________________
તા. ૧-૩-૮૨
પ્રબુદ્ધ
વાસના-વિજ્યના માર્ગે કૂચ આરંભવા ઈચ્છનારે શાનિ ઓએ બતાવેલ આત્માક્ષાત્કારના માર્ગે ચાલ્યા વિના છૂટકો નથી એ સત્ય આજે ચિંતનશીલ વૈજ્ઞાનિકો પણ ખૂલવા લાગ્યા છે.
બાહ્ય સંયોગો અને પરિસ્થિતિએ વિનશ્વર છે અને જીવનમાં શાંતિ અને સુખ બાહ્ય સાધતેથી નહિ, પણ આત્મામાંથી જ મળી શકવાનાં, એ એકડો અધ્યાત્મની પાઠશાળામાં જેન શીખે તેને કુદરત પાતાની રીતે એ પાઠ ભાવે છે. માનવસર્જિત તોફાનો, યુદ્ધ, અવિસ્ફોટ કે ધરતીકંપ, પૂર, દુષ્કાળ આદિ કુદરતસર્જિત આપત્તિઓથી સંખ્યાબંધ માણસા ાતે જેને જીવનધારા માનતા હોય છે તે ધરબાર કુટુંબ પરિવાર અને જીવનભરની મહેનતથી એકઠી કરેલી સંપત્તિ વગેરે એક પલકારામાં ખોઈ બેસે છે. ‘આ બધું નશ્વર છે' એ જ્ઞાતિનું વચન સમજવાનો ઈનકાર કરનાર જગતને કુદરત આ રીતે એ પાઠ ભણાવે છે અને એમ કરીને, એની બહિર્મુખ દષ્ટિને અંતર્મુખ થવાની તક ઊભી કરી આપે છે.
આ પાઠ આપણે અધ્યાત્મની નિશાળમાં શાનીઓના ચરણે બેસીને શીખી લેવા કે કુદરતની નિશાળમાં તંગી, વિયેાગ, વિનાશ અને વિષાદ અનુભવીને, દીર્ધકાળ સુધી ચિંતાની ભઠ્ઠીમાં શેકાતા રહી શીખવા, એ આપણી ઈચ્છા ઉપર છેડયું છે કુદરતે.
આત્મીય શકિતના જૈતિક વિકલ્પ
[] ગુણવંત ભટ્ટ
માનવીય શકિતના વિકલ્પે અત્યારે જેમ મશીનો છે, તેવી રીતે જ આજે આત્મીય શક્તિના વિકલ્પે આપણે કઈ ભૌતિક શકિતને આધ્યાત્મિક સ્વરૃપે સ્વીકારી શકીએ તેમ છીએ એનું મનોવિશ્લેષણ કરવાનો અવકાશ-સમય આવી ગયો છે.
આત્મીય-શક્તિ દ્વારા ઈશ્વર સ્વરૂપ બની શકાય છે એ કથન નિર્વિવાદ, સત્ય-સ્વરૂપે સ્વીકારવા જેવું છે-તો એ અનિવાર્ય નિષ્પન્ન ભૌતિક ભાવનાના ઉદ્ભવ, નિર્વિકાર સ્વરૂપે કેમ કરી શકાય એ પણ વિચાર કરવા જોઈએ!
આ જગતનું કોઈ સ્વરૂપ નિિિપ હોતું નથી, સર્વ માટે કોઈકને કોઈક વિકલ્પ હોય છે, તેમ આત્મીક -આધ્યાત્મિક શક્તિનો વિકલ્પ કેમ ન હોઈ શકે?
પરંતુ એ નિધિકિલ્પ હોય એ સત્ય પરંતુ એ નિર્વિકાર હોવું પણ અનિવાર્ય છે - કોઈક અકલ્પીય તેજસ સ્વરૃપ હોવું જોઈએ; જેવી આત્મીય - સ્વરૃપ જે રીતે ઈશ્વર સ્વરૃપ બનવાનો માર્ગ નિષ્કંટક અને ટૂંકા લાગે! -કારણ કેઆપણે આત્મીક ભાવથી નહીં, ભૌતિક-સ્વરૃપ દ્વારા એ માર્ગ શોધવા છે.!
—જો કે ભૌતિક શકિત સ્વરૂપ એ માર્ગનું કોઈ નવું સ્વરૂપ સર્જવાને અહીં વિચાર નથી – પર પરાથી ચાલ્યો આવતે એ માર્ગ તો છે જ; પરંતુ એના વિકાસ ન નહિવત્ અને નિર્વિકાર નથી!
કર્મ અને ધર્મના ભેદ માનવીએ - માનવીએ જુદા છે, પરંતુ મૂળમાં બંનેના સ્વરૂપમાં ભેદ નથી!
ધર્મ દ્વારા ઈશ્વર સ્વરૂપ બની શકાય છે તેવી રીતે કર્મ દ્રારા પણ ઈશ્વર સ્વરૂપ બની શકાતું હોય છે - કર્મ દ્વારા પણ માણસના અંતરમાં તેજસ-સ્વરૂપ પ્રગટે છે!
‘કર્મ” એ ઈશ્વર પ્રેરિત આધ્યાત્મિક સ્વરૃપનું જ એક પાસુ છે બેશક, કર્મ એ ભૌતિક સ્વરૃપ પણ છે; પરંતુ કોઈક ર્મ, ક્યારેક ધર્મ કરનાં વધુ મૂલ્યવાન અને રાત્યપ્રેરક બની શકે છે!
મહર્ષિ અરવિંદ, આધ્યાત્મિક સ્વરૂપે નહાતા રંગાયા એ પૂર્વે આઝાદી ચળવળમાં હતા! જયારે એ મહર્ષિ બન્યા ત્યારે આઝાદી ચળવળ દરમિયાનના એક સાથી એમની પાસે ગયા અને કહ્યું: મને કોઈક એવા પ્રાયશ્ચિત માર્ગ બતાવો કે જેનાથી એક અંગ્રેજની હત્યાના પાપમાંથી હું મુક્તિ મેળવી શકું
અને મહર્ષિએ ત્યારે એને કહેલું: ‘તું આવા ભ્રમમાં શા માટે જીવે છે? તે એ અંગ્રેજને તારા અંગત લાભ માટે નહાતો માર્યા, વળી એને મારવાનું પણ તારું પૂર્વયોજિત કર્મ નહોતું અને
1
જીવન
૨૦૯
જ્યારે એ શબદ્ધ માનવીએ તને મારવાના પ્રયત્ન કર્યો હતો અને તું તારા દેશની આઝાદીની ભાવનાથી જંગ ખાલતો હતો. સ્વાભાવિક તારા પર શસ્ત્ર ઉગામનારને તે માર્યો છે-તારું, એ સમયનું–ાળનું એ કર્મ હતું - અને એ તારું કર્મ નીંઘ નથી!” તેં કોઈ પાપ કર્યું નથી – તારા આ ભ્રમ દૂર કર !”
મહર્ષિની આ વાણીમાં, કાળ-સમયના અવશે થયેલી હત્યા એ પણ પાપ બનતું નથી, પર’તુ સત્યપ્રેરક ‘કર્મ’ બની જાય છે!
આપણા દેશમાં ‘કર્મ’નું સાચું સ્વરૂપ જન્મ્યું નથી. એટલે જ આપણે આધ્યાત્મિક માર્ગ માટે માત્ર આત્મીયશક્તિ ના વિ૯૫ એવા કર્મ માર્ગને સ્વીકાર્યા નથી!
કર્મ અને ધર્મના સ્વરૂપમાં સાચે કર્યા છે? ધર્મમાં દ’ભી છે, કર્મમાં દર્ભનો અવકાશ છે, પણ સદંતર આછા છે! ધર્મના દંભ કળાતા નથી, કર્મના દર્ભ તરત જ સત્ય સ્વરૂપે પ્રગટે છે.
7
– જો કર્મ અને ધર્મના આ ભેદ સાચા ભેદ આપણે પામીએ તો, આપણી આધ્યાત્મિક ભૂમિકાના લક્ષ્યવેધ સ્વરૂપ તરીકે ધર્મ કરતાં કર્મને જે સત્યસ્વરૂપે સ્વીકારે છે તે જ સત્યને સાચા અર્થમાં રામજી શકે છે !
અહીં એવું કહેવાનો અર્થ નથી કે ઈશ્વર સ્વરૂપ બનવા માટે આત્મીય શકિત નિરર્થક છે-પરંતુ આ સ્વરૂપ, વયાતીત અવસ્થામાંજ્યારે કર્મ શક્તિના સર્વશે ક્ષય થઈ જાય ત્યારે જ આ માર્ગ આધ્યાત્મિક શકિતના સાચા માર્ગ છે!
આત્મીકભાવ સત્યસ્વરૂપ છે તેવી જ રીતે કર્મભાવ પણ સત્ય સ્વરૃપ જ છે!
કર્મ માટેને સત્ય-સાંકલ્પ એ કર્મનિષ્ઠા ભાવપ્રેરિત કર્મના ઉદય એ ઈશ્વર પ્રતિ વધુ નિકટતાનો માર્ગ છે.
પ્રભુ જીવન
(રજિસ્ટ્રેશન એફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ રૂલ્સ અન્વયે ૧૯૫૬ના) (ફાર્મ નં. ૪)
પ્રબુદ્ધ જીવન' સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધ સ્થળ : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. |રોડ, મુંબઈ - ૪.
: દર મહિનાની પહેલી અને સાળમી ’ તારીખ.
૨. પ્રસિદ્ધ ક્રમ
૩. મુદ્રકનું નામ કયા દેશના
ઠેકાણુ
૪. પ્રકાશકનું નામ કયા દેશના
ઠેકાણ
૫. તંત્રીનું નામ
કયા દેશના
ઠેકાણુ
: ચીમનલાલ જે. શાહ
: ભારતીય
૬. માલિકનું નામ અને સરનામું
: ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર
વી. પી. રોડ, મુંબઈ - ૪.
• ચીમનલાલ જે. શાહ
: ભારતીય
: ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર
વી. પી. રોડ, મુંબઈ -૪.
: શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ : ભારતીય
: ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪
: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, • ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઇ - ૪.
હું ચીમનલાલ ચકુભાઇ શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૮૨ ચીમનલાલ ચકુભાઈ હિ