________________
-૧૬૮
પૃદ્ધ જીવન
તા. ૧-૧-૮૨
કે કેજર દરેક પ્રાણીમાં એને આત્મા દેહવ્યાપી છે એમ માને છે. એ સર્વ કહ્યા પછી શ્રી ચીમનભાઈએ કહ્યું: “આત્મા અમર છે, એને પુનર્જન્મ છે. આ પાયાના પ્રશ્નની અનુભવપૂકની પ્રતીતિ થવી અઘરી છે, પરંતુ હું માનું છું કે એમ હોવું જોઈએ” એમ ની હોય તે જીવનને તાળો મળતો નથી. આત્મા અમર હો જ જોઈએ એટલું જ નહિ, જન્મમરણના ફેરામાંથી મુક્તિ પણ હોવી જ જોઈએ. આવી પ્રતીતિ થઈ હોય એવા માણસને સમાગમ થવો જોઈએ. બુદ્ધિના ક્ષેત્રમાં જઈએ તે એ એને લિટિકા-
વિલેપણાત્મક ઉપગમ થશે. ચિત્તમાં વિશ્લેષણ વ્યાપાર સતત ચાલતા જ હોય છે, પણ બુદ્ધિનું રણ એ સહરાનું રણ છે. ઘણી વીરડીઓ એમાં સુકાઈ જાય છે. એ માર્ગે જવું અઘરું છે.
શ્રી ચીમનભાઈએ આ સર્વ કહ્યા પછી મહાન માનવતાવાદી વિભૂતિ આલ્બર્ટ સ્વાઈરને યાદ કર્યા. તેઓ ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. મહાન સંગીતજ્ઞ હતા. મહાન તત્ત્વજ્ઞ હતા. મહાન થિલેસ્ટિ હતા. એમણે કહ્યું છે: “ટુ પરસેપ્શન્સ હેવ ઓવર શેડોડ માય લાઈફ. વન ઈઝ ધેટ ધિસ વર્લ્ડ ઈઝ ઈન એકસપ્લિકેબલ, મિસ્ટીરિયસ એન્ડ ઈટ ઈઝ ફૂલ એફ સફરિંગ. આઈ એમ બેનર્ડ ઈન એન એઈજ ઓફ સ્પિરિઅલ ડિકેડન્સ: એન્ડ માય ઓન્લી ટાસ્ક ઈઝ ટુ ટીચ મેન ટુ થિન્ક એન્ડ થિ.” વિચારવંત માણસની વેદનાને કઈ પાર નથી. ચારે તરફ તેને દુ:ખને મહાસાગર ઊછળતો દેખાય છે. એ જોતાં એ વિમાસે છે અને એને સવાલ થાય છે: “હાય ધિસ? આમ શા માટે?”
શ્રી ચીમનભાઈએ તે પછી ભારતીય જીવનદષ્ટિ અને પાશ્ચાત્ય જીવનદષ્ટિ વચ્ચે એક પાયાને ભેદ તારવતાં કહ્યું: “
કિયાનિટીખ્રિસ્તી ધર્મ ભારોભાર પ્રેમ ઉપર ભાર મૂકે છે. ભારતીય જીવનદષ્ટિને વિચાર કરતાં જ્ઞાનને ક્ષેત્રે ત, અદ્રેત, તાત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટા
ત એમ ઘણી વિવિધતા છે છતાં આચારને ક્ષેત્રે એકતા છે. આ દેશના મુખ્ય ત્રણ ધર્મો હિંદુ, જૈન અને બૌદ્ધ ત્રણેએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને આચારમાં મૂકવાને બોધ આપ્યો છે. ત્રણેયની આચારસંહિતા એક છે. શ્રીમદ્ ભગવદ્ગીતાએ અનાસકિત પ્રબોધી છે. ભગવાન બુદ્ધ કરુણાને મહિમા કર્યો છે. ભગવાન મહાવીરે અહિંસાને બોધ આપ્યો છે. એક વિચારધારા એવી છે કે આ સંસાર અસાર છે. એને છોડી જ એ જ એકમાત્ર માર્ગ છે એમ એક દષ્ટિ છે. સંસારમાં રહીને લોકસંગ્રહનું કામ કરતાં કરતાં મુકિત મેળવવી ઘટે એમ શ્રીકૃષ્ણ કહે છે. હિંદુ ધર્મની આ બંને વિચારધારાના પાયામાં વાસનામુકિત અને કપાયમુકિતનું મહત્ત્વ પ્રમાણાય છે. જ્યાં સુધી વાસનામુકિત, કષાયમુકિત થાય નહિ ત્યાં સુધી ગમે તે માર્ગ પકડો, પણ સાફલ્ય તમારાથી છેટું ને છેટું જ રહેશે. ભારતીય વિચારપ્રવાહ વાસનાને સંયમિત કરવા ઉપર ભાર મૂકે છે.
ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ સંયમ છે. જૈન ધર્મ પ્રબોધ છે કે સંયમ એ જ ધર્મ છે. સંયમ એ જ સર્વતોમુખી ધર્મ છે. જીવન એવી રીતે જીવવું કે કોઈને જરા પણ તક્લીફ ન પડે. વાણી, વિચાર અને વર્તનથી કોઈને પણ દુ:ખ ન થવું જોઈએ. જીવનની એકેએક ક્રિયામાં પાપ કર્મનું બંધન છે. આથી જ જૈન મુનિઓ અને મહાત્માઓ જીવનના સર્વ વ્યવહારમાં જતનાનો એટલે કે વિવેકનો બંધ કરે છે. ભારતીય જીવનદષ્ટિમાં જીવનના સ્વીકારની સાથે કર્મ કરતાં કરતાં જ કર્મમાંથી મુક્તિ મેળવવાનું નિહિત છે. પશ્ચિમની જીવનદષ્ટિ કેવળ પ્રગતિલક્ષી છે. સમગ્ર ભારતીય જીવનદષ્ટિ પોતાના જીવનમાં કોઈએ પણ ઉતારી હોય તે તે ગાંધીજીએ ઉતારી છે. એમને જીવનના એકેએક કાર્યમાં રસ હતો. ગાંધી કુડ નેટ બી બાઈસેકટેડ ખાદીની પાછળ ગાંધીજીનો જે વિચાર છે તે સ્વીકારો નહિ ત્યાં સુધી ગાંધીજી થવાય નહિ. કર્મયોગને એમણે પૂરેપૂરો સ્વીકાર કર્યો. કૃષ્ણને કર્મયોગ અને મહાવીરની અહિંસા બંનેના સમન્વય એક ફકત ગાંધીજીએ કર્યો હતે. આલ્બર્ટ વાઈ—રે બહુ સાચું કહ્યું હતું: “ધી ઈન્ઝ એ મેગ્નિફિસન્ટ પેરેડેકસ. ધ એ જોઈન્ટ હી ઈઝ ઈન્ટરેસ્ટેડ ઈન એવરી ડિટેઇલ ઓફ લાઈફ. ગાંધીજી એ અન્યાય સહન નહિ કરવાનું જણાવ્યું પણ તે સાથે અન્યાયને અહિંસાથી પ્રતિકાર કરવાનું શીખવ્યું. એમણે કહ્યું હતું: “અન્યાયને ટેકો આપવો તે અન્યાયીને ટેકો આપવા બરાબર છે. ગાંધીજીએ આપણને અભય શીખવાડ હતું, પણ આપણે નિર્ભયતાનો પાઠ ભૂલી ગયા છીએ. આપણે ચિંતન, મનન કરીએ તો આપણે આપણી જાતને કદાચ ઓળખી શકીશું. ખરી જરૂર જાતને ઓળખવાની છે.
અધ્યક્ષપદેથી શ્રી ગોરધનદાસ શેખાવાળાએ યથાર્થ કaj. “આપણે સહુએ સાંભળી તે ખરેખર એક સાધકની વાણી હતી. સમય ઘણો બદલાઇ ગયો છે. પિતાને લાગે તે જ કહેવું એવી જીવનદષ્ટિ ધરાવતા માણસે આ ધરતી ઉપર પાક્યા હતા. સોક્રેટિસ, ક્રાઇસ્ટ, * ગાંધીજી એવા માણુ હતાપરંતુ એવા માણસો ઝાઝી સંખ્યામાં પાકતા નથી, એમની જીવન દરિને ધ્યાનમાં રાખીને વિચારતાં આપણું ચોક્કસ શ્રેય થાય, પરંતુ સત્યનું આચરણ કરવું મુશ્કેલ છે. સત્યના પ્રયોગ કરતાં કરતાં ગાંધીજી રાજકારણમાં પ્રવેશ્યા. સત્ય સારુ જેના ત્યાગ કરવો ઘટે તે કરી શકે એવા નિર્ભય માણસ તેઓ હતા. આજની દુનિયાની સ્થિતિ એવી છે કે આજે ભૌતિકતા સિવાય કોઇ વિચારધારાને જાણે અવકાશ જ નથી. આજનું વાતાવરણ જોતાં મહાન પુરુષે કંઇ દેશમાં પાક્કાને સંભવ જણાતો નથી. આજે બાહ્યાચાર વધી ગયો છે. આપણે વાંચીએ અને વિચારીએ છીએ તે અમલમાં નથી મૂકતા, પરન્તુ નૈતિકતાના સંદર્ભમાં કેટલીક બાબતોમાં પશ્ચિમના ફેકો આપણા દેશના લોકો કરતાં ચક્કસ વધુ સારા છે. આપણે ત્યાં પ્રામાણિકતા નથી. આપણે ત્યાં થય છે એટલી કચેરી અન્યત્ર થતી નથી. પ્રામાણિકપણે જીવવાનું આજે અશક્ય થતું જાય છે.
ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી ભાગભાઇ લોકડાવાળાએ આભાર વિધિ કર્યો હતો. .
આ પછી ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી અમર જરીવાળાની વિનંતિને માન આપીને શ્રી ચીમનભાઇએ પ્રશ્નોત્તરમાં બેઠકને વિસ્તરવા દીધી હતી. તેમણે પુછાયેલા અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા જેનો સાર નીચે પ્રમાણે તારવી શકાય.
દેશની હાલની રાજકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિથી જુદી ન પાડી શકીએ. આર્થિક પરિસ્થિતિ અત્યંત વિકટ છે. આજે પરિસ્થિતિ વણસી છે કારણ આજે સાચી લોકશાહીનું પ્રવર્તન નથી. સાચી લોકશાહીમાં નાગરિકની જવાબદારી એ પાયાની વસ્તુ છે.
પ્રજાતિ યદાકામાને સર્વાન પાર્થ માગતાને આત્મજ્જૈવાત્મનાતુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્ચતે આમ શ્રીમદ્ ભગવદ ગીતા કહે છે, આત્મામાં જ લીન રહી કામનાઓ છોડી દેવા માટે શું કરવું? ઈન્દ્રની વાસના એટલી બધી પ્રબળ છે કે એને કાબૂમાં રાખવી અત્યંત દુક્યું છે. આત્મારથિન છે. બુદ્ધિ એ સારથિ છે. બુદ્ધિથી વિચારીને સંયમથી વાસનાઓ ઉપર કાબૂ મેળવવાનું ભારતીય તત્વજ્ઞાન કહે છે. પશ્ચિમને વિચારપ્રવાહ વાસનાને છુટ્ટો દોર આપે છે. જૈન ધર્મ કહે છે. આત્મા પોતે જ પોતાના સુખ-દુ:ખને કર્યા છે. હું મારો મિત્ર છું અને હું મારો દુશ્મન છું. પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ?