SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ દિવસે ાથી પહોંચાતું. આજે વિજ્ઞાને સંદેશવ્યવહાર અને વાહનવ્યવહારનાં જે અપાર સાધનો આપ્યાં છે, માણસ એને પહોંચી નથી શકતો. જેમ પેલા અલાઉદ્દીને ફાનસથી રાક્ષસ જિન ઊભા કર્યો પણ તેને પાછો કેમ પુરવે એની ખબર નહાતી. માણસની આજે એવી પરિસ્થિતિ છે. આ સમાજ વચ્ચે તમારે મારે રહેવાનું છે, જીવવાનું છે. જો સંન્યાસી બની, બધું છોડી દઈ હિમાલય ભણી ચાલ્યા જઈએ તે શાંતિ મળે કે નહિ, મને ખબર નથી. મન તે સાથે જ છે. ઉપાાયમાં જા કે મંદિરમાં જાઓ, ત્યાં મોક્ષની વાતો છે. કર્મની વાતો છે, કર્મ ખપાવવાની વાત છે આ ઉપદેશ આપનારને ગેંગનની ખબર નથી કે ન્યુટ્રોન બૉમ્બની ખખ્ખર નથી. એ તો શાસ્ત્રોમાં નિરૂપેલા આત્માની વાતો તમને કહેશે, પ્રબુધ્ધ જીવન માણસે સમાજ રચ્યો, એમાં પોતાની જાતને બાંધી, અર્થવ્યવસ્થાની અંદર ગરીબ-તવંગરના ભેદ ઊભા કર્યાં, જેમાં લાખા માણસાને રોજીરોટી ન મળે અને થાડા માણસા સમૃદ્ધિમાં એવા મહાલતા હોય જેની કોઈ સીમા નથી. મારો પેદા કરેલી આ વિષમતા છે. એ અર્થતંત્ર કેવું રચે છે. રાજતંત્ર કેવા પ્રકારનું રચે છે! રાજાશાહી, લેકશાહી, આપખુદશાહી કે સરમુખત્યારશાહી હોય, એ બધું આપણે પેદા કરેલું છે, આપણે આ બધાને પહોંચવું કેમ એ જ મુખ્ય પ્રશ્ન ઇં. ”. એટલે આજના વ્યાખ્યાનના વિષયને મેં ‘સ્વસ્થ સમાજ (HealthySociety) એવું નામ આપ્યું છે. આપણે કહીએ છીએ, *Healthy mind in a healthy body. શરીર સ્વસ્થ થય તેા મન પણ સ્વસ્થ રહે. સમાજ સ્વસ્થ હોય તો માન્નસ પણ સ્વસ્થ બની શકે. ાન ધરો, વિપશ્યના કરો, આઠ દિવસ શિબિરમાં જઈ આવા, પણ પછી પાછા આવીને એવા ને એવા! કારણ, બહારના કોલાહલ ઓછો ન થાય ત્યાં સુધી તેની વચ્ચે બેઠા હે! અને આગ ચારે તરફ્થી વિંટળાતી હોય પછી મનને શાંત રાખવા ગમે તેટલા પ્રયત્ન કરો પણ શાંતિ ક્યાંથી મળે? શી રીતે મળે ? વ ઋષિના આશ્રમમાં દુષ્યંત મૃગયા કરતાં કરતાં આવી ચડયો હતો. શકુન્તલા સાથે પ્રણય થતાં બંનેએ ગાંધર્વ લગ્ન કર્યાં. દુર્વાસા મુનિના શાપથી દુષ્કૃત પેાતાની રાજધાનીમાં જતાં શકુન્તલાને ભૂલી ગયા. ઋષિએ વિચાર્યું, કન્યા તો પોતાના પતિના ઘરે જ શાભે એ માટે પોતાના બે શિષ્ય સાથે દુષ્યંતની ચાનીમાં મોકલે છે. કવિ કાલિદાસે શાકુન્તલમાં કણ્વના શિષ્યા રાજધાનીમાં ગયા ત્યારે નેચના પ્રતિભાવોનું ચિત્ર આપ્યું છે. કણ્વના આશ્રમમાં રહેનારી એક વ્યકિત રાજાની રાજધાનીમાં આવે છે ત્યારે મનમાં કેવા ભાવ જાગ છે. શિષ્ય વિચારે છે, આરાજા મહાભાગ્યશાળી છે, અહીં બધું ન સુંદર છે. ચાર વર્ણની વ્યવસ્થા છે, પ્રજા સુખી છે, કોઈ અપથખોટા માર્ગે જતા નથી, સમાજ વ્યવસ્થિત છે. છતાં આ કોલાહલ માના સંભળાય છે? મને મા લોકોથી ઊભરાતું આ શહેર આગ વાગેલા ઘર જેવું લાગે છે. । ', કર્યાં એ વખતનું શહેર અને કર્યાં આજનાં મહાનગરો! આજે જો કણ્વ ઋષિના એ શિષ્યો મુંબઈ કે ન્યુયોર્ક જેવાં શહેરમાં આવી ચઢે અને આ મહાનગરોનો કોલાહલ, દોડધામ અને અશાંતિ –જુએ તો તેને માટે આગ શબ્દ નાનો પડે, કેટલી મેોટી આગ લાગી છે, એની વચ્ચે હુ` અને તમે બેઠાં છીએ, આગના ફૂંફાડામાં શાંતિ કર્યાંથી મળ આજે સમાજ છિન્નભિન્ન થ જાય છે. આ પ્રશ્ન નવા નથી. અનાદિકાળથી – માણસ . પેદા થયે। ત્યારથી ‘આદર્શ સમાજ' ‘Utopian Society' ની કલ્પના કરતા જ આવ્યા છે, પણ આદર્શ સમાજ રચી નથી શકયો. ell. 18-2-62 ન હાય. અને બીજો એક મહાસત્તાધીશ માણસ પોતાનું ધાર્યું કરી શકે, સમુદ્ધ હાય, સત્તા હોય, તે। આ બેમાંથી સુખી કોણ? તમે પુરવાર કરી આપો કે પેલા સત્તાધીશ કરતાં સદાચારી માણસ વધુ સુખી છે.’– આ પુરવાર કરવા માટે સેક્રેટિસને આદર્શ સમાજ રચવા પડયા. એણે ‘Republic' રચ્યું. આજથી પચીસસેા વર્ષ પહેલાં રચાયેલા આ ગ્રંથમાં રાજકારણ, રાજ્યકર્તા, શિક્ષણ, સ્ત્રીપુરુષના સંબંધ... એવા બધા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. નીતિ 'Just man can exist in a Just Society'. માન માણસ ભ્રષ્ટ સમાજમાં રહેતા હોય તો તે ગમે તેટલા સદાચારી, નીતિમાન ૐ આદર્શ બનવા પ્રયત્ન કરે છતાં ઘણુ મુસીબતભર્યું બને છે. આજે પણ આપણે એ જ કહીએ છીએ, શું કરીએ? કાળાબજાર, લાંચ- રૂશ્વત વગર કોઈ કામ થતું જ નથી. એ જ આજની વિકટ સમસ્યા છે. સેક્રેટિસનેં એના એક શિષ્ય સવાલ પૂછે છે: સેક્રેટિસ, તમે હમેર્થા એમ ઉપદેશ આપે છે કે એક સદાચારી માક્કસ, એ ગરીબ હાય; કોઈ એને ઓળખતું ન હોય, એની પાસે કોઈ પ્રકારની સત્તા પ્રાચીન ભારતીય વિચારધામાં પણ આદર્શ સમાજના વિચાર થયો છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સમાજ કેવા હોવા જોઈએ એના વિગતે વિચાર થયો છે. ર વર્ણ અને ચાર આશ્રામની સંસ્કૃતિનો આદર્શ આ વાત રજૂ કરે છે. એક જર્મન ફિલાસેારનું એક પુસ્તક છે, ‘Moral man and immoralSociety’ની વાત છે. માણસ વ્યકિતગત રીતે સ્વાર્થહિત થઈ શકે, પણ સમાજ સ્વાર્થી જ રહેવાના, દેશના વિચાર કરો. સમૂહ તરીકે વિચાર કરો. ત્યારે દરેક જગ્યાએ મારું તે સારુ માનવામાં આવે છે. ટ્રેડ યુનિયનના નેતા માત્ર મજૂરોના જ વિચાર કરશે. જેમાં ઓછું કામ અને વધુ દામ કેમ મળે તે વિચારશે. આખાસમાજનો વિચાર નહીં કરે. માલિકો પણ એની સામે એ જ જોશે કે ઓછુ. વેતન આપી વધુ ક્રમ કેમ કરાવી શકાય. જે વ્યાજબી થતું હોય તે આપે એમ કોઈ પણ પક્ષ નહીં કહે. આ સંધર્ષ કાયમ રહે જ છે. માણસ સમૂહમાં સ્વાર્થી બની જ જાય છે. ગ્રામ, પ્રદેશ, ભાષા, ધર્મ, જાતિ બધાના વિચાર કરો, દરેક જગ્યાએ પોતાનાં વર્ગના જ હિતને પ્રાધાન્ય અપાય છે. મણસને પોતે વ્યકિતગત રીતે નીતિમાન બનવું હોય તે ભલે, પણ આખા સમૂહમાં સ્વાર્થ જ રહે છે. તે એક આદર્શ સમાંજ કઈ રીતે રચાય?ક્યાં સુધી સમાજને બદલવામાં નહીં આવે, માનવ - સંબંધામાં ક્રાંતિ નહીં થાય ત્યાંસુધી કંઇ જ શકય નથી. આપણા દેશના બંધારણમાં પણ આ વાતને વિગતે વિચાર થયો છે. આપણે કેવા સમાજ રચવાને છે તે વિચર બંધારણની પ્રસ્તાવના (Preamble) માં થયા છે. CONSTITUTION OF INDIA WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN. SOCIALIST, SECULAR DEMOCRATIC, REPUBLIC and to secure to all its citizens: JUSTICE, social, economic and political; LIBERTY of thought, expression, belief, falth and worship; EQUALITY of status and of opportunity; and to promote among them all; FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the nation; IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949, we do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITION. આપણે એક સાર્વભૌમ, સ્વાયત્ત સમાજવાદી ધર્મનિરપેક્ષ, લોકશાહી રાજ્યની રચના કરવા બંધારણ ઘડયું છે. તે માટે નાગરિકોને શું મળવું જોઈએ કે જેથી એવેદ્ય આદર્શ સાર પેદા થાય? સૌ પ્રથમ વાત ન્યાયનાં છે. દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે બધા ક્ષેત્રામાં યાય મળવા જેઈએ, બીજી વાત સ્વતંત્રતાની છે, જેમાં દરેક નાગરિકને વિચર, વાદી, અભિવ્યકિત અને માન્યતાની પૂરી સ્વતંત્રતા મળવી જોઈએ. ત્રીજી વાત સમાનતાની છે. જેમાં ઊંચનીચના ભેદ ન હોય. દરેકને પાતાના વિકાસ માટે સમાન તક મળવી જોઈએ. છેલ્લે તેમાં ભ્રાતૃભાવ જગાડવાની વાત છે. માણસનું માણસ તરીકે ગૌરવ કરવાનું છે. માનવતાના સંબંધો એવા દાવા દઈએ કે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે. આઝાદી પછી આજે આટલા વર્ષે આપણે શું કરી શકયા છીએ, કર્યાં ઊભા છીએ? (ક્રમશ:) 22
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy