________________
Regd. No. MH. By/South 34 Llcence No. : 37
‘પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૨૩
પ્ર
મુંબઈ ૧ એપ્રિલ ૧૯૮૨, ગુરુવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
બુદ્ધ જીવન
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ા. ૧-૦૦
મુનિશ્રી સ ંતમાલ
[] ચીમનલાલ ચકુભાઈ
નિશ્રી સંતબાલ, શુક્રવાર તા. ૨૬ માર્ચને દિને, ૭૯ વર્ષની ઉંમરે હરકીસનદાસ હોસ્પિટલમાં કાળધર્મને પામ્યા. તેમને એક મહિના પહેલાં પાઘાતના હુમલા થયા હતા ત્યારે ચીંચણીથી મુંબઈ લાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાર પછી તિબયત સુધારા ઉપર હતી. હું બે વખત તેમને મળ્યો. પહેલાં ગયો ત્યારે શુદ્ધિમાં હતા પણ વાચા ન હતી. મને ઓળખ્યો એટલું જ નહિ પણ તેમના મુખ ઉપર હાસ્ય હતું અને મને જોઈ તેમને ઘણી પ્રસન્નતા થઈ તે દેખાઈ આવતું હતું. બીજી વખત મારા જન્મદિન ૧૧ માર્ચે ગયો. ત્યારે મને માંગલિક સંભળાવીઅનેઆશીર્વાદ આપ્યા. શુક્રવાર ૨૬ માર્ચ ને દિન સવારે પ્રસન્ન હતા, દૂધ લીધું, પ્રાર્થના કરીઅને પછી અચાનક મુખ ફેરવી નાખ્યું અને બે મિનિટમાં જ દેહ છોડી દીધા, હૃદયરોગના સખત હુમલા થયા એમ લાગે છે. ડોકટરો આવ્યા પણ નિરૂપાય હતા, દુર્લભજીભાઈ ખેતાણી, હું અને બીજા સંખ્યાબંધ ભાઈઓ અને બહેન હાસ્પિટલમાં દર્શનાર્થે પહેચ્યિા હતાં. ત્યાંથી ઘાટકોપર ઉપાઝાયે એમ્બ્યુલન્સમાં લઈ ગયા. આવતી કાલે (શનિવાર) સવારે ચિચણી લઈ જશે જયાં તેમનાં અંતિમ સંસ્કાર થશે. તેમણે ઈચ્છા પ્રદર્શિત કરી હતી કે તેમને કઈ થાય તે તેમની સંસ્થા ચિચણીમાં તેમનું દેહવિસર્જન કરવું.
તિબાલે દીક્ષા લીધી ત્યારથી હું તેમના પરિચયમાં રહ્યો છું. તેમના ગુરુ કવિશ્રી નાનીંદ્રજી મહારાજ પ્રભાવશાળી વ્યકિત હતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતા. તેમની પ્રેરણાથી ઘણાં લોકકલ્યાણનાં કાર્યા થયાં છે અને સંસ્થાઓ સ્થપાઈ છે. કેળવણી, સ્ત્રીઓની પ્રગતિ, ખાદી તથા ગ્રામેાદ્યોગને ઉત્તેજન વગેરે ઘણાં લેાકહિતનાં કાર્યો તેમના ઉપદેશથી થતાં ગાંધીજીના વિચારોથી પોતે પ્રભાવિત હતા અને જૈન સાધુની મર્યાદામાં રહી આ બધા વિચારોનો પ્રચાર કરતા, જૈન-જૈનેતર વિશાળ સમુદાય તેમના પ્રવચનો અને ભજનામાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા,
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
સંતબાલ બુદ્ધિશાળી અનેવિદ્રાન હતા. જૈન દર્શન અને સાહિત્યનો તેમને સારો અભ્યાસ હતા. ઉત્તરાધ્યયન, આચાર`ગ વગેરે આગમોનો ગુજરાતી અનુવાદ અને વિવેચના કરી છે. તત્ત્વાર્થસૂત્રનું શ્લેાકી ગુજરાતી ભાષદંતર કર્યું છે. પણ વિદ્વત્તા ઉપરાંત, સંતબાલમાં જીવનનો તરવરાટ ઘણા હતા. તેમના ગુરુ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા પણ સંતબાલને તેથી તિષ ન હતા, સંતબાલ બે ડગલાં આગળ જવા ઈચ્છતા હતા. શુભકાર્યો માટે ઉપદેશ આપવા તેટલાથી તેમને શાન્તિ ન હતી. સક્રિય રીતે તેમાં પડવું એવી તેમની ભાવના હતી. જૈન મુનિ આરંભ-સમારંભના કાર્યો કરે નહિ અને કરવામાં સીધી રીતે અનુમેદન આપે નહિ- તે શ્રાવકધર્મ છે, શ્રાવક પેાતાનું કર્તવ્ય કરે. જૈન ધર્મમાં અને ખાસ કરી તેના કામણ વર્ગમાં, અહિંસાના પાલન વિષે અને તેમાંથી ફલિત થતા આચારવિચાર
સંબંધે તીવ્ર મતભેદો હ્યા જ છે.
સંતબાલને તરવરાટ વધતો જતો હતો. પરિણામે, ગુરુ સાથે મતભેદ થયા અને વધતા ગયા. આ સંઘર્ષનો હું સાક્ષી હતો. કેટલીય ચર્ચાઓમાં મેં ભાગ લીધા છે. અતિ ગુરુ-શિષ્ય છૂટા પડયા, સંતબાલે પેાતાના માર્ગે જવાના નિર્ણય કર્યો. તીવ્ર મતભેદ હોવા છતાં, ગુરુ પ્રત્યેની ભકિતમાં જરાય ઉણપ આવી ન હતી. નાનચંદ્રજી મહારાજના જીવન પર્યંત સંતબાલની એવી જ ભકિત રહી. સંતબાલ ઉપનામ પણ એ ભકિતનું સૂચક છે. નાનચંદ્રજી મહારાજ પોતાને સંત-શિષ્ય કહેતા ને શિષ્યે સંતબાલ નામ ધારણ કર્યું.
સંતબાલને સંપ્રદાય બહાર મુકયા. શરૂઆતમાં સંતબાલ પ્રત્યે સારા એવા વિરોધ હતો, પણ તેમની પારદર્શક પ્રામાણિકતા અને નિષ્ઠા તથા તેમના રોવાના સુંદર કાર્ય જોયા પછી, આ વિરોધ ઓછા થયા એટલું જ નહિ-પણ તેમના પ્રત્યે આદર થયો.
સંતબાલે ગામડાઓમાં ખાદી, ગ્રામોદ્યોગ અને ગ્રામ ઉન્નતિની કાર્યો કરવાનો નિર્ણય કર્યો. ભાલ-નકઠાના પછાત પ્રદેશમાં તેમણે પેાતાના કાર્યનો પ્રારંભ કર્યો. આપણા દેશમાં, સત્તા, કીર્તિ કે લક્ષ્મી કરતાં, સંતપુરુષ અને ચારિત્રશીલ વ્યકિતઓનું જ વધારે સન્માન થાય છે. તિબાલે જૈન સાધુના કેટલાક આચારમાં છુટછાટ લીધી પણ મૂળ વ્રત અને મુનિવેષ કાયમ રાખ્યા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, સાધુતાના પ્રધાન લક્ષણા છે. આ બે વ્રતનું પાલન નિષ્ઠાપૂર્વક થાય તે બીજા આચારો પ્રમાણમાં ગૌણ છે. સંતબાલે આ બન્ને ખંડપણે પાળ્યા અને તે સાથે જૈન મુનિના બીજા ઘણા આચારો-પાદવિહાર, ગૌચરી, તપશ્ચર્યા વગેરેનું ચુસ્તપણે પાલન કર્યું. પણ આરંભસમારંભ કહેવાય એવા લાકકલ્યાણનાં કાર્યોમાં સક્રિય રીતે જોડાયા,
અમદાવાદ જિલ્લાના ધાલુકા તાલુકાના ગુંદી ગામે આશ્રમ સ્થાપ્યો અને પાતાની બધી પ્રવૃત્તિઓનું તેને કેન્દ્ર બનાવ્યું. બહુ સારા નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું જૂથ મળી ગયું. અબુભાઈ, કરેશીભાઈ, સુરાભાઈ, કાશીબહેન વગેરે સેવાભાવી ભાઈઓ અને બહેનો તેમના કાર્યમાં જોડાયાં. તે સાથે જૈન સમાજના ઘણા ભાઈઓ અને બહેનો તેમના કાર્યમાં મદદ કરતાં અને તે પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખતાં. સંતબાલની પ્રેરણાથી ભાલનળકાંઠાના ગામડાઓમાં સારી પેઠે લાકજાગૃતિ આવી એટલું જ નહિ પણ મોટા પ્રમાણમાં રચનાત્મક કાર્યો થયાં. રચનાત્મક કાર્યમાં પડેલ વ્યકિતને રાજકારણના સંપર્કમાં આવવું જ પડે છે. સહકારી મંડળીઓમાં, પંચાયતામાં ધારાસભામાં સારા માણસા ચૂંટાય, એવી જરૂરિયાત અનુભવાય છે. સંતબાલને આવી ચૂંટણીઓમાં સક્રિય રસ લેવે પડયા: સંતબાલને કોંગ્રેસ પ્રત્યે હંમેશાં શ્રાદ્ધા હતી. પણ કોંગ્રેસ તંત્રમાં વિખવાદ હોય ત્યાં કોઈ વખત સંઘર્ષમાં ઉતરવું પડતું. ભ્રષ્ટાચાર હોય ત્યાં શુદ્ધિ પ્રયોગ પણ કરવા પડયા, વાદવિવાદમાં ઉતરવું પડયું. શુદ્ધ સાધ