને ઉદ્દેશ છે, પણ તે માટે મનને કેળવવા પહેલાં પોતાનાં, અત્યારનાં દુ:ખોને સ્વીકારવાં જોઈએ. તેને અભ્યાસ થયા પછી બીજાના દુ:ખે આપણે લઈ શકીએ.’
શરૂમાં આ રીતનું ધ્યાન કરવાનું અઘરું લાગશે, પણ કમે ક્રમે આપણા હૃદયમાંથી આપોઆપ જ, બીજાનાં દુ:ખે લઈ તેમને આનંદ આપવાની શુદ્ધ ઈચ્છા ઊંડાણમાંથી પ્રગટ થશે. શ્વાસ અને ઉર છવાસની સાથે આ ભાવ જોડવાથી ક્રિયા સરળ બનશે. પહેલાં શ્વાસ અંદર લેવાની સાથે સર્વ જીવોની યાતનાઓ કાળા ધુમાડાના રૂપમાં આપણી અંદર પ્રવેશતી, આત્મસાત થતી અનુભરવી. પછી ઉચ્છવાસના રૂપમાં સર્વ જીવે ભણી આનંદના રૂપમાં તેજસ્વી પ્રકાશ આપણામાંથી વહેતા અનુભવો. -
કોઈક વાર આપણને શંકા થાય કે આવું કરવાને અર્થ શું છે? એની જીનાં દુ:ખ કોઈ દૂર થતાં નથી કે કશું બદલાતું નથી. પણ આ આપવાને લેવાની પ્રક્રિયામાં મુદ્દાની વાત એ છે કે એથી બીજાઓને ફાયદો થાય કે ન થાય, આપણા પોતાનું મન વિકાસ પામે છે ને એમ કરતાં તે પૂર્ણ અનુકંપાથી યુકત, શાણપણ વાળું અને રામર્થ બનતાં સંપૂર્ણપણે પ્રબુદ્ધ બને છે અને ત્યારે ખરેખર જ આપણે દુ:ખી જીવોને સહાય કરી શકીએ છીએ.'
ત્રણ વિષ: ત્રણ ગુણ સાંસારિક જીવે વસ્તુઓ પ્રત્યે ત્રણ રીતે જુએ છે. ગમતી વસ્તુઓ પ્રત્યે આસકિત અને ઈરછાના વિષથી, ન ગમતી વસ્તુઓ પ્રત્યે અણગમે કે નફરતના વિષથી અને તટસ્થ વસ્તુઓ પ્રત્યે તેમનાં રાચું સ્વરૂપ કે શૂન્ય સ્વરૂપ વિશેના અજ્ઞાનના વિષથી.. આપણા ધ્યાનમાં જીવોના આ ત્રણે વિષ આપણી પર લઈ લેવાની કલ્પના કરવી જોઈએ કારણ કે તે જ સર્વ દુ:ખનું મૂળ છે. આ ત્રણ ખેટાં વલણની જગ્યાએ આપણે ત્રણ સાચી બાબતે મૂકવી જોઈએ: આસકિત રહિતતા, આક્રમણ-રહિતતા, અશાનઃ રહિતતા.
આપણે “આપવું અને તેની કિયાને ગંભીરપજે અભ્યાસ પાડીએ તે આપણે માટે હાનિ કે દુ:ખ ભાગ્યે જ આવશે અને
વગે તે તેનો સાર કરી શકીશું અને એનું ઊંડું કારણ ભૂતકાળનાં અગ્ય કર્મોમાં છે એમ સમજી એનું મુકિતપથમાં રૂપાંતર કરી શકીશું. આમ બધાંનાં દુ:ખે આપણે લઈ લેવા અને તેમને અનુકંપા, સમજ વગેરે ગુણ આપવા તે બે ઉપર ઊડવા માટેની સમર્થ પાંખે છે. આ કેવળ આપણી કલ્પનામાં ન રહેવું જોઈએ, પણ સંયોગે આપણને બીજાને સહાય કરવાની તક આપે ત્યારે આપેઆપ આપવાથી તેવી સહાય થવી જોઈએ. આપણા ધ્યાનને
આપણે રોજનાં કાર્યોમાં ન ઉતારીએ તે આપણે દંભ અને આત્મ વંચના કરીશું.
ફરી ફરી સ્મરણ આપણા મનને આપણે એગ્ય રીતે કેળવી રહ્યાં છીએ કે કેમ એ વિશે આપણે સતત જાગૃત રહેવું જોઈએ. આપણાં ખોટાં વલણ ઉદ્ ભવે ત્યારે કાળજીથી તે સમજવાં જોઈએ અને ગ્ય વિચારોને ઓળખવા જોઈએ જેથી તેને પૂર્ણ ઉપયોગ કરી શકાય. આપણે એક પત્ર લખવાનું હોય ને ફરીફરી જાતને યાદ આપ્યા કરીએ તેના જેવું આ છે.
બધી દિશાઓમાં આ સૂચનાઓનું પાલન આપણે ઊંઘતાં હોઈએ, જમતાં હોઈએ, ચાલતાં હોઈએ કે ધ્યાન કરતાં હોઈએ, હંમેશાં આનંદ આપવાની દુ:ખે લઈને લેવાની ક્રિયાને આપણે અભ્યાસ કરવાનું છે. બીજું કાંઈ કરીએ કે નહિ પણ શ્વારા તે લેતાં . મુકતાં હોઈએ જ છીએ તે તેની. સાથે આપણે આ ધ્યાન જોડી દઈ શકીએ.'
દરેક કૃત્ય પાછળ ખરે હેતુ ધ્યાનમાં રાખવા જોઈએ. દાખલા તરીકે આપણું જમવાનું કેવળ ભૂખ કે સ્વાદ સંતોષવા નથી, પણ આ કૃત્ય પણ બીજાને આપવાની ક્રિયા બની શકે એમ સમજી એટલા માટે ખાવું કે શરીરમાં શકિત જળવાઈ રહે જેથી આપણે સહાય કરવાને શકિતમાન થઈએ. આમ ખાવું તે પણ ધ્યાનને ભાગ બની શકે છે. હકીકતમાં આ પ્રમાણે મૂળ હેતુને વિચાર કરવાથી બધાં જ રોજિંદા કાર્યો અર્થપૂર્ણ બને છે.
આપણે યુવાન અને તંદુરસ્ત હોઈએ તે, આપણી શકિત આપણે આંતરિક વિકાસ માટે વાપરવી જોઈએ જેથી આપણે કોઈક દિવસ ખરેખર જ બીજાને મદદ કરવાની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. ધ્યાન કરવાની તક મળે તો નકામી પ્રવૃત્તિમાં સમય ન ગાળવો જોઈએ. આ સૂચનાઓનું આપણે હૃદયપૂર્વક, નિષ્ઠાપૂર્વક પાલન ન કરીએ તે આ વાં-સાંભળ્યું એ સમયને વ્યય છે. (1 avut 'Advice From A Spiritual Friend લેખક: Geshe Rabten અને Geshe Ngawang Dhargyey : પુસ્તકનાં પ્રથમ બે પ્રકરણોને આધારે લખાયા છે. વધુ જિજ્ઞાસા ધરાવનારને આખું પુસ્તક વાંચવા ભલામણ છે. ધ્યાન વિશે ઘણું પ્રાફિક માર્ગદર્શન તેમાંથી મળી રહેશે.)
સાભાર સ્વીકાર (૧) હિમાલયની તીર્થયાત્રા-લે. નવનીત પારેખ, બાલગેવિંદ અંબાણી પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. કિં. રૂા. ૧૨
(૨) આનંદઘન એક અધ્યયન-લેખક અને પ્રકાશક: કુમારપાળ દેસાઈ, ચંદ્રનગર સેસાયટી, જયભિખુમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૭. કિ. રૂ. ૩૫
૩) જનની (એક શેકપ્રશસ્તિ - લે. રતુભાઈ દેસાઈ, પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, પાર્વતી, હનુમાન રોડ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૫૭. કિં. રૂ. ૧૦.
(૪) શ્રી ભદ્રંકર પ્રવચન સુધા- અવતરણકાર અને સંપાદકકપૂરએદ રણછોડદાસ વારૈયા, ગરાવાડી, વારંવા સદન, પાટિતા ણ૩૬૪ ૨૭. કિં. રૂ. ૪.
(૫) શ્રાવકે અને શ્રાવિકાઓની પ્રતિક્રમ-લે. પ્રે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, સંપાદક અને વ્યવસ્થાપક: ચારાકી પશેદેવસૂરિશ્વરજી મહારાજ, પ્રકાશક : પનાલાલ લાલ શુદ, રાવપુરા, કોઠીપળ, નંદકુંજ, વડોદરા કિં. રૂા. ૬.