________________
તા. ૧-૨-૮૨
બુદ્ધ જીવન
આલાચનાના અતિચાર
[] હૈં. રમણુલાલ શ્રી, શાહુ
‘આલોચના’ અને ‘અતિચાર' એ બંને જૈન ધર્મના પારિગાષિક શબ્દ છે. આલોચના (અથવા પ્રાકૃત શબ્દ આયણા) એટલે અવલાકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના સ્થૂલ કેસૂક્ષ્મ દોષોનું ઝીણવટપૂર્વક અવલાકન કરવુંઅને ગુરુમહારાજ સમક્ષ તેનો સ્વીકાર કરવા એ માટે જૈન પારિભાષિક શબ્દ છે ‘આલોચના’અર્થાત ‘આલામણા.’ આલાયા કરવી અથવા આાયણા લેવી એવા રૂઢ પ્રયોગ વપરાય છે.
પાપ! અથવા કોઈ દોષના ચિત્તમાં વિચાર સ્ફુરે ત્યારથી શરૂ કરીને તેનું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી અનાચારમાંથી બચી શકાય.
માણસે રોજેરોજ સવાર-સાંજ પોતાનાં પાપાની અને ખાસ તો અતિચારોની આલાચના કરવાની હોય છે. ગુરુ કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પોતાના દોષો કે અતિચારો કહેવામાં આવે તો તે આલોચના છે. આલોચના (અથવા આલોયણા; આલેાયણ) એ પ્રાયશ્ચિતનો પણ એક પ્રકાર છે. એવી આલાચના સાંભળ્યા પછી વડીલ વ્યકિત કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાદિ તપ જપ કરવાનું કહે છે. વ્રતધારી સાધુઓથી થતા દોષો વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થૂળ કે સૂક્ષ્મ હિંસા, અસત્યક્શન, ચારી કરવી, ચીજવસ્તુ સંતાડવી, બ્રહ્મચર્યનું ખંડન, પાસે પૈસા કે સેાનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી ઈત્યાદિ દોષો ક્યારેક સાધુઓથી પણ જાણતાં કે અજાણતાં સહેતુક કે અહેતુક થઈ જતા હોય છે. એવા અતિચારોની આાયણા સાધુએ પોતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારોની આલાચના કરતી વખતે ક્યારેક આલોચનાના અતિચારો પણ થઈ જતા હોય છે.
પોતાના દોષોનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર છે. દોષોના એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હિન પહોંચવાના સંભવ છે. લોકનિંદાનો ડર જેવા તેવા નથી. સાંમાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લોકનેતાઓ પોતાની ભૂલનો જાહેરમાં એક્ચર કરતાં ખચકાતા હોય છે. ક્યારેક તેમને પોતાના અનુયાયીએનું બળ ઓછું થવાનો ભય પણ રહે છે, જેમણે વ્રત અંગીકાર કર્યાં
દાસ્તાયેન્સ્કી
(૧૮૬ મા પાનાથી ચાલુ) પણ એનામાં નથી. દોસ્તોયેવ્સ્કીના અસ્વસ્થ આત્મા તો કલ્પનાના વિશ્વમાં હંમેશ રમમાણ રહેતો. છતાં તુગેનેવ અને તોલ્સ્ટોય જ્યારે રશિયન જીવનની ભવ્યતાની ગાથા ગાતા હતા ત્યારે રશિયાનું સમાજીવન કેવી રીતે અસ્થિરતાના પાયા પર ઊભું થયેલું છે, એ સમાજજીવનના ભારેલા અગ્નિ ગમે ત્યારે વાલામાં પલટાવાના કેવા સંભવ છે તે દર્શાવનાર દોસ્તોયેવ્સકી હતા અને એ દષ્ટિએ તેવા તે જમાનાની વાસ્તવિકતાથી વધારે પરિચિત હતા એમ જ કહેવું પડે.
“યુનેસ્કો”એ આવા મહાન લેખકનું યોગ્ય તર્પણ કર્યું એટલું કહીને આ લેખમાળા પૂરી કરું છું. દોસ્તોયેવ્સ્કી અંગેના બન્ને લેખા તૈયાર કરવામાં રશિયન રાજદૂતાલય તરફથી પ્રાપ્ત થયેલી સામગ્રી. એનસાઈકલોપીડિયા અને વિવિધ સામયિકોમાં, દોસ્તોયેવ્સ્કી અંગે પ્રગટ થયેલા લેખાનો આધાર લીધા છે
Ho
૧૮૭
હાય એવા સાધુમહાત્માઓ પણ કયારેક પોતાના વ્રતભંગની કબૂલાત કરવા વિષે વિમાસણમાં પડી જાય છે. બીજી બાજુ પોતાના નાના કે મોટા એવા તમામ દોષોને સ્વીકાર કરનાર મહાપુરુષોનાં ઉદાહરણો પણ ઓછાં નથી. એવા સાધુ મહાત્મા ચારિત્ર ધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓના તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે.
જ્યારે વ્યક્તિમાં પોતાના દોષોના એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એક્વાર કર્યા વગર છૂટકો નથી હોતા ત્યારે એક્ટરને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દોષોનો સ્વીકાર કરે છે અને કેટલાક દોષો છુપાવે છે. એવા સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કંઈક તર્ક અને કંઈક મુકિતથી સ્વબચાવ કરવા તરફ રહે છે.
કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જૉવા મળે છે. આપણા શાસ્ત્રકારોએએવા સાધુઓની મનોવૃત્તિઓનું સૂક્ષ્મ અવલાકન કરીને દોષશુદ્ધિ માટે આલેાયણા લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દોષો પ્રવેશી જાય છે, તેનું સરસ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે.
સાધુ
પણ જ્યારે પોતાના ગુરુ પાસે પોતાના દોષોની આલેચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતી સૂત્રમાં લખ્યું છે. दस आलोयणादोस पण्णत्ता, नं जहा
आकंपयित्ता -अणुमाणइत्ता, जं दिट्ठ बायरं य सुहुमं वा । छन्नं सद्दाउलयं, बहुजण अव्वत्त तस्सेवी ।
કંપિત, અનુમાનિત, યદ્ દષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શાકુલ, બહુજનગુચ્છા, અવ્યકત અને તત્સવી એમ દસ પ્રકારના આલાયણાના દોષ ગણાવવામાં આવે છે.
૧. આકષિત-પોતાના દોષ ગુરુને કહેતાં પહેલાં, આાયણા લેતાં પહેલાં સાધુ પોતે પોતાની ગુરુની ખૂબ સેવાચાકરી કરે, એમનાં આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુ મહારાજને બરાબર પ્રસન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલાયણા લે કે જેથી ગુરુ મહારાજ ઓછું પ્રાયશ્ચિત આપે. ઓછું પ્રાયશ્ચિત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રથમ પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે યોગ્ય નથી. એ એક પ્રકારના આલેચનાનો અતિચાર છે.
૨. અનુમાનિત–ગુરુ પોતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યાં પછી જ સાધુ પોતાના અતિચારોની આલોચના કરે તે અનુમાનિત દોષ છે. પ્રાયશ્ચિતના જુદા જુદા કેવા પ્રકારો છે એ વિષે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પોતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલોચના કરીને ગુરુ શું પ્રાયશ્ચિત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પાતાના ક્યા કયા અતિચારોનું પ્રાયશ્ચિત લેવાનું પોતાને ફાવશે તેના વિચાર કર્યાપછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત લેવું તે અનુમાનિત દોષ છે. એ માટે શિષ્ય પોતે કોઈક વખત ઈરાદાપૂર્વક ગુરુ ને ખાટું કહે કે ‘હે ગુરુમહારાજ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જો થોડુંક હળવું પ્રાયશ્ચિત