________________
તા. ૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
સ્વર્ગમાં ઝૂંપડપટ્ટી હાતી નથી
[] વિપિન પરીખ
સવારનું છાપું વાંચવું ગમતું નથી. એક દિવસ એવો હતો કે છાપું આવે નહીં ત્યાં સુધી સવારની ચા ભાવે નહીં. આજે કંઈક સૂગ ચડે છે. ઉંમરના પ્રભાવ? ના, માત્ર ઉંમર નહીં, રોજ સવારે હેવાનિયતના, માનવતાના "સના સમાચાર વાંચીને દુ:ખ થાય છે. કયાંક ટ્રેનમાં એકલદોકલ મહિલાનું ખૂન થયું છે, ક્યાંક લાખ્ખો રૂપિયાની દાણચારી પકડાઈ છે, શહેરમાં-પાટનગરમાં ખુરશીએની ખેંચાખેંચમાં ગીતા-રામાયણ બધાં ભૂલાઈ ગયાં છે. વિનાબાજી સંત પુરુષ છે. તેખા તો કહે. હતાશ થવાની જરૂર નથી. આ છાપાંવાળાં તો અનિષ્ટને અશુભનાં જ મથાળાં બાંધે. જે શુભ છે, જે આનંદમય · ·ઘટના બને છે તેની હેડલાઈન્સ બંધાતી નથી. જગતમાં એટલું શુભ જૉવાની દષ્ટિ. હજી તેા મળી નથી. છતાં સર્વત્ર જયાં જીવનને હ્રાસ, નાશ થતો હોય ત્યાં કોઈ પેાતાની કોમળ હથે લીમાં ડગુમગુ થતા જીવનનું જતન કરે, જયાં કાળું ડિબાંગ અંધારું હોય ત્યાં કોઈ થરથરતી ... જ્યોત ધરે એવું વાંચવા મળે ત્યારે મન ખુશખુશ થઈ જાય છે. એવી કામળ હથેલી મધર ટેરેસાની છે. પાતાના ભુરા પાલવની સાદી સાડીમાં એક દીવાને સંકોરી અંધકારને ભૂંસતા ભૂંસતા તેઓ આગળ વધતા જાય છે. ના, તેઓ અંધારાને જોતાં નથી. ગાઢ તિમિરની પાર તેઓ માત્ર ઈશુની કરુણામૂર્તિ જ જુએ છે.
કેટલાંક સદભાગી માણસે પોતાના જીવનના નકશે. જન્મની સાથે લઈને આવતા હોય છે. નહીં તો એક બાર વરસની છોકરડી ‘મારે મારું જીવન ઈશ્વરને ચરણે સમર્પિત કરવું છે' એવું નક્કી કરી શકે તે તમે કેવી રીતે માની શકો? વરસે માત્ર એમના આ નિર્ણયને, સ્વપ્નને જ આકાર આપતા હોય છે. આપણે ત્યાં મોટાભાગના લેકા ડોકટર થઈને વેપારી થવાના, વકીલ થઈને શેરબજારમાં કમા વનાને વેપારી થઈ સંત થવાનાં સ્વપનાના ભંગાર જીવનભર ઊ ચકીને ફરતા હોય ત્યારે આ નાની ઉમરે પ્રાપ્ત થતું જીવનનું સ્વપ્ન પૂર્વજનમની જ દેણ લાગે, મધર ટેરેસાની ભકિત જે આજે બાહ્ય સ્વરૂપે ઝળાહળાં દેખાય છે. તેના મૂળિયાં છેક શૈશવમાં છે. એમની ભકિત જીવનથી હારી-થાકીને પાંગરી નથી.” એટ્લે જ તેમાં આનંદનો એક સૂર વહ્યા કરે છે ને એટલે જ એમની શ્રદ્ધા બીજા માણસાની જેમ નાના મોટા પ્રસંગોના ફટકાથી વિચલિત થઈ નથી.
“પેાતાને મળેલા કહેણ માટે કોઈ ચોક્ક્સ-નિ:શંક કેમ થઈ શકે?” એવો પ્રશ્ન જ્યારે પૂછાયેલા ત્યારે મધર ટેરેસાએ કહેલું, “આપણા હૃદયને ઊંડે ઊંડે આપણને આપણા લક્ષ્યની, કહેણની એક દઢ પ્રીતિ હોય છે. આપણે જો નમ્ર અને નિષ્ઠાવાન હોઈએ તે ઈશ્વર આપણને કયાર છેતરી નહીં શકે. પ્રેમના આદાનપ્રદાન માટે જ એણે આપણ' સર્જન કર્યું છે. આપણા અસ્તિત્ત્વ પાછળ કોઈ એક હાથ છે, કોઈ એક ધ્યેય છે. એક ઉચ્ચત્તમ લક્ષ્ય માટે આપણને પેદા કરવામાં આવ્યા છે.”
અને એ ઈશુને શોધે છે, જુએ છે દીનદુખિયામાં, રોગીઓમાં. ઈશુને જ કહે ‘તું ભકે ગંદા ગોબરાં ચીંથરામાં સંતાય'. હું તે છતાં તેને ઓળખી શકું અને કહ્યું, ‘ઈશુ, મારા દર્દી, તારી સારવાર કરવી એ પણ કેટલું મધુર છે!” અથવા દર્દીને કહે, “તમે મને અતિ વ્હાલા છે– તમારી સેવા કરવી એ પણ મારું મન લ્હાવો છે. કારણ ઈશુ તમારું રૂપ લઈને આવ્યો છે.’
આજે આપણને આશ્ચર્ય થાય પણ કલકત્તામાં શરૂ શરૂમાં એમણે જયારે કાર્યનો આરંભ કર્યો ત્યારે તેમને હઠાવવાની કોશિશ થયેલી, પોલીસને ફરિયાદ થયેલી! ત્યારે પોલીસ કમિશનર ના નારી શું કાર્ય કરે છે તે જાને જઈ તપાસ કરી. આભા થઈ ગયા. ફરિયાદ કરનાર યુવાનને કહ્યું, “તમે કહો છે તે પ્રમાણે હું એમને હઠાવું પરંતુ તે પહેલાં આ નારી જે કામ કરે છે તે કામ તમારી મા-બહેનો પાસે તમે કરાવો. તે પછી જ મારી સત્તા વાપરીશ ને એમને અહીંથી ખસેડીશ.”
વર્તમાન સમયમાં લોકો જ્યારે નાસ્તિક થઈ ઈશ્વરના અસ્તિત્ત્વની શંકા કરે ત્યારે મધરની શ્રદ્ધા અડગ છે ને એટલે જ તેઓ કહી શકે કે “ઈશું તો આજે પણ પોતાના માણસાની વચ્ચે આવે છે; પરંતુ એના જ માણસા ઈશુને માળખી નથી શકતા. ઈશુ આવે
૨૨૯
છે કંગાળના સડી ગયેલા દેહનું રૂપ લઈને; અરે, પોતાની જ લક્ષ્મીથી ગૂંગળાઈ જતાં શ્રીમંતાનો વેશ પહેરીને પણ એ આવે છે. શ્રીમંતના હૃદયની એકલતામાં એ આવે છે. લક્ષ્મી છે છતાં એ શ્રીમંતને પ્રેમ કરનાર કોઈ નથી હોતું. આ ઈશુ આજે પણ તમારી ને મારી પાસે આવે છે અને અનેક્વેળા આપણે એની બાજુએથી પસાર થઈ જઈએ છીએ.''
પરંતુ સૌથી વિશેષ એમને સ્પર્શે છે લોકોનું બેઘરપણું એકાકીપણ, આ બેધરપણું એટલે પથ્થરની દીવાલનો જ માત્ર અભાવ નહીં. એક બેધરપણું આવે છે જયારે માણસ પાસે પોતાનું કહી શકાય તેવું કોઈ હાતું નથી. એને ભૂખહોય છે રોટીના ટુકડાની નહીં પણ પ્રેમની, To be somebody to some one કોઈ પેtતાનું હાય, પોતે કોઈના થઈ શકે એ પણ એક ભૂખ છે અને એના વિના 1 માણસા તડફડે. છે. મધુર કહે, “આજે જગતમાં જે દુ:ખ દારુણ્ય છે તેના મૂળ ઘરમાં છે,કુટુંબમાં છે. કારણ ઘર, કુટુંબમાં પ્રેમનો અભાવ છે. આપણને આપણા જબાળકો માટે સમય નથી. એકબીજા માટે સમય નથી. ઘરને જો આપણે તીર્થ બનાવી શકીએ તે દુનિયામાં આનંદનું શાંતિનું સામ્રાજ્ય ફેલાઈ જાય. જીવનમાં જો પ્રેમનું અવતરણ કરવાનું હોય તો તેના આરંભ ઘરથી જ કરવા પડશે,”
“મેલબર્નમાં, ઈંગ્લેન્ડમાં, કલકત્તામાં અનેક એકાકી લેાકી છે જેનને એમની રૂમના નંબરથી ઓળખવામાં આવે છે. શા માટે આપણે એમની પાસે જતા નથી? જાણો છે। તમારા ઘરની બાજુમાં જ, પડોશમાં જ એવી કોઈ વ્યકિત છે? કોઈ અંધ છે. એને આનંદ થશે તમે જે એને છાપું વાંચીસંભળાવશો, કદાચ કોઈ શ્રીમંત છે. પુષ્કળ ચીજવસ્તુ છે એની પાસે, એ દટાઈ જાય તેટલી! પરંતુ એને મળવા કાઈ નથી આવતું. એને તમારા સ્પર્શની જરૂર છે.” એક દિવસ એક શ્રીમંત ભાઈ.મધર ટેરેસા પાસે આવ્યા. કહે, “તમે અથવા બીજું કોઈ પણ મહેરબાનીકરી મારે ઘરે આવે. હું અર્ધોંધ છું અને મારી પત્ની લગભગ પાગલ. અમારા બધાં સંતાનો વિદેશ ગયાં છે. એકલ-ન તાથી અમે ઝૂરી રહ્યા છીએ મરી રહ્યા છીએ, માણસના, ઉષ્માભર્યા, પ્રેમભર્યા અવાજ માટે અમે ટળવટળીએ છીએ.”
મેલબોર્નના એક વૃદ્ધ માણસની મધર વાત કરે છે. એ જીવે છે એની પણ કોઈને ખબર નહતી: મધરે એની રૂમ જોઈ. ભયંકર! મધરે એ રૂમને સાફ કરવાની ઈચ્છા બતાવી. ત્યારે કહે કે ‘ના, જેમ છે. તેમ ઠીકે છે.” મધુર કશું બાલ્યાં નહીં, આખરે એણે રૂમ સાફ કરવાની રજા આપી: એ રૂમમાં એક સુંદર લેમ્પ હતો વર્ષોના કચરા અને ધૂળથી ગંદો. મધરે પૂછછ્યું, “તમે આ લેમ્પ કેમ પેટાવતા નથી? ” ત્યારે એણે કહ્યું,‘મારી પાસે કોઈ આવતું નથી. મને લેમ્પની કોઈ જરૂર નથી.’ મધરે પૂછછ્યું, “જો રોજ એક સિસ્ટર તમને મળવા આવે તો તમે લેમ્પ, પેટાવશે?” તો કહે, “હા, માણસના અવાજ મને સાંભળવા મળે તો હું જરૂર પેટાવીશ” અને થોડા દિવસ પછી આ જ માણસે મધરને કહેડાવ્યું, “મારી જિંદગીમાં તમે પેટાવેલે દીવા હજી પણ જલતો રહ્યો છે.”
તમને કેવા પ્રકારનું મૃત્યુ ગમે? કદાચ તમે વિચાર ન પણ કર્યા હોય, કદાચ કોઈક કલ્પનામાં મનમાં,હાય, ઘરની ચાર હુ ફાલી દીવાલ વચ્ચે, પોતાના પ્રિયજનનો હાથ હાથમાં લઈ, તેમના સાન્નિધ્યમાં કદાચ કોઈ તીર્થ સ્થળે પ્રભુનું સ્મરણ કરતાં...! પણ હજારો લોકો આજે એવી રીતે મૃત્યુને ભેટે છે જ્યારે તેમની નજીક પોતાનું કોઈ સ્વજન હોતું નથી. રસ્તા પર, ફૂટપાથ પર, સડતા દેહની ‘પારાવાર વ્યથાથી કણસતા નામ વગરના આ અણજાણ લોકો લાચાર થઈને પેાતાની આંખા મીંચે છે. આવા લોકોને મધર ટેરેસા ોધી શોધીને પોતાના અમીમય સ્પર્શ આપે છે, પાલવમાં ઢબૂરે છે. ૨૧ વરસમાં કહે છે તેઆ ૨૭૦૦૦ માણસાને શેરીઓમાંથી ઊંચકી પેાતાના હોમ ફોર ધ ડાઈ"ગમાં લાવ્યા છે. સારવાર કરી છે, પ્રેમ આપ્યો છે, સ્પર્શ આપ્યો છે.કહે કે “લોકોને હું કોઈ ચીજવસ્તુ કે ભેટ આપવા નથી કહેતી. એ તો મને આમ કરતાં સહેજે ચપટીમાં મળી જાય, મારે એમની હાજરી જોઈએ. આ દીનદુખિયા-દર્દીઓને પોતાના થાડૉક સ્પર્શ આપે, થોડુંક હાસ્ય! તેમનીપાસે થેાડીક વાર જરા બેસે. સ અમસ્તા જ, આમ જુઓ તો આ નાનકડી વાત છે; પરંતુ આ નાન કડી વાતનું પણ મારા લેાકોને મન ખૂબ મૂલ્ય હોય છે.
B
q