________________
પ્રબુદ્ધ જીવન
૨૩૮
આપણે ચેતના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો જણાશે કે મન પણ એક ખાલી વસ્તુ છે ને તે સ્વતંત્રપણે હસ્તી ધરાવતું નથી.
એક મહેમાન જેમ બહારથી આવે છે તેવી રીતે મન કર્યાંયથી આવેલું નથી કે કશે જવાનું નથી. તેને રૂપ કે રંગ નથી કે કોઈ નિશ્ચિત સ્થાન નથી. એ માત્ર બે બાબત પર અવલંબે છે – દશ્ય પદાર્થ અને દષ્ટા અને આ દષ્ટા એટલે ઈન્દ્રિયોના પૂંજ. આ રીતે મનનુંલગાતાર વલાકન કરવાથી જણાશે કે 'મન કાંઈ એવી બાબત નથી જેને અલગ પાડીને ઓળખી શકાય કે પકડી શકાય. છતાં તે છે તે ખરું જ અને તેથી આપણે એને ધ્યાન માટે પ્રયોજી શકીએ
છીએ.
૩. શૂન્યતાની ભીતર
બહારની ઘટમાળ અને ધ્યાન કરતી ચેતના પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી આપણે શૂન્યતાની ભીતર જેઈ શકતી એક અતિષ્ટિ મેળવવાની છે. શૂન્યતાના પણ એક આધાર હોય છે, દાખલા તરીકે આ પૃષ્ઠ કે કોઈ પણ ઘટના સ્વતંત્રપણે અસ્તિત્વમાં નથી, એના મૂળ સ્વરૂપે એ શૂન્ય જ છે. લાકડાનાં બે પાટિયાં એકમેકને ટકે ઊભાં કર્યા હોય તેના જેવું આ છે, બન્નેને એકબીજાના ટૂંકા હોય છે. એક ખસેડતાં બીજું પડી જાય છે. તેવું જ શૂન્યતા અને તેના આધારનું છે.
શૂન્યતા વિશેની આ ઊંડી સમજ અજ્ઞાનતા જીર્ણ રોગને નિર્મૂળ કરવાનો અસરકારક ઉપાય છે.
આમ, શૂન્યતા પર ધ્યાન કરતાં, પહેલાં આપણા પોતાના ‘હું”પણા પર ાન સ્થિર કરી પછી તેને બહારની ઘટના સાથેના સંબંધમાં આપણું અસ્તિત્વ કઈ રીતે છે તેના વિશે જાગૃત થવું જોઈએ, અને પછી ધ્યાનને શૂન્યતા પર કેન્દ્રિત કરવું જોઈએ. શૂન્યતા પર એકાગ્ર થવામાં સહાય માટે છ ઉદાહરણા અપાય છે:
૧. સૂર્ય જેમ ભૂમિને અજવાળે છે તેમ મન રુધિકાર કે મંદતાયુકત નહિ, પણ પ્રકાશિત, સ્પષ્ટ અને સજાગ બનવું જોઈએ.
૨. એક નાના ઝરણાથી કે નદીથી વિપરીત એક વિશાળ ઊ’ડો સમુદ્ર જેમ શાંત રહે છે, રાહેલાઈથી ઉર્દૂ શિત થતો નથી તેમ મન શાંત અને ઉર્દુ ગહિત બનવું જૉઈએ.
!
૩. એક બાળક કોઈ મંદિરની દીવાલ પર અંકિત જટિલ ચિત્રને, સારા કે ખરાબનો ભેદ પાડયા વગર પહેલી વાર જુએ, તે રીતે આપણ ધ્યાન નિશ્ચલ રીતે શૂન્યતા પર સ્થિર થવું જોઈએ.
૪. ગરુડ જેમ ખાસ કશા આયાસ વગર ઊંચે આકાશમાં ઉડે છે, અને માત્ર વચ્ચે વચ્ચે પાંખ ફફડાવી લે છે તે રીતે આપણે શૂન્યતાના અવકાશમાં ઊંચે રહેવું જોઈએ અને વચ્ચે વચ્ચે ધ્યાન સરી પડે કે મનમાં મંદતા આવી જાય ત્યારે, ‘હું’ના સ્વરૂપને તીવ્રપણે તપાસી લેવું જોઈએ, આ પૃથ્થકરણ પછી વળી આપણને શૂન્યતામાં અનાયાસ રહેવાની શકિત મળી આવે છે. પણ બીજી તરફ નાનાં એંખી, પાંખ ફફડાવ્યા જ કરે પણ ઊંચે ઊડી ન શકે તેમ કેવળ પૃથ્કરણમાં રહેવાથી ધ્યાનના વિકાસ કદી થયા નથી. બીજી બાજુ માત્ર શૂન્યનામાં ડુબેલા રહેવાથી ધીરે ધીરે ધ્યાનની શકિત પેાતાને જ ક્ષીણ કરી નાખશે અને આપણા પર ઊંઘ ફરી વળશે. જરા પણ પાંખ ન ફાવનાર ગરુડ છેવટે ભેાંચે પટકાય તેમ.
૫. ધ્યાન દરમ્યાન આવતા બાહ્ય વિચારોને આપણે મધદરિયે જહાજ પર બેઠેલાં કબૂતર જેવાં લેખવા જોઈએ. હાજ પર ઊંડી જઈને પણ પાછાં તે ત્યાં જ આવીને બેસે છે. એમને દબાવી દેવાને બદલે, વિચારો ઊડે ત્યારે એમાં પરોવાઈ ગયા વગર એની ગતિ સ્વરૂપ વગેરે અવલોકવાં જોઈએ. આમ કરતાં બાહ્ય વિચારો શમી જશે અને મન જહાજ પર- ધ્યાનના વિષય પર પાછું કરશે.
તા. ૧૬-૪-૮૨
૬. આમ છતાં ઈચ્છા, લાલસા, ઉગ્રતા જેવા ભાવ જાગે ત્યારે ઉપરની આ રીત બધો વખત પૂરી થતી નથી, તેવે વખતે કોઈ તીરંદાજના તીરના વરસાદ સામે કુશળ તલવારધારી પાતાની રક્ષા કરે, અને એકાદ ક્ષણની પણ ગફલત થતાં પોતે વિધાઈ જશે. તેમ સમજે, તે રીતે સંપૂર્ણ સજાગતા અને કુશળતાથી આવા ભાવથી પોતાની રક્ષા કરવી જઈએ.
૪. અવકાશ સમાન ધ્યાન
તમારા ધ્યાનને દરેક વસ્તુને જે પાયો છે તેના સ્વરૂપ પર કેન્દ્રિત કરો.
‘દરેક વસ્તુના પાયા’એ શબ્દો અહીં શૂન્યતા પર્યાયપરૂપ છે. વસ્તુએના સ્વતંત્ર અસ્તિત્વને લગતા અજ્ઞાનમય ખ્યાલની શૂન્યતા સમજ્યા પછી આપણી બધી શકિત, બધું ધ્યાન શૂન્યતા પર લગાડવાં જોઈએ. ઈન્દ્રિયો દ્વારા, ઈન્દ્રીયગમ પદાર્થો પર શકિત વેડફી, વિખેરી નાખવી નહિ જોઈએ.
શૂન્યતા પર મનને સ્થિર કરવાથી ધીમે ધીમે આપણી સમજ સ્પષ્ટ થી જો અને આપણે વૈચારિક નહિ, પણ અતિશિક રીતે શૂન્યતાના સત્યના પામીશું, અને તેમ થતાં અજ્ઞાનનું પાત પાતળું પડતું જશે, વસ્તુઓનું સ્વરૂપ શું છે તે જેમ સ્પષ્ટ થતું જશે એમ સદ્ગતના મિથ્યા સ્વરૂપ અને દોષોનું ભાન પણ સમજાતું જણૅ અને એના પરિણામે આપણાં કર્યા પણ મંદ પડતાં જશે.
અહંના અને બૂજી ઘટનાના સ્વતંત્ર અસ્તિત્વના ઈન્કાર પર મનને કેન્દ્રિત રાખવું, તેને અવકાશ સમાન ધ્યાનનું સમત્ય કરે છે, તે જેમ પ્રબળ બનશે તેમ આપણી દષ્ટિ સ્વચ્છ થતી જશે, ધ્યાન પૂછી
∞
આપણે વ્યવસ્થિપણે ધ્યાન ન કરતાં હોઈએ અને રોજિંદા કામેામાં પરોવાયેલાં હોઈએ ત્યારે વસ્તુઓ અને ઘટનાઓને આપણે કેવી અજ્ઞાનભરી રીતે જેઈએ છીએ તેના પર ચિંતન કરતાં રહેવું જોઈએ. એક જાદુગર પોતે જાદુથી ઊભું કરેલું કબૂતર સાચું નથી એમ જાણે છે, તે રીતે આપણે બાહ્ય જગત અને આપણાં અહંને જોઈએ તે આપણાં ઘણાં દુ:ખો ઓછાં થઇ જશે, કંઇ નહિ તે પહેલાં જેટલા અજ્ઞાનપૂર્ણ તે નહિ જ રહે, આવી બુદ્ધિપૂર્વકની જાગૃતિ એક મૂલ્યવાન બાબત છે અને એ આપણા અજ્ઞાનને વિખેરવામાં ઘણી મદદ કરે છે.
વસ્તુનું સામું સ્વરૂપ
આ બધું જે ખાય છે તેવું ન હોય તે પછી તેનું સાચું સ્વરૂપ શું છે? આપણે આપણા જ વિશે વિચારીએ. આ ‘હું’ કોણ છે, જે એક કાળે જન્મ્યો હતો, જે મોટો થયો, ભણ્યો? અહીં આ કોણ છે? આ કોનું નામ છે? ‘હું’કોણ છે?
દેખીતું જ છે કે શરીર તે હું નથી. એક પછી એક, પગના અંગુઠાથી માથા સુધીના જીવતાં શરીરનાં અંગા પરિવાર માંડતાં અપાણને જણાશે છે કે ‘” ત્યાં નથી, તો પછી તે મનમાં છે? શરીર અને મન સિવાય બીજે કયાં તે હાય? મનમાંહોય તેા સદ્ગુણા તા ભરેલા મનમાં કે ઈચ્છા વાસનાથી ભરેલા મનમાં? આમ વિચારતા જણા કે આપણું અસ્તિત્વ છેએ વાત તો ખરી, પણ બહુ મજબૂત અને સ્વતંત્ર હું”નો ખ્યાલ તે અજ્ઞાનયુકત અતિશયેકિત છે.
તે આપણુ અસ્તિત્વ હકીકતમાં શું છે? તેં કેવળ મન નથી, કેવળ શરી૨ નથી, બંનેના પરસ્પર સંબંધ છે ને પરસ્પર આધારિતતા અને ‘હું માંદો છું.’‘હું’ભૂખ્યો છું.’ જેવી લાગણીઓથી એ બંનેને એકસૂત્રે બાંધતી ચેતના-ત્રણ મળીને ‘હુ’ને જન્મ આપે છે, જેમ ઘડિમાળના એક-એક જુદા ભાગ તે ઘડિયાળ નથી, પણ બધા ભાગને અમુક વ્યવસ્થામાં ગોઠવવાથી જે વસ્તુ બને છે તેને આપણે ઘડિયાળ નામ આપીએ છીએ, તે જ રીતે ચેતના, નામ અને રૂપ એક ચોક્કસ સંબંધમાં ગાઠવાય છે ત્યારે ‘હું” અસ્તિત્વમાં આવે છે. એક બૌદ્ધિક સમજણ છે, પણ ધ્યાન કરતાં ધીમે ધીમે આ અજ્ઞાનને પામતી આંતષ્ટિ આપણને મળશે અને આપણે વસ્તુઓના દેખીતા અને ખરા સ્વરૂપનો ભેદ સમજી શકીશું. (ક્રમશ:)
આ