SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૮૨ પ્રબુદ્ધ જીવન ૧૯૭૪ . -- -- ---- ---- - પાસે આવીને વાત કરી. એમણે કહ્યું, “જાઓ, પૂનિયા શ્રાવક પાસેથી સામાયિક લઈ લે.” રાજા પાસે શું કમી હોય? જે માગશે તે આપીને રાજા સામાયિક (એકાગ્રતા) ખરીદવા તૈયાર થાય છે. ગરીબ પૂનિયા શ્રાવકની શાંતિ પાસે ધનને ઢગલે નકામે બની ગયા. સમ્રાટ અહંમ ઓગળી ગયો. ૭૨ વર્ષના આયુષ્યમાં નિર્વાણ પામી મહાવીર સ્વામી સિદ્ધમુકત બની ગયા અને અનેક લોકોને મુકિતને માર્ગ બતાવવા ગયા. એમણે અહિંસા, સમતા અને સ્વતંત્રતાને રાહ બતાવી માનવ મનને હજારો ગ્રંથિઓમાંથી મુક્તિ અપાવી. -(‘વીર નિવણ વિચાર -સેવા - ઈન્દોર’ના સૌજન્યથી) - “નિયાણુ વિશે સ્પષ્ટતા આત્મ - જાગૃતિ -પ્રધાન “અહિંસક યજ્ઞ’ને પ્રતિષ્ઠિત કર્યો હતો. હરિકેશ મુનિ વિહાર કરતાં કરતાં એક થના સ્થળે પહોંચી ગયા. એમણે કહ્યું. ‘આ યજ્ઞ એ શ્રેષ્ઠ યશ નથી; જેમાં ઇન્દ્રિય અને મનને સંયમ હોય, અહિંસાનું આચરણ હોય અને દેહનું વિસર્જન થાય એ શ્રેષ્ઠ યજ્ઞ છે.’ કોઈકે પૂછયું, “શું આપ પણ યજ્ઞ કરે છે?' “દરરોજકરું ” મુનિએ સહજ રીતે કહ્યું, પછી સમજાવતાં કહ્યું, ‘મારા યજ્ઞમાં તપ જોતિ છે, ચૈતન્ય જતિ સ્થાન છે. મન, વાણી અને કાયાની સદ પ્રવૃત્તિઓ જ ઘી નાખવાની કડછી છે. શરીર અગ્નિ પ્રગટાવવાનું ઈંધણ છે. સંયમ શાંતિ - પાઠ છે. આ રીતે હું અહિંસક યા કરું .' આપણી સામાજિક જાગૃતિનો ઇતિહાસ એ વાતને સાક્ષી છે કે, થની આ નવી વ્યાખ્યાથી પશુ બલિની વાત હચમચી ગઈ. સમાજની રૂઢ, ખોટી માન્યતાઓનું મહાવીર સ્વામીએ અનેક રીતે અવમૂલ્યન કર્યું. એમને જન્મને કારણે રચાતી વર્ણવ્યવસ્થાની માન્યતાને જુદી રીતે સમજાવી, એમણે કહ્યું, ‘કર્મથી માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર હોય છે.’ એટલું જ નહીં, સાધુત્વ અને વેશના વિધ્યમાં પણ એમણે કહ્યું, ‘માત્ર મુંડન કરાવવાથી કોઈ સાધુ નથી બની શકતો; “ઓમ”ને જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ નથી બની શકતે. જંગલમાં વસવાથી મુનિ નથી બની શકતે ને દર્ભ ઘાસનાં વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી નથી બની શકો.' ' તે કેવી રીતે બની શકે? સમભાવથી સાધુ થવાય, બ્રહ્મ- ચર્થથી બ્રાહાણ થવાય, શાનથી મુનિ થવાય અને તપથી તપસ્વી બની થાય.' એમની લાંબી સાધનાનો અનુભવ એ હતો કે, ભાષામાં એ સામર્થ્ય નથી કે સંપૂર્ણ સત્યને પ્રકટ કરી શકે. શબ્દને પિતાની સીમા છે. શબ્દો જડ છે. આપણા બધાં સત્ય અધૂરાં છે. અપૂર્ણ છે. એમણે કહ્યું, “શ્રેષ્ઠ, મહાન અને જાગૃત માણસોએ નિશ્ચયાત્મક વાણી ન બોલવી જોઈએ.' કારણ કે સત્યની સર્વ અપેક્ષાથી તેવી વાણી બેલવી કે સમજવી એ ઘણી અઘરી વાત છે. એટલા માટે અનાગ્રહપૂર્ણ સમન્વયમૂલક સાપેક્ષ સત્ય જ હિતકારક છે એમ ભગવાને બતાવ્યું છે અનેકાન્ત કે સ્યાદવાદ એમના દીર્ઘકાલીન ચિંતનનું પરિણામ છે. અહિંસાની ઊંડી સાધનામાંથી જ સાપેક્ષ સત્ય ઉદભવે છે. આ જનજાગરણ માટે મહાવીર સ્વામીએ ભાષાના રૂપવિધાનનો કોઈ આગ્રહ ન રાખ્યો. ભાષાનો આગ્રહ આપણને મુશ્કેલીમાંથી બચાવી નથી શકતો. મહાવીર સ્વામી કોઈ ઈશ્વરીય સંદેશ લઈને નહોતા આવ્યા. એમને સંદેશ એમની સાધનામાંથી સિદ્ધ થયેલ અનુભવોનો સંદેશ હતો. પ્રત્યેક જીવમાં ઈશ્વર બનવાની અનંત શકિત રહેલી છે. એટલે જ પોતાની વાત એમણે પ્રાકૃતમાં-પ્રકૃતિની ભાષામાં લોકોની ભાષામાં રજૂ કરી. એનાથી ધર્મ સર્વસુલભ બની ગયો. મહાવીર સ્વામીના આ ઉદાર દષ્ટિકોણથી સ્ત્રી અને શુદ્રને ધર્મ ગ્રંથ વાંચવાનો અધિકાર મળી ગયો. મહાવીર સ્વામી પ્રખર તપસ્વી હતા. કેટલાય દિવસો સુધી એ ધ્યાનમાં ઊભા રહી જતા; આહાર - પાણી ન લેતા, છતાં શરીરને સતાવવાથી ધર્મ થાય એમ કયારે પણ એમણે નથી કહ્યું. શરીરને સાધના જોઈએ, જેથી કષ્ટ આવતાં વિચલિત ન થાય. એમણે મનને શારીરિક તપથી અધિક મહત્ત્વ આપ્યું. બે દિવસના ઉપવાસ બે ઇડીના ધ્યાનથી બરોબરી ન કરી શકે. કર્મકાંડ કરતાં સંયમને એમણે વધારે મહત્ત્વ આપ્યું. સમ્રાટ શ્રેણિકનું મન સ્થિર રહેતું ન હતું. મહાવીર ભગવાન | ડે. રમણુલાલ ચી. શાહ ‘પ્રબુદ્ધ જીવનના ૧૬મી નવેમ્બરના અને ૧લી ડિસેમ્બરના અંકમાં ‘નિયાણુ’ વિશે મારો લેખ છપાય છે. તેમાંના બે-ત્રણ વિધાન પ્રત્યે મારા મિત્ર શ્રી કૌતિભાઈ માણેક્લાલે ધ્યાન દોર્યું છે અને તે વિશે સ્પષ્ટતા કરવાની આવશ્યકતા છે. શ્રી કીર્તિભાઈ, કર્મસિદ્ધાંત અને ગણિતાનુયોગના ઊંડા અભ્યાસી છે અને તે વિષયના જિજ્ઞાસુઓ માટે પોતાને કિંમતી સમય આપીને દર અઠવાડિયે નિયમિત વર્ગ પણ ચલાવે છે. મારા લેખમાં ચક્રવતઓ વિશે મેં આ પ્રમાણે લખ્યું છે: જન કર્મસિદ્ધાંત પ્રમાણે જેટલા ચક્રવર્તીઓ થાય છે તેટલા હમેશાં પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક ચક્રવર્તી થાય છે અને ચક્રવર્તી થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે.” અહીં ચક્રવર્તીઓ વિશે જે લખ્યું છે તે સૈદ્ધાંતિક દષ્ટિએ, અમુક નયની અપેક્ષાએ લખ્યું છે એટલે કે જેઓ ચકવર્તી થાય છે અને જીવનપર્યત ચક્રવર્તી રહે છે તે બધા ભવાનરમાં અવશ્ય નરકે જાય છે, પરંતુ જો કોઇ ચક્રવર્તી, ચકવર્તી થયા પછી ચક્રવર્તીપણને ત્યાગ કરે અથવા ચકવર્તી તરીકેનાં તમામ કર્તવ્યને ત્યાગ કરે તે તે ભવાન્તરમાં નર જાય એવું નથી. ઉદાહરણ તરીકે પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજ અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા અને ગૃહસ્થ લિંગે સિદ્ધથયા હતા. એવી રીતે ૧૬મા તીર્થકર શાંતિનાથ ભગવાન, ૧૭માં તીર્થંકર કુન્થનાથ ભગવાન અને ૧૮માં તીર્થકર અરનાથ ભગવાન એ ત્રણે ચક્રવર્તીઓ તીર્થંકર પદને પામ મેસે સિધાવ્યા છે. વળી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વ ભવમાં અવશ્ય નિયાણુ બાંધવાપૂર્વક થાય છે, પરંતુ ચક્રવર્તીપદ માટે નિયાણને તેવો નિયમ નથી. નિયાણાના પ્રકાર બતાવતાં મારા લેખમાં મેં આ લખ્યું છે “નિયાણુ ત્રણ પ્રકારના ગણવામાં આવ્યાં છે. (૧) પ્રશસ્ત નિયાણું (૨) ભેગક્રત નિયાણુ અને (૩) અપ્રશસ્ત નિયાણુ.. તપના ફળરૂપે સાધુપણું, આચાર્યપદ, તીર્થયાત્રા, બધિલા, સમાધિમરણ, ઇત્યાદિની અભિલાષા કરવી તે પ્રશસ્ત નિયાણું છે.” પ્રશસ્ત નિયાણ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, વળી આવું શુભ નિયાણું પણ અભિમાનને વશ થઇ, માન કપાયથી પ્રેરાઈને દૂધ કે ઇર્ષાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય છે અથવા બંધાયા પછી એવો કોઇ અશુભ આશય ચિત્તમાં થવા લાગે તો તે નિયાણ પ્રશસ્ત મટીને અપ્રશસત બની જાય છે. આ વિશે શ્રી કીતભાઈએ ખુલાસો કર્યો છે કે “સંયમની આરાધના અર્થે 'બધિલાભ. સમાધિ મરણ, ઇત્યાદિ માટેનું નિયાણું તે અલબત્ત પ્રશસ્ત નિયાણ છે, પરંતુ સંયમની આરાધના સાથે પદની અભિલાષા સહિત જે નિયાણ બંધાય તે તે અપ્રશસ્ત બની જાય છે, તીર્થકર ૫દ, ગણધર પદ, આચાર્યપદ કે એવા બીજા કોઇ પણ પદ માટેનું નિયાણુ માનપાય વગર બંધાતું જ નથી, માટે તેનું નિયાણુ અપ્રશસ્ત ગણાય છે.” શ્રી કીર્તિભાઇએ આ બાબતમાં મારું ધ્યાન દોર્યું છે તે માટે હું તેમને ણી છું અને મારી ક્ષતિ માટે ક્ષમા પ્રાર્થ છું. .
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy