________________
તા. ૧૬-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
ધ્યા ન મા ગ` માં
[] કુન્દનિકા કાપડીઆ
[૨]
તની આ બૌદ્ધ પદ્ધતિમાં શૂન્યતા ઉપર ઘણા બધા ભાર મૂકવામાં આવે છે, પણ જેમ નિશાન સ્પષ્ટ દેખાતું ન હોય ત તીર ફેંકવાનું નકામું જાય છે, તેમ શૂન્યતાની સાચી સમજણ ન હોય તો તેના પર ચિંતન થઈ શકતું નથી; ઊલટાનું તેમ કરવા જતાં એક આત્યંતિકતામાં સરી પડવાનું જેખમ ઊભું થાય છે. શૂન્યતા એટલે મનને તદ્ન ખાલી, વિચારોથી રહિત કરી નાખવું એટલું જ નથી, પણ પોતાની જાત અથવા ‘હું” કહીને જેને આપણે ઓળખીએ છીએ, તે ઓળખમાં જ કેવું અજ્ઞાન છે અને એ અજ્ઞાન કઈ રીતે કામ કરે છે, તે ક્રમે ક્રમે સમજતાં જવાનું છે.
–
કેટલાક લોકોને બુદ્ધિથી એમ લાગતું હાય છે કે આ બધું દુનિયા, તેના પદાર્થો, તેની ઘટમાળ વ, જેવું દેખવામાં આવે છે તેવું નથી; તેનું અસ્તિત્વ કોઈક બીજા પ્રકારનું છે. પણ છતાં મેોટા ભાગના લોકોને લાગે છે કે આપણે આ જે જોઈએ છીએ તેનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. દાખલા તરીકે આ પૃષ્ઠ પર આ શબ્દો વાંચતાં આપણે અનાયાસ જ માનીએ છીએ કે શબ્દો પેાતાના સ્વરૂપે સ્વતંત્રપણે હસ્તી ધરાવે છે. આપણે તેને આપણી સાથેન સંબંધ, આપણી ચેતના, આ શબ્દોને જોવાની આપણી રીત-એ કશું લક્ષમાં લેતા નથી. વસ્તુનો પરસ્પર-સંબંધ - અધીનતા પરત્વે કશી જાગૃતિ વગર જ આપણે વચ્ચે જઈએ છીએ. આ વસ્તુ બધી બાબતોને લાગુ પડે છે. પણ આપણે અસ્તિત્વના સ્વરૂપની ઊંડાણથી શેાધ કરીએ તો, વસ્તુઓ એક સ્વતંત્ર સત્તા હોવાનો ભાસ ધીરેધીરે ઝાંખા થતાં છેવટે અદશ્ય થઈ જાય છે.
વસ્તુઓના સ્વતંત્ર અસ્તિત્વ વિશેનો જેમ આ ખ્યાલ ખોટો છે, તેવા જ પેાતાના ‘હું” વિશેનો ખ્યાલ પણ જ્ઞાનમૂલક છે. સાધારણ સંજોગામાં આ ખ્યાલ કેવી રીતે કામ કરે છે તેના તરફ આપણું ધ્યાન જતું નથી, પણ આનંદ, ભય, ધિક્કાર કે દુ:ખની તીવ્ર લાગણીઓ મનમાં જન્મે છે ત્યારે આ અહંકાર કેમ કામ કરે છે તે કહી શકાય છે. દાખલા તરીકે પોલીસ આપણને ખોટી રીતે પકડી જાય તો તરત જ મનમાં ઉગ્રલાગણી જન્મે છે. એવે વખતે બહુ પ્રબળ અહંકાર અથવા ‘હું’ આવી પ્રતિક્રિયા આપે છે: “મને આ રીતે પકડી જ કેમ શકાય ?” પણ આવું બને ત્યારે પોલીસને ભૂલી ઘડીભર આપણી અંદર નિહાળીએ અને શરીર અને મનથી સ્વતંત્ર હસ્તી ધરાવવાનો દાવો કરતા ‘હું” ને તપાસી જોઈએ, આવી પરિસ્થિતિ આવી તપાસ માટેની સરસ તક પૂરી પાડે છે.
ત્ર વે શ
આ રીતે નિરંતર આપણા અહંકારની ક્રિયાઓ અવલાકતા રહીએ અને બાહ્ય પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ માની આપણે એને કેવી રીતે વળગીએ છીએ તેનું પૃથકકરણ કરીએ તો સમજાશે કે આપણે આ બધી બાબોના સ્વરૂપને સત્ય માનીને ચાલીએ છીએ. આ જ આપણુ' અજ્ઞાન છે. આ બધી બાબતોનું સ્વરૂપ તો સ્વપ્ન જેવું છે. અને એટલે સૂત્ર છે કે:
૧. બધી વસ્તુઓ-ઘટનાઓને સ્વપ્નસમ લેખવી
સ્વપ્ન ઘણી વાર સાવ સાચ્યું અનુભવાતાં હાય છે—ખાસ કરીને ભય પમાડનારાં સ્વપ્ન. એમાંની વસ્તુ સત્ય પદાર્થ હોય એવું લાગે છે અને તે આપણામાં ભય, દુ:ખ વ. જન્માવી શકે છે. ઘણી વાર તે દુ:સ્વપ્નમાંથી જાગી જઈખે ત્યારે પરસેવો વળી ગયે હાય તેવું પણ બને છે. એમ છાં જાગી જઈએ ત્યારે ભાન થાય
૨૩૭
છે કે એ બધું કેવળ ભ્રમણામય હતું. તેનું યથાર્થ અસ્તિત્વ હતું જ નહિ.
આ જ રીતે, મનમાં તીવ્ર લાગણી જન્મે ત્યારે આપણી અંદર નિહાળવાથી સમજાશે કે આપણે અને આપણી આ અસ્મિતા અથવા આપણા આ ‘હું પણુ”નું સ્વરૂપ કેવી રીતે અજ્ઞાન વડે ગ્રહિત થયેલું છે. આ અજ્ઞાન એ સ્વપ્નસમ છે, પણ એ આપણામાં છેક ઊંડે સુધી મૂળિયાં નાખીને પડયું છે. દરેક બાબત સંબંધે એ પોતાની જાતનો વિચાર લઈને ચાલે છે, વિશેષ-સંજોગામાં એ વધારે સ્પષ્ટતાથી સમજાય છે, કારણ કે ત્યારે તે જાતને વધુ પ્રબળતાથી પકડે છે.
શૂન્યતા પર ધ્યાન શરૂ કરતાં પહેલાં ઘણા લાંબા સમય, ઘણા મહિનાએ તો આ અજ્ઞાન અને તે આપણા ‘હું” ના ખ્યાલને કેવી રીતે પકડી રહેલું છે તે પારખવામિ જ ગાળવા પડશે. આ સમજણ મળે પછી જ આપણે અજ્ઞાનમૂલક વસ્તુની શૂન્યતાને પામી શકીએ. શૂન્યતાના સાચા અર્થ આ છે. આ પ્રાથમિક સમજ ન આવે, વસ્તુઆને આપણે કઈ રીતે નકારવાની છે તે ન સમજાય, અને એક ખંડમાં જેમ ખાલી અવકાશ રહ્યો હોય તે રીતે શૂન્યતાના વિચાર કરીએ તો કંઈ વળે નહિ.
કોઈ પણ વસ્તુ, આપણે તેને જે રીતે જોઈએ છીએ, માનસિક રીતે તેને જે નામ આપીએ છીએ તેનાથી સંબંધિત થયા વિના, સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવતી હોવાનું આપણને આ જે લાગે છે તે અજ્ઞાન છે. આ ભૂલભરેલા દષ્ટિ બિંદુમાંથી ઈચ્છા, લાભ, ધિક્કાર અભિમાન વગેરે જન્મે છે. સ્વપ્નમાં દેખાતી બાબતા કંઈ સાચી નથી હોતી. પણ સ્વપ્ન સાથેની આ સરખામણી આશિક છે. સ્વપ્નમાં દેખાતા રૂપાને તે વસ્તુગત અસ્તિત્વ હોતું જ નથી. જયારે આ સંસારમાં કોઈ જ વસ્તુનું, પ્રાણીનું, ઘટનાઓનું અસ્તિત્વ જ નથી એમ માનવું એ વિનાશક ને આત્યંતિક વિચાર છે. આપણે અસ્તિત્વના સમૂળા ઈનકાર કરવાનો નથી. જે આપણું અસ્તિત્વ જ ન હોય તે તો ધ્યાન કોણ કરે? અને આપણુ' અસ્તિત્વ નથી તેમ વિચારે છે તે પણ વળી કોણ ? કહેવાનું તાત્પર્ય એમ છે કે વસ્તુએ કે આપણે જે રીતે માનતાં આવ્યા છીએ તે રીતની નથી.
દાખલાતરીકે આપણે પીળાં ચશ્માંમાંથી હિમપર્વત ભણી જોઈએ તો બરફ પીળા દેખાશે, પણ ચશ્માં કાઢી નાખતાં તે સફેદ દેખાશે. આ જ રીતે અવિદ્યાથી ગ્રસ્ત આપણું મન વસ્તુઓને સાચા સ્વરૂપે જોઈ શકતું નથી. પીળા કાચમાંથી દેખાતો પીળા બરફ અસ્તિત્વ તે ધરાવે છે, પણ તે પીળારૂપે નહિ, તેવું જ સમગ્ર સૃષ્ટિ વિશે છે.
અનંતકાળથી આપણૅ અવિદ્યા કે અજ્ઞાન સાથે એવા એકરૂપ થઈ ગયા છીએ કે અસ્તિત્વનું સાચું સ્વરૂપ અને ભ્રમજન્ય સ્વરૂપ વચ્ચે ભેદ છે. એની પણ આપણને ખબર નથી અને એટલે જે શૂન્યતા પર આપણે ધ્યાન કરવા માગીએ છીએ તે શૂન્યતાનો અર્થ આ છે: દરેક બાબત સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવે છે એવા ખોટા ખ્યાલથી મનને મુકત કરવું.
૨. મનની શૂન્યતા : ણજન્મી જાગૃતિનું સ્વરૂપ તપાસવું
શૂન્યતાને પામવાનું અધરું છે, પણ અંદરથી આપણી પાતાની પર અને બહારથી પાદાર્થિક જગત પર ઊંડો વિચાર કરતાં આ અજ્ઞાનમુકત દષ્ટિબિંદુનો ખ્યાલ આવી શકે છે. પણ એમાં એક બીજી ગૂંચ ઊભી થાય છે કે જે મન ધ્યાન કરે છે તેનું પેાતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહિ? આવી મુશ્કેલી ઊભી થાય ત્યારે
7