________________
તા. ૧-૧-૧૯૮૩
એમના જેવી વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક પોતાના વિશે આવી વાત કરે તો તે માનવી રહી, પરંતુ તેઓ સવારથી સાંજ સુધી ધરે અને ઑફિસે જે રીતે કામ કરતા તે જોતાં તથા ખોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં, ટટ્ટાર ચાલવામાં તેઓ જે સ્ફૂર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરાપણ લગે નહીં.
છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈ બહાર બહુ ઓછું જતા, પરંતુ મુંબઈમાં અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણુશક્તિ તીવ્ર હતી અને અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણી બધી વાતો સ્મૃતિને આધારે તરત કહી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહીં; પરંતુ ચાર--છ મહિના સુધીનાં પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજ રીતે યાદ રહેતી. એવું કયારેય સભળ્યું નથી કે ચીમનભાઈ એ સ્મૃતિદોષને કારણે એક જ દિવસે અને સમયે એ રોકાણો સ્વીકારી લીધાં હોય, અથવા કોઈ સ્થળે જવાનું ભૂલી ગયા હોય. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૮મી સપ્ટેમ્બરના રોજ તેઓ લોકમિત્ર નામની સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે ગયા હતા. એ દિવસે એમણે ત્યાં લગભગ એક કલાક પ્રવચન કર્યું હતું. એમની વાધારા અસ્ખલિત હતી. એ દિવસે રાત્રે હું એમને ધરે મળવા ગયો હતો, પરંતુ તેઓ રોજની જેમ સોફા પર ખેસી વાંચતા નહોતા, પથારીમાં સૂઈ ગયા હતા. મેં પૂછ્યું તો કહ્યું, ‘ પેટમાં બહુ જ દુખે છે. કશું ખવાયું નથી. ઊલટી થાય એવું થયા કરે છે. ડૉકટરને બોલાવ્યા છે. સાંજના કાર્યક્રમમાં મનની પૂરી સ્વસ્થતાથી બોચ્યો, પરંતુ આખો વખત પેટમાં સત્તત દુખ્યા કરતું હતું.'
એ દિવસ સુધી ચીમનભાઈ સવારથી સાંજ સુધી પોતાના નિયતક્રમ પ્રમાણે ધરે અને ઑફિસે પુષ્કળ કામ કરતા રહ્યા હતા.
ડૉકટરે આવી સલાહ આપી હૉસ્પિટલમાં જઈ તે નિદાન કરાવવાની એ દિવસ પછી હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા, ચીમનભાઈ ઘરનાં સ્વજનોને કેટલાક સમય પહેલાંથી કહેતા રહ્યા હતા : ‘મને હમણાં હમણાં પેટમાં વારંવાર જે દુખાવો થયા કરે છે તે કૅન્સરનો જ હોવો જોઈ એ, અને આ કૅન્સરને કારણે થોડા સમયમાં મારું જ્વન પૂરું થશે.’ આવું કહેતી વખતે એમના ચહેરા ઉપર કે એમની વાણીમાં ચિન્તા કે ગભરાટનો જરા સરખો પણ અંશ જાતો નહીં.
નિદાન માટે તેઓ જૈન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઑપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હૉસ્પિટલમાં તેમની ખખર જોવા આવનર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે. એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હૉસ્પિટલમાં પણ ય.રેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લૉબીમાં સોફા પર બેઠા હોય અને બધાની સાથે હસીને વાતો કરતા હોય. એક વખત તો મેં કહ્યું પણ ખરું, ‘કાકા, અત્યારે તમે પોતે કોઈ દરદી જેવા લાગતા નથી, પરંતુ જાણે કોઈ દરદીની ખખ્ખર જોવા આવ્યા હો એવા લાગો છો, ’
ઑપરેશન થયું ત્યાર પછી તેમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કૅન્સરની ગાંડ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈ ને અસઘુ પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇન્જેક્શન પણ અપાયાં. તેઓ ધણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊઁચતા હોય અથવા અર્ધજાગૃત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય એસાની કે વાત કરવાની એમની શક્તિ ધટતી જવા લાગી. જે ખોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીક ઠીક વાર લાગતી. એવે સમયે પણ એમણે ‘ પ્રમુદ્ધ જીવન' માટે લેખ લખાવ્યો, આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા. પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું
謝
મુખપૃષ્ટ-૩
તેમને વધારે ગમતું. પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવા બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી, અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા હતા. તેઓ જુદાં જુદાં ધર્મસ્તોત્રોનું રણુ કરતા હતા, પરંતુ તે યંત્રવત્ ખની જાય ત્યારે બંધ કરી દેતા હતા.
ઓપરેશત પછી ચીમનભાઈ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતા અને તે પશુ અલ્પ પ્રમાણમાં. પરિણામે તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણુ ચર્ચા લાગ્યું. ચહેરો પણ કરમાવા લાગ્યો. તેમને ઘરે લાવવામાં આવ્યા, જેથી વાતાવરણુ થોડું ' બદલાય. તેમને કૅન્સર છે એવી ૉંક્ટરોએ જાણ કરી દીધી હતી અને ચીમનભાઈ પશુ મળવા આવનારાઓને પૂરી સ્વસ્થતાપૂર્વક કહેતા હતા, અને કૅન્સર છે. આ હવે મારા અંતિમ દિવસો છે.’
દિવાળીને દિવસે સાંજે અશક્તિ ધણી હોવા છતાં બહારના રૂમમાં આવીને સોફા પર તેઓ બેઠા હતા. ‘પ્રમુદ્ધ જીવનનો છેલ્લો એક વાંચતા હતા. હું તેમને મળવા ગયો ત્યારે એમને બહાર બેઠેલા જોઈ તે ધો હર્ષ થયો અને એમ થયું કે આ રીતે જો તબિયત સુધરતી જાય તો છે.ચાર મહિના કશો જ વાંધો નહીં આવે. એ દિવસે તેઓ વધારે સારી રીતે બોલી શકતા હતા. અલબત્ત, તેઓ વાત કરતાં કરતાં ધડી ઘડી ભવા ખની જતા હતા. આંખમાં આંસુ આવી જતાં હતાં. એમણે કહ્યું, ‘જેમ જેમ મૃત્યુ પાસે આવે છે તેમ તેમ આ સંસાર અસાર છે, બધું જ મિથ્યા છે એવો ભાસ દૃઢ થતો જાય છે. આમ છતાં મનુષ્ય સંસારમ આટલો બધો આસક્ત કેમ રહ્યા કરે છે એ એક મોટો કોયડો છે!
દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડૉક્ટરીની દષ્ટિએ આ નિશાની ભંડુ સારી ન ગણુાય. એટલે કે જીવનનો અંત ધાર્યાં કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે.. કૅન્સર પેટમાં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ધણી વધી ગઈ. પ્રવાહી આહાર પણ ઘટવા લાગ્યો, જાતે ઊવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ધર્મેશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાશ્રીજી માસતી અન્ય મહાસતીજી સાથે સવાર-સાંજ આવીને સ્તોત્રો ઇત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણું મહાસતીજીની સાથે તે સ્તોત્રો ખોલવા લાગ્યા. યંત્રવત્ થાય તો પણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું, વળી, ‘હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું' એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા.
કારતક સુદ ચોથની રાત્રે હું તેમની પાસે ઊભો હતો. હાથ પગ પોતાની મેળે ઊઁચાનીયા કરી શકે એટલી શકિત પણ હવે તેમના શરીરમાં રહી ન હતી. આંખો સહેજ ખોલતા, પરંતુ નિહાળવાની શકિત ઘણી ઓછી થઈ ગઈ હતી. હજી તેઓ સાંભળી શકતા હતા અને કંઈ પૂછીએ તો થોડી વારે ધીમે ધીમે ઉત્તર આપતા હતા. ".
તેમણે મને કહ્યું : ‘ભગવાન વિશેની વિચારણા દરેક ધર્મમાં જુદી જુદી કોટિની છે.’‘કોટિ' શબ્દ મને બરાબર સમુજાથી નહીં તો એમણે જોરથી સ્પષ્ટ ઉચ્ચાર કરીને ત્રણ વખત કહ્યો. એ ઉચ્ચારણની શક્તિ પરથી જ, તેઓ વિક્લેન્દ્રિય બન્યા હોવા છતાં, અંદરથી કેટલા જાગૃત અને સ્વસ્થ હતા તેની પ્રતીતિ થઈ હતી. અલબત્ત એમની અવસ્થા જોતાં એમ લાગતું હતું કે હવે તેઓ એકાદ-બે દિવસથી વધારે ખેંચી શકશે નહીં.
ખીજે દિવસે સવારે હું તેમની પાસે ગયો ત્યારે તેઓ ભોં આખું ખોલીને જે રીતે લાંબા શ્વાસ લઈ રહ્યા હતા તે જોતાં એમની અંતિમ પળ પાસે આવી રહી છે એમ લાગ્યું. પૂ. મહાસતીજી શ્રી ધર્મશીલાએ ‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું' એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, ‘ચીમનભાઈ ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવું?” એ વખતે ચીમનભાઈ એ સંમતિ દર્શાવી અને પોતાની મેળે એ હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં
[અનુસંધાન : પૃષ્ઠ-4