________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૨
ગુરુની ગરજ સારી શકે. સતત નિરીક્ષણ કરતાં આપણે એકેએક વસ્તુમાં રહેલી ક્ષણભંગુરતા જોઈ શકીશું. આપણે બધાં જ કતલખાને લઈ જવાતાં ઘેટા સમાન છીએ. મૃત્યુ આવશે એ બાબત જાણવા છતાં, એ ક્યારે આવશે એની કોઈને ખબર હોતી નથી. આથી આપણે આપણા મનને મૃત્યુની ઘડીની અનિશ્ચિતતા વિશે સજાગ કરવું જોઈએ. આ જાગૃતિ એક ઉત્તમ ગુરુ છે, કારણ કે તે આપણને પ્રમાદમાં સમય ન વેડફવાની યાદ આપે છે અને આ માર્ગ પર આપણાં પગલાંને વેગ આપે છે. ૩. કર્મ અને તેનું ફળ ' . ધર્મ-ઉપાસના શુદ્ધ બુદ્ધત્વની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે છે. આ જન્મમાં તે પ્રાપ્ત ન થાય તો જન્મોજન્મ તેને માટે સાધના કરવાની છે. આ જીવનમાં શકય એટલું કરીશું તે એક ચોક્કસ શકિત આપણને પ્રાપ્ત થશે જે બીજા જન્મમાં કામ લાગશે. આ રીતે શકિતને પુંજ એકત્રિત થતે જશે. બીજ વાવીએ પછી પહેલા-બીજા વર્ષમાં ખાસ કોઈ દેખાતું નથી, પણ કાળાંતરે વૃક્ષ મેટું થઈ ફળ આપે – તેના જેવી આ વાત છે.
આપણે જે કર્મ કરીએ તેનાં ફળ આપણને મળે છે. લોભ, મિથ્યામિયાન ઈ. આવેગમાં ખેંચાઈ આપણે બેકાળજી મર્યા કૃ કરીએ તો એનું એ પ્રકારનું ફળ આપણને મળશે. આધ્યાત્મિક સાધના માટે અનુરૂપ સંયોગેની આશા સફળ થશે નહિ. કર્મ તો એક બહુ ગહન અને ઊંડો વિષય છે. સાધારણત: આપણે શરીર, વાણી અને મન વડે કર્મો કરીએ છીએ. ભવિષ્યમાં દુ:ખ અને દ્વિધા ન વેઠવાં પડે અને ફરી આ મૂલ્યવાન મનુષ્ય-જન્મ મળી રહે, એ માટે અયોગ્ય કર્મો કરતાં અટકવું જોઈએ. આવાં કર્મો દસ છે. જેમાં ત્રણ શરીરનાં અયોગ્ય કર્યો છે. જીવની હત્યા કરવી, ચોરી કરવી, વ્યભિચાર કર. વાણીનાં ચાર દુકર્મો છે: જૂઠું બોલવું, નિંદા કરવી કે લોકો વચ્ચે ફટફટ પડાવવી, ઠપકો-ગાળ કે વક્રતાથી કઠોર વચને ઉરચારવાં અને અર્થહીન વાતચીત કરવી કે ગપાટાં મારવાં. મનનાં ત્રણ દુકર્મો છે: લેભલાલસા, બીજા પ્રત્યે દુર્ભાવ કે ધિક્કાર અને કારણ પરિણામે તથા બુદ્ધત્વની પ્રાપ્તિ અંગે ખોટું દષ્ટિબિંદુ.
આ દસ કર્મો કરવાથી દુ:ખ જન્મે છે એમ જાગ્યા પછી આપણે તેને આપણા સૌથી ભયંક્ટ રિપુ ગણીશું. આ દસ કર્મો કરવાનું બંધ કરીશું કે સત્કર્મો સહજપણે થશે. જ ભવચકના ફેરા
ભવચક્રના સમગ્ર પ્રદેશને આવરી લેતા દુઃખાના સાધારણતા છ પ્રકાર ગણાવી શકાય. ૧. સંબંધે, ધનસંપદા, સામાજિક પ્રતિષ્ઠાની . અવિરતા, ૨. કદી ન સંતોષાતી વૃત્તિને સંતાપ, ૩, અનિશ્ચિત પુનર્જન્મે. આપણે ઘણી જિદગી ઓ જીઃ યા છીએ અને એટલી બધી વાર આપણા શરીરને ત્યાગ કર્યો છે કે એ ભૂત-શરીરને ઢગલે કરીએ તો મોટો પહાડ થાય, ૪. ફરી ફરી ગર્ભસ્થ થઈ જન્મ ધારણ કરવાનું દુ:ખ, ૫. પરિવર્તના ભરતી પછી ઓટ મિલન પછી વિદાય, જીવન પછી મૃત્યુ આવે જ છે, ૬, એકલા હોવાનું દુ:ખ. જન્મમાં, માંદગીમાં, મૃત્યુમાં આપણે સદૈવ એકલા હોઈએ છીએ. આપણી સાથે માત્ર આપણા કર્મ આવે છે. '
આ છે દુ:ખે ઉપરાંત બીજ ત્રણ મોટા દુ:ખે છે. પહેલું છે પs, વ્યાધિ, ગમગીની, જન્મ, જા અને મૃત્યુનું દુ:ખ જે બધાં સમાનપણે અનુભવે છે. બીજું છે વસ્તુઓની ક્ષણજીવી રવરૂપને લીધે જન્મનું પરિવર્તનનું દુઃખ, જેને બધા લોકો દુ:ખ તરીકે અનુભવી શકતા નથી કારણ કે લોકે વસ્તુમાં સુખ જુએ છે. મોટાભાગના લોકો માને છે કે ભૌતિક સગવડો અને વસ્તુઓમાંથી આવતી સલામતી રાખ ને મનની શાંતિ આપી શકે છે. આથી લેકો તેમને ક્ષયમી તત્ત્વ
માનીને વળગે છે અને તે કાયમી સુખ-સંતોષ આપશે એમ માની રહે છે. પણ આ વસ્તુઓની અંતર્ગત અસ્થિરતાને કારણે, પ્રવાહ બદલાય તેમ માણસને બદલાવું પડે છે અને તે દુ:ખનું કારણ બને છે. જે કોઈ બાબત દેખીતી રીતે સુખ આપતી હોય અને છતાં અસંતોષમાં પરિણમતી હોય તે આ બીજા પ્રકારના દુ:ખમાં આવી જાય છે. માણસને ગરમી લાગે એટલે તે ઠંડી જગ્યાએ જાય અને ત્યાં પાછી ઠંડી લાગવા માંડે તેના જેવી આ વાત છે.
ત્રીજું દુ:ખ સર્વવ્યાપી છે. પહેલા બે ક્રતાં આ વધારે સૂક્ષ્મ અને સમજવાનું અઘરું છે પણ તે દુ:ખને પામે છે, અને તે છે સંસ્કાર; એટલે કે ચિત્ત પર પડતી છાપ દ્વારા રચાતી જન્મજન્માંતરની ઘટમાળ.
આ બધાં દુ:ખ પર ચિતન કરતાં ઘટમાળ પ્રત્યે વિરાગ અને વિમુખતાની લાગણી જન્મે છે અને આ ભવના ચક્રમાંથી છૂટવાને માર્ગ શોધવા ભણી મન પ્રવૃત્ત થાય છે. '
આથી આધ્યાત્મિક વિકાસ કરવા માગતા લકોએ સૌથી પહેલી તે દુ:ખને પિછાણવું જોઈએ. દુ:ખમાંથી કેમ સંપૂર્ણપણે મુકત થઈ શકાય તેને માર્ગ બુદ્ધ બતાવ્યો છે, પણ તે પહેલાં આપણા અસ્તિત્વની આ યથાર્થતાઓ પ્રત્યે આપણે જગૃત થવું જોઈએ; તે જ તેમાંથી મુકિત સંભવી શકે.
આ બધું માત્ર ધ્યાનથી વાંચી જવાનું કે બુદ્ધિથી સમજી લેવાનું પૂરતું નથી. એના પર ચિતન કરવું જોઈએ અને એમાંથી મળતી દષ્ટિ રોજના જીવનમાં કાર્યશીલ થવી જોઈએ. પહેલાં આપણી આસપાસના વાતાવરણમાં, આ દષ્ટિએ, શું શું બની રહ્યું છે તે અવકવું જોઈએ અને પછી તેમાંથી જે સજાગતા જન્મે તે ધ્યાનમાં ઊંડી ઊતરવી જોઈએ. તેમાંથી એક આંતરદૃષ્ટિ ઊગશે અને અહીં
જે કહેવાયું છે તે ખરેખર સત્ય છે, તેને સાક્ષાત્કાર થશે. ધ્યાન વિશે માત્ર માહિતી એકઠી કરવામાં શકિત ખર્ચવાથી કાંઈ નહિ મળે. તે તે પેલા માણસ જેવો ઘાટ થાય જે દરેક દુકાનમાં જઈ વસતુઓના ભાવ પૂછે છે, તેની ગુણવત્તા તપાસે છે, પણ કશું ખરીદી શકો નથી કારણ કે તેની પાસે પૈસા નથી. પણ અહીં જે કહેવાયું છે તેને આપણે ઊંડાણથી સાંભળીએ, અંદર ઉતારીએ અને તેની યથાર્થતા પારખવા તેને આચારમાં મૂકીએ તો આપણું કાર્ય અર્થપૂર્ણ બનશે અને તે પરિણામ પણ આપશે.
(ક્રમશ:). સાભાર–સ્વીકાર (૧) પ્રેમ પારાવાર-લે નવલભાઈ શાહ, બાલગોવિંદ પ્રકાશન ગાંધીમાર્ગ, અમદાવદ-૧. કિંમત રૂ. ૨૫,
(૨) તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી શ્લોકો સાથે) લે. મુનિશ્રી સંતબાલજી ૫. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હડીભાઈની વાડી, દિલહી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૪. કિ. રૂ. ૧૦.
(૩) શ્રીગુસા (કાવ્ય સંગ્રહ) લેખક-પ્રકાશક: સંપકલાલ સંઘવી મેટા બજાર, વલસાડ ૩૯૬02. કિં. રૂા. ૪-૭૫ પૈ.
() તને (કાવ્ય સંગ્રહ) લેખક પ્રકાશક (૩) મુજબ કિંમત રૂા.૧૩
(૧) લોકવાહતી રસલહાણ-સંપાદક: જયમલ્લ પરમાર, પ્રકાશક: ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, ઊર્મિનવરચના, ૧૩, જાગનાથ પ્લોટ, રાજકોટ, કિં. રૂ. ૨૦.
(૬) ઉપાસના- સ્તવન સંગ્રહ) શ્રી આરહંત ભકિત મંડળ, મહાવીર ચેક, વલસાડ-૩૯૬૦૦૧,
'