________________
80
૨૩૦
પ્રભુધ્ધ
દર્દીઓને સ્પર્શ કરવાની વાતને મધર ખૂબ મહત્ત્વ આપે છે, સિસ્ટરોને પણ એ માટે ભારપૂર્વક કહેતા હોય છે. એટલે જ એક જંતુઓથી ખવાયેલા ને ગંદા દર્દીની સારવાર કર્યા પછી એક સિસ્ટરે કહ્યું, “મધર ત્રણ કલાક સુધી હુ ઈશુના દેહને સ્પર્શ કરતી રહી.” મધર પોતે જ કહે, ‘તમે લાખ્ખો રૂપિયા આપે તો પણ હું રકતપિત્તિયાને સ્પર્શ ન કરું, પણ પ્રભુના પ્રેમ ખાતર હું ખૂબ આનંદથી એને સ્પર્શી.’
એક માણસને લાવવામાં આવ્યો છે. ત્રણ જગ્યાએથી એની કરોડરજજ તૂટી ગઈ છે. અસહ્ય યાતનાથી ચીસે અને બૂમો પાડે છે. એને મરવું નહોતું. સિસ્ટરોનું માં પણ નહાવું જોવું. એને ભરપૂર માત્રામાં, છૂટથી, માર્કીન અને પ્રેમ આપવામાં આવ્યા. એને ઈશુની વેદનાની વાતો કરી. ઈશુ-જેણે માણસ જાત માટે દુ:ખ વ્હોર્યા સહ્યા! એને કહેવામાં આવ્યું: “ઈશુ આજે પણ તને પ્રેમ કરે છે.” એણે ધીમે ધીમે સાંભળવા માંડયું. પ્રેમના સ્વીકાર કર્યો, અંતિમ દિવસેા એણે મર્ફીન લેવાની ના પાડી. જે પરમ કૃપાળુ તત્ત્વ અને બચાવ્યો હતો તે પરમ સત્તા માં એણે શાંતિથી લીન થવું હતું !”
મધુર કહે, “દરિદ્રને અંતિમ સમયે પ્રભુની પાસે જવામાં પ્રભુનું સાન્નિય અનુભવવામાં અમે મદદ કરીએ છીએ. ઈશ્વર આગળ એ પશ્ચાતાપ કરે. તેમાં અમે એને સહાય કરીએ છીએ. આ વાત તેમની અને ઈશ્વર વચ્ચે જ હાય છે. બીજા કોઈની હાજરી નહીં. તે વેળાએ કોઈને ત્યાં પ્રવેશવાની રજા નથી હોતી. અંતિમ સમયે તેમણે પ્રભુ સાથે એક શાંતિની પ્રતીતિ થાય તેવા અમારા પ્રયત્ન હાય છે.”
'
“નિર્મલ હૃદય’ મધરની સંસ્થા. તેમાં કહે છે અંતિમ સમયે મારું કોઈ નથી' એવી ભાવના સાથે કે પ્રેમના અભાવ લઈ કોઈએ ત્યાં પેાતાની આંખ મીંચી નથી. આ જેવી તેવી સિદ્ધિ નથી. પોતાના મૃત્યુ સમયે કોઈ શાંતિથી આંખ બીડે તે મધરને, સિસ્ટરોને કેટલી દુઆ આપીને જતા હશે ? તેમના હેરા પર કેટલી તુષ્ટતા હશે? જીવનભર કે છેલ્લે છેલ્લે તરછોડાયલાના કોઈ હાથ પકડે ત્યારે એ હેરા પર જે ધન્યતા તરવરે તેની તમે કલ્પના કરી શકો અને એટલે જ એક દર્દી જતાં જતાં કહે,“પશુની જેમ હું જીવ્યો, દેવદૂતની જેમ વિદાય લઉં છું!”
મને મધરે વર્ણવેલા બે પ્રસંગો ખાસ સ્પર્શી ગયા છે. એક હિંદુ કુટુંબ હતું. કેટલા દિવસેાથી પેટમાં કશું ગયું નથી. મધુર થાડા ભાત લઈ- એ કુટુંબ પાસે ગયા. હજુ મધર કશી વાત કરે તે પહેલાં કુટુંબની માએ ભાતના બે ભાગ કર્યા ને બીજો ભાગપડોશીને આપ્યોઆ પડોશી મુસલમાન કુટુંબ.મરે પૂછ્યું, “તો પછી તમારા સૌ વચ્ચે આટલા ભાતમાં શું આવશે? તમે તે બધું મળી દસ માણસા છે.” ત્યારે એ ભૂખી મા કહે, “એ લોકોએ પણ કેટલા દિવસેથી કશું ખાધું નથી.” તમે ભૂખ્યા પેટની એક દરિદ્ર નારીની આ મહાનતા, હૃદયની ઉદાત્તતા કલ્પી શકો છે ?
તો બીજા એક પ્રસંગમાં મેલબોર્નમાં એક માણસને લાવવામાં આવ્યો હતો, ખૂબ માર પીટવામાં આવ્યો હતો. પોલીસે તેને વારે વારે ઉથલાવી ઉથલાવી પૂછ્યા કર્યું “તને આ માર કોણે માર્યો?” અનેક પ્રકારના જૂઠાણાં કહ્યાં પણ કેમેં કહી એણે નામ ન જ આપ્યું. પોલીસ લાચાર થઈને ચાલી ગઈ. કેમ નામ ન આપ્યું એમ એને પૂછવામાં આવ્યું ત્યારે કહે, “પેલાને દુ:ખ પડત તેથી મારી વેદના કે મારા દુ:ખ ઓછા ન થાત” મારનાર એના ભાઈ હતો અને પોતાના ભાઈનું નામ એણે ખુલ્લું ન કર્યું. બદલાની ભાવના જ્યારે તીવ્રતમ થઈ ઊઠે ત્યારે અસહ્ય પીડા વચ્ચે પણ પેાતાના ભાંડુ માટે કેટલી સહિ હતા !
મધર કહે આ પ્રેમની સતત ધારા મેરોજઅનુભવીએ છીએ ને એને લકીમાં ફેલાવતા જઈએ છે. સામાજિક કાર્ય તો અનેક સરકારી, બિનસરકારી સંસ્થાઓ કરે છે. ખૂટે છે માત્ર પ્રેમ. મધર પેાતાના કાર્યને પ્રેમ અને ભકિતથી સુંદર કરી મૂકે છે. બ્યુટીફુલ’ ‘સુંદર’ એ મધરના મનગમતા શબ્દ છે. પ્રભુ માટે કશું સુંદર કરવું એ જ જાણે એમના મુદ્રાલેખ, એમનું જીવન! જે દીનહીન છે, જે કુરુપ છે, જેમલિન છે તે સૌને પોતાના સ્પર્શથી મધર સુંદર રૂપાળા ઘાટ આપે છે. મધર કહે કે આજે પણ લોકો ભૂખથી મરતા હોય તો એને અર્થ એવો નથી કે પ્રભુએ તેમના ખ્યાલ ન
જીવન
તા. ૧-૪-૮૨
કર્યા, પરંતુ આપણે એ ભૂખ્યામાં ઇશુને,પ્રભુને જોઇ ન શક્યા. આપણે શું આપ્યું નહીં. સમાજને, સરકારને દીનહીન કંગાળ લોકોની જરૂર નથી. પરવા નથી. એમને માટે કોઇને ફુરસદ નથી. સમાજ માટે તે તેઓ નકામા છે. આપણે તેમને શોધી કાઢવા પડશે ને આપણે પ્રેમ આપવા પડશે, કહે કે, “કેટલાંક માણસે કારણસર, શ્રીમંત થયા હોય છે. સુખેથી તેઓ જીવી શકે છે. તેમણે એ માટે મહેનત પણ કરી હશે પણ જ્યારે હું બગાડ જોઉં છું ત્યારે ઊકળી ઊઠું છું– અમે વાપરીશકીએ એવી ચીજવસ્તુને લોકોને ફેંકી દેતા જેઉં છું ત્યારે ચીડાઇ ઊઠું છું,” હમણાં જ એમણે કહ્યું ‘“માાં મકાનોને હું જયારે ખાલી, માણસ વિનાના જોઉં છું ત્યારે એ મકાનાને મારા માણસેાથી ભરી દેવાની મને ઇચ્છા થાય છે.”
મધર ટેરેસા વાચાળ નથી. શબ્દોની પણ જબ્બર રકસર કરે છે. માત્ર પ્રભુ માટેના પ્રેમમાં જ એ કરકસર કરતાં નથી, કહે કે, “લોકોના હૈયાને સ્પર્શ કરવા એક શાંતિની આવશ્યકતા હોય છે. આપણે ‘શું કહીએ છીએ તે અગત્યનું નથી. આપણી દ્રારા અને આપણને પ્રભુ શું કહે છે તે અગત્યનું છે. ભીતરમાંથી શબ્દો ન નીકળતા હોય તે એ શબ્દો વ્યર્થ છે. જેશબ્દોને ઇશુના પ્રકાશ નથી મળતો એ શબ્દો માત્ર અંધકારને જ વધારે છે. “ભાષણનું, પ્રવચનનું, શિખામણનું બિંદુ એ મિલનનું બિંદુ નથી બની શકતું. “તા ત્યારે શું કરવાનું? તા કહે, ‘ઝાડુ હાથમાં લઇ કોઇનું આંગણું સાફ કરો, એ ઘણું બધું કહી જશે.' કહે કે કોઇ તમને મળીને પાછું જાય ત્યારે એ વધારે સુખી થઇને જાય તે જોજો, તમારા ચહેરા પર, આંખામાં, તમારા સ્મિતમાં પ્રભુની દયાને, કરુણાને જીવતી કરો. લાકોને તમારી સાર સંભાળ નહીં, તમારું હૈયું પણ આપજો. નેતા માટે, કોઇ દોરે તેની વાટ જોઇને બેસી ન રહેશો, એકલા ઠંડી પડો. એક માણસના નાતે બીજા માણસને હૈયેહયા મળેા, ઇશુને, પરમેશ્વરને આપણે જોઇ ન શકીએ, પડોશીને તો હંમેશ જોઇ શકીએ ! અને ઇશુ માટે આપણે જે કંઇ કરવાનું મન થાય તે પડોશી માટે કરીએ તો? પ્રભુના આનંદ એ જ તમારી શકિત! એ જે કંઇ આપે તે સ્વીકારો અને જે કંઇ માગે તે ખડખડાટ હાસ્ય સાથે એને આપા, મેાકળે મને તમે એના જ છે. કહે, “હું તારો છું. તું મારા કટકે કટકા કરીને કાપશે તે તેના એક એક કટકા પણ આખરે તારો જ હશે, ઇશુને તમારામાં શહીદ થવા દો અને પૂજારી પણ!”
એમની મુલાકાત લેવા ખબરપત્રી ને લેખકો આવે ને તેઓ વીંધાઈ જાય છે. હૈયાનું પરિવર્તન થાય છે. બુદ્ધિના પ્રેમ આગળ, ભકિત આગળ નમે છે. એક બ્રિટિશ ઉચ્ચ અધિકારી ફક્ત કિંમતી સૂટ પહેરીને એમને મળવા આવ્યા હતા. મળ્યા પછી કહે, ‘આ સૂટ મને દઝાડે છે. “તા દેસમન્ડ ડોઈ ગ એમની આત્મકથા લખે. તેઓ પૂર્વવત્ રહ્યા નહીં. કહે, “મધરે મારી આખાને દૃષ્ટિ આપી, જેતાં શીખવ્યું.” ગાંધીજી પાસે ઉકળતું લેહી લઇ, એમના કટ્ટર વિરોધી આવતા ને પછી તેમના ભકત બની જતા તે યાદ આવે છે?
એક દિવસ મધર માંદા પડયાં. મગજ પર ખૂબ તાવ ચડી ગયા. તેમાં જાણે સ્વર્ગમાં પીટરને મળવા ગયા. પણ પીટર? અંદર આવવાની જ ના પાડે, કહે, “સ્વર્ગમાં ઝૂંપડપટ્ટી નથી.” ત્યારે મધર ગુસ્સે થઇ ગયાં ને પીટરને કહ્યું,’ ભલે ભલે, હું સ્વર્ગને મારા ઝૂંપડપટ્ટીના માણસેાથી ભરી મૂકીશ. પછી તમારે જખ મારીને મને દાખલ કરવી પડશે.” આ દીનદુખિયા માટેનો એમના પ્રેમ જ આપણ ને સંભળાય છે.
લીલા રૅનું એક નાબકડું કાવ્ય છે: “મને ખબર નથી ઇશ્વર છે કે નહીં. પણ તારા અસ્તિવની મને જાણ છે. ઈશ્વર તારા જેવા લાગતા હશે?” તમે ઇશ્વરમાં માનો કે ન માના, મધર ટેરેસામાં એના હેરો તમને તરવરતા દેખાશે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦ ૪ ટે. નં:૩૫૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
10