SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૮૨ પ્રેમળ ચાતિ પ્રેમળ જ્યોતિની માનવતાની પ્રવૃત્તિઓમાં એક નવી પ્રવૃત્તિની જ્યોત રવિવાર, તા. ૭મી ફેબ્રુ આરીએ ઘાટકોપર ખાતે તિલક રોડ ઉપર પ્રકટી છે અને ઘાટકોપર ખાતે રહેતા નેત્રહીન ભાઈશ્રી દિનકર ભાસને એક સ્ટોલ આપવામાં આવ્યો છે. નેશનલ એસેસિયેશન ફોર ધ બ્લાઈન્ડના પ્રમુખ શ્રી વિજય મર્ચન્ટે અનેક નેત્રહીનોને સ્ટોલા અપાવી, બેન્ક પાસેથી ચીજવસ્તુ માટે લેનઅપાવી અનેક નેત્રહીનોને સામાજિક અને આર્થિક રીતે પગભર કર્યા છે. અત્યાર સુધી આ સંસ્થાએ ૪૧ સ્ટોલ બૃહદ મુંબઈમાં જુદે જુદે ઠેકાણે ખાલ્યા છે. ઘાટકોપર ખાતે આ ૪૨મા સ્ટોલ હતો. પ્રેમાળ જયોતિની બહેનોને શ્રી વિજય મર્ચન્ટ પાસેથી પ્રેરણા મળી અને આ દિશામાં તેખાએ પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિના પ્રથમ પ્રેરણાદાતાશ્રી નવીનમાઈ કાપડિયા અમને મળ્યા. તેઓશ્રીએ બે સ્ટોલ માટે રૂપિયા સાત હજાર અમને આપ્યા –અને એમાંથી એક સ્ટોલનું ઉદ્ઘાટન રવિવાર ૭મી ફેબ્રુ આરીએ શ્રી વિજય મર્ચંટના વરદ હસ્તે થયું. આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રી ગોરધનદાસ દુતિયાએ પ્રમુખસ્થાન લીધું હતું. જ્યારે યુવક સંઘની કારોબારીના સભ્ય તથા કોર્પોરેટર શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ અતિથિવિશેષ હતા અને શ્રી પ્રતાપ ગાંધી તથા શ્રી તરુ લાલવાની માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. નેત્રહીન શ્રી દિન ભોસલે જેમને આ સ્ટોલ આપ વામાં આવ્યો એમણે સૌનું પુષ્પમાલાથી સન્માન કર્યું હતું. શરૂઆતમાં શ્રીમતી નિરુબેન શાહે પ્રાર્થના કરી, ત્યારબાદ શ્રીમતી કમલબેન પીસપાટીએ સૌને આવકાર આપ્યો. શ્રી ચીમનલાલ જે. શાહે જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓનો અને સવિશેષ પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિને પરિચા આપ્યા. શ્રી પ્રતાપ ગાંધી, શ્રી હરિલાલભાઈ શાહ તથા શ્રી તરુ લાલવાણીએ પ્રેમળ જ્યોતિની આ પ્રવૃત્તિને બિરદાવી આશીર્વાદ આપ્યા. શ્રી ગેોરધનદાસ દુતિયાએ એમના આનંદ વ્યકત કર્યો હતો. સ્ટોલનું ઉદ્ઘાટન કરતા શ્રી વિજય મર્ચન્ટે કહ્યું કે તમે મંદિરમાં જાવ ત્યારે દિન ભાસલે જેવી અનેક વ્યક્તિઓ સમાજમાં સુખી થાય એવી પ્રાર્થના કરો, શ્રી મન્સુન્નીકરે આભારદર્શન કર્યું હતું. આ સમારંભમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રભુ ચિમ્બુલકર પણ ઉપસ્થિત હતા. સપારમને અંતે ઉપસ્થિત પ્રેક્ષકોમાંથી ઘણા બધાએ ભાઈ દિનકર ભાસત્રેના સ્ટોલમાંથી ઘરવખરીની ચીજો ખરીદી હતી. મુંબઈની ઘાટકોપર ગયેલા ભાઈબહેનોને શ્રી પ્રતાપ ગાંધીએ રત્નચિામણી કૉલેજની લાઈબ્રેરીમાં હેલમાં જમાડયા હતા – આ માટે અમે શ્રી પ્રતાપ ગાંધીના આભારી છીએ. અભ્યાસ વર્તુળ આગામી કાર્યક્રમ વકતા : શ્રી ચુનીલાલ મહારાજ સમય : શનિવાર, તા. ૨૭-૨-'૮૨ સાંજે ૫ વાગે સ્થળ: પરમાનંદ કાપડિયા હાલ વિષય: માનવ સેવા એ જ પ્રભુ સેવા ગુજરાતમાં છોટાઉદેપુર પાસે આવેલા આદિવાસીઓમાં છેલ્લા લગભગ પચીસ વર્ષથી સહકુટુંબ એકધારી સતત માનવ સેવા કરી રહેલા પૂ. શ્રી ચુનીલાલજી મહારાજને સાંભળવા એ એક અનન્ય લ્હાવો છે. કારમી ગરીબી અને જંગલી જેવી પ્રજાની વચ્ચે જીવનાં જોખમે વસીને તેઓ જે કામ કરી રહ્યાં છે. તે જાતે ત્યાં જઈને જોવા જેવું છે. પ્રબુદ્ધ જીવન સૌ મિત્રાને સમયસર ઉપસ્થિત થવાની વિનંતી છે. સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસવર્તુળ, ૧૯૯ જે સ્ટાલથી નેત્રહીન દિનકર ભાસલે પગભર થો PREMAL JYOTI SHRI BOMBAY JAIN YUVAK SANGH (CERTESY MAUIH UMAI KAPKOJA. STALL DONATED BY PREMAL JYOTS THE B&T COMMITTEE OF THE SUR THE FORME KUL RAT STALLS NO-36 WORKING CAPITAL TO THE BLAD VENDOR FINANCED BY CENTRAL BANK OF IND બાગમા આ સ્ટોલ રિવવાર નેત્રહીન શ્રી દિનકર ભેાસલેને તા. ૭મી ફેબ્રુઆરીએ ઘાટકેપર તીલક રોડ ઉપર પ્રેમળ જ્ગ્યાતિ (સૌજન્ય શ્રી નવીનભાઈ કાપડિયા) તરફથી આપવામાં આવ્યે અને જેનુ ઉદ્ઘાટન શ્રી વિજય મન્ટના વરદ્ હસ્તે થયું. સંઘ સમાચાર ફાધર વાલેસનુ એક જાહેર પ્રવચન રવિવાર તા. ૨૮-૨-૮૨ સવારના ૯-૩૦ કલાકે ચેપાટી – બિરલા ક્રીડા કેન્દ્ર,વિષય : આત્મીયતા અને ઔપચારિકતા ગાંધીજીનુ વિરાટ વ્યકિતત્વ ઉપરોકત વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના બે પ્રેરક પ્રવળા બે કેસેટા ઉપર રેકર્ડ થયા છે. આ બંને કેસટ રૂા. ૬૦/-માં કાર્યાલયમાં પૈસા ભરવાથી મળી શકશે. વસંત વ્યાખ્યાન માળા ટાટા પ્રતિ વર્ષની જેમ દેશના સાંપ્રત પ્રવાહો ઉપર ચાર પ્રવચને ઓડિટોરીયમમાં સામવાર તા. ૧૨-૪-૮૨ ગુરુ વાર, તા. ૧૫-૪-૮૨ સુધી સાંજના ૬ વાગે રહેશે. વિષય અને વકતાઓ નક્કી થયે એની જાણ સૌને કરવામાં આવશે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, 7
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy