________________
તા. ૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
- ૨૨૭
શ્રી વિજયધર્મસૂરિ મહારાજનો શિષ્યસમુદાય વિશાળ છે, જેમાં અતિરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્ય કલારત્નશ્રી વિજયયદેવસૂરિ, શતાવધની શ્રી વિજયજયાનંદસૂરિ, પ્રખર વ્યાખ્યાતા શ્રી વિજયકનકરત્નસૂરિ, શ્રી મહાનંદવિજય, શ્રી સૂર્યોદયવિજય, શ્રી વાચસ્પતિ વિજય, શ્રી દ્રિસેનવિજય, શ્રી મહાબલવિજય, શ્રી પધાર્ગદવિજય વગેરેથી જૈન સમાજ સુપરિચિત છે. તેમના શિષ્યોએ ગુરુભકિતનું અપ્રતિમ કાર્ય કર્યું છે. લકવા થયા પછી પૂ. આચાર્ય મહારાજને બીજાની સહાયની આ દિવસ જરૂર પડતી. એમના બધા જ શિષ્યએ વૈયાવરચનું ઉત્તમ કાર્ય કર્યું છે, પરંતુ તેમાં સવિશેષ ઉલ્લેખનીય છે. પૂ. સંદ્રસેનવિજ્યજી મહારાજ. એમણે સતત પાંચ વર્ષથી રાત અને દિવસ પૂરી સંભાળ લીધી. ઉઠવા બેસવામાં ટેકો આપવ, શૌચાદિ કિયા કરાવવી, મુખમાંથી ઝરતી લાળ સાફ કરવી, સમયે સમયે દવાઓ આપવી, આહારપાણીની સંભાળ રાખવી ઈત્યાદિ કરવા ઉપરાંત સતત જામતી ભકતોની ભીડને મહારાજશ્રીને એમ ન ચડે એ રીતે વ્યવસ્થિત રાખવી-એ બધું અત્યંત પરિશ્રમ ભરેલું કાર્ય પૂરી નિષ્ઠાપૂર્વકની ગરભકિતથી પ્રસન્નતાપૂર્વક કર્યું છે જે બદલ તેઓ ધન્યવાદને પામે છે. આ પરમ પૂજય વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજને સમાજ ઉપર અસીમ ઉપકાર છે. તેઓ દિવંગત થયા, પરંતુ તેમની પ્રસન્ન અને પ્રભાવક સ્મૃતિ અનેક લોકોનાં હૃદયમાં ચિરકાળ સુધી અંકિત રહેશે. આવા ધુરંધર માત્માને આપણા કોટિશ: વંદન હો?
લોકવારતા.
તે જયમલ્લ પરમાર Shકવારતાનું સર્જન આદિકાળથી થતું આવ્યું છે. આદિ માનવ અરણ્યવાસી હતો અને હજી ગ્રામ, કૃષિ કે અન્ય વિકાસ નહોતે થયો ત્યાર પહેલાં માનવીમાં કુતૂહલ અને કૌતુકને રસ ઉત્પન્ન થયો ત્યારથી વાત કહેવાનો ભાવ જન્મ્યા હતા. હજી ચિત્ર કે લિપિને જન્મ નહોતે થયો ત્યારે વાચા – કંઠ દ્વારા કુતૂહલ અને કૌતુક જનક રસાત્મક વાત કહેવાનું શરૂ થઈ ગયેલું. એ વાણી સાથે ધીરે ધીરે અભિનય શરૂ થયો અને ત્યાર બાદ આદિ માનવના આ રસ ભાવ ઝાડની છાલ અને પશર ઉપર ચીતરાતા થયા. લિપિની શૈધ થઈ ત્યાં સુધીમાં આ વાતે વારતાનું રૂપ લેતીવિચારાત્મક રૂપ ધારણ કરતી થતી ગઈ.
શરૂઆતની વાર્તાઓ સત્યઘટનાત્મક હતી પણ રસાનુભૂતિની સાથે સાથે એની કલ્પનાશકિતનેજી વિકાસ પણ થતો ગયો અને એમાંથી અદભુત રસની કલ્પના મિશ્રિત કથાઓને વિકાસ થયો. આવી કથાઓને વધુ વિકાસ બૌદ્ધકાળથી થયો કહેવાય છે.
વાત કરવામાંથી “વાર્તા” શબ્દ આવ્યો છે અને કથા કથવા કહેવામાંથી “કથા” શબ્દ આવ્યો છે. મૂળમાં કથા અને વારતા એક જ છે, પણ જો દિવસે કથામાં ઉપદેશ અને પૌરાણિકતાનું તવ આવ્યું અને એમાંથી કથા બની, વાત-વારતામાંથી આધુનિક નવલ’ કથા સુધી એના વિકાસ થશે.આ બધું છતાં પ્રાકૃતજન દ્વારા કંઠસ્થ કથા કહેવાનું ચાલુ જ રહ્યાં, જેના ઉપરથી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની મિશ્રિત એવી લોકકથા કે લોકવારતાનું આજનું સ્વરૂપ બંધાયું છે. ઘટનાઓ બદલાતી રહી છે, તેમ સ્વરૂપ પણ બદલાતા રહ્યાં છે, પણ એનું આદિમતત્ત્વ એનું એ જ રહયું છે.
માનવ સંસ્કૃતિનાં મૂળ ભારતમાં નખાયેલાં જગતભરની આદિ વારતાઓનાં મૂળ પણ ભારતીય વારતાઓ સાથે જોડાયેલાં છે. આ વારતા સાહિત્ય દ050 વર્ષ પહેલાં લિપિબદ્ધ થયેલાં, પણ ભારત વર્ષમાં એ સાહિત્ય એની સંસ્કૃતિ સાથે ૫૦૦૦ વર્ષ પૂર્વે ન થઈ
ગયું, ત્યારે ઈજિપ્તનું હવામાન માફક હોઈ હજાર વર્ષ પૂર્વે ત્યાંના પેપીરરસ ઝાડની છાલ ઉપર લખાયેલું સાહિત્ય સુરક્ષિતરૂપે મળી આવે છે. તે
જગતની સૌથી પ્રાચીન કથા જળપ્રલયની હોવાનું અત્યાર સુધીના સંશોધનથી કહેવાયું છે. ભારતમાંથી જ જઈને ઈરાક વસેલા આર્યોના વસવાટમાં અનરાધાર વરસાદથી આ જળપ્રલય થયેલે એમાંથી બચેલા ફરી ભારત આવી વસ્યા. આ પ્રલયકથા વિશ્વના બધા દેશમાં ને બધી જાતિઓમાં એકસંરખી કંઠસ્થ રૂપે ને ઝંસ્થરૂપે મળી આવી છે તે પછીની બીજી વિશ્વવ્યાપી કથા દેવાસુર સંગ્રામની જ જુદા સ્વરૂપે મળી આવે છે. ભારતમાંથી પ્રસરેલી વારતાઓ જ્યાં જયાં પ્રચાર પામી ત્યાં ત્યાંના સ્થાનિક ત અને સ્થાનિક નામે પડતાં મૂકી દઈએ એટલે એનું ભારતીય સ્વરૂપ પરખાઈ આવે. બૌદ્ધ કથાઓ, હિતોપદેશ, પંચતંત્ર અને કથાસરિાગરની કથાઓ વિશ્વના દેશદેશથી સ્વરૂપાંતરે મળી આવી છે. હજારો વર્ષ પૂર્વેની પશ્ચિમ એશિયાના પહાડો અને ઈંટો તથા ઝાડની છાલ ઉપર લખાયેલી યુસુફ અને પાટીફર તથા “બતાહ” અને અને’ ની કથાઓના કથાબીજ (મટીફ) આપણી રાજા ભરથરી અને વિકમ, ઓઢે અને હોથલની લોકવાર્તામાં મળી આવે છે. ભાભીને દિયર પ્રત્યે પ્રેમ’ એ કથાબીજ આ બધી વાર્તાઓના મૂળમાં રહેલું છે.
સાગરના સામસામા બે કાંઠે ઝૂરતા સાહસિક વિજોગી યુગલોની આવીજ એક સરખી કથાઓ યુરોપ- એશિયાને જોડતી હેલેંપેટની ખાડી, સિંધની સાગર સમી સરિતા અને સૌરાષ્ટ્રના શિયાળ બેટ અને ચાંચની ખાડી ઉપરથી મળી આવે છે. યુરોપીય યુગલ છે. હીરા અને લીએન્ડર, સિંધ યુગલ છે સુહીણી - મેહાર અને સૌરાષ્ટ્રનું યુગલ છે મરણી અને બાવા ભભૂતગર, સિંધ- પંજાબના શશી-પુનરુની પાદ સૌરાષ્ટ્રના હાલારની બે નદીઓ સઈ અને પૂના સાથે જોડાયેલી છે. - કંઠસ્થ કથાઓ કે ગ્રંથસ્થ કથાની કથાબીજ એકની એક રહે છે, પણ પ્રદેશ પ્રદેશે તે નવા ખાં નામરૂપ ધરે છે અને બધી કથાઓમાં જે તે સ્થળે અને કાળની સુપ્રસિદ્ધ વ્યકિતઓ અને સુપ્રસિદ્ધ સ્થળોના નામ જોડાતા જાય છે. એમાં વફાઈ અને અને બેવફાઈ, શૈતાનિયત અને ઈન્સાનિયત, ખાનદાની અને ખૂટલાઈ, શેષણ અને સમર્પણ, ઈમાની અને બેઈમાની, સૂર અને અસુરનાં હૃદુની વાતે રહેલી છે.
[‘લોકવારતાની રસલહાણ” એ નામના હમણાં જ પ્રગટ થયેલા ગ્રંથમાંથી શ્રી જયમલ્લ ભાઈ પરમારે સંપાદિત કરેલા આ ગ્રંથમાં ગુજરાતના ત્રીસ સિદ્ધહસ્ત લેખકોની શ્રેષ્ઠ લોકવારતા આપવામાં આવી છે. સ્વ. મેઘાણીના “સૌરાષ્ટ્રની રસધાર’ પછી એવી જ ઊંચી કક્ષાને, પણ જુદા જુદા લેખકોને હાથે લોકવારતાઓ લખાયેલી હોવાને કારણે શૈલીવૈવિધ્યવાળો આ વારતાસંગ્રહ આપણા . સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. આવા મૂલ્યવાન સંપાદન માટે શ્રી જયમલ્લભાઈ પરમારને અભિનંદન – સહમંત્રી']
* ચિંતન કણિકાઓ * બીજાઓ માટે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતે. પછી મને ખબર પડી કે બીજાઓ મારે દિલ વિચાર કરતા નહોતા. પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા - ત્યારે મારી ફિકર મેં લડી દીધી.
-એમરસને જમાને બહુ ખરાબ આવ્યો છે, ભલે, પણ તમને અહીં કલ્યા છે તે એને સારો ક્રવા માટે.
--મસ કારલાઈલ