SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રાદ્ધ ભણાવનારાઓનો છે. જે કેળવણી પાછળ અઢળક પૈસા ખરચાય છે એ વાસ્તવમાં કેળવણી છે જ નહીં. આખી કેળવણીની યોજના એક પ્રપંચ છે. કેળવણી એવી હોવી જોઈએ જે માબાપા, વિદ્યાર્થીઓ અને સમાજને અનુકૂળ હોય. કેળવણી વિરારના પાયામાં ટ્રસ્ટીશિપની ભાવના હોવી જોઈએ, કારણ બાળકો પોતે કેળવણી વિશે વિચારી શકતાં નથી, કેન્દ્રમાં બાળક અને સમાજ પ્લેટોના કેળવણી વિચારના કેન્દ્રમાં બાળક અને સમાજબંને છે. આજના બાળક આવતી કાલનો નાગરિક છે. સમાજ એ સાથે વસતા નાગરિકોનો બને છે. સમાજ સ્વસ્થ હોવા જોઈએ અને સ્વસ્થ નાગરિક વગર સ્વસ્થ સમાજ હોઈ શકતા નથી. અસ્વસ્થ સમાજમાં નાગરિક સ્વસ્થ હોઈ શકતા નથી. પણ સમાજ એટલે આપણે શું માનીએ છીએ ? સમાજ વિશેની આપણી કલ્પના શી છે? સમાજના પ્રત્યેક નાગરિક શિક્ષિત હોવા જોઈએ અને કેળવાયેલા હોવા જોઈએ. કેળવાયેલા નાગરિક જ સમાજ ઉપર સારી રાર કરી શકે છે. પ્લેટોની વિચારધારા ‘પ્લેટોના રિપબ્લિક ’ને કેળવણીના એક ઉત્તમ ગ્રંથ તરીકે ઓળખાવીને શ્રી મનુભાઈએ કહ્યું; ‘પ્લેટો તેના જનામાથી એક ચા વર્ષ આગળ હતા. એણે કેટલા બધા પ્રશ્નો વિચાર્યા છે અને કેળવણી અંગે તે એણે કેટલી બધી આતશબાજી ફોડી છે? પ્લેટો આ જગતનો એક મોટામાં મોટા તત્ત્વજ્ઞાની હતા, એટલું બધું ઊચું શિખર કે એના પરના બરફ ઓગળતા નથી. એની ઉપરના વાયરા અહીં વાય છે ખરા! પ્લેટોનું એમ માનવું છે કે રાજ્ય જેના હાથમાં હોય તે જો તત્ત્વજ્ઞાની હોય તે શય સરખી રીતે ચાલે. સત્તા અને ડહાપણનું સગપણ કરી તો બધું બરાબર ગાલશે. પ્લેટોના રાજ્યતંત્રની વિભાવના પ્રમાણે કોઈ પણ કવિ મન ફાવે તેવી કવિતા લખી શકે નહિ, કારણ એ માને છેકે માણસે ઉપર સહુથી વધુાં વધુ અસર કવિઓની થતી હોય છે. એ માને છે સ્વસ્થ માણસમાં સંવાદિતા હોવી જોઈએ. પ્લેટો એમ માને છે કે નાગરિક અસ્વસ્થ થયા તો તે સમાજને સ્વસ્થ કરી મૂકશે. સ્વસ્થતા અને સંવાદિત માટે પ્લેટેએ વાસનાઓ, આવેગે અને ઈચ્છાઓને ઝાં વધવા દેવા ન જોઈએ. દરેકને માપસર રાખવા જોઈએ. કીતિની આકાંક્ષા પણ માપસર જ હોવી જોઈએ અને આ સર્વ કેળવણીથી જ સિદ્ધ થઈ શકે. પ્લેટો માને છે કે કેળવણીની યોજના એ મગજને ઠેકાણે રાખવાની યોજના છે. પણ સમાજના બધા જ માણસા મગજ ઠેકાણે રાખી શકતા નથી, એટલે સામાન્ય જનની કેળવણીની યોજના જુદી અને થોડાક માણસે માટેની કેળવણીની યોજના જુદી હોવી ઘટે. પ્લેટોએ ન્યાય અને અદાલત વચ્ચેના સંબંધના પણ વિચાર કર્યો. એ એમ કહે છેકેદરેક માણસને સુખ અને “ડિગ્નિટી” આપવી જોઈએ. તે જો તેને નહિ મળે તો સમાજ સ્વસ્થ નહિ રહે, દરેક માણરાને સુખી થવાનાં સાધને આપવા ઘટે તેમ દરેક માણસને એ કરી શકે તેવું જ કામ આપવું જોઈએ. દરેક માણસ કંઈ સત્યની શોધ કરવા જન્મ્યા નથી. બધું સત્યધક બની શકતા નથી, માટે જ પ્લેટોએ સામાન્ય માણસ માટેની અને થેડાક માણસ માટેની–એમ કેળવણીના બે ભેદ પાડયા છે. જે સત્યશોધક છે, સત્યનું જેને દર્શન થયું છેએ જ માણસ સમાજેને માર્ગદર્શન કરાવી શકે અને માટે જ એકહે છે કે જ્ઞાન હોય તેને જ સત્તા આપી, અને સત્તા જેની પારો છે તેને ઙાન આપા, દર્શકે સોક્રેટિસ અને ગ્લુકોન વચ્ચેના સંવાદોની ડાયલેકિટસના સંદર્ભે વાત કર્યા પછી કહ્યું : “ નવી કેળવણીના સિદ્ધાન્તના કેન્દ્રમાં બાળક જ હોવા જોઈએ. બાળકો ઉપર જૅરજલમ કરીને કશું ભણાવી શકાય નહીં. પ્લેટોએ કહ્યું જ છે કે કેળવણીના ક્ષેત્રમાં ભય અને લાલચ બેમાંથી એકેય હોવું જોઈએ નહિ. બાળકની કેળવણીની શરૂઆત માના ઉદરમાં ગર્ભાધાન થાય ત્યારથી જ માને કેળવી આપવાથી થાય છે. અને બાળક જન્મ્યા પછીનાં પહેલાં પાંચ વર્ષમાં એને જે સંસ્કાર આપે. તે આખી જિંદગી દઢમૂલ થતા હોય છે. બેન્યામના પ્લેઝર (આન’દ) અને પેઈન (દુ:ખ) ના સિદ્ધાન્તનો નિર્દેશ કરીને દર્શકે કહ્યું: અગિયાર વર્ષ સુધી બાળકને રમતગમત સિવાય કોઈ જ શિક્ષણ આપવાની જરૂર નથી. બાળકને અનુભવ જ લેવા દેવા જોઈએ. મોટી ઉંમરે જેની પાસે અનુભવના ખજાના હાય છે તેની પાસે વિઘા દોડતી આવે છે. બાળકને સાંગીત અને નૃત્ય શીખવવાં જોઈએ. તેનાથી બાળકનું જીવન ચિત્ર સંવાદમય થાય છે. બાળકને તેના આત્માની સંવાદિતા માટે સંગીત અને શરીરની સ્વસ્થતા માટે વ્યાયામ, રમત વગેરે શીખવવાં જોઈએ. કેળવણી આમ તો દંડ ક્રિયા છે. કેળવણી વિચાર : સા તા. ૧-૨-૮૨ બુધવાર, તા. ૨૯-૧-૮૨ ને રોજ સાથે બીજું વ્યાખ્યાન આપવું દર્શક શરૂ કરે તે પહેલાં સ્વ. મંગળજી મહેતાના સુપુત્ર, શ્રી જોરમલભાઈઓ દર્શકની સંસ્થા ાકભારતી માટે રૂા. ૧૦૮૧/-ની ભેટ આપી હતી. દર્શક કૃતજ્ઞતાપૂર્વક તે ભેટ સ્વીકારીને વ્યાખ્યાન શ્રેણીનું બીજું વ્યાખ્યાન આપવું શરૂ કર્યું હતું. વિષય હતેા : “કેળવણી વિર : ફરશે, '' દર્શકે કહ્યું : કેળવણી સંબંધમાં પ્લેટોએ કરેલા વિચારને રો એક ડગલું આગળ લઈ જાય છે. Àાનું પ્રતિપાદન એવું હતું કે નાગરિક ન્યાયી ન હાય, ન્યાય ભાવના એનામાં પ્રતિષ્ઠિત નહિ થઈ હોય તા સમાજ ન્યાયનિષ્ઠ નહિ થાય. બાળકની કેળવણી સંબંધમાં રૂસેટની વિરણ પ્લેટીના કરતાં વધુ વ્યવસ્થિત છે. પ્લેટોના કાર્યકમમાં એક પ્રકારનું ઈન્ડોકટીનેશન છે. રૂસામાં તેનું ઈન્ડોકટ્ટીનેશન નથી, પ્લેટોએ કેટલીક રાારી વાત કંળવણી સંબંધમાં કરી છે ખરી પણ જે રીતે કરી છે તે રીત બરાબર નથી. વિગતોની બાબતમાં રૂો વધારે વ્યવસ્થિત છે. પ્લેટોને મન બાળકનાં પહેલાં પાંચ વર્ષ તેના પાછલાં વીસ વર્ષ કરતાં વધુ મહત્ત્વનાં છે. રૂસા માણસની કેળવણી જમથી તે તેના અંત સુધી ચાલવી જોઈએ એમ માને છે. રૂરો કેળવણીની બાબતમાં વિચારશકિતની પ્રતિષ્ઠા કરે છે. આપણે ત્યાં મેટા ભાગનું શિક્ષણ અભિપ્રાયોમાં સંગ્રહાયેલું છે. આપણા શિક્ષિત જન અભિપ્રાયોનો સંગ્રહ લઈને ફરે છે. આ વસ્તુ શિક્ષણની નિષ્ફળતા સૂચવે છે. રૂરો માને છે કે બાળકે અભિપ્રાય ‘ડિસ્કવર' કરવાનો છે. બાળકે જે કંઈ કરવાનું છે તે એની મેળે કરવાનું છે. જાતે કરવાનું છે. પ્લેટો માને છેતેનાથી રૂસે ઊલટું માને છે. એ માને છેકે મણરા તત્ત્વત: પ્રકૃત્તિથી દુષ્ટ નથી. આ એની શ્રદ્ધા કેળવણીના નવા ચીલે નિર્માણ કરે છે. દર્શકે સમજવા જેવી એક વાત એ કહી કે આ યુરોપમાં ૧૫મી સદી પહેલાં - નવજાગરણ પહેલાં એમ મનાતું કે આ દુનિયામાં માણસ ફકત મુસાફર છે અમર જીવન તે ઉપર દુનિયાની બહાર છે. આવા ખ્યાલને પરિણામે દુનિયા. જે સુધારવાની કોશિશ થઈ નહિ. દુનિયાની અવગણના થઈ. કેન્દ્રમાં માણસ ૧૫મી, ૧૬મી,૧૭મી તથા ૧૮મી સદીના કાળમાં વિચા રણાના કેન્દ્રમાં માણસ રહ્યો. બધું ધ્યાન વ્યકિત ઉપર અપાયું. રૂસાએ એમ પ્રતિપાદન કર્યું કે કેળવણીમાં આનંદનું તવ હોવું જોઈએ, કેળવણી આદિને જ નુકેન્દ્રિત હોવી જોઈએ. એ કહે છે કે બાળકને આનંદ નહિ આપે તો એ બીજાના આનંદની ઈર્ષા કરશે, જેને આનંદ નથી મળ્યા તે બીજાનેં આનંદ મળે તેમાં વિના જ નાખશે. આનંદ ક્યારે મળે? વ્યકિતના દર થવા ઘટે, એની અસ્મિતાનો સ્વીકાર થવા ઘટે. આ જે વસ્તુની સ્વીકાર લેકશાહીમાં થયા તેનું વ્યાકરણ રૂસેએ આપ્યું, દર કેવી રીતે ? રૂસા કહે છે: “તમારો છોકરો એ તમારી લઘુ વૃત્તિ નથી. દેાકરો તમારે માટે ભ્રૂણતા નથી. તમારો છેકરા તમારા કરતાં વધુ સારા પણ થાય, થઈ શકે. તમારે માબાપ તરીકે છેકરાના વિકાસમાં સહાયક બનવાનું છે. બાળકના વિકાસ તમારે કરવાના છે એ ખ્યાલ જ ખોટો છે. બાળકની હરેક વસ્થા તેની કક્ષાએ ઉપયોગી છે. એને જલદી જલદી હોશિયાર કરવાની વાત તે કેળવણી છે. બાળક અંગ્રેજી વાંચે તેમાં એના બાપની પ્રતિષ્ઠા વધતી હશે. પણ છેાકરાની કતલ થઈ જાય છે. કેળવણીના પાયા તૂટી જાય છે. બાળક ૧૮ વર્ષના ન થાય ત્યાં સુધી એ ઇતિહાસ શીખી જ ન શકે. કારણ થોડાક વિવેક, થેાડુંક સંશાધન, થેાડીક વિચારશક્તિ આ સર્વ વગર ઇતિહાસ શીખી જ શકાય નહિ અને છતાં જો શીખવા તો એને સ્મૃતિની કસરત કરવી પડશે. સ્મૃતિની કસરત એ કેળવણી નથી. પાયાની વાત એ છે કે બાળકની દરેક અવસ્થા માટે આદર રાખો. બાળપણ એ સમય વીતાવવાના, સમય લંબાવવાનો કાળ છે. બાળકને ઠાંસી ઠાંસીને કેળવણી આપે તે પાયામાંથી જ ખોટુ છે. અતિઉત્સાહ એ બાળક માટે કામના નથી. રૂસાએ બીજું એ કહ્યું કે ૧૫ વર્ષની વય સુધી બાળકમાં રીઝન – બુદ્ધિના સ્વતંત્ર વિકાસ ( અનુસંધાન ૧૯૨માં પાને )
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy