________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા.૧-૨-૮૨
આપે તે હું મારા અતિચારોની આલોચના કરું, આમ કહીને પ્રથમ ગુરુનાં મનનું અનુમાન કરીને પછી પોતાના અતિચારોની આલેચને કરે તે તેથી પણ “અનુમાનિત ના પ્રકારને દોષ થાય છે.
૩. યદુ-દષ્ટ:-પોતાના જે દેશે બીજા કેટલાક લોકો જોઈ ગયા છે તેની આલોચના લીધા વગર છૂટકો નથી; એમ સમજીને જે શિષ્ય પિતાના ફકત બીજાએ જોયેલા દોષેની આલોચના કરે છે અને જે દિપ બીજાએ જોયા નથી, તે કપટભાવથી પોતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલોચનાને ય-દષ્ટ નામને દોષ કરે છે.
૪. બાદર: કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલા અતિચારોમાંથી માત્ર મોટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પોતાના સૂમ અતિચારોની આલોચના કરતો નથી. એના મનમાં એવો ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મોટા મોટા દોષની આલોચના કરે તે એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યકિત મોટા - દોષની આલોચના કરે તે નાના નાના દોષની આલોચના તે
જરૂર કરે જ ને? આવી રીતે નાના દોની આલોચનામાંથી બચી જવા માટે ફક્ત ડાક મોટા દોષની આલોચના કરવી તે પણ એક પ્રકારને આલોચનાને અતિચાર છે. '
૫. સૂમ - કેટલીકવાર સાધક પિતાના નાના નાના અતિચારોની આલોચના કરે છે અને પિતાના મોટા દોષોને છુપાવે છે. જે વ્યકિત પિતાને નાનામાં નાના દોની આલોચના કરે છે તે મેટા દોપની આલોચના તે અચૂક કરતી જ હોવી જોઈએ ને?” એવી છાપ ઊભી કરીને, ગુરુનો વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મોટા દોષે છુપાવે છે અને માત્ર નાના દોષ પ્રગટ કરે છે તે સાધુખો ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક વખત સાધકના મનમાં ભય રહેલું હોય છે કે પોતાના મોટા દેશેને માટે ગરમહારાજ કદાચ વધારે પડતું મોટું પ્રાયશ્ચિત આપી દેશે. એટલા માટે તે પોતાના નાના દોની ગુરુ સમક્ષ આલોચના કરીને શું પ્રાયશ્ચિત મળે છે તેને અંદાજ કાઢયા પછી મેટા દોષને વિચાર કરે છે. એવા સાધના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી.
૬. પ્રચ્છન્ન : કેટલીકવાર સાધકને પિતાનાં પાપનો એકરાર કરવામાં લજ્જા અને લોકનિંદાને એટલો બધો ડર રહે છે કે ગુર સમક્ષ પિતાના અતિચારોનો એક્કાર કરતાં તેઓને સંકોચ થાય છે. બીજી બાજુ પિતાના પાપ માટે તેમને અંતરાત્મા ડંખતો હોય છે, એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તો તેનું શું.. શું પ્રાયશ્ચિત મળે એ ગુરુ પાસેથી જાણીને લઈને પિતાની મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત ી લે છે. (પ્રાચીન કાળમાં વાણા નામનાં સાધ્વી રે એ પ્રમાણે કર્યું હતું.) આ પણ એક પ્રકારને કપટ માવ છે. એટલે ગુપ્ત રીતે પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ પોતાની પાપની શુદ્ધિ કરી લીધી હોવા છતાં તેનું ખાસ બહુ ફળ મળતું નથી.
કેટલીક્વાર સાધક તક જોઈને ગુરુ પાસે કોઈ હાજર ન હોય તેવે વખતે, પ્રર9ને સ્થાનમાં ગુરુ સમક્ષ પોતાના અતિચારો માટે આલોચના કરે છે. વળી, એ લેતી વખતે પ. પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ બરાબર સાંભળી કે સમજી ન શકે તે રીતે પોતાના અતિચારોની આલોચના કરે છે. આ પણ એક પ્રકારને આલોચનાને અતિચાર છે.
૭. દાકુલ- શબ્દોકુલ એટલે મોટા અવાજ સાથે અથવા મોટા અવાજ વચ્ચે. કેટલીક વખત પોતાના અતિચારોની આલોચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પોતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તપ્તત્પર છે એ બીજાઓને બનાવવાને માટે, બધા બરાબર સાંભળી શકે, એ રીતે જોરશોરથી ગુર સમકા તે પિતાને દોપોની આલોચના કરે છે. પિતાના અતિચારો
માટે લધુતા કે લજજાને ભાવ જન્મવાને બદલે પોતાની પ્રશંસા થાય એવો ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશંસા માટે તે આલોચના કરે છે. સાધુએ કે ગુહ એવી રીતે આલેચના ન કરવી જોઈએ.
સાધુઓમાં પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આયણા મોટા સમુદાયમાં જ્યારે લેવાની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એક સાથે ઘણા સાધુઓ પેતપોતાના અતિચારોની આલેયણા મોટેથી બેલી લેતા હોય છે. તે વખતે ત્યાં તે અવાજોની વચ્ચે પોતાના અતિચાર વિષે અસ્પષ્ટ રીતે બેલીને આલોયણા લઈ લેવી એ શાકુલ પ્રકારને દોષ છે.
૮. બરૂજનપૂચ્છા -કેટલીકવાર સાધક પિતાના એક દોષને માટે એક ગુરુ પાસે આલોયણા લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગૃત છે એ બતાવવા અને પોતાને યશ વધે એટલા માટે બીજા ગુરુઓ પાસે પણ એ જ દોષ માટે ફરીથી આલેયણા લે છે. આમ કરવા પાછળ સાધકનો આશય પિતાની શુદ્ધિ કરવા કરતાં પોતાના માટેની પ્રશંસા વધારવાની હોય છે. '
કેટલીક વખત સાધક પિતાના અતિચારોની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણા આચાર્યોને તેની આયણા વિષે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત બતાવે તેમની પાસે જઈને પિતાના અતિચારો કહીને આલોયણા લે છે. આ પણ બહુ /નપુછાના પ્રકારને આલોયણાને દોષ છે. "
- કેટલીક વખત સાધકને પોતાના ગુરુ મહારાજે આપેલા પ્રાયશ્ચિતમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત યોગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પોતાના અતિચાર અને પ્રાયશ્ચિતની ગ્યાયોગ્યતાની પૂછપરછ કરવી તે યોગ્ય નથી.
૯. અવ્યકત કેટલાક સાધુઓને કયા કયા દોષ માટે શું શું પ્રાયશ્ચિત આપી શકાય તે વિશે ઊંડે શાસ્ત્રીય અભ્યાસ હોતો નથી. કેટલાક સાધુખો દીક્ષા૫ર્યાયમાં નાના હોય છે. કેટલાક સાધુનો જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલોચના અને પ્રાયશ્ચિતની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતુપૂર્વક જઈને આલોયણા લેવી અને તેમને અજ્ઞાનને લાભ ઉઠાવવું એ અવ્યકતના પ્રકારને દોષ છે.
૧૦. તત્સવી - તત્સવી એટલે તેવા પ્રકારના દોષોનું સેવન કરનાર. કેટલાક મોટા સાધુઓ પોતે પતનના માર્ગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પાર્વત્થ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારોની આલોયણા લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીકવાર એવો કુતર્ક દોડાવે છે, કે જે દોનું સેવન પોતાનાથી થયું છે તેવા દોષોનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે. માટે જો તેમની પાસે દોરોની આલોચના કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત આપશે, કારણ કે પોતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પાલ્વમુનિ પાસે આલોયણા લેવી એ તન્નેવીના પ્રકારને દોષ છે.
સાધુમહાત્માઓને ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા કેવા દે પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આપણા આગમગ્રંથોમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થાના જીવનમાં તે સવિશેષપણે પોતાની શરતચૂથી, ભૂલ, વાંક કે દોરને બચાવ કરવા માટે, પોતાનું ખરાબ ન દેખાય એ માટે, પોતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અલ્પસત્ય, વિકૃત સત્ય, સત્યાભાસ, કૃતર્ક, વિકલ્પ, અપવાદ, આક્ષે૫, પ્રતિપ્રહાર, નિર્દોષતાને આડંબર, મિથ્યાભિમાન, દોષદર્શિતા વગેરેને આશ્રય લેવા લલચાય છે. - પારદર્શક વ્યકિતત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગે આપણને સમજાય છે.