SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પ્રણવ જીવન આચાર્ય કૃપાલાણીની સન્નિધિમાં [] ડૉ. હરીશ વ્યાસ અમદાવાદમાં તામિલનાડુના માજી રાજયપાલશ્રી પ્રભુદાસ “પટવારીને ઘરે ઊતરેલા આપણા મહાન દેશભકત, ગાંધીવાદી વિચારક અને ક્રાતિકારી કેળવણીકાર સ્વર્ગસ્થ આચાર્ય કૃપાલાણી સાથે મળવાના પ્રસંગ તા. ૨-૧-૮૨ના રોજ મારે થયા હતા. એ નિમિત્તે થયેલા વાર્તાલાપ નીચે પ્રસ્તુત કરવામાં આવ્યો છે: * સાંજના સમય હતો, આકાશમાં ઘેરાયેલાં વાદળાં વિખેરાવાથી સૂર્યના તડકો રેલાતા હતા. પરિમલ સેાસાયટીમાં આવેલા શ્રી પ્રભુદાસભાઈ પટવારીના બંગલામાં બગીચાનાં વિવિધ પુષ્પાની મીઠી પરિમલ દિલને તરતર કરી દેતી હતી. સંગીતના સ્વરો કાર્ડિંગ પરથી રેલાતા હતા: “સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ... રઘુપતિ રાઘવ રાજારામ.... !” સંગીત પૂરું થતાં જ આગાર્યશ્રીને કોફી અને બિસ્કિટ તથા મને ફળા ઘરમાંથી નિવેદિત થયાં અને ખાતાં ખાતાં અમારી વાતચીત પણ ચાલતી રહી. શરૂઆતમાં જ આચાર્યશ્રીએ મારો પરિચય માગ્યો. અને મે ઠેઠ ચાળીસગાંવના સર્વોદય સંમેલનથી યાદ કરીને તેમને આજ સુધીન પરિચય આપ્યો. ‘‘ગાંધીજી કે બારેમે આપને ડોકટરેટ હાસિલ કિયા યહ ખુશી કી બાત હૈ. આપકે જૈસે સર્વોદય કાર્યકર્તા ઔર Intellectual પ્રબુદ્ધનકો મિલકર બહેાત ખુશી હાતી હૈ. દેશ કે બારે મે તુમ ક્યા સાચતે હા? ખુલે દિલ સે કહે,” આમ કહીને તેમણે જ પ્રશ્ન પૂછીને વાતચીતના આરંભ કર્યો. “આચાર્યજી, મનમાં એક સવાલ પ્રતીતિ મેળવવા માટે ઊઠવા કરે છે કે ઔદ્યોગિક કાંત્તિ પછી જે મંત્ર-વિજ્ઞાનની સંસ્કૃતિ આવી છે તેણે ભારતનાં ગામડાંને ગરીબી, બેકારી અને ભૂખમરાથી ભરી દીધું છે. આ Urbanisation શહેરીકરણ, મોટા પાયાનું ઉંદ્યોગીકરણ અને કેન્દ્રીકરણ ભારે ખતરનાક છે.” “દેખા હરીશજી,જબતક હમારા પ્લાનિંગ-આયોજન નહીં બદલેગા તબ તક કોઈ યારા નહીં હૈ. આયોજન ઉપર રૉ નીચેકી અપેક્ષા નીચેસ ઉપર લૅજાના ચાહિયે. ગ્રામ આયોજન, ગ્રામ સંકલ્પ ઔર ગ્રામસ્વરાજ્ય કે બિના યહ સમશ્યા નહીં નીપટેગી. ઔર Key-industries (ચાવીરૂપ ઉદ્યોગા') મે ટ્રસ્ટીકરણ કરના પડેગા. બ્રાકી સબ ઉદ્યોગ છેટેૌમાને પર ચલાને ચાહિયે. ભારત મે વિકેન્દ્રિત ઉદ્યોગો કે બિના લાખાં-કરોડો હાથા કો કામ નહિ દિય! જા, સકેગા. મેં લાલબહાદુર શાસ્ત્રી, મેરારજીભાઈ વગેરે આપે તે ઘેાડા કુછ બના થા. બાદ મેં તે નેહરુ કાલસે ઈન્દિરા તક વહી પુરાની રફતાર ચલ રહી હૈ ભગવાન જાને, ઈસ દેશ કા કયા હોગા!” “આનો ઉકેલ ભારતની જનતા, પ્રબુદ્ધજને અને લાકસેવકોએ મળીને કરવા જ પડશે. તેત્રીસ વર્ષથી દેશ રવાડે ચડી ગયા છે. રે આચાર્યજી, હું એવાં ગામડાંમાં ઘૂમ્યો છું કે જયાં તેત્રીસ વર્ષની આઝાદી પછી મે પીવાનું પાણી મળતું નથી. ૭૦ કરોડની વસ્તીમાંથી ૩૫ કરોડ લોકો તો ગરીબીની રેખા નીચે જીવે છે. ગરીબી, બેકારીની સાથે કમરતોડ મોંઘવારી વધતી જ જાય છે. સામાન્ય માણસને જમાઉધારનાં બે પાસાં મેળવવાં યે દુષ્કર છે. આ ભાવવધારાની ચુંગાલમાંથી પ્રજાને બસાવવી જ પડશે એને માટે લેાક જાગરણ દ્વારા લાકશિક્ષણ કરીને ગામેગામ અને શહેરને વેઢે લૅકસમિતિઓ રચવી જ પડશે.” તા. ૧-૪-૮૨ 8 “દેખા હરીશભાઈ, મૈં ભાવુક આદમી નહીં હું... બહાંત અનુભવ પાયા હૈ. હાં મે સિર્ફ Emotions – ભાવનાએ મે બહનેવાલા આદમી નહિ હું પક્કા Politician (રાજકારણી પુરુષ) હૂં. ...લાક સમિતિકી બાત અચ્છી હૈ. જરૂર બના મગર યહ લંબે અસકી બાત હૈ. Voter's Council - મતદાતા મંડલ બનાના, લેક કરનાઉમ્મિદવાર ખડા યહ સબ અચ્છી બાત હ. મગર બહુત સમય લીંગા, જરૂર કીજિયે, મના નહીં કરતા હૂં. મગર આજકી પરિસ્થિતિ કા તાત્કાલિક હલ ઈસ મે' નહીં હૈ ! દેશ મે જો સરકાર રાજ્ય કરતી હૈ ઇસકા વિકલ્પ ચાહિયે. સામાન્ય નહીં, મજબૂત ઔર જૅરદાર એવ* દષ્ટિ સંપન્ન વિકલ્પ ચાહિયે. સદ્ધ વિરોધ પક્ષો કો એક ઢા જાના ચાહિયે. ગઈબિતી બાતેં ભૂલ જાની ચાહિયે. ભૂતકાલ કો સિર્ફ યાદ કરતે રહને સે વર્તમાન મેં એકતા નહીં બનેગી. કલ કો ભૂલ જાઓ. આજકો સંપન્ન કરો. સર્વેદિય પ્રવૃત્તિયા મેં જે. પી. ડૂબે હુએ થે... વિનોબાજી કે સાથ... !ફિકર કર્યાં જનતા પાર્ટી બનાને કી ઉલઝન મે પડે? લાઆન્દોલન ઉન્હાને ક્યાં કિયા? વહુ પછા Politician રાજપુરુષ થા. ઉન્હે[ ને વિનોબાજી કી પ્રવૃત્તિયા મે” જરૂર તથ્ય દેખા થા. મગર વધુ લંબે અરસ કી બાતથી. ઈસ મે" તાત્કાલિક પરિસ્થિતિ કા હલ નહીં' થા, દેખા હરીશજી, ક્રાન્તિકારી તાત્કલિક કા ઔર લાંબે અરસેકા-દોનોંકા વિચાર કરના પડતા હૈ... ચુનાવ આ રહા હૈ, ઈસ કે પહલે ઈસ શાસકીય પાર્ટીકા જલદીસે જલ્દી વિકલ્પ દે દે... વરના લોકતંત્ર કે બડા ખતરા હોગા.” આચાર્યજી, આજે દેશમાં જે. પી. જેવું કોઇ ગતિશીલ વ્યકિતત્વ નથી. વિદ્યા છે પણ એ લાંબા અરસાની ચેટજનાઓના વિચાર પ્રવાહમાં છે. રાષ્ટ્રીય કક્ષાના પ્રતિભા સંપન્ન અને પ્રભાવક પુરુષ આપ છા, આપે પુન: સાબરમતી આશ્રમની હૃદયકુંજમાં-બાપુની છત્રછાયામાં વિરોધ પક્ષોના મુખ્ય નેતાઓને બોલાવીને એકતા માટે મથવું જોઈએ. તટસ્થ અને નિષ્પક્ષ તથા નિરપેક્ષ વ્યકિત સિવાય આ કાર્ય સંપન્ન નહીં થાય." “મૈં” પંચાનબે સાલકા બૂઢા ! ગયા હૂં. મેં કયા કરું? અભી મુઝે રિટાયર્ડ કરો. મેરે સકી યહ બાત નહીં હું, શકિત ભી નહીં હું... નવજવાનો કા યહ કામ કરના ચાહિયે, બસ, જા.... દેશકો આગે બઢાવે. દષ્ટિ સંપન્ન નવજવાનાંકી દેશ કા બહેાત બહેાત જરૂર હૈ ... ખૂબ ખૂબ આશીર્વાદ હ.” મે કૃપાલાણીજીને પ્રણામ કર્યા. તેઓ મને ભેટી પડયા. મે એમની વિદાય લીધી ત્યારે એમની આંખોમાં અનેાખી સમક દેખાતી હતી. * વસત વ્યાખ્યાનમાળા * પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત વસંત વ્યાખ્યાનમાળા તા. ૧૨, ૧૩, ૧૪ એપ્રિલના રોજ સાંના ૬-૧૫ કલાકે તાતા ઓડિટોરિયમ, બ્રુશ સ્ટ્રીટ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૨૩ ખાતે યોજવામાં આવી છે. સર્વેને પધારવા વિનંતી છે. વિષય અને વકતાની વિગત નીચે પ્રમાણે છે. વિષય: આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ૧૨-૪-૮૨ પોલાન્ડ અને મહારાષ્ટ્રો આઈ. કે. ગુજરાલ ૧૩-૪-૮૨ ભારત અને તેના પડોશી પ્રો. પી. એમ. કામથ ૧૪-૪૬૮૨ મહાસત્તાઓનો સંઘર્ષ પ્રો. રમેશબાબુ લિ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy