________________
૧૯૬
પોતે કેળવણી પ્રધાન હતા તે સમયના પોતાના અનુભવોની વાત શિક્ષણમાં ઉદ્યોગ દાખલ કરવાની ગાંધી વિચારસરણી સંદર્ભ કરીને દર્શકે કહ્યું હતું : “ગાંધીજી માનતા કે કેળવણી સ્વાવલંબી થવી જોઈએ. વસ્તુના દુર્વ્યય થવા જોઈએ નહિ. તેમાંથી કશુંક ઉત્પન્ન થવું જોઈએ અને જે ઉત્પન્ન થાય તેસમાજોપયોગી નીવડવું જોઈએ.” પરંતુ ગાંધીજીની કેળવણીની યોજના આપણે અપનાવીનહિ, આપણી કેળવણી એટલી ખરાબ છે કે કેળવણી લેનારની સ્થિતિ સમુદ્રની અંદર રહેનારી માછલી તરસી રહે એવી આપણી સ્થિતિ છે. સમાપન
પ્રભુઘ્ન જીવન
સમાપન કરતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે દર્શકનાં ત્રણે વ્યાખ્યાના ઉત્તમ તરીકે બિરદાવ્યાં હતાં, તેમણે કેળવણી વિષયક ગાંધીજીની વિચારસરણીને મર્મ પ્રગટ કરતાં કહ્યું : “ ગાંધીજી મનાતા હતા કે બાળકને કેળવણી એવી આપવી જોઈએ કે એ સારામાં સારો નાગરિક થાય અનેસમાજ સાથેના એને સંબંધ વધુમાં વધુ નિરામય થાય. બાળક જન્મે છે ત્યારે એ જેટલા નિરાધાર હોય તેટલા કોઈ જીવ હોતા નથી. પંખી અને પ્રાણીનાં બચ્ચાં ટૂંક સમયમાં સ્વાવલંબી થાય છે. મનુષ્ય જ એવું પ્રાણી છે જેને કેળવણીની જરૂર રહે છે.. ગાંધીજીએ આખા જીવનના વિચાર કરીને કેળવણીની વિચારણા કરી હતી. આપણા સમાજનું દુર્ભાગ્ય કે એમણે કેળવણીની જે યોજના કરી હતી તે મુજબ આપણે આપણાં બાળકોને કેળવણી આપી શકતા નથી. બાળકને શિક્ષણ માતૃભાષામાં જ આપવું જેઈએ પણ કો પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમ દ્વારા જ અપાતી કેળવણીઆપવા પ્રવૃત્ત થાય છે. બાળકનું મન કોરી પાટી જેવું છે, લખવું હોય તે એના ઉપર લખી શકાય એ વાત સાવ ખોટી છે. હકીકતમાં “આલ નૉલેજ ઈઝ રીલેકટેડ,” મનુભાઈએ પાયાની વાત એ કરી કે સાચા કેળવણીકાર સુધારક હેવા જોઈએ. પ્લેટો, રૂસા તથા ગાંધીજીએ સમાજની ક્રાન્તિ કરી. ગાંધીજી કેળવણી દ્વારા માણસના મનની ક્રાન્તિ કરવા માગતા હતા. આદર્શવાદી થયા વગર, ધગશ વગર ક્રાન્તિકારી થવાતું નથી, ક્રાન્તિકારી થાડૉક મતાગ્રહી પણ હોય છે. પ્લેટો, ફ્સા અને ગાંધીજી ત્રણે એ કેળવણીના પાયાના સિદ્ધાન્તો સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. સમાજ તે ન સમજે અને તે પ્રમાણે કરવાની તાકત ન દાખવે તો એસમાજનું દુર્ભાગ્ય છે. આધ્યાત્મિક તાકાત જેટલી કેળવાય અને વિકાસ થાય એટલી વાસનામુકિત થાય. વાસનામુકિત થાય એ જ સાચું અમૃત અને એટલા માટે જ કહેવાયું છે કે “નહિ જ્ઞાનેન સંદેશ પવિત્રમિહ વિદ્યતે. ”
આખા
શ્રી. ચીપનમાઈએ મનુમાઈના અંત:કરણથી આભાર માન્યો
હતા. .
તા. ૧૬ ૨-૮૨
ત્રિશલામાતાએ જે સ્વપ્ના જેયાં હતાં તે પણ મહાવીરના વિરાટ વ્યક્તિત્વના પ્રતીક રૂપ છે. સ્વપ્નમાં માતા, હાથી, સિંહ, વૃષભ, સૂર્ય, ચન્દ્ર, ફૂલ, અગ્નિ, જળ, કળશ, માળા, મીન વગેરે જુએ છે.
ભગવાન મહાવીર અને યુવા અધ્યાત્મ [] જમનાલાલ જૈન અનુ. ગુલાખ ઢિયા લગભગ છવીસ સેા વર્ષ પહેલાં આ ધરતી પર એક અધ્યાત્મસૂર્યનો ઉદય થયા હતા; વૈશાલી ગણતંત્રના ક્ષત્રિયકુંડગ્રામના રાજા (ગણાધિપ) સિદ્ધાર્થને ત્યાં માતા ત્રિશલાની પવિત્ર કૂખે ભગવાન મહાવીરના જન્મ ચૈત્ર સુદ તેરસને દિવસે થયા હતા, વર્ધમાન ૩૦ વર્ષની ઉંમરે પ્રવ્રુજિત થયા, લગભગ ૧૨ વર્ષ સુધી એમણે સત્યની શોધમાં મૌન - ચિન્તનની સાધના કરી. લાંબી સાધના પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનની ઉપલબ્ધિ પછીની ૩૦ વર્ષમાં એમણે જે સમતામૃતની વર્ષારી, એના એક અનોખા ઈતિહાસ છે. જે વાણી શબ્દો અને ગ્રંથામાં જેટલી સચવાઈ છે તે પણ અતિ પ્રેરક છે.
એથી સ્પષ્ટ છે કે એમનું વ્યકિતત્વ ફૂલ જેવું કોમળ હતું; સાથેસાથ અગ્નિ જેવું જાજવલ્યમાન પણ હતું; ચન્દ્રની જેમ શીતળ અને સૂર્યની પેઠે તેજસ્વી હતું; હાથીની જેમ બલિષ્ઠ; વૃષભની જેમ . કર્મઠ અને સિંહની જેમ નિર્ભય હતું. જ્ઞાનમાં પ્રખરતા, કરુણામાં કોમળતા, શાંતિ અને ક્રાંતિ બધાં સાથે એક જગ્યાએઆવી મળ્યાં હતાં, સાગરની ગહનતા અને હિમાલયની ઊંચાઈ એક જગ્યાએ આવી મળ્યાં હતાં.
પ્રશ્ન થાય કે, શું એમને ઘર-પરિવાર પ્રિય ન હતો? શું સુખ-વૈભવ એમને ખટકતું હતું? શું એ જીવનથી નિરાશ હતા? ખરેખર વાત એવી નથી. એમણે ખુલ્લી આંખે જોયું કે, સમાજમાં વિવિધ પ્રકારની વિષમતાઓ છે, સંક્ટ છે, પ્રજા ભ્રમમગ્ન છે, વર્ધમાનનું ખુવાન મન બેચેન થઈ ગયું. તેઓ પ્રેમની, અહિંસાની અને ધર્મ ક્રાંતિની યાત્રાએ નીકળી પડયા, સમાજનો સમ્યક્ ઉત્કર્ષવિકાસ જ એમને મને મેટી વાત હતી.
ભગવાન મહાવીરે ન કોઈને ગુરુ બનાવ્યા; ન કોઈ ગ્રંથનો આશ્રય લીધો, ન કોઈ પાસે માથું નમાવ્યું. એમને તો આ સમગ્ર સૃષ્ટિ પ્રતિ અત્યંત સમભાવ હતો, તેમાં વ્યકિત, ગ્રંથ અને પંથ બધા સમાપ્ત થઈ જાય છે. એમનાં વચનો જ શાસ્ત્ર બની ગયાં; એમના પગલે નવા પથ પ્રગટયો..
મહાવીર ત્રીસ વર્ષની ભર મુવાનીમાં જીવન ક્રાંતિ માટે ખુલ્લા આકાશ નીચે આવી ઊભા રહ્યા. માતા-પિતા, સ્વજનો કોઈ એમને વિચલિત ન કરી શક્યા, મહાવીરનું અધ્યાત્મ એ યુવા - અધ્યાત્મ હતું. એમાં તે જ હતું, ક્રાન્તિ હતી, એ કોઈ વૃદ્ધના સંન્યાસ ન હતો. પોતાના શિષ્ય · ઇન્દ્રભૂતિ ગૌતમને જીવનનું દર્શન અને પ્રયાજન સમજાવતાં પ્રભુ વારંવાર કહેતા; ‘ગૌતમ: એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો. સમય ગોયમ મા પમાય) કેમ કે આ અલ્પકાલીન આયુષ્યમાં, અનેક સંકટોથી ભરેલા જીવનમાં પૂર્વસંચિત કર્મરજને દૂર કરવી છે, માટે ગૌતમ સમયના પ્રમાદ ન કરો,’
કુરુક્ષેત્રના ઈષુકાર નગરના પુરોહિત ભૃગુના બે દીક્સની દીક્ષાની વાત, આપણા જીવનની વાસ્તવિકતાનાં પડ ખાલી દે છે. બન્ને દીક્સ દીક્ષિત થવા પ્રવૃત્ત થાય છે ત્યારે માબાપ અનેક દલીલોથી એમને વારવા પ્રયત્ન કરે છે. અંતે પુત્રોના જીવનદર્શન પાસે માતા - પિતા નમી પડે છે. તેઓ માબાપને સ્પષ્ટ કહે છે,
જે જે રાત વીતતી જાય છે તે ફરી નથી આવતી. ધર્મ કરનારની રાત્રિ નિષ્ફળ જાય છે અને ધર્મ કરનારની રાત્રિ સફળ થાય છે.'
અદ્ભુત સૌન્દર્યના ધણી એક તરુણ સાધુએ પાતાની પ્રખર તપસ્યાથી મગધ સમ્રાટ બિબિસારને અચરજમાં નાખી દીધા. એમણે કહી દીધું; ‘પોતે અનાથ નથી, રાજા અનાથ છે.’
શાસ્ત્રોમાં લખાયેલું છે કે, મહાવીર સ્વામીના ધર્મશાસનમાં, શ્રમણ સંધમાં હજારો યુવક - યુવતીઓએ દીક્ષિત થઈ અધ્યાત્મને યુવાન બનાવી દીધું.
ભારતના ધાર્મિક, ઇતિહાસનો આરંભ યજ્ઞઅને પૂજાથી થાય છે. વિવિધ દેવ-દેવીઓને પ્રસન્ન કરી, કામનાઓ પૂર્ણ કરવા યજ્ઞાના અનુષ્ઠાન કરાવવા એ ખુરોહિતનું મુખ્ય કામ હતું. મહાવીર સ્વામીના સમય સુધી આ કર્મકાંડનું સમાજ ઉપર ખૂબ જ પ્રભુત્વ સ્થાપિત થઈ ચૂકયું હતું. મહાવીર અને એમના શ્રમણ - સાધુઓએ પ્રજાને સમજાવ્યું કે વાસ્તવિક યક્ષ એટલે શું? તે કેમ થઈ શકે? વાસ્તવમાં ભગવાન મહાવીરે યજ્ઞનો વિરોધ નહોતો કર્યો. એનું રૂપાતર કર્યું હતું. એમણે પશુ - બલિ - પ્રધાન ‘હિંસક યજ્ઞ'ને સ્થાને
૧