________________
તા. ૧૨-૮૨
પ્રભુ જીવન
“હું ઇશ્વરના આભાર માનું છું કે પ્રભુએ અને અપગ અનાચે.”
[] અનુવાદક : ગણપતલાલ મ. ઝવેરી -
[નવનીત (હિન્દી, ડાઈજેસ્ટ) માં પ્રકાશિત એક વિસ્તૃત લેખ ‘સાહસ કે દીપ’ નો સારભાગ ગુજરાતીમાં અનુવાદ કરીને અત્રે પ્રગટ કરવામાં આવ્યો છે.
વિકલાંગ, છિન્નાંગ અને પગ સાહસવીરોની આ એક
અસાધારણ યશગાથા છે. એક વિસ્મયજનક સત્યકથા છે. અસંભવને સંભવિત બનાવનાર ત્રણોથી વધુ સ્વમાની મનુષ્યદીપકોના ચમત્કારની અદ્ભુત કહાણી છે.
‘એબિલીટીઝ ઇન્કોર્પોરેટેડ' નામનું એક ઉદ્યોગ પ્રતિષ્ઠાન ન્યુ યોર્ક (અમેરિકામાં) છે. જેનું સમગ્ર સંચાલન અપંગ લેકો, અપંગજનો માટે જ કરે છે. સંસ્થાના અપંગ કામિકોમાંથી કેટલાક ના જન્મથી જ તે! થોડાક અકસ્માતોના ભાગ બનેલા નિરાધારો છે. થોડાંક ઉદાહરણ જોઇએ:
* એક ફોરમેન છે જેને નથી હાથ કે નથી પગ, તેમ છતાં આ સંપૂર્ણ રંગ માનવી પોતાના શરીરના શેષ અવયવો દ્રારા જે પ્રયોગ કરી રહ્યો છેતે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ.
* સંસ્થાના વ્યવસ્થાપક ભાઈ તે બન્ને હાથથી વિહેણાં છે. હાથની જગ્યાએ મૂકેલા બે હૂડો દ્રાશ બધાં જ કામ-હસ્તધૂનન અને કોઈને શાબાશી આપવા સિવાયના–કરી લે છે. જે આપણે સંપૂર્ણ હાથેાથી કરીએ છીએ.
* એક મહિલા છે જન્મથી આંધળી ને બહેરી છે. અને મશીન પર કામ કરતી જોઈને કોઈ કદી એમ ન માની શકે કે એ ખરેખર ધ નેં બધીર છે.
* એક કર્મચારી તે જે એવી રીતે ઘવાયો હતો કે જે તે નથી બેસી શકતો કે નથી ઊભા રહી શકતો, એણે પોતે જ બનાવેલ એક વિશેષ ગલપટ્ટાને ગળામાં પહેરીને ૪૫ જેટલેા વાંકા વળીને કોઇ પણ સ્વસ્થ કર્મચારી કરતાં વધુ ઉત્પાદન કાર્ય કરી રહ્યો છે.
* એક બીજા અપંગ ભાઇ એક ખાસ બનાવેલી ડોલીમાં ચા સૂઇ રહીને આખો દિવસ કામ કરે છે.
* એક નવશુવક, આખા સિવાય જેના અંગો પ્રત્યેક ભાગ કંઈ ને કંઈ ખોડખાંપણવાળા છે. જેના હાથ હંમેશા ‰ જે અને શરીર પણ કંપતું રહે. એની શાલ પણ ખૂબ વાંકીચૂંકી અને બિહામણી, પણ પેાતાનું કામ એવી નિષ્ઠાપૂર્વક કરે કે એને યાદપાવવી પડે કે એના કામ કરવાના સમય પૂરો થઈ ગયો છે, ત્યારે જ એ કામ બંધ કરે .
* એક અન્ય કર્મચારીને જુઓ, પાંચ વર્ષથી એનું કરોડ હાડકું ભાંગી ગયેલું અને કમરની નીચેનું આખું શરીર લકવાથી નિરર્થક થઈ ગયેલું. ઓપરેશન પછી ડોકટરે ચાકનું કહી દીધેલું કે તું હવે જીવતા તા રહી શકીશ પણ કશું કરી શકીશ નહીં. આવી અત્યંત અસહાય સ્થિતિમાં ખાટલામાં જ પડી રહેવાનું અને મેં જૂર નહાતું. એક દિવસ એ પોતાની સ્વયંસંચાલિત પૈડાંવાળી ખુરશીમાં બેસીને સંસ્થામાં આવે છે અને ક્રમશ: પ્રગતિ કરતા ૬૮ની વયે આજે એ મિકેનિકલ એસેમ્બલી વિભાગના ફોરમેન છે.કોઈએ પૂછ્યું. * તમે રિટાયર કયારે થશે? એણે જવાબ આપ્યો ‘જો હું રિટાયર થઈ તે પાગલ થઈ જઈશ.''
*એક અપંગ યુવક કારખાનામાં જોડાયા ત્યારે બેાલતી વખતે ખૂબ તડાતો હતો. થોડા મહિનામાં એની આ ખોડ આપોઆપ દૂર થઈ ગઈ.
૧૯૧
9
* એક બહેરો અને મૂંગા છે. અતિનિર્ધન પરિવારમાં જન્મેલે. સાવ નિર્બળ, સ્વભાવે ખૂબ જિદ્દી,પિતાએ એને ચાકુથી ઘાયલ કર્યો. એવિો અને ગુંડો બની ગયા. એ એક દિવસ આ સંસ્થામાં આવે છે. થોડુંક કામ મળે છે. ખૂણામાં બેસીને એકલા એકલા કાપ કરે છે. ધીમે ધીમે કામ કરવાનું એને વ્યસન લાગ્યું. આજે એ સુદઢ શરીર સાથે અને સ્વસ્થ ચિત્તે ઉપયોગી કામ કરે છે અને સંસ્થાના એક અનિવાર્ય અંગ બન્યો છે.
* એક સંધીવા રોગથી પીડિત ભાઈ કારખાનામાં જોડાયા ત્યારે વજન હતું ખાસ્સું ૪૦૦ પૈંડ, એક જ મહિનામાં શ્રમ કરવાથી ૧૦૦ પાંડ ઓછું થયું અને અલવાની ગતિ પણ વધી. આજે આ. ભાઈ ખૂબ ખંતપૂર્વક કામ કરે છે.
આ સંસ્થાના પ્રમુખ શ્રી હેનરી વિસ્કાર્ડી છે. સ્વપ આગ છે, એમની પોતાની રોમાંચક જીવનકથા એમનાં જ મ્હોંએ સાંભળીએ:
“હું જન્મથી જ અપંગ છું. માત્ર બન્ને પગ ઠૂંઠા છે. જન્મથી ૬ વર્ષથી સુધી હોસ્પિટલ જ મારું ઘર હતું. છેવટે, ડોકટરોએ મને અપંગ માટે બનતા ખાસ જુડા મારા પગમાં ફિટ કરીને મને ઘેરે મેકલી દીધે. મારા પગી એટલા બધા ટૂંકા હતા કે મારા હાથની બાંહા, ચાલતી વખતે જમીનને સ્પર્શ કરતી અને લેાકા મારી મશ્કરી કરતા - આ મને આટલું હીરૢ નહોતું લાગતું જેટલું મને તે મારી દયા ખાતા તેનાથી લાગતું. ૨૫ વર્ષની ઉંમરે એક ચમત્કાર થયો. એક પરોપકારી ડૉકટર અને એક શિલ્પી ગૃહસ્થની કૃપાથી મને એલ્યુમિનિયમના પગા મળ્યા. જે પહેરતાં મારી ૩’-૮”ની ઊ*ચાઈ ૫-૮ જેટલી થઈ અને હું એક સરેશશ ઊંચાઈવાળા માણસ છું એવી મને ત્યારે પ્રતીતિ થઈ. ૉકટરનો આભાર માની મેં એમની સમક્ષ ફી ધરી, ડૉકટરે લેવાની ના પાડી અને કહ્યું, હેનરી ‘જો તું કયારે પણ કાઈપંગની કોઈ પણ પ્રકારે સહાય કરશે તે હું સમજીશ કે, મને મારી ફી મળી ગઈ છે.” ત્યારથી હું એમની ફીના બદલે વાળતો આવ્યો છું.
પ્રથમ, દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન મેં રેડ-ક્રોસ સંસ્થામાં નાકરી કરી લીધી. ત્યાંના છિન્નીંગ સૈનિકોની સેવાશુશ્રૂષા કરતા અને મારા એલ્યુમિનિયમના કૃત્રિમ પગા બતાવીને એમનામાં વિશ્વાસ પેદા કરતો અને એમને ખાતરી કરાવતો કે અપંગ વ્યકિત પણ સ્વસ્થ વ્યકિતની પેઠે રહી—જીવી શકે છે. ત્યાર બાદ હું એક બ્રોડકાસ્ટ કંપનીમાં નોકરીએ રહ્યો. યાં એક સુંદર અને સર્વાંગ સ્વસ્થ એવી યુવતી સાથે માણ્ પરિચય થયો. એણે મારી જીવનસંગિની બનવાનું કબૂલ કર્યું અને અમે લગ્નગ્રંથિથી જોડાયાં. પછી તો મારો ભાગ્યોદય થતા જ ગયો. ન્યુયોર્કની એક મોટી સૂતરની મિલમાં મને એક બહુ સારા પગારની ઊંચા હોદ્દાની જગ્યા મળી. ઠાઠદાર ઓફિસ, બધી જ સગવડી અને સુખમય જીવન,
એવામાં એક દિવસ એક અસાધારણ ઘટના બની જે થકી મારો જીવન પ્રવાહ બદલાઈ ગયો.
જે ડૉકટરે મને એલ્યુ. ના કૃત્રિમ પગા આપેલ તેમના ફોન આપ્યો કે, ‘Just one break'. નામની અપંગોના કલ્યાણ અર્થની એક સંસ્થા છે તેમાં તમારે વ્યવસ્થાપકના પદે જોડાઈ જવું એવી મારી વિનંતી છે. પગાર જે મને ત્ર મળતા હતા તેના કરતાં માત્ર ત્રીજા ભાગના જ અને કામ અત્યારે હું જે કરતા હતા તેના ” કરતાં ત્રણ ગણું. હું વિમાસણમાં પડયો અને અસ્વીકાર કરવાની