________________
૨૦૦
દક્ષિણ
પ્રબુદ્ધ જીવન
ધ્રુવ ખંડ અને તેની કાતિલ અજાયબીઓ
Û
વિજયગુપ્ત મૌ
ટાકટિકા, એટલે દક્ષિણ ધ્રુવ ખંડ આપણા માટે તન નવા છે. ઘણા વાચડાને ભારત કરતાં પાંચ ગણા આ મોટા ખંડ વિશે કંઈ ખ્યાલ નહીં હોય, કેટલાકને તેના હવામાન જેવા જ ધૂંધળે ખ્યાલ હશે. ડિસેમ્બરમાં પાલર સર્કલ નામના જહાજ ઉપર સવાર થઇને જાન્યુઆરીમાં આપણા ૨૧ વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર ઊતર્યા એ આપણા માટે એક ઐતિકાસિક ઘટના છે. નાવના આમુન્દસને ભેંકાર ખંડ વીંધીને દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર નવના વાવટો ફરકાવ્યો તેને સિત્તેર વર્ષ થઇ ગયાં; પરંતુ આ ૭૦ વર્ષ
દરમિયાન માત્ર બાર દેશેાના વિજ્ઞાનીઓએ ત્યાં આવ-જા કરી છે. તે પૈકી એશિયાઇ દેશોમાં જાપાન પછી ભારત બીજો દેશ છે.
જે જમાનામાં આજ છે એવી વૈજ્ઞાનિક સગવડો નહતી તે જમાનામાં આનુન્દસન, સ્કોટ અને શેલ્ટન જેવા અતિ હિંમતવાન અને અતિ ખડતલ સાહસવીરો આ ખંડની અતિ ક્રૂર કુદરતના હાથે શી યાતનાઓ ભોગવી હશે તેની આપણે કલ્પના પણ કરી ન શકીએ. બ્રિટનના કેપ્ટન સ્કોટનો આખા કાફ્લો પીડાઇ પીડાઇને માર્યો ગયો હતો. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી સગવડો કરી આપી છે તેમ છતાં દિણ ધ્રુવ ખંડ પર ઊતરવું તે એક પરાક્રમ છે. દક્ષિણ ધ્રુવ પર પહોંચવું તે એક વિશેષ પરાક્રમ છે. આપણા વિજ્ઞાનીઓને બે દિવસ ફાંફા માર્યા પછી જહાજના ભૂતક પરથી હેલિકોપ્ટર વડે “ભૂમિ” પર ઊતરવામાં સફળતા મળી હતી. ખરેખર તો આ ખંડની ભૂમિ સેંકડો કે હજારો ફૂટ જાડા બરફના ઘર નીચે દટાયેલી છે. આ હિમરાશની સરેરાશ ઊંડાઇ હજારા ફૂટ છે.
કુદરતે જાણે માણસની ચઢાઈ સામે આ ખંડની લ્લેિબંધી કરી રાખી હોય તેમ તેની આસપાસના દક્ષિણ ધ્રુવ મહાસાગર ઠેરઠેર નાના-મેટા બરફ્ અને બરફના તરતા ડુંગરા વડે છવાયેલા છે. બરફનો તરતા ડુંગર બહાર જેટલે। દેખાતા હોય તેનાથી આઠ-નવ ગણા પાણીની અંદર હેાય છે. કેટલાક ડુંગરા પાણીની બહાર સેંકડો ફૂટ ઊંચા હોય છે અને ઘણા માઇલ લાંબા હોય છે. કેટલાક ધનવાન આરબ દેશો એવા પણ વિચાર કરે છે કે ટગ નૌકાઓ વડે આવા એકાદ તરતા ડુંગરને અરબસ્તાનના કાંઠા સુધી ઘસડી લાવી તેનું પાણી રણપ્રદેશને પૂરું પાડવામાં આવે તો ત્યાં હરિયાળી ખેતી થઇ શકે અને પાણીની તંગી ન રહે. બરફના એક ડુંગર વર્ષો સુધી પાણી આપી શકે. તેનું પાણી મીઠું હોય છે.
દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર જે હિમવર્ષા થાય છે તેથી જે બરફ તેની ઉપર સમાઇ ન શકે તે સરકતા સરકતા તેના ઊંચા કાંઠા પરથી સમુદ્રમાં તૂટી પડેછે. સરવાની ગતિ ઘણીધીમી હોય છે. પણ વારંવાર વિશાળ હિમરાશિઓ માટા કડાકા સાથે તૂટી પડતા હોય છે, તેમાંથી બરફના તરતા ડુંગરા બનીને પવન અને પ્રવાહમાં તણાતા જાય છે. કેટલાક તરતા ડુંગરો તો પચાસ કિલેમીટર કે તેથી પણ લાંબા હોય છે. ખંડ ઉપર અને સમુદ્ર ઉપર કલાકના ૨૦૦-૩૦૦ કિશમીટરની ઝડપથી તફાની પવન ફૂંકાતા હોય છે. હિમ ઝંઝાવાતમાં બંદૂકની ગાળીના છરાની જેમ હમકણીઓ વીંઝાતી હોય છે. બહારની દુનિયા સાથે આ ખંડને સત્સંબંધ નથી. સૌથી નજીક દક્ષિાણ અમેરિકાના દક્ષિણ છેડે છે, જે એક હજાર કિલોમીટર દૂર છે.
દક્ષિણ ધ્રુવ ખંડનું હવામન પના ન થઇ શકે તેવું દૂર છે. તેથી અહીં સેવાળ સિવાય બીજી ડાઇ વનસ્પતિ થતી નથી, બે જાતનાં પંખી સિવાય અને એક જાતા જીવડા સિવાય બીજી કોઇ
તા. ૧૬-૨-૯૨
જીવસૃષ્ટિ નથી, પણ સમુદ્રમાં મત્સ્ય સૃષ્ટિ અને બીજી જલચરસૃષ્ટિ ઘણી છે, જેમાં ફેફસાં અને આંચળવાળા સીલનો પણ સમાવેશ
થાય છે.
આ વેરાન ખંડ ડુંગરાળ છે, એટલું જ નહીં પણ બે ધખતા જ્વાળામુખી પણ ધરાવે છે. પર્વતમાળાઓનાં શિખરોની ઊંચાઈ પંદર હજાર ફ્ ટથી પણ વધારે ઊંચી છે. મધ્ય ભાગ તિબેટ જેવા ઉચ્ચ પ્રદેશ છે. સમગ્ર ખંડની સરેરાશ ઊંચાઈ છ હજાર ફ્ ટ છે, બીજા કોઈ પણ ખંડ કરતાં બમણી. દુનિયામાં જેટલો બરફ છે તેના નેવું ટકા બરફ એકલા આ ખંડમાં છે. દુનિયામાં આવું ખરાબ અને અસહ્ય હવામાન બીજે કશે નથી. શિયાળામાં ઉષ્ણતામાન શૂન્ય નીચે ૮૦ અંશ ફેરનહાઈટ સુધી ઊતરી જાય છે. ઉનાળામાં પણ રારેરાશ ઉષ્ણતામાન ૧૫ અંશ, એટલે ઠારબિંદુની નીચે રહે છે. આટલી ઠંડી એવરેસ્ટ ઉપર કે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં પણ નથી પડતી. ઉત્તર ધ્રુવ પ્રદેશ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ વચ્ચેના તફાવત પણ જાણવા જેવા છે. ઉત્તર ધ્રુવ પ્રદેશ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા એ ત્રણ ખંડોના ઉત્તર કાંઠા વડે ઘેરાયેલ મહાસાગર છે, જેમાં ક્યાંક કયાંક ધરતી ડોકાય છે. પરંતુ ઉત્તર ધ્ર ુવની આસપાસ મહાસાગરની વિશાળ સપાટી થીજલી રહે છે અને ઉત્તર ધ્રુવ પણ એ થીજેલી સપાટીવાળા મહાસાગરના પાણીમાં છે. દક્ષિણ ધ્રુવ ખંડ તેનાથી ઊલટી આકૃતિ ધરાવે છે. તે હિંદી મહાસાગર, આટલાંટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વડે ઘેરાયેલ અને ઊંચા ખંડ છે. તેથી ત્યાં અસાધારણ ઠંડી અને અસાધારણ પવન હોય છે.
ઈ. સ. ૧૭૭૪માં બ્રિટનના કેપ્ટન કુકે અને તે પછી અમેરિકાના નાથાનિયલ પામરે તથા રશિયાના બૅલિંગસેસેને દક્ષિણ ધ્રુવ ખંડના અસ્તિત્વની શોધ કરી તે પછીનાં બસ્સો વર્ષ દરમિયાન ઘણા બધાદુરોએ તેની શોધખાળ કરવાના પ્રયાસ કર્યા હતા અને કેટલાક માર્યા પણ ગયા હતા. ધ્રુવ સર કરવાની સફળતા તો છેક તા. ૧૪-૧૨-૧૯ ૧૧ના રોજ નાવે ના રોઆલ્ડ આમુન્દ્રસનને મળી, તે પછી ૧૮-૧-૧૯૧૨ ના રોજ બ્રિટનને કેપ્ટન રોબટ સ્કોટ ત્યાં પહોંચ્યો, પણ પાતાની પહેલાં નોર્વેના આમુન્દ્સન આ યશ ખાટી ગયા છે એ જાણીને તે હતાશ થઈ ગયો, તેના કાફ્સાએ અહીં જે યાતનાઓ ભાગવી તે દુનિયાની ભૌગોલિક શોધખાળની તવારિખમાં એક ઘણુ કરુણ પ્રકરણ છે.
દક્ષિણ ધ્રુવ ખાંડ સાથે ઘણાં નામેાસંકળાયેલાં છે, તેમાં મુદસન અને સ્કોટ પછી અમેરિકાના એડમિરલ બાયર્ડનો ઉલ્લેખ કરવો
જોઈએ. દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર ચઢીને હજારો ટ ઊંચા હિમાચ્છાદિત પર્વતો ખૂંદી ધ્રુવ પર પહોંચવું તે પરાક્રમની દષ્ટિએ બહુ મોટી વાત હતી. પરંતુ મહત્ત્વ તો વૈજ્ઞાનિક સંશોધનનું છે. રોમિલ બાયડે વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત કરી. તે આ બિહારણા ખંડ પર જેટલા સમય રહ્યો તેટલે સમય તેના કોઈ પરોગામી નહોતા રહી શક્યા. અહીં ધ્રુવ ઉપર છ મહિનાની રાત અને છ મહિનાના દિવસ હોય છે. રાત ઘણી ભયાનક હોય છે. અહીં પહેલી રાત ગાળનાર બાયર્ડ હતો. હવે તો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, નાવે. વગેરે દેશએપી-ફેબ્રિકેટેડ અસબાબની બનાવેલી અને ઠંડી તથા પવન સામે રક્ષણ આપતી કાયમી છાવણી સ્થાપી છે. અમેરિકા તો અણુભઠ્ઠી વડે છાવણી માટે વીજળી પણ ઉત્પન્ન કરે છે. અહીં બધા દેશના વિજ્ઞાનીએ રશિયન અને અમેરિકનો પણ સંપીને સહકારથી રહે છે. તેમને જોઈતાં ખારાક, કપડાં, ઔષધા, સંશોધનનાં સાધના, પુસ્તકો-સામયિકો, મનોરંજનનાં સાધનો વગેરે
Po