________________
Regd. No. MH/BY/South 54 Licence No. 37
પ્રબુદ્ધ જીવન
વર્ષ : ૧૪૪
અંક: ૧૬-૧૭
-
તા. ૧૬-૧૨-૧૯૮૨ અને તા. ૧-૧-૧૯૮૩ વાર્ષિક લવાજમ : રૂ. ૨૦૦૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂ. ૫૦૦૦
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ
અક
તા. ૧૧-૩-૧૯૦૨
જ મરણુભય
દેહવિલય : તા. ૨૦-૧૧-૧૯૮૨
મરણય વિષે લખું છું ત્યારે આત્મા, કર્મ, અમરત્વ, મોક્ષ વગેરેનો વિચાર નથી કરતો. આત્મા છે કે નહિ, હોય તો અમર છે કે નહિ, પૂર્વભવ, પુનર્જન્મ આ બધી વસ્તુ હોય કે ન હોય, કોઈપણ સંજોગોમાં મરણુભયનું કારણ નથી એમ મને લાગે છે. આ દેહના અંત સાથે બધાનો અંત આવે છે અને આગળ પાછળ કાંઈ જ નથી એમ માનીએ તો પણ મરણભયનું કારણ નથી. અંત આવી ગયો, છૂટી ગયા, દુઃખ કે ચિંતાને કાંઈ અવકાશ નથી. આત્મા છે અને અમર છે અને પુનર્જન્મ છે એમ માનીએ તો પણ મરણુભયનું કારણ નથી. આ દેહ છોડી કયાં જવાના છીએ તે કાંઈ જાણતા નથી. આથી સારી દશામાં કેમ જવાનું ન હોય ? આ જિંદગીમાં એવું કર્મ કર્યું નથી કે તેનું પરિણામ દુઃખરૂપ આવશે એવો ભય હોય. સારી દશા પ્રાપ્ત કરવાના ઈરાદે પણ કાંઈ કર્યું નથી. સહજપણે માણસ તરીકે પ્રાપ્ત કર્તવ્ય કર્યું છે તેનો સંતોષ છે. દેહ યાણથી નીપજે, દેહ વિયોગે નાશ એ રિથતિ હોય તો પણ દુઃખ નથી. પુનર્જન્મ હોય તે પણ જાય નથી. અજ્ઞાનથી ભય ઊભો કરવાની જરૂર નથી. એટલું જ્ઞાન નથી કે નિશ્ચિતપણે એમ કહી શકું કે હવે પછી સદ્ગતિ છે. જે હોય તે, આ ભયે કાંઈ એવું કર્યું નથી કે ચિન્તા કે ઉદ્વેગ થાય. મારી પ્રાર્થના છે કે મારો આ ભાવ અંત સુધી ટકી રહે
– ચીમનલાલ ચકુભાઈ શાહ