________________
૧-૪-૮૨
પ્રબુદ્ધ જીવન
૨૨૩
બીજો કોઈ આધાર ન રહે અને ઘસડાતું જાય. વહીવટીતંત્ર નિર્બળ થયું છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતી જાય છે, લૂંટફટ અને હિંસક બનાવો વધતા જાય છે અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ત્રીજું વિશ્વયુદ્ધ લેખ મેં ગયા અંકમાં લખ્યો હતો તે પુસ્તકના લેખકોએ એમ ભવિષ્ય ભાખ્યું છે અને સ્પષ્ટ લખ્યું છે કે ૧૯૮૫ સુધીમાં ભારતની કેન્દ્ર સરકાર તૂટી પડી હશે અને રાજ્ય EgZt 431 41 <0. Disintegration of Indian union. પશ્ચિમના દેશોની શું આવી મુરાદ છે અથવા આવું પરિણામે કલ્પ છે? આવી કલ્પનામાં કોઈ તથ્ય છે? આવી કલ્પના થઈ શકે તે પણ સૂચક છે.
વધારેપડતું નિરાશાજનક ચિત્ર દોરવાની મને લેશ પણ ઈચ્છા નથી. પણ વાસ્તવિકતાની અવગણના કરવાથી તેમાંથી મુકિત મળતી નથી. તેને ઓળખી, જાગ્રત થઈ તેના ઉપાય શોધવા પ્રવૃત્તા થઈએ. એટલું જ કહેવાનું છે. ૨૬-૩-૧૯૮૨
ધ્યાનમાર્ગમાં પ્રવેશ ] કુન્દનિકા કાપડીઆ
(નિબેટી પદ્ધતિ).
પણ
ની બી જતાં
આજકાલ દયાનમાર્ગમાં જિજ્ઞાાસુઓને પ્રવેશ વધતું જાય છે. ધ્યાનની વિવિધ પદ્ધતિઓની શિબિરે જાય છે. ધ્યાનને લગતાં પુસ્તકો ખૂબ લખાય છે, વેચાય છે, વંચાય પણ છે. ધ્યાન કેમ કરવું અને એનાથી શું અર્થ સરે, એ વિશે ઘણા લોકોએ ઘણું કહ્યું છે, પણ ‘આધ્યાત્મિક મિત્ર તરફથી સલાહ” (એડવાઈઝ ફ્રોમ મી સ્પિરિમુઅલ ફન્ડ) નામના ગેશે રાજોન અને ગેશે ગાવાંગ ધાર્થેય- એ બે તિબેટી લામાએ લખેલા પુસ્તકમાં એ વિશે ઘણી વિગત અને વિસ્તારથી વાત કરી છે, જે આ માર્ગમાં રસ ધરાવનારને ઘણી ઉપયોગી લાગે તેવી છે.
કસરત કરવાથી જેમ અક્કડ શરીર લચીલું બને છે, તે જ રીતે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા મનને કેળવી ને વિકસાવી શકાય છે; ચિત્તનું રૂપાંતર કરી શકાય છે. અહીં બતાવેલી પદ્ધતિમાં વિચારેને આત્મકેન્દ્રી વલણમાંથી મુકત કરી મનને એવી રીતે સંરચવાનું છે કે તે સર્વ જીવના હિત અર્થે કામ કરી શકે. આ પદ્ધતિનું મૂળ બુદ્ધની વિચારધારામાં છે અને તે સુમાત્રાના મહાસિદ્ધ સેરલિંગ્યાએ તેમના શિષ્ય, ભારતના મહાન પંડિત દીપકર અતીશ દ્વારા પ્રસારિત કરી હતી.
શરૂઆતમાં, યાનને પાયો પાકો કરવા માટે ચાર બાબતે પર મનને કેન્દ્રિત કરવાનું છે. એકાંતમાં, રોજ નિયત સમયે, બને તે ઊનના આસન પર બેસી, ૫ાસન કે તે ન બને તે પલાંઠી વાળી, હાથ ખેાળામાં રાખી, પીઠ ટટ્ટાર રાખી, આંખને સહેજ ખુલ્લી રાખી નાસાગ્રે દષ્ટિ સ્થિર કરી, જીમને તાળવાને અડાડી શાંત થઈને બેસવાને મહાવરો પાડતાં જ કેટલાક દિવસ નીકળી જાય છે. આમાં શરીરને જરાયે નંગ રાખવાનું નથી. જે રીતે બેસતાં શરીરને આરામ અનુભવાય તે રીતે, સ્થિર પણ તાણ વગર બેસવાનું છે.
આમ બેસતાં જ, હજુ ધ્યાન શરૂ કરીએ તે પહેલાં વિચારોને હમલ શરૂ થઈ જાય છે. સાવ નકામા આડાઅવળા વિચારો ગમે ત્યાંથી ધસી આવે છે અને ક્ષણવારમાં તે મનને કયાંનું કયાં ખેંચી જાય છે. શરીર સ્થિર કર્યા પછી મનને સ્થિર કરવા, આ બધા વિચારોને ટાળવા કવાસ વિશે જાગૃતિ કેળવવાની છે. શ્વાસ બહાર કાઢતી વખતે એક
પાતળી ધૂમ્રસેર હૃદયમાંથી નીકળીને નસકોરાં વાટે બહાર જઈ રહી છે એવી કલ્પના કરો. પછી શ્વાસ લેતી વખતે આ જ ઝીણી ધૂમ્રસેર ધીમે ધીમે, એક લય રાાથે અંદર પાછી પ્રવેશી રહી છે એવું દશ્ય . કલ્પ, આ રીતે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં ચાર બાબતેને ખ્યાલ રાખવાને છે: ૧. શ્વાસ-ઉચ્છવાસ એટલા જોરથી ન થવા જોઈએ કે એને અવાજ સંભળાય, ૨. એમાં આયાસ ન હોવો જોઈએ, ૩. એટલે લોબ ઉછવાસ ન કાઢો કે પછી શ્વાસ પાછા લેત અધિક ઝડપ કરવી પડે, અને ૪. બહુ વેગપૂર્વક ન કરતાં ધીમે ધીમે શ્વાસ લેવા-કાઢવા જોઈએ. આમ, ઘેડા પર બેઠેલા માણસની જેમ, શ્વાસની હવા પર આપણી ચિત્તવૃત્તિા સવાર થવી જોઈએ. * એકાદ ભીડભરી બજારમાં તમે એક જ માણસની ક્રિયા કે ચાલ ધ્યાનપૂર્વક નિહાળે ત્યારે શું થાય છે? બીજે બધો ઘોંઘાટ, ગિરદી દૂર સરી જાય છે. અહીં પણ એવું જ થાય છે. શ્વાસની આના પાન ક્રિયા પર મનને દઢતાપૂર્વક સ્થિર કરતાં, બીજા વિચારો પછી હટી જાય છે. કેટલાકને થાડા શ્વાસ લેતાં જ મન સ્થિર થવા લાગે છે, કેટલાને લાંબે વખત લાગે છે. આ રીતે મન સ્થિર થાય પછી ચાર બાબત. પર ચિતવન કરવાનું હોય છે. ' ૧: દુર્લભ મનુષ્ય-દેહ
એક વાત મનમાં પાકી કરી લેવી જોઈએ કે આ મનુષ્ય-જીવનને આપણે એ ઉપગ કરીએ તે એવું કશું જ નથી જે પ્રાપ્ત ન કરી શકાય. મનુષ્ય પાસે એક વિશેષ બુદ્ધિ છે જે બીજ જીવે પાસે નથી. એની નિહિત શકિતને આપણે બિનજરૂરી દુન્યવી બાબતો પાછળ વેડફી નાખતાં હોઈએ છીએ. મનુષ્યની જિંદગી દુન્યવી બાબતેમાં ખર્ચાય ત્યારે, તેને હેતુ ગમે તેટલે દૂરગામી હોય છતાં તેને મર્યાદા છે. પણ આ બુદ્ધિને આધ્યાત્મિક વિકાસ અર્થે ઉપયોજવામાં આવે ત્યારે તે દ્વિધા ને સંશયમાંથી આપણને સંપૂર્ણપણે મુકત કરે છે અને બોધિચિત્તની એવી અવસ્થામાં મૂકી આપે છે જે દુ:ખ અને વિનેથી પર છે અને અાય પારમિતાથી યુકત છે.
શરૂઆતમાં, દરેક મનુષ્ય પાસે મનની આ ગુપ્ત શકિત છે જ, એ સમજી લેવાનું ખૂબ જરૂરી છે. એક માણસની જમીનમાં ખાન દાટેલે હોય તે એને ઉપયોગ કરતાં પહેલાં એ ત્યાં એ જલી લેવું જરૂરી છે, તે પછી જ આપણે એને કામમાં લઈ શકીએ.
આપણે બધા જ સુખ ઈચ્છીએ છીએ અને દુ:ખ ટાળીએ છીએ, પણ ભૌતિક માર્ગે સુખ મેળવવા જતાં તો ઊલટાનો અસંતોષ વધે છે. આપણે જે સુખની ઈરછા કરીએ છીએ તે પામવા માટે સહુથી પહેલાં એ સમજી લેવું જોઈએ કે આપણે તે ઘણ સદ્ ભાગી છીએ કે આપણને ઘણી બાહ્ય અને આંતરિક અનુકૂળતા મળી છે: જેમ કે અંધકાધા ને વહેમના યુગમાં કે જંગલી જાતિમાં જન્મ્યા નથી, આપણાં શરીર-મન સાબૂત છે, સિદ્ધ ગુરુઓના ઉપદેશ આપણને લભ છે, ઈ. આ બધી સગવડોને લાભ લઈ આપણે અધ્યાત્મમાર્ગે ન જઈએ તે ફરી આવી તક મળવી દુર્લભ બને. ૨. મૃત્વ અને ક્ષણભંગુરતા
જીવનની ક્ષણભંગુરતા વિશે સૌ જાણે છે. આ જિંદગી અનંતકાળ ચાલવાની નથી, એટલે જ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ આંતરિક વિકાસ માટે કરવો જોઈએ. વળી આ દુર્લભ તકને કયારે અંત આવી જશે તે આપણે જાણતા નથી. મૃત્યુ થવા માર્ગે આવે છે અને આજે તે આપણે બહુ કામ છે, પછીથી નિવૃત્ત થઈશું ત્યારે આ બધું કરીશું એમ વિચારવું તે નરી મૂર્ખતા છે. અત્યારે તંદુરસ્તી, શકિત ને બીજી સગવડો છે ત્યારે જ આ તકને લાભ લઈ લે જોઈએ. [, આપણી આસપાસનું ભૌતિક વાતાવરણ–પરિસ્થિતિ એક સમર્થ